Quotes by Dharmik Parmar in Bitesapp read free

Dharmik Parmar

Dharmik Parmar

@dharmik.810494
(67)

''હાં, હું ફક્ત તને ચાહું છું 💞💕💑

એણે મેસેજ ત્રણે'યને ફોરવર્ડ કર્યો.

- ધાર્મિક પરમાર

MICROFICTION

''ભાઈ, ચોખ્ખું દેખાય એવી ફ્રેમ વાળા ચશ્મા આપો..''

''શું વાત છે ? કોઈને ગિફ્ટ કરવાં છે ?'' દુકાનદારે પૂછ્યું !

''હા, ચશ્મા બદલાવવાથી કદાચ એમની દ્રષ્ટિ બદલાઈ જાય ''


- ધાર્મિક પરમાર

Read More

MICROFICTION

વિવિધ રંગોથી ભરેલો ટોપલો લઈ એ ફૂટપાથ પર બેઠી.સવારની સાંજ થઈ.આજે કોઈ ગ્રાહક ન મળતા એની આંખો સામે બાપુજીનો લાલચટ્ટક આંખો વાળો ચહેરો તરવરવા લાગ્યો.પીઠ પાછળ ચાબકાના ઘા હજૂ જીવતા હતા.

એણે ટોપલીમાંના બધા જ રંગો ભેગા કરી પોતાનો ચહેરો,હાથ, પગ રંગી કાઢ્યાં.સામેના પ્લોટમાં ધૂળેટી માણી રહેલી ટોળકી તરફ એણે દોટ મૂકી.

- ધાર્મિક પરમાર

Read More

#Women 's Day

MICROFICTION

''બાપુ, માસ્તર કેતા'તા આ પતંગમાં આપણી વિશ લખીએ તો એ ભગવાન પાસે પહોંચી જાય.....તો 'બા'નું નામ લખી દઉં ?''

ગુલાંટી ખાઈ,કપાઈને નીચે પડતા પતંગને બાપુજી જોતા રહ્યાં.

- ધાર્મિક પરમાર
#પતંગ

Read More

MICROFICTION

ઈશ્વરે પૂછ્યું, '' છેલ્લી ઈચ્છા ?''
''બાળપણ માણવા દ્યો...''

- ધાર્મિક પરમાર