Quotes by Devendra Bhimda in Bitesapp read free

Devendra Bhimda

Devendra Bhimda

@devendrabhimda4482


તારું ઘણુબધુ હશે પણ મારું બધું તું જ છે.
આ બાગ, આ ફૂલો, આ ખૂશ્બુ તું જ છે.

“અભિદેવ”

નારાજ થઈને ક્યાં જવું?
મનથી માન્યા હો ને હૈંયે વસાવ્યા હો એને કહેવાય નૈ કશું…
તો નારાજ થઈને ક્યાં જવું?

વાતો કરતા વિવાદ તો થાય,
એને મન પર કદી ના લેવાય.
મનની વાતો ને મનમાં ના રાખીયે,
એતો મન ખોલીને કહેવાય.
અંતરે રહીએ તોયે અંતરમાં વસવું,
તો નારાજ થઈને ક્યાં જવું?

લાગણીઓ વાવીએ ને લાગણીઓ લણીએ,
માંગણીઓથી અળગા રહેવુ.
મીઠો હો ઝઘડો તો હકથી રીસાવું,
ને પછી એટલાં જ હકથી મનાવવું.
મનદુઃખને ભૂલીને છે દિલમાં ઊતરવું,
તો નારાજ થઈને ક્યાં જવું?

નારાજ થઈને ક્યાં જવું?
મનથી માન્યા હો ને હૈંયે વસાવ્યા હો એને કહેવાય નૈ કશું…
તો નારાજ થઈને ક્યાં જવું?

દેવેન્દ્ર ભીમડા “અભિદેવ”

Read More

એક વાંસળીવાળો,
એની ફૂલગુલાબી સવાર વેચવા નિકળ્યો છે.
માત્ર દસ રૂપિયામાં….

પણ ખરીદદારો મોબાઈલમાં,
પ્રભાતિયાં સાંભળવામાં મશગુલ છે.

દેવેન્દ્ર ભીમડા “અભિદેવ”

Read More

ના રડવાનું કારણ હતું ના હસવાનું કારણ હતું.
અસાધારણ લાગતું જીવન સાવ સાધારણ હતું.
ને એટલે જીવાયુ નહીં મરજી મુજબ “અભિદેવ”,
લોકો શું કહેશે મન પર બસ એનુંજ ભારણ હતું.

“અભિદેવ”

- Devendra Bhimda

Read More