Quotes by વૈરાગી in Bitesapp read free

વૈરાગી

વૈરાગી

@brijeshprajapati4430


😘 #તમે 💚

epost thumb

હું વાસ્તવમાં કાંઈ નથી,રસ્તે પડેલો પથ્થર છું,
શ્રધ્ધા થી તેને પુંજો તો,પથ્થર માં પણ ઇશ્વર છું,

હું વાસ્તવમાં કાંઈ નથી ,પાનખર નો એક પાન છું
પાનખર ને જો સમજી શકે,તો પાનખર પછીની વસંત છું...

હું વાસ્તવમાં કાંઈ નથી અંધારી અમાસ ની રાત છું ,
અગિયારી બની નિહાળી શકે તો પૂનમનો ખિલેલો ચાંદ છું....

હું વાસ્તવમાં કાંઈ નથી એક ચાલતો મુસાફર છું
સાથ જો તુ આપી શકે ,તો જીવનભર નો સંગાથી છું....

#વૈરાગી ની ડાયરી માંથી

Read More

કોઈ કવિ ની કલ્પના નથી,કોઈ ની આરઝુ છું હું...
કોઈ બગીચા નું ફૂલ નથી,બસ એક પતંગિયું છું...
કોઈ મહેકતી સુવાસ નથી,એક ઠંડી હવાનો અહેસાસ છું હું...
કોઈ કવિ ની કવિતા નથી,કોઈક ની જીંદગી છું હું...
કોઈ નિષ્ફળતા ની હર નથી,કોઈક ની મેળવેલી જીત છું હું...
કોઈ જીવંત વ્યક્તિ નથી,બસ એક "અનેરી" આશ છું હું...
#વૈરાગી

Read More