Quotes by Oza Dhruv in Bitesapp read free

Oza Dhruv

Oza Dhruv

@devoza


वो जो हुकूमत की जंग होती तो में शाहजहाँ होता

वो औरत है उससे इश्क़ करना पड़ता है राज़ नही

તો આજે આ શેર થી વાત ની શરૂઆત કરીએ, જો હું પેહલા જ કહી દઉં કે હું ”બેટી બચાઓ, બેટી પઢાઓ” નો કોઈ સ્પીકર ને વક્તા નથી તો સ્ત્રીનો જંડો પકડીને મારી પોસ્ટ ની વાહ વાહ ભેગી કરવી એવો ઉદેશ્ય જરાય નથી,

પણ હા અમુક વાતો છે જે મારા વિચાર છે એટલું ખાલી ધ્યાન થી મજા આવે તો વાંચજો, આપડે આજે એવું કહીયે છીએ કે સ્ત્રીઓ ને જે માન સમ્માન મળે છે એનું એ લાભ ઉઠાવે છે. પુરુષ જાત આજે બોવ કામ કરી રહ્યું છે વુમન રાઈટ્સ માટે ને સ્ત્રીઓ પણ એનું સમ્માન કરે છે એ વાત સાચી છે? તો વુમન આજે એનો ગેરફાયદો ઉઠાવે છે એ પણ વાત સાચી છે. પણ એમાં સ્ત્રીનો વાંક છે એવુ મારે નથી કેવું.

કેમ કે આજ સમ્માન આજથી વધારે નય પણ વિસ વરસ પહેલાં સુધી જ્યારે પુરુષોને મળતું તો એને પણ કાંઈ એનો સદુપયોદ નથી કર્યો એટલે એ કહેવત સાચી થાય કે ”જેવું વાવો એવું લણો” અને આમ પણ કહેવાય છે કે ”તાળી એક હાથથી નથી વાગતી” વાંક આપણો પણ એટલો જ છે.

પણ હા જાતિ પુરુષ ની હોઈ કે સ્ત્રી ની નુષંષ બંને માં અમુક અમુક હોઈ છે આખી જાતિ નો એમાં જરાય વાંક નથી. ને એટલે અત્યારે જે થઈ રહ્યું છે એમાં હું કઈ જ ખોટું નથી માનતો કેમ કે આપણી જ અગાઉ ની પેઢી એ જ આ બીજ વાવ્યાતા તો હવે આપણે આજ નીંદવાનું છે.

પણ સ્ત્રીઓ માટે એટલો જ વિચાર આવે છે કે ”કુતરું માણસ ને બટકું ભરે તો એને સામે બટકું ભરવા ના જવાય બાકી કુતરામાં ને માણસ માં ફેર શુ?” તો આ વાત ને સમજો અગાઉ જે પુરુષો એ સ્ત્રીઓ ને માન નથી આપ્યું હવે જો સ્ત્રી પણ આ પરંપરા જાળવશે તો પુરુષમા અને સ્ત્રીમા કાઈ જ અંતર નહીં રે ને એ ખોટું થશે કેમ કે . આપણાં પુરાણો તથા દંતકથાઓ માં પણ એક સ્ત્રીને પુરુષ કરતા ઉચ્ચો દરજ્જો મળ્યો છે . દુષ્યંત અને શકુંતલા ના લવ ચાઈલ્ડ ભરત ના નામ ઉપર આપના દેશ નું નામ ભારત પડ્યું તેમ છતાં આજે એને ભારતમાં કેવાય છે ત્યાં પણ ”સ્ત્રીલિંગ" નો ઉપયોગ થયો છે.

તો સ્ત્રીઓ એટલુ જ કહેવાનું અપીલ સાથે કે પુરુષ જાતિ તો અબોધ બાળક જેવી છે ભૂલો કરશે અને એટલે જ સ્ત્રોઓ મેં ઉચ્ચ સ્થાન મળ્યું છે કેમ કે એ ભૂલ નથી કરતી. તો બસ એજ આશા કે સ્ત્રીઓ પણ એ જ ભૂતકાળ ને નહીં બેવડાવે તો સારું.

#બાકીતમારુશુકેવુછેભાઈબંધ .

Read More

हर कदम पर उधर मुड़ के देखा
उनकी महफ़िल से हम उठतो आये।

(आज सोचा तो आंसू भर आये...2)
मुद्दते हो गयी मुस्कुराये हुए...

હું કોઈ પણ વાત ની શરૂઆત માં જુના ગીત ની લાઇન્સ થી શુ કામ કરૂં છું ખબર?
કેમ કે એ લાઇન મારા વિચારને કેટલી સરળતા થી બે લીટીમાં લખી દીધી છે જેને આપણે ફકત એક ગીત કહીને આપડા પ્લેલિસ્ટ માં મૂકી દીધું છે.

પણ ખરેખર આ ગીતો કેટલા અદભુત છે ને એને લખવા વાળા લેખકો પણ જેના વિશે આપડે આપણને ખરેખર ખબર નથી હોતી. કેમ કે આપણને ગિત ગમ્યું એટલે બસ આપણે વધુ કાઈ વિચારતા નથી પણ એ એક ગીત ના ફક્ત બે પેરેગ્રાફ લખવા વાળા એ એમાં કેટલું અદભુત લખી નાખ્યું છે એનું કોઈ ને ભાન જ નથી ને તમારા બધા સાથે એમાં હું ખુદ ને પણ મુકું છું.

ઉપર ના ગીત માં પણ ખરેખર એવું જ છે આ ગીત તમે સાંભળશો ને હવે તો શબ્દો ઉપર ધ્યાન આપજો. કેટલું સુંદર વ્યથા દર્શાવી છે. ને જ્યારે આવા શબ્દો ને મદન સાહેબ નું ઉત્તમ સંગીત ને લતા મંગેશકર નો અવાજ મળે ને એટલે જ એ ગીત અમર થઈ જાય છે ને એટલે જ આપણે એને ગોલ્ડન એરા કહીયે છીએ. વધારે શુ કહું.

બસ આ ગીત સાંભળો ને જેટલા આ પોસ્ટ જોયા પછી આ ગીત સાંભળો ને એ લોકો નીચે કહી દેજો જેથી મને ખબર પડે કે કેટલા આયા ખરેખર કલા ના કદરદાન છે.

કેમ કે વ્યક્તિ જો બીજા ની કલાનો કદરદાન નથી તો હું માનું છું કે એની કલા પણ કાળના ચક્ર માં આવેલી છે જેનું કોઈ મહત્વ નથી. તો..

#બાકીતમારુશુકેવુછેભાઈબંધ .

Read More

हमराज़,हमखयाल तो हो हमनज़र बनो
तय होगा जिंदगी का सफर हमसफ़र बनो।

કેટલા મસ્ત શબ્દો છે આ ગીત ના આમ એક દમ ગોળી ની જેમ દિલ ઉપર વાગે ને પાછા એટલા જ સરળ.
છે ને મેં હમણાં હમણાં એવું બોવ જોયું છે કે આફ્ટર મેરેજ અફેર બોવ વધી રહ્યા છે. ને એનું કારણ જાણવા જ્યારે મેં પ્રયત્ન કર્યો તો મને એવું જાણવા મળ્યું કે મેન્ટલ પીસ છે.

મતલબ આ વસ્તુ સમજવા જેવી છે કે એક પતિ પત્ની જ્યારે લગ્ન જીવન માં આવી ને પછી અફેર ગોતે છે તયારે તકલીફ સંભોગ નથી પણ મેન્ટલ પ્રોબ્લેમ છે.(નોંધઃ- હું છોકરો થઈ ને સંભોગ વિશે લખું છું એટલે મને ખબર છે કે ઘણાં બધાં કોમેન્ટ નય કરે ને કરશે તો એવું જ લખશે કે છોકરો થઈ ને પબ્લિકલી આવું ના લખાય પણ શું કરું આ લખવા માટે છોકરી તો નહીં બની શકું સોરી)

પણ જે સત્ય મને મળ્યું તો થયું તમારા સુધી પોહચડું એટલો જ મતલબ છે મારો ગમે કે ના ગમે એ તમારો પોઇન્ટ છે પણ. સમજો એકબીજા સગાય થી લગ્ન સુધી ના ગાળામાં બાંધેલા સંબધો ના પુલ સાવ એક અફેર થી તોડી નાખશો કેમ?

લગ્ન પહેલા તો બંને વચ્ચે બોવ અંડરરસેન્ડિંગ હતી એ ક્યાં ગય હમરાઝ બની ગયા,હમખયાલ બની ગયા એકબીજા ને એકબીજા જેવું જ બધુ ગમતું, હમનઝર પણ હતા ને?

તો લગ્ન પછી જ્યારે જીવન નો અતિમહત્વ નો સફર માપવાનો સમય આવ્યો જ્યારે હમસફર બનવા ની જગ્યા એ દૂર સફર કેમ કરો છો?

આ પ્રશ્ન સાથે જ વાત પૂરી કરીશ વધારે લખીશ તો પાછું લાંબુ થઇ જશે ને લાંબુ વાંચવું ક્યાં બધા ને ગમે છે તો શબ્દો વાંચો ને સમજો.

#બાકીતમારુશુકેવુછેભાઈબંધ .

Read More

हम कहाँ के दाना थे किस हुनर में यकता थे

बे-सबब हुआ 'ग़ालिब' दुश्मन आसमाँ अपना

-मिर्ज़ा असदुल्लाह खान (ग़ालिब)

આમ તો ક્યારેય ક્યારેય મને લાગે એવું કે સાચું જો સારું જ હોઈ તો પછી એમાં કડવા પરિણામો શુ કામ આવે છે.
મતલબ હું મુક્ત વિચાર વ્યક્ત કરનારો એક માણસ છું હું લખું છું મારી વાત ને મુક્ત પણ તમે બધા વાંચો છો. પણ હું જે લખું છું એ જ વસ્તુ મને ફિલ થાય છે .

હું બાહ્ય આડંબર ને પામવા કાઈ લખતો નથી. મને એવી કોઈ અપેક્ષા પણ નથી કે મને બધા વાંચે . કેમ કે વાંચવું થોડું અઘરું છે. હું પણ બોવ વાંચતો નથી એટલે અપેક્ષા પણ નથી રાખતો પણ; મારું જે સચ છે એ મને શેર કરવું ગમે છે તો કરું છું.

જેમ કે મને ઘણા બધા પ્રશ્ર્નો એક અંતરાળે થાયા રાખે છે. જેમ કે આત્યંરે એક સવાલ થયો છે તો એ તમને બધા ને પૂછું છું જે વાંચે એ જવાબ આપવો હોઈ તો આપે. નો આપે તો પણ વાંચવા બદલ એનો આભાર.

તો સવાલ એવો થયો છે કે. આ જેટલા ગ્રંથો, મહાકવ્યો, ખંડકાવ્યો, કે જેટલા પૌરાણિક લેખો લખાયા છે. ને બધા જ્ઞાનીઓ એવું પણ કે છે કે ગીતા વાંચો એટલે બધું એમાં આવી જાય તો જો ગીતા એક જ લખી હોત તો?

ભગવાન એવું કે છે કે મેં જાત પાત નથી પડ્યા ફક્ત એક ધર્મ બનાવ્યો. તો જો એમને જાત પાત નથી પડ્યા તો અલગ અલગ ગ્રંથો કે મહાકવ્યો કે ખંડકાવ્યો. કે આ બધા પૌરાણિક પુસ્તકો ની જરૂર શુ કામ પડી. એક જ ગીતા આપી દીધી હોત તો પણ એમને જે ધર્મ આપવો હતો એ આપી દીધો હોત. અલગ અલગ પુસ્તકો આપવાની જરૂર શુ હતી.

*નોંધ:- મને ચર્ચા ગમશે. તો જવાબ ના જવાબ માં સવાલ મળે તો ચીડતા નય. ને ચર્ચા ના ગમતી હોઈ તો જવાબ પણ ના આપતા. ધન્યવાદ?

Read More

टूट जाये ना भरम,हॉट हिलाऊ कैसे
हाल कैसा है,लोगोको सुनाऊ कैसे।

આજનો સમય કેવો છે ખબર? બધા ને એક માધ્યમ મળી ગયું છે પોતાનું કાઈ પણ વ્યક્ત કરવા માટે.

બસ લખી નાખવું, પણ યાર થોડું વિચારો હા વિચારો કેમ કે
એ વિચાર મુક્ત છે પણ યાર વાચા મુક્ત નથી. તમે શું લખો છો ને શુ કામ લખો છો. થોડો વિચાર કરો.

પોતાની અભિવ્યક્તિ નો હક આપણને બધા ને છે પણ શું અભિવ્યક્ત કરો છો એનું ખાસ ધ્યાન રાખો.

કેમ છે તમે જે લખો છો એ વસ્તુ તમારા અંદર સૌથી પહેલા હોવી જોઈએ પછી એને વાચા મળે તો એને સાચી અભિવ્યક્તિ કેવાય. કંઈપણ બસ લખી નાખવા ને અભિવ્યક્તિ ના કેવાય.

હમણાં મેં એક પોસ્ટ વાંચી. આમ હું બોવ પોસ્ટ વાંચું નય પણ મને એ નજરે આવી ગઈ તો વાંચી લીધી. એક જોકસ કરી ને એક ફોટા ઉપર આવું કંઈક લખ્યું હતું,

”your ex is now someone's true love” આવું એ પોસ્ટ માં લખ્યું તું. ને એ કોઈકે પોસ્ટ કર્યું એટલે મારા સ્વભાવ પ્રમાણે મારાથી પુછાય ગયું. કે આનો મતલબ ખબર છે તમને.

તો થોડી વાર માં જવાબ આવ્યો કે હા મારો ex એ કોઈક નો સાચો પ્રેમ છે. તો મારાથી કેવાય ગયું કે આમાં તમને જોક્સ જેવું સુ લાગ્યું.

બસ પતિ ગયો હું. એને એટલા બધા શબ્દો કીધા એકીસાથે કે મને વાંચવા માટે 10 મીનિટ લાગી. એમાં એને ઘણું બધું લખ્યું તું પણ એક લાઇન લખી એમ હતી કે . એ કોઈ નો સાચો પ્રેમ હોય જ ના શકે એને બસ વિશ્વાસઘાત જ કરતા આવડે છે. હું એને બોવ સારી રિતે ઓળખું છું. એમ એને લખ્યું તું.

પછી મારા થી ના રેવાનું તો મેં લખી નાખ્યું કે મેડમ આજે તમે પણ એમાં માટે એની ex જ છો ને. તો તમે આ બધું લખ્યું એ પેલો માણસ પણ તમારા માટે કઈ શકે ને.

આટલું કીધું તો એને ના ગમ્યું ને બાય કહી મને બ્લોક કરી નાખ્યો. અરે યાર તમે વિચાર્યું નય કાઈ ને સીધું પોસ્ટ કરી નાખ્યું તો એમાં વાંક કોનો. જરા વિચારો.

#બાકીતમારુશુકેવુછેભાઈબંધ .

Read More

જીસ્મ

દોસ્તો એક બાત બતાઓ અગર તું ઇન્સાન પેદા નહીં હોતે તો ક્યાં હોતા?

મતલબ અગર સોચો કે તુમ જો એ જીસ્મ કા લિબાસ લિયા હૈ એ હોત જ નય તો શું હોત!
ઘણા એમ કેસે એ આત્મા હોત. તો હા આત્મા જ હોત અને એ પણ હર જીવિત વસ્તુ તરીકે હવે તમારી આસપાસ વિચારો એ દ્રશ્ય કેવું હોત. બધી જ જગ્યા એ આત્માં એને ના કોઈ ભૂખ લાગત ને ના એને બીજી કોઈ વસ્તુ ની જરૂર પડત.

અને હા એ અમર હોત. અને એટલે જ આપડે આ જીષ્મ ઓઢવું પડે છે કેમે કે જો આપણે ફક્ત આત્મા જ હોત. તો રોટેશન શક્ય ના હોત. ને જો રોટેશન જ શક્ય ના હોત તો આપણી દુનિયા સ્થિર થઈ જાત ને એ ના થાય એટલે આપણે રોટેશન કરવું પડે છે.

જેમ બજાર માં પૈસા ના રોટેશન અટકી જવાથી મંદી આવે છે એ જ વસ્તુ આપણામાં પણ થાત.

તો જો આપણ ને આ શરીર મળ્યું છે તો આપડો વારો પૂરો થાય એ પેલા આ શરીર માટે કંઈક કરતા જઈએ બાકી ચિંતા ના કરતા આ શરીર માં નય થાય તો આગળનું શરીર મળશે ને એમાં પણ ના થાય તો રોટેશન તો ચાલ્યા જ કરવાનું છે.

એ અટકતું નથી. જીસ્મના સોદા આત્મા કરતી હે વૉ ઉસકા વ્યાપાર હે. કરવાદો.

એટલે જ કીધું છે ને.

યે જીસ્મ હે તો ક્યાં!
યે રૂહ કા લિબાસ હે.
એ દર્દ હે તો ક્યાં!
યે ઇશ્ક કી તલાશ હે.

તો બસ તલાશ જારી રખ્ખો....

#બાકીતમારુશુકેવુછેભાઈબંધ .

Read More

मेरे कांधे पे सिर को झुकाना तेरा
मेरे सीने में खुद को छुपाना तेरा
मेरे कांधे पे सिर को झुकाना तेरा
मेरे सीने में खुद को छुपाना तेरा
आके मेरी पनाहों में शाम-ओ-सहर
कांच की तरह वो टूट जाना तेरा

તમે બધાં એ ક્યારેય એવું વિચાર્યું છે કે સમય જતાં આપડે અંદર કેટલા બદલાય જાય છીએ. મતલબ સમજણ ની રીત માં વાત કરું છું. એક સમય મા આપણી હરએક વાત જે આપડે કોઈ મેં કહેવી હોઈ તો આપણી પાસે આપણા મિત્રો હોઈ આપણી ફેમિલી હોઈ. બધા હોઈ ને પછી થોડા સમજણા થઈએ ને એટલે આપણે બધા આપડા ફેર્ડ્સ કે ફેમિલી ને સાઈડ માં મૂકી પેલા એક ની રાહ જોવા લાગીએ ને પછી આપણી અંદર રહેલી વાત ને આમ ભેગી કરવા લાગીએ એમ વિચારી ને એ આવશે ને એને કહીશું આ બધુ . આ બધી વાતો ફેમિલી કે ફ્રેન્ડ્સ જોડે થોડી કરવાની હોઈ આતો એને કરવાની હોય. ને વિચાર માં ને વિચારમાં સમય નીકળતો જાય ને આપડે વધુ મેં વધુ સમજણા થતા જઈએ ને અંતે જ્યારે એ મળે ત્યારે.

બધું કેહવું છે બધું કેહવું છે એ વિચાર માં પોતે સંબંધ માં અધીરા થઈ જઈએ. ત્યારે આપણે કોઈ એવું નથી વિચારતા કે આ સંબધ નવજાત બાળક જેવો છે પેલા એને સમય આપી મોટો કરવો પડે પછી એ સમજણ ની પરિસ્થિતિ માં આવશે ત્યારે બધું થશે. પણ નય.

આપડે અધીરા થઈ જઈએ ને એટલે એ સંબધ વયો જાય પછી બેસી ને રોવું પડે. પાછા એ મિત્રો એ જ ફેમિલી પાસે જવું પડે. ને જ્યારે જઈએ ને ત્યારે એ લોકો બોવ સહજ આપણો સ્વીકાર પાછો કરી લે છે ખબર છે શુકામ?

કેમ કે એ સંબધ ને બંને તરફ થી ઉછેરવા માં આવ્યો હોય છે હવે એ સંબંધ પરિપક્વ થઈ ચૂક્યો હોઈ છે. પણ એ અંતર આપડે કયારેય કાઢી નથી શકતા....

ખોટું હોઈ તો પાછું આપવું હો.

#બાકીતમારુશુકેવુછેભાઈબંધ .

Read More

तेरी उम्मीद पे ठुकरा रहा हु दुनिया को,
तुजे भी अपनेपे ये एतबार है के नही।

પ્યાર નો એ સમય જ્યારે એક વ્યક્તિ બીજી વ્યક્તિ ને બધું જ આપવા આતુર હોઈ કે એમા એ એટલું સમજી નથી શકતો કે આ પ્યાર ને હજી પરીક્ષા બાકી છે.

ને એક વાત કઉ અમુક છેને માણસો ધારણાઓ સાથે સંબંધ બાંધે છે કોઈ ની પણ જોડે. એવું છેને ના કરો જેવો એ વ્યક્તિ સામું જે તમારી પાસે આવ્યું છે તમને કઈક આપે છે તો પેલે થી એને ઢાંકવાની કોશિશ ના કરો એક વાર જોઈ લો કે શું એ આપવા માંગે છે તમને. એને છેને એની પરાકાષ્ટા એ પોહોંચવાનો મોકો આપો. યાર કંઈક જાણી ને તમે બંને એ એકબીજા ને હા કીધી તી ને? તો હા કહ્યા પછી ધારણા નો છેડો ઘડીક સાઈડ માં મૂકી ને એને જોય લો.

ને જો જાણ્યા વગર હા પાડી હોઈ ને તો તો તમારી માટે તો એની પરીક્ષા એમાં જ છે, એ જે પ્રેમ ને પરાકાષ્ટા સુધી તમને આપશે ત્યાં જ એનો માપદંડ નીકળી આવશે . પણ એ જે હોઈ તે જોઈ લો એકવાર સમય ને સાથ બંને એને આપી ને.

કેમ કે ના પાડવી એને એતો ચાલો ગમે ત્યારે પાડી શકાશે હવે ના નિયમો પ્રમાણે. પણ એક હા છેને એ કદાચ દુનિયા ના સુખ ને પામવા ની તક બની શકશે.

તો વિચારો.અને

#બાકીશુકેવુછેભાઈબંધ .

Read More

હમણાં જ મેં એક વેબ સિરીઝ જોય.”men's wrold” યુ ટ્યુબ ઉપર પણ છે.
મારી અભિવ્યક્તી વાંચ્યા પછી જો કોઈને ઈચ્છા થાય તો જોઈ શકે.

તો આ વેબ સિરીઝ ટૂંકમાં એક મન્નત થી બદલાય ગયેલી ઝેન્ડર ટેકનિક્સ ઉપર છે. ને સો પેલા તો હું આ શોર્ટ ફિલ્મના હર એક આર્ટિસ્ટ ને દિલ થી સલામ કરું છું. યાર ગજબનું વર્ક કર્યું છે. એક્ટીંગ જોરદાર છે.

બીજું ખરેખર આ શોર્ટ ફિલ્મ એ વ્યક્તિઓ માટે ખાસ નોંધ લેવા જેવી છે જે હજુ પણ સિક્સટીસ કે સેવન્તિસ કે હેઈટીસ ના વિચારો ને આદર્શો સાથે જીવે છે. એવા લોકો ને ખાસ જોવી.

હા થોડું વધારે પડતું થાય છે એવું લાગશે કોક કોક જગ્યા એ પણ બરોબર છે. બોવ વાંક કાઢ્યા જેવું નથી.

બધું જ સ્પષ્ટપણે આ શોર્ટ ફિલ્મ એના સમય માં કહી દે છે. તો વધારે એ શું કે છે એના ઉપર ટીપ્પણી કરવાની ખરેખર જરૂર નથી.

અને હા આ શોર્ટ ફિલ્મ મારા આર્ટિકલ વાંચ્યા પછી કોઈ છોકરી જોવે ને તો એને એક નોંધ કે બંને ઝેન્ડર મગજ માં રાખી પછી જોવે.

તમારું કોઈ સૂચન હોઈ તો જણાવી આપજો.

#બાકીશુકેવુછેભાઈબંધ .

Read More

तेरे बिना ज़िन्दगी से कोई,शिकवा तो नही
शिकवा नही!
तेरे बिना ज़िन्दगी भी लेकिन ज़िन्दगी तो नही,
ज़िन्दगी नही!

આય હાય શુ સોન્ગ છે. મને ખબર છે તમે બધા એ આ સોન્ગ સાંભળ્યું જ હશે ને ખરેખર બોવ મસ્ત ગિત પણ છે. પણ;મતલબ વિચાર્યો છે.

એક કપલ એના જિંદગી ના કલાઇમેક્સ માં પાછા મળે છે ને જિંદગી પુરી થાય ત્યાં સુધી નો આશરો માંગે છે. પણ કેમ?
બંને હવે જુદા જુદા છે. લગ્નજીવન માં છે ને મેઈન વાત બંને ના સંબંધ ઘણા વરસ પહેલાં પુરા થઈ ગયા છે. તો હજી કેમ move on નથી થયા.

યારો તમે શું તમારા પહેલા પ્રેમના એહસાસ ને તમારી અંદર થી ભુલાવી શક્યા છે. એ પહેલો ગલગલ્યો જે થયો તો કોઈને જોઈ ને એ તમને યાદ નથી.

એક વાત કઉ કોઈ એ ખાસ એહસાસ ને છેને ક્યારેય ભુલાવી નથી શકતું. બસ એક દુરી બનાવી ને રાખે છે કે ક્યાંક એ સામે દેખાય જશે તો શું થશે એ વિચારી ને.
હું પણ એમ જ કરું છું. આજે પણ અમદાવાદ જાઉં ને ત્યારે એ ડર એક વાર તો થાય જ છે.

ને હમણાં તો એ ડર સાચો પડતા પડતા રય ગયો. જ્યારે એ રોડ ના કિનારે મેં મારા પ્રેમ ને જોયો ત્યારે મને પણ એમ થઈ ગયું કે ક્યાંક એ મને નો જોવે . એ કોઈ વ્યક્તિ જોડે મસ્ત હસી ને વાત માં મશગુલ હતા ને મેં સમય સુચકતા વાપરી જલ્દી નીકળી ગયો..

પ્રેમ ક્યારેય ભુલવા નથી દેતો. હા પ્રેમ માં મળેલું દર્દ સમય જતાં ઓછું થઇ જાય છે. માણસ થોડો ફિલિંગ લેસ થઈ જાય છે. પણ; ભૂલી તો શકતો જ નથી.

#બાકીતમારુંશુકેવુછેભાઈબંધ .

Read More