Quotes by Deepa Joshi in Bitesapp read free

Deepa Joshi

Deepa Joshi

@deepajoshibrdgmailco


સાંકડી આ શેરી છે,
ને યાદો નો કાફલો છે...
જરા ધીરેથી ચાલજો,
આ પ્રેમ નો મામલો છે.....
દિપા જોશી

-Deepa Joshi

ડુબતા સુરજ ને સથવારે
તરી ગયા અમે તમ સંગાથે

-Deepa Joshi

અકળ

#પક્ષ


નથી જીતવાની ઈચ્છા જગતને
આખી દુનિયા ભલે વિપક્ષે બેસે
મારા પક્ષ માં તું જ ખપે
આ પંખી જો માળે બેસે....

દિપા જોશી ✍🏻

Read More

#સંબંધ
જેમાં બધું અકબંધ
એજ સાચો સંબંધ

#સંબંધ
જેમાં બધું અકબંધ
એજ સાચો સંબંધ

વિશ્વ એક કવિતા

આ વિશ્વ એક કવિતા
એક મજાનું ગાણું.....
ઇશ્વરેચ્છા એવી એને
ખુબ માણું......
વિશ્વ એક કવિતા
જેમાં ઘણી વિધિ ની વક્રતા
નથી કોઈ જાણીતા
છતાં પડકાર ઝીલવાની છે અગ્રતા
રચયિતા છે એક
તેના સર્જન અનેક....
તેમાં કરી છેડ
એટલે જ તો ....
લેખ માં લાગ્યો મેખ.....
હવે જો થશું નહીં જો એક
મટી જશું છેક....
આ વિશ્વ એક કવિતા
એક મજાનું ગાણું.....
ઇશ્વરેચ્છા એવી એને
ખુબ માણું......

દિપા જોશી
વડોદરા

Read More

#વિચલિત
વિચલિત કરી જાય
એક વિચાર તમારો
એમાં વાંક નથી
જરાય તમારો
એતો છે શ્વાસ અમારો
દિપા જોશી

#સજાવટ
કરી ચહેરા પર સજાવટ
ચાલ્યા કરવા બનાવટ....
એવા નથી કોઈ નપાવટ તોયે
જાણી શક્યા નહીં આ સજાવટ....
દિપા જોશી