Quotes by Priyanka in Bitesapp read free

Priyanka

Priyanka

@deeyan
(10)

https://www.matrubharti.com/book/19966392/ek-chance

આપના મંતવ્યો જણાવશો...

શુભ દિપાવલી
- પ્રિયંકા, સચિન & અન્વી

જીવન,

પોતાના આક્રંદથી શરુ થાય છે

જે બીજાના આક્રંદથી પૂરું થવાનું જ છે.

આ બે આક્રંદ વચ્ચે છુપાયેલા આવા ઘણા આક્રંદ.

સહેવું વસમું પડે તોયે મુજ અંતરનો ખાલીપો છે એ,

આવીને જવું જીવનનો ક્રમ રહ્યો

તોયે સહેવું અઘરું પડે છે.

જીવનના તાસ પર ટકવા માટે

પ્યાદા ઘટે છે.

છતાં છેક સુધી જીવી જાણવું,

વખત એમ કહે છે.

Read More

પ્રિય વાચકમિત્રો, તમને મારી લખેલી વાર્તા પસંદ આવી રહી છે એ માટે હું આપની ખુબ આભારી છું. તમારા વ્યુ મને જણાવશો એવી આશા રાખું છું.

મારી ૨ વાર્તા પર મને મેસેજીસ પણ મળ્યા છે અને એમાં આ વાર્તા મારા જીવન પર આધારિત છે કે નહિ.

ખરેખર કવ તો આ એક સંપૂર્ણપણે કાલ્પનિક છે એવું હું ના કઈ શકું પણ આ વાર્તા માટેના અમુક સંજોગો મારા કે મારી આસપાસના લોકો સાથે જરૂર સંકળાયેલા છે.

આભાર.

Read More

આટલા થોડા દિવસોમાં લખેલી પોએમ આપ સૌને ગમી તેની હું આભારી છું. લખવું મને ગમે છે અને માતૃભારતી જેવા પ્લેટફોર્મ પર હું ઘણું નવું શીખી રહી છું. આપ સૌને મારી નમ્ર વિનંતી કે મારી લખેલી એક ટૂંકી વાર્તા તમે વાંચો. તમારા અભિપ્રાયો મને જણાવશો એવી આશા...

https://www.matrubharti.com/book/19966214/chelli-mulakat-by-deeyan

Read More

ક્યાંક વરસી રહ્યું છે ઝરણું એક તારા તરફ,

તને તો નથી રજ ની પણ એ વાતની ખબર,

તારામાં નદી ભણી સમાવવાની છે એક આશ,

કેમ સમજાવું મારા મનને, હ્રદયને, કાશ,

તું સાગર સમો આવીને ભરી લઈશ મને બાથ,

જેટલું સમીપ આવું તું રેત સમું જાય,

હાથ લાંબો કરું અને તારી બાહો દેખાય,

નઈ પામી શકું એ મને મિથ્યા જણાય,

ઝરણું મટી લાગણી હવે ગાંડીતુર થાય,

સમાવી લે તું મને તારામાં, પણ,

તને તો નથી રજ ની પણ એ વાતની ખબર.

Read More

જો ને એ હતી તારી અને મારી પહેલી મુલાકાત,

મંદિરના પગથીયે જોતી હું તારી વાટ,

રંગો ના ઉત્સવની એ હતી સોનેરી સાંજ,

દૂર દૂર જ્યાં પહોંચી મારી નજર,

જોયા તમને મેં પહેલી વખત,

શમણાઓ તો જાણે થયા છુમંતર,

નયનો પણ થયા અસમંજસ,

હરખના આંસુ સારું

કે પછી તમને અલપ દ્રિષ્ટિએ નિહાળું,

દોડતી જાઉં કે કઈક કહું કે ભેટું તમને,

પણ બાજુમાં બેઠા મારા મમ્મી હતા બેખબર,

વાતો કરતા કૈક શી ખબર,

તમે આવ્યા ને કર્યા ભગવાનના દર્શન,

મેં ત્યારે કર્યા મારા ભગવાન ના દર્શન,

બસ પછી તો શું,

તમે નીકળ્યા મને જોઇને તમારા રસ્તા તરફ,

હું મલકાતી હરખાતી નીકળી મારા ઘર તરફ,

બસ આ થોડા ક્ષણોની હતી આપડી પહેલી મુલાકાત.

Read More