The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
હરિ આ સુકેરી ધરતીના પાલવ પર વાદળ થૈ વરસો , સાવ સુના વરસોના આ આંગણ પર ઝાંઝર થૈ રણકો ; વેરાન બની બેઠેલા ગામે ક'દિ હરિ દિકરી થૈ આવો , વરસોના સુકા ઉંબર પર વ્હાલપની ગાગર થૈ છલકો . - ચાવડા સચીન
તારી શીતળ છાંયડીમાં સૌને સુવરાવી , તું તપજે તારા સંતાપ એકલો ; જળ તરવા સાગર ના સૌને સાથે લેજે, બુડી જાજે આશા ભર્યો તું એકલો. તારી ફોરમ માં ફોરમ સૌ કોઈની ભેળવજે, તું થાજે બદબો નો ધણી એકલો; ફુલફુલના ઘાવોમાં સાથીને આડા દેજે , તું સહેજે ઘણો ના ઘાવ એકલો. કોઈ નિર્દોષી ફાંસી લટકેલ ને જીવાડી, ચડી જાજે શુળી પર તું એકલો ; તારી વસ્ત્રોની પાંખે સૌને ઢાંકી દેજે, બસ રેજે ઉઘાડો તું એકલો . ધન છોળ્યું રેલવજે સૌને વેચી દેજે, લઈ લેજે ગરીબી ભાગ એકલો ; તારે વૈકુંઠ ને કેડે જગને તેડાં કરજે બસ જાજે દોજખમાં તું એકલો. ખુશખુશ ના મેવાને સહુ આગળ ધરી દે જે, ભરી લેજે ઉનો નિસાસો એકલો; ચૌદ રત્નો મંથન ના વિષ્ણુ ને દઈ દેજે, શિવ થાજે સાગર કિનારે એકલો. ચિરજીવીઓને ધરણીના છેડા દઈ દેજે, કરી લેજે કાચી મઢુલી એકલો; રણ લડતા લથડતા ક્ષુદ્રોને રોવા દેજે, તું હસજે હારીને હૈયે એકલો. હુશીયારી ની ગાંસડીઓ સૌને બંધવજે, છેતરાજે સમજ્યા છતાં તું એકલો; કોઈ રક્તોના તરસ્યાની તૃષ્ણા ઓલવવા, તું પાજે તારા રુધિર એકલો. તારા હંસો ના ટોળામાં સૌને હેળવજે , પણ રેજે તું તારે કાગ એકલો ; તારા સુંદર વાજિંત્રો મિત્રો ને દઈ દેજે, લઈ લેજે તારો તંબૂર એકલો. - કવિ દુલા ભાયા કાગ
ગોરલ
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser