The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
.
તું જાણે છોડ લજામણીનો છોડ, અડકું ત્યાં સાવ બીડાઈ જાય. હાથમાં લઇ હાથ ચાલવું કેમ, સ્પર્શ થાય ત્યાં હાથ છોડાઈ જાય નજરથી નજર મેળવું પ્રેમથી. નીરખું જરા નજર બીડાઈ જાય. પ્રેમમાં છે તાકાત કેટલી જુઓ. તોફાનમાં પણ બેફામ દોડાઈ જાય, ખબર નથી એ કદી મળવાની, છતાંય તસ્વીર અંદર જડાઈ જાય. પ્રેમમાં રહસ્ય સમજાય કેમ, હવે હસતા હસતા બહું રડાઇ જાય.
~~~~
કોઈને આગ લાગું છું,કોઈને નૂર લાગું છું, ખરેખર તો હું ખાલી છું, છતાં ભરપૂર લાગું છું, દયાળુએ દશા એવી કરી છે મારા જીવનની, નિખાલસ કોઈને તો કોઈને મગરૂર લા ગું છું. હકીકતમાં તો મારી જિંદગી છે ઝાંઝવા જેવી, કે હું દેખાઉં છું નજદીક ને જોજન દૂર લાગું છું. તમારા રૂપની રંગત ભરી છે મારી આંખોમાં, અને આ લોકને લાગ્યું કે હું ચકચૂર લાગું છું. - દિલીપ પ્રજાપતિ
ઊંડાણથી લખાય છે પણ ઉપરથી વંચાય છે... શબ્દોની સાથે પણ કેવું ઓરમાયું વર્તન થાય છે.!!!
જિંદગી જીવવા રોજ મરવાનું પણ કેટલું, જીતવા હર એક જંગ લડવાનું પણ કેટલું; લગીર હસવા કાજ રડવાનું પણ કેટલું, મહેચ્છાઓ પુરી કરવા ખુદ ખરવાનું પણ કેટલું; પ્રકાશિત કરવા જગને જાતને જલવાનુ પણ કેટલું, પાંખ પસારી ઉડવા પડવાનું પણ કેટલું; ગમતું ગુલાબ ચૂંટવા કષ્ટ સહેવાનું પણ કેટલું, સાવ ઉજ્જડ રણમાં ઉગવાનું પણ કેટલું; ખુદને ભૂંસી નાખી અન્યને લખવાનું પણ કેટલું, મરી મરીને આમ જ જીવવાનું પણ કેટલું; જિંદગી જીવવા રોજ મરવાનું પણ કેટલું....
#Jarur #Vanchjo 👇👇# #જેણે પણ લખ્યું છે બહુ જોરદાર લખ્યું છે.....# દુઃખ માં તમારી..... એક આંગળી આંસુ લૂછે છે અને., સુખ માં દસે આંગળીઓ તાળી વગાડે છે..! જ્યારે પોતાનું શરીર જ આવું કરે છે., તો દુનિયા થી અપેક્ષાઓ કેમ.....??? મિત્રો 2 પ્રકાર ના હોય છે. 1. બુટ જેવા 2. સ્લીપર જેવા બુટ જેવા બધી જ ૠતુ માં જોડે હોય .. જ્યારે સ્લીપર જેવા ઉનાળામાં તો સાથ નિભાવે અને, ચોમાસામાં પાછળ થી છાંટા પણ ઉડાડે..! ભાગ્ય માં હશે તો કોઇ લૂંટી નહીં શકે., ભાગ્ય વગરનું કોઈ ભોગવી નહીં શકે..! બાકી એટલું કહીશ. જાય એટલું જાવા દો.. રહે એમાં જ રાજ કરો.. ક્યાં સાથે લઈ જાવું છે વ્હાલા., જીવો અને જલસા કરો..!! અમુક પારકાં એવા મળ્યા જે પોતાના થઇ ગયા.. અને અમુક પોતાના, પારકાં નો અર્થ પણ સમજાવી ગયા...!! સંબંધ હોય, કે સમસ્યા બસ, મન મોટું રાખજો..... બાકી -દુનિયા તો બહુ "નાની" જ છે....! હું નમું છું બધાની સામે કેમ કે, મારે વટ નહી સંબધ રાખવો છે.! જેની પ્રીત મળી છે એને પામી લેજો જીંદગી મા થોડું જતું કરીને હસતાં-હારતા શીખી લેજો., મળશે દુનીયા માં કેટલાય અપરીચીત લોકો પણ જે તમારા બની જાય એમને સાચવી લેજો....! ।।👌👌👌👌👌
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser