Quotes by Dilipsinh Kathiya in Bitesapp read free

Dilipsinh Kathiya

Dilipsinh Kathiya

@dilipsinhkathiya9370


ek najar dhalti Shyam ki aur

એક ઈડલી વાળો હતો. જયારે પણ ઈડલી ખાવા જાઓ ત્યારે એમ લાગતું કે એ આપણી જ રાહ જોઈ રહ્યો છે. દરેક વિષય પર એને વાત કરવામાં મજા આવતી. ઘણીવાર એને કીધું કે ભાઈ મોડું થઇ જાય છે જલ્દી ઈડલી ની પ્લેટ બનાવી દે પણ એની વાતો ખતમ જ થતી નહિ.

એકવાર અચાનક જ કર્મ અને ભાગ્ય પર વાત શરૂ થઇ.
નસીબ અને પ્રયત્નની વાત સાંભળીને મેં વિચાર્યું કે ચાલો આજે એની ફિલોસોફી જોઈએ. મેં એક સવાલ પૂછ્યો.

મારો સવાલ હતો કે *માણસ મહેનતથી આગળ વધે છે કે નસીબ થી?*

અને એના જવાબ એ મારા મગજ ના તમામ જાળા સાફ કરી નાખ્યા.

એ કહેવા લાગ્યો કે તમારું કોઈક બેન્કમાં લોકર તો હશે જ?
એની ચાવીઓ જ આ સવાલનો જવાબ છે.

દરેક લોકરની બે ચાવીઓ હોય છે.એક ચાવી તમારી પાસે હોય છે અને એક મેનેજર પાસે.
તમારી પાસે જે ચાવી છે એ પરિશ્રમ અને મેનેજર પાસે છે એ નસીબ.

જ્યાં સુધી બન્ને ચાવી નાં લાગે ત્યાં સુધી તાળું ખુલી શકે નહિ.
તમે કર્મયોગી પુરૂષ છો અને મેનેજર ભગવાન.

તમારે તમારી ચાવી પણ લગાવતા રહેવું જોઈએ. ખબર નહિ ઉપર વાળો ક્યારે પોતાની ચાવી લગાવી દે. ક્યાંક એવું ના થાય કે ભગવાન પોતાની ભાગ્યવળી ચાવી લગાવતો હોય અને આપણે પરિશ્રમ વાળી ના લગાવી શકીએ અને તાળું ખોલવાનું રહી જાય.

આ *કર્મ* અને *ભાગ્ય* નું સુંદર અર્થઘટન છે.

👌🏼👌🏼👌🏼👌🏼

Read More

સત્કર્મ અજાણતા પણ કરવાથી સારું ફળ મળે છે

*यूं ही न अपने मिजाज*
*को चिड़चिड़ा कीजिये,*

*अगर कोई बात छोटी करे*
*तो आप दिल बड़ा कीजिये...*

*एक जैसी ही दिखती थी माचिस की वो तीलियाँ,*
*कुछ ने "दीए" जलाये और कुछ ने "घर",*

_*मिली हैं रूहें तो, रस्मों की बंदिशें क्या है,*_
_*यह जिस्म तो ख़ाक हो जाना है फिर रंजिशें क्या हैं,*_

*है छोटी सी ज़िन्दगी तकरारें किस लिए,*
*रहो एक दूसरे के दिलों में यह दीवारें किस लिए,*

_*खुशी के फूल उन्हीं के दिलों में खिलते हैं,*_
_*जो इंसान की तरह इंसानों से मिलते हैं,*

Read More

सलूक उसने मुझसे किसी सिगरेट जैसा किया,
पहले जलाया फिर पिया, पऔन रखा बुझा दिया
बस तलब थी उसको मेरी कुछ वक़्त के लिए,
पहले लगाया होंतों से ओर फिर धुए मे उड़ा दिया,
अपनी सासे खिच क मेरी खुश्बू खुद मे बसा ली
ओर मेरी जलती हुई राख को अपनी उंगलियो से गिरा दिया

Read More

તું કહે એટલે બધું સાચું ન પડે,
વાદળ વગર કંઈ વરસાદ ન પડે.
દુનિયા છે આ દોરંગી,સમજી લે.
આગ વગર કંઈ ધુમાડો ન મળે.

Read More

👌👌👌👌👌

એક સરસ મઝાનું ઘર,
એમાં વસે એક નારી અને નર,
એક બીજાને હસે હસાવે,
જીવે મસ્તીમાં દુનિયાથી રહે પર..!!

ત્યાં ઓચીંતું એક દિવસ,
હાથ લાગ્યું એક યંત્ર,
હવે ના કોઈ હસે ,ના કોઈ રમે
છિન્નભીન્ન થયું ઘરનું તંત્ર,
ના કોઈ સાંભળે, ના કોઈ બોલાવે બસ રાત દિવસ જપે..મોબાઈલ મંત્ર..!!

રહે એક જ ઘરમાં તોય,
જાણે જોજન અંતર,
દુનિયાના પળ પળની ખબર,
દૂર થયા એકબીજાના અંતર,
લાગણી પ્રેમ મરતા રહ્યા,
સંબંધોમાં વધતું રહ્યું અંતર..!!

એપ્સ ફેરવે, ટાઈપીંગ કરે ,
ઢગલાબંધ ઈમોજી મોકલ્યા કરે
આખો દિવસ જોયા કરે,
અજાણ્યા ચહેરાને રિકવેસ્ટ મોકલ્યા કરે,
એક બીજા સામે રમત રમ્યા કરે,
ખોટે-ખોટું હસ્યા કરે,
હવે ના કોઈ હાસ્ય કે ના કોઈ કલરવ,
ના કોઈ મસ્તી કે ના કોઈ ગુંજારવ.

બેટરી ખતમ થતી રહી..
સંબંધો ખોખલા થતા રહ્યા..!!
શું લાગે છે..?
ચાર્જ કરવાની જરૂર કોને છે ..
મોબાઇલને..
કે સંબંધોને..?

Read More

GIRNAR

epost thumb

આજનો સુવિચાર

_*પરમ સ્નેહી શ્રી,*_

*શુભેચ્છા સંદેશોના ઘોડાપૂરમાં ક્યાંક મારી શુભેચ્છા તણાય ન જાય એટલે આગોતરી શુભેચ્છા પાઠવું છું.*💐

_*રમા એકાદશીથી પ્રારંભ થતા મંગળમયી દિવાળી પર્વએ સઘળું શુભ થાઓ,*_

_*બારસે દેવી સરસ્વતી આપની વાણી અને શબ્દોમહીં સદાય શાશ્વત રહો,*_

_*તેરસના તોરણ આપના દ્વારે ધન્વંતરિ, કુબેર અને મા લક્ષ્મીના આશિષથી લીલાછમ રહો,*_

_*ચૌદશે ક્લેશ, કલહ અને કકળાટ દૂર કરી મન નિર્મળ, શુદ્ધ અને આનંદિત બની રહો,*_

_*ઉરમાં ટમટમતા દિવ્ય તેજોમય લાગણીના દીવડા દિવાળીએ પ્રગટી રહો,*_

_*સુખ, સમૃદ્ધિ, સફળતા, સુસ્વાસ્થ્ય અને શાંતિ નૂતન વર્ષથી પામી રહો...*_

_*એવી આપને અને આપના પરિવારને શુભેચ્છાઓ.*_

_*દિવાળી અને નૂતન વર્ષની શુભકામનાઓ.*_

🙏🏼

Read More