Quotes by Chhaya Shah in Bitesapp read free

Chhaya Shah

Chhaya Shah

@chhayashah351957gmai


સૂરજ ની નજર

સંધ્યા ઢળી સરિતા તટ પર ધીમા, ધીમા પવન ના ઝકોળે.
બેઠાં બેઠાં ડાળ પર બે પંખી પ્રેમ રસ ધોળે.
જાતા જાતા એક નજર સૂરજ ની મીઠી થાતી.
પાલવ ને સંકોરી, સરિતા ધુધટ મા શરમાતી.

-Chhaya Shah

Read More

આકાશ મા તપયો સૂરજ,
ગરમ થયાં સાગર ના નીર.
વાયરા એ બાધયા વાદળ,
દોડાદોડી કરતાં કાળા ધબ વાદળ.
મને કહે;
"અમે વરસીશુ તમારા ઉપર".

-Chhaya Shah

Read More

#રિસામણા
હું રિસાઇ, તમે રિસાયા.
તો, આપણને મનાવશે કોણ?
આજે તિરાડ પડી ગ ઇ છે.
કાલે ખાઇ બની જશે.
તો તેને ભરશે કોણ?
નાની, નાની વાતો ને દિલથી લગાવશુ.
તો પછી સંબંધ નિભાવશે કોણ?
નહીં હું રાજી, નહીં તમે રાજી.
તો પછી માફ કોણ , કોને કરશે?
એક અહમ્ મારો, એક અહમ્ તમારો,
તો આ અહમ્ ને હરાવશે કોણ?
જિંદગી કોને મળી છે હંમેશ ને માટે,
તો પછી આ રિસામણા મનામણાં કેમ.....

Read More

ડુબી જવાનું આવડયુ.
તરતા ન આવડયુ.
રોઇ રોઇ ને જીવન જીવ્યા.
મરતાં ન આવડયુ.
મોજ, મસ્તી માં જીવન વિતાવ્યું.
આત્મા નું સુંદર ગણિત ગણતાં ન આવડયુ.
ધમપછાડા જિંદગી માં ખૂબ કયૉ.
અંત સમયે મરતાં ન આવડયુ.
મંઝિલ તો હોય છે,
માત્ર! ધર થી સ્મશાન સુધી,
ધાટ માનવ જીવન નો,
ઘડતા ન આવડયો.

Read More

મારી ઓળખ એટલે જ મારા પિતા.
પિતા નાવિચારો, તેમજ તેમની રુચિ. તે મારી ઓળખ.

-Chhaya Shah

માતૃભાષા

અક્ષર અક્ષર ને શણગારી બનાવ્યા
શબ્દો.
અક્ષર ના મસ્તકે મુકી બિદી.
અક્ષર ના હાથમાં સોંપી લાકડી.
આગળ પાછળ
આપ્યા રસવ ઇ
દીધૅવ ઇ
ના ટેકા.

નીચે પહેરાવ્યા
રસવ ઇ દીધૅઈ ના બુટ.
આ રીતે બન્યા શબ્દો.
શબ્દો શણગારી બનાવ્યા વાકયો.
અલંકારો સજી બનાવી કવિતા. અને અલંકારિક ભાષા.
આ આપણી માતૃભાષા.
આપણને લાગે વહાલી.

-Chhaya Shah

Read More

સંબંધ
જયારે સારી વ્યક્તિ મારી લાગે, ત્યારે સ્નેહ વધે. અને એક હૈયા થી બીજા હૈયે બેફિકર પહોંચી શકાય. તે સંબંધ છે.

-Chhaya Shah

Read More

આનંદ
આનંદ એ કોઈ વસ્તુ કે વ્યક્તિ પ્રાપ્તિ નો એટલો નથી હોતો.
જેટલો આનંદ લાગણી અને વિચારો ના અનુબંધ નો હોય છે.
.
-Chhaya Shah

Read More

ઉનાળા ની ગરમી
ઉનાળામાં વૃક્ષો બોલ્યા, પાણી તરસ્યા જન સૌ બોલ્યા.
ગરમી કેવી પડતી રે ભાઇ...
ખેતર ખેડતા ખેડૂતો બોલ્યા, કડિયા, લુહાર, મજદૂર બોલ્યા,
ગરમી કેવી પડતી રે ભાઈ...
સુકી થઈ ગયેલી ધરતી બોલી, દરિયા ની ભરતી બોલી,
ગરમી કેવી પડતી રે ભાઇ...
આકાશ થી સુરજ બોલ્યો, જીવો ઉપર ઉપકાર કરુ,
તાપ પડે તો વરસે પાણી,
તેથી હું ગરમી🔥 ફેકુ.

-Chhaya Shah

Read More