Quotes by Ca.Paresh K.Bhatt in Bitesapp read free

Ca.Paresh K.Bhatt

Ca.Paresh K.Bhatt Matrubharti Verified

@capareshkbhatt5065
(97)

:: ચાર્ટડની ઓડિટ નોટ્સ-104 ::
::Ca.Paresh K.Bhatt ::

:: સોક્રેટિસ, સમીર વાનખેડે અને લોકશાહી ::

એથેન્ટ્નસમાં સોક્રેટિસ પર કેસ ચાલતો હતો કે તમે યુવાનોને બહેકાવો છો. રાજ્ય વિરુદ્ધ ઉશ્કેરો છો.સોક્રેટિસ કહે છે કે હું તો લોકોને સત્ય સમજાવું છું.યુવાન સત્ય જાણીને કઈ કરે તો એમાં મારો વાંક નથી.એથેન્સમાં લોકશાહી હતી.બહુમતીથી નિર્ણય લેવાતા.આજે જેમ ચૂંટણીમાં બહુમતીથી મતદાન દ્વારા જેમ નિર્ણય લેવાય છે એમ એથેન્સની સંસદમાં કોઈ પણ નિર્ણય બહુમતીથી લેવાતો.દરેક નાગરિકને વારાફરતી ધારાસભ્ય થવાની તક મળતી . આથી બુદ્ધિશાળીને મૂર્ખ બન્ને ને તક મળતી અને નિર્ણય બહુમતીથી લેવાતો.આ ધારાસભ્યોએ હાથ ઊંચો કરીને પોતાનો મત જાહેર કરવાનો. મોટા ભાગના ધારાસભ્યોને તો કઈ ખબર જ ન પડતી આથી નિણર્યો જે લેવાતા એ ઢંગધડા વગરના લેવાતા. આની સામે સોક્રેટિસ યુવાનોની વચ્ચે બેઠા હોય ત્યારે દલીલ કરતા કે મઝધારે દરિયાના તોફાનમાં જહાજ સપડાય ત્યારે એથેન્સના નાગરિકો બહુમતી થી નિર્ણય લેશે કે બધા હાથ ઊંચો કરે અને જણાવે કે આપણે જહાજ ને કઈ દિશામાં વાળવું છે ? આ અંગે જહાજમાં કેપટનને નિર્ણય લેવાનો અધિકાર ન હોવો જોઈએ. આ યુવાનો પછી જ્યાં જાય ત્યાં આવા પ્રશ્નો પૂછે.
એક દિવસ એક માણસે તેનો પિત્તળનો લોટો ખૂબ જ ચકચકિત કરીને ધોયો અને ઘરની બહાર સુકાવા મુક્યો. એક ચોર તેને સોનાનો સમજીને ચોરી ગયો.પેલી વ્યક્તિ પોલીસ પાસે ગઈ. મામલો કોર્ટમાં ગયો. ચોર હતો તે મોટા ઉમરાવનો સગો હતો આથી બધા વિચારમાં પડી ગયા કે આને હવે બચાવવો કઈ રીતે આથી એવો નિર્ણય લેવાયો કે એ વ્યક્તિએ લોટો આટલો ચકચકિત કરીને જાહેરમાં મુકયોજ શુ કામ ? આ તેની જ ભૂલ હતી એટલે જ ચોર તેને સોનુ સમજી ને ચોરી ગયો ને ? આથી લોટાના માલિકને સજા થવી જોઈએ. આ લોકશાહીમાં બધું જ બને એ 2500 પહેલાંના સોક્રેટિસનો સમય હોય કે આજની લોકશાહી.આથી સોક્રેટિસ કહેતો કે લોકશાહી એ રાજ્યમાં જ સફળ થાય કે જ્યાં ગયા મોટા ભાગના લોકો જ્ઞાની હોય અને તેમાંથી મતદારો આગળ આવે અને જ્ઞાની લોકોને ચૂંટી લે.
આવી જ એક વાત ભણવામાં આવતી કે એક માણસ રસ્તા પર જતાં હોય છે અને તેના પર દીવાલ પડે છે અને માણસ મરી જાય છે. કેસ ચાલે છે કે દિવાલના માલિકને સજા થવી જોઈએ. માલિક કહે છે દીવાલ કડીયા એ બનાવી છે એને સજા કરો, કડીયો કહે મજુરે માટી બનાવી હતી તેને સજા કરો , મજૂર કહે હું માટીમાં પાણી નાખતો હતો ત્યારે મુલ્લા રસ્તા પર નીકળ્યા હતા એટલે એમને જોવા ગયો એમાં વધારે પાણી પડી ગયું. આથી રાજા એ ફરમાન કર્યું કે મુલ્લાની ધરપકડ કરો તેને સજા કરો.
આજે સમીર વાનખેડેની હાલત જોઈએ છીએ તો સોક્રેટિસ યાદ આવ્યાં વગર ન રહે. સમીર વાનખેડે પરના આરોપ સાચા ખોટની વાત નથી કરવી પણ કોઈ સાચો માણસ ભવિષ્યમાં પણ કોઈ સેલિબ્રિટી કે મોટા માણસને કાયદો દેખાડવાનું સાહસ ન કરે . ભવિષ્યના કોઈ પ્રામાણિક માણસનું મોરલ તો ચોક્કસ તૂટી જ જાય. 2500 વર્ષ પહેલાના એથેન્સની લોકશાહી અને આજની (એટલે છેલ્લા 75 વર્ષથી) ભારતની લોકશાહી વચ્ચે કોઈ જ તફાવત નથી. નથી તો આપણી વચ્ચે સોક્રેટિસ નથી. ભવિષ્યમાં કોઈ સમીર માં લઘુ સોક્રેટિસ પેદા થવાનો પ્રયત્ન કરશે તો અમે પણ તેના સોક્રેટિસ જેવા જ હાલ કરીશું.

अस्तु ।
Dt .26.10.2021.

અન્ય પોસ્ટ વાંચવા fb પર મુલાકાત લો.

Read More

#Ca .Paresh K.Bhatt#

*** મિડાસ ટચ ***

મિડાસ નામનો રાજા
સોનાનો આંધળો શોખ
ભગવાનને પ્રસન્ન કર્યા
હાથ અડે તે સોનુ થઈ જાય
ભગવાન કહે તથાસ્તુઃ
મહેલ સોનાનો થઈ ગયો
ભોજન સોનાનું થઈ ગયું ને
છેલ્લે દીકરી ખોળા માં આવી
ને માથે હાથ મુક્યો તો એ
પણ સોનાની.....

21મી સદીમાં પણ
બધા જ મિડાસ છે
કોઈ મિડાસ ઉદ્યોગપતિ છે
તો કોઈ ડોકટર તો કોઈ વકીલ
તો કોઈ નેતા પણ છે
અરે શિક્ષક ને બાબા પણ
હવે મિડાસ ના રસ્તે છે
આ બધા જ મિડાસ પાસે
બેંકમાં એફડી છે
લોકરમાં રૂપિયા છે
ભરપૂર સોનુ છે

હવે

હવે

એ પણ હવે
ધ્યાન રાખે છે કે કોઈ ને
હાથ ન અડે
બધાથી દૂર રહું
સોશ્યલ ડિસ્ટન્સ તો
પહેલે થી જ રાખતા હતા
.....

એ મિડાસ
પણ મહેલમાં
એકલોને
દુઃખી હતો

અને

આ મિડાસ
પણ મહેલમાં
એકલોને
દુઃખી છે......

अस्तु । Dt.26.03.2020.

Read More

*# Ca.Paresh K.Bhatt#*

*અમેરિકા - ધ ગ્રેટ એલેક્ઝાન્ડર*

અમેરિકા
મારે પણ બીજા સિકંદર થવું છે.
The Great Alexander થવું છે
પણ
હવે બીજા દેશ પર
ચડાઈ કરવાની જરૂર નથી
IMF ને World બેંક ને
ખિસ્સામાં રાખવાની
વિશ્વના બધાજ દેશોમાં
અમેરિકન સૈનિકો
કંપનીઓ ઉઘાડી લૂંટ ચલાવે
જે દેશ ન માને
તેની સાથે આર્થિક વ્યવહાર બંધ
પડોશી દેશ સાથે લડાવી મારવાનો
બન્ને દેશને
ભરપેટ શસ્ત્રો વેચવાના
ને અઢળક રૂપિયો રળવાનો
અને હે ય ને
સિકંદરની જેમ રાજ કરવાનું !

પણ
પણ
પણ

સિકંદર
કબર પર
સાચું લખી ને ગયેલો
The Great Alexander
Died With Empty Hand
પણ મર્યો કેમ ?
એક મચ્છર કરડયું
મેલેરિયા થયો
ને હારી ગયો
આજે ફરી મચ્છર કરતા નાન જંતુ એ
બીજા સિકંદરને
પણ હરાવી દીધો !

Dt.22.03.2020.

Read More

નિઃશુલ્ક આમંત્રણ

😁બે સાધુ અહિંસા પર ચર્ચા કરતા કરતા મારા મારી પર ઉતરી પડ્યા.😀

-: ન્યુ યર સેક્યુલર પાર્ટી. :-

ગઈ કાલે
એક સુન્ની યુવતી અને
શિયા યુવકે
31મી ડિસેમ્બર ની રાત્રે
12 વાગે
ચર્ચ માં જઇ ને
ભગવદ્દ ગીતા ના
અધ્યાય નું
પારાયણ કરી
જીસસ ના
આશીર્વાદ લઈ ને
નવા વર્ષ ની
ઉજવણી કરી.

Ca.Paresh K.Bhatt

Read More

-: એનીવર્સરી. :-

આજે 35 વર્ષ પછી
ફરી એજ તળાવ ને કિનારે
પેલી નાની કોફી શોપી માં ગયો
એ જ મને ન ભાવતી પણ
તને ભાવતી ફિલ્ટર કોફી નો
ઓર્ડર કર્યો,
હવે તો એ જુવાન પણ
મારી જેમ જ સિનિયર સીટીઝન
થઈ ગયેલો,
બસ તારી સામે ની ખુરશી માં
બેસી ને કોફી ની ચૂસકી ભરતા ભરતા
સામેં આથમતા સૂરજ ને જોતા જોતા
તારી યાદો નો ઉદય થતો હતો,
પણ હવે તો મારી સામે બસ
ખાલી ખુરશી, તારી ફેવરિટ કોફી અને
તારી યાદો જ હતી.......
અને આજે આપણી એનિવર્સરી હતી.

Read More