Quotes by Bindu Harshad Dalwadi in Bitesapp read free

Bindu Harshad Dalwadi

Bindu Harshad Dalwadi

@binduharshaddalwadi5678


ગાગા ગાગા ગાગા ગાગા
કાના કાના કરતી મીરાં
શેરી શેરી ફરતી મીરાં

મારો તો ગિરધર ગોપાલો
મંજીરા લઇ ભજતી મીરાં

પીધો પ્યાલો વિષનો રાણા
કાના કાના રટતી મીરાં

મીરાં તારી મીઠી વાણી
ધૂને ધૂને વદતી મીરાં

સાચી દીલે ભજતી મીરાં
કાના પ્રેમે વરતી મીરાં

- ઝાકળ બિંદુ✍️
***********

Read More

આયન ભાગ:3
*********
  (આયન આમીન ને ત્યાં જાય છે. એની બહુજ ઈચ્છા છે કે આમીન તેની સાથે બાલાજી તિરૂપતિ આવે...પણ...)

હવે આગળ વાંચો......
       ફ્રેશ થઈ ને  આયન અને આમીન ડાઈનિંગ ટેબલ પર ગોઠવાય છે. આમીનના અબ્બુજાન આવે છે . 55વર્ષના માથા પર ધોળા વાળ...થોડા બટકા....પણ ઘટીલો વાન , ચહેરા પર સખતાઈ પણ દિલના કોમળ....એવા આમીનનાં અબ્બુજાન મહમદઅલીખાં,  આવીને તેમની સ્પેશિયલ સિંગલ ખુરશીમાં ગોઠવાય છે. બેતાલાના ચશ્માંને નાકની દાંડી પર ટેકવીને  ધારદાર નજરથી આયનને  જુએ છે...ને પછી જમવા માટે થોડા ઝૂકીને , પાછા સહેજ ટટ્ટાર થઈ સહેજ ખોંખારો ખાઈને જમવાનું ચાલુ કરે છે.
  
      ત્યાં જ આમીન બોલે છે...! "અબ્બુજાન.આ આયન મારો મિત્ર છે.....!  અમદાવાદથી આવ્યો છે. એને વિદેશ જવા માટે ની ફાઈલ મુકી છે. એટલે ડોક્યુમેન્ટ લેવા આવ્યો છે.

     આમીનના  અબ્બુજાને જમતાં જમતાં  આયન સામે જોયું....! અને , "હમમમમ" , એવો  હોંકારો ભર્યો...! ને
પછી નીચું જોઈને જમવા લાગ્યાં.

    આમીન ખાતાં ખાતાં ફરી બોલ્યો, "અબ્બુજાન તમને નવાઈ લાગતી હતીને ,  કે  આ તમારો લોફર છોકરો  આટલા ટ્રાયલ પછી પણ કેવી રીતે  પાસ  થયો ? અને તે પણ  આટલા સારા ટકાએ...!  અબ્બુજાન  એ બધો શ્રેય આ મારા જીગરજાન દોસ્ત આયનને જાય છે.

     અબ્બુજાન હું ત્રણ વર્ષથી સતત નાપાસ થતો આવ્યો હતો. અમે કોલેજના જુનિયર સ્ટુડન્ટો ને હેરાન કરતાં, ધમકાવતાં, અને અમારું કહ્યું કરવા મજબૂર કરતાં . અને એમાંથી નિજી આનંદ મેળવતાં. જુનિયર સ્ટુડન્ટો અમારા થી બહુ ડરતાં.એ જોઈને અમે ખુશ થતાં....!
 
       અબ્બુજાન ચુપચાપ બધું સાંભળતા હતાં. જમવાનું પતી ગયા પછી દિવાનખાન માં આવી હિંચકા પર બેઠા.
અને પાનપેટી માંથી સોપારી ને સુડી વડે કાપવા લાગ્યાં.
અને  પાન બનાવી મોઢામાં મુકી ચાવવા લાગ્યાં.

       આયન  અને આમીન પણ હાથ ધોઈ ને દિવાનખંડમાં
આવી બેઠાં....!
         અને આમીને ફરીથી વાતને આગળ વધારતાં બોલ્યો, "અબ્બુજાન, એ વખતે મેં આયન ને  પણ બહુ હેરાન કર્યો હતો.પહેલાં દિવસે મેં તેને એકદમ બિન્દાસ ને
નફિકરો જોયો. એટલે મને બહુજ ગુસ્સો આવ્યો...!અને  હેરાન કરવાનું  મેં ચાલુ કર્યુઁ
  
        એ જ્યાં જાય ત્યાં એની પાછળ પાછળ જતો ને તેને હેરાન કરતો. પણ અબ્બુજાન એ ખુબ જ સ્વસ્થ રહેતો....એને  ફેઈસ પર જરાપણ હેરાનગતિ ની નિશાની ના દેખાતી.....! એટલે એને જોઉંને મને ખુબ ગુસ્સો આવતો.....ને...પછી....!

        એને મારી નોટસ પાંચ પાંચ વાર લખવા આપતો....!ને...એની સામેજ હું નોટ ફાડી નાંખતો...છતાં એ મને
નોટસ લખી દેતો.. હું ખુબ  અકળાતો.. આને કેમ કંઈ અસર નથી થતી". આમ ને આમ ફસ્ટ ઈયર પુરૂ થવા આવ્યું....!  ને..એન્યુઅલ એકઝામ પણ નજીક આવતી ગઈ.
     "હું જ્યારે જઉં ત્યારે વાંચતો જ હોય.. અને અબ્બુજાન હું એને ના વાંચે એટલે હેરાન કરવા લાયબ્રેરી માં જઈને બેસતો...પણ....! પછી,  આયન સામે જોઈને બોલ્યો... ! "આને કોઈ જ અસર નહીં"...!

      પછી  ધીમે ધીમે હું એનું અનુકરણ કરવા લાગ્યો.....ને ક્યારે મારામાં બદલાવ આવવા લાગ્યો એ મને જ ખબર ના પડી....! અને હું એનું જોઈ ને  વાંચવા લાગ્યો. મને ભણવામાં રસ પડવા લાગ્યો. ક્યારેક ના આવડે તો એને પુછતો..! અને એ મને  સરસ રીતે સમજાવતો . મને તરત જ આવડી જતું .આયન મને ખુબ મદદ કરતો ને મને વાંચતાં જોઈ એ  ખુબ ખુશ થતો.

      અને....! એકઝામ આવી ને પુરી થઈ ગઈ... ને...! હું પાસ થઈ ગયો ને.... મારું ફસ્ટઈયર પુરૂં થયું.
   
      ને  મારો ભણવાનો ઉત્સાહ વધતો ગયો...સાથે  સાથે  અમારી દોસ્તી પણ વધતી ગઈ. અમે લાંબો સમય સુધી ઘણા વિષયો પર ચર્ચા કરતાં. ના સમજણ પડે તો સર ને  જઈને  પણ પુછતાં".
   અને ઉતરોતર મારા રિઝલ્ટ માં પણ સુધારો થતો ગયો.ને ટકાવારી પણ વધતી ગઈ.

      આમીન થોડો અટકી ને...ઉંડો શ્ર્વાસ લેતાં ફરી બોલ્યો, "અબ્બુજાન આયનના લીધે જ હું આ ત્રણે વર્ષની પરીક્ષામાં  સારા ટકાએ પાસ થયો છું,  આજે જે મારી તેજસ્વી લાઈફ છે તે મારા આ મિત્રને આભારી છે".
 
    સાંભળી ને અબ્બુજાન ખુશ થઈ ગયાં... ઉભા થઈ ને આયન ને ગળે લગાવ્યો .આંખોમાં ખુશીના ઝળહળીયા આવી ગયાં. અને ગદગદીત સ્વરે બોલ્યાં,બેટા...! તારો જેટલો ઉપકાર માનું એટલો ઓછો છે.આ મારા નાલાયક છોકરાને સુધારવા માટે....!
  
         અને...અબ્બુજાન  આંખ ના ખુણા લુછતાં  એમનાં બેડરૂમમાં જતાં હતાં ત્યારે અયાને કહ્યું... "અંકલ હું કાલે તિરુપતિ બાલાજી દર્શન કરવા જાઉં છું. તો આમીન ને મારી સાથે મોકલશો"... ! અંકલ..એ મંદિર માં નહીં આવે..! તમારો ધર્મ ભ્રષ્ટ નહીં થવા દઉં...! શું હું આમીનને  લઈ જઈ શકું છું"?

      બેટા..તેણે તને ઘણું કષ્ટ આપ્યું છતાં તેં સહન કરીને મારા આ આવારા પુત્રની જીંદગી સુધારી છે, એના થી મોટો ધર્મ કયો...? એ જ ખરો ધર્મ છે....હિંદુ શું કે મુસ્લિમ શું... એના પહેલાં ભાઈ ભાઈ ની ભાવના જ ખરો ધર્મ છે".

      અને હલકું મુસ્કુરાતા.. અયાનના ખભે હાથ મુકીને બોલ્યાં... "કંઈ પુછવાનું થોડું હોય ! તું લઈ જા એને....! અને.... લે...આ રૂપિયા" એમ કહી, આમીન ના હાથમાં 501 રૂપિયા આપ્યાં અને બોલ્યાં, " લે બેટા મંદિર માં જઈ આ પૈસા નો પ્રસાદ ધરાવજે"......!!!

(સંપૂર્ણ)

12/11/2019
-Bindu✍️.....
**********

Read More

ભાગ: 2... મિત્રતા
*********
   (ગયા અંકમાં જોયું આયન મેંગલોર ભણવા આવે છે.
કોલેજ માં પહેલા દિવસે પેરન્ટ્સ મિટિંગ હોય છે. અને આયનને સિનિયર સ્ટુડન્ટ દ્વારા ધમકી આપવામાં આવેછે. આયનને તેની મમ્મી અમદાવાદમાં રહીને ભણવાનું સુચન આપે છે, છતાં આયન ગ્રેજ્યુએશન પુરૂં કરીને જ અમદાવાદ પાછો આવીશ એવો મક્કમ નિર્ણય કરે છે. )  હવે આગળ....વાંચો......

     પી.જી તરીકે રહેતોને, કોલેજ માં બી ફાર્મ કરતો આયન નિયમિત અભ્યાસ કરવા લાગ્યો. સીધીસાદુ જીવન જીવતો હતો. સમજતો હતો કે મારા માતાપિતા એ ખુબ મહેનત કરીને દેવું કરીને મને ભણવા મોકલ્યો છે.અને મારા ભવિષ્યને ઉજળું બનાવવા મને અહીં મોકલ્યો છે,  તો હું એમને નિરાશ નહીં કરું.
  
    આયન નિયમિત મમ્મી પપ્પાને ફોન કરતો અને એમનાં  ખબર અંતર પુછતો.પણ ક્યારેય  પોતાની મુશ્કેલી તેમને જણાવતો નહીં.

      કોલેજમાં નિયમિત જવાનું અને નિયમિત પિરિયડ ભરવાનો, અને પિરિયડ ના હોય ત્યારે લાયબ્રેરીમાં જઈને નિયમિત વાંચવાનું.
   
      પણ....પહેલા દિવસથી જ કોલેજના સિનિયર સ્ટુડન્ટોએ  તેને દાઢમાં રાખ્યો હતો. એટલે દરરોજ તેના પર રેગિંગ થતું. ફેરવેલ પાર્ટીમાં તો બધા જૂનિઅરો સ્ટુડન્ટોની ખરાબ હાલત કરી નાંખી હતી. બધા માનસિક રીતે ત્રાસી ગયા હતાં છતાં, ભણવા માટે થઈને બધા ચુપચાપ સહન કરતા હતાં.બધું સહન કરીને આયને પણ ચાર વર્ષ પુરા કર્યા. સારા માર્કસે પાસ થયોને અમદાવાદ  પાછો આવ્યો.
     
     B. pharm  થયા પછી આયને વિદેશમાં આગળ ભણવાનું નક્કી કર્યું ,  ને મમ્મી પપ્પાની રજા લઈ વિદેશ જવા માટેની ફાઈલ એજન્ટ દ્વારા મુકી.
     
      એજન્ટે બધા ડોકયુમેન્ટ કલેક્ટ કરવાનું કહ્યું , અને તેના માટે આયનને મેંગલોર જવાનું થયું.  તેણે વિચાર્યું આટલે જવું છું તો સાથે તિરુપતિ બાલાજી પણ  દર્શન કરતો આવું. તેને બાલાજીના ભગવાનમાં ખુબ શ્રદ્ધા હતી. ત્યાં ભણતો હતો ત્યારે પણ પરીક્ષા આપ્યાં બાદ અચૂક પોતાનું માથું ટેકવા જતો.
   
       બીજા દિવસે ડોકયુમેન્ટ લેવા આયન મેંગલોર રવાના થયો . એ પહેલાં તેના એક મિત્ર આમીનને તેણે જણાવ્યું ,
      "યાર.. હું મેંગલોર આવું છું મારે  કોલેજ માંથી ડોકયુમેન્ટ લેવાના છે. તું તૈયાર રહેજે આપણે સાથે કોલેજ જઈશું". મિત્ર એ હા પાડી, "ઓકે....વેલકમ ટુ મેંગલોર... હું રાહ જોવું છું તારી".

       મેંગલોર પહોંચતા જ તેનો મિત્ર આમિન  તેને લેવા સ્ટેશને આવ્યો. બંને જણા કોલેજમાં ગયા . પ્રોફેસરોમાં સારી ઈમ્પ્રેશન હોવાથી તેના બધાજ કામ ફટાફટ પતી ગયાં.
  
    આયનને બીજા દિવસે તિરૂપતિ બાલાજી જવું હતું , એટલે રાત્રી રોકાણની જરૂર હતી . એટલે તેણે તેના મિત્રને કહ્યું : " ચલ..હવે હું નીકળું ? કાલે બાલાજી મંદિર દર્શન કરવા છે,  પછી ત્યાંથી બારોબાર અમદાવાદ પાછો જઈશ. હોટલમાં જઈ આરામ કરૂં .
  
     ત્યારે તેના મિત્ર એ કીધું: "જો આયન તારે કોઈ હોટલ બોટલમાં નથી જવાનું. તારે મારી ઘેર જ રહેવાનું છે , મારા અમ્મીજાને તારી રહેવાની બધી જ તૈયારી કરી છે આપણે સાથે જમીશું.....ખુબ બધી વાતો કરીશું.....!
 
    પછી થોડો ખચકાતા ખચકાતા બોલ્યો: " દોસ્ત હું મુસ્લિમ છું, મારા ઘરનું જમવાનું તને ફાવશે?... નહીં તો હું બહાર થી મંગાવી લઉં......
     
       હસતાં હસતાં આયને ધબ્બો મારતાં કહ્યું : " યાર તારા અમ્મીજાનના હાથનું જમવાનું ફરી મને ક્યારે મળશે.  મારે તારા અમ્મીજાનના હાથની રસોઈ ખાવી છે. ને હસવા લાગ્યો... હસતાં હસતાં તેને એક વિચાર આવ્યો,
આયન હસતાં હસતાં અટકી ગયો, અને કહેવા લાગ્યો, "ઓઓઓયેએએ....આમીન ચલને તું મારી સાથે બાલાજી મંદિર, હું એકલો છું... તો એક થી બે ભલા".
આમીન ની પણ ઈચ્છા થઈ ગઈ કે અયાન સાથે જાઉં...
એણે પહેલાં તૈયારી બતાવી... પણ પછી નિરાશ થઈને કહે, " ના યાર...મારા અબ્બુજાન મને નહીં આવવા દે..
અમે હિંદુ  મંદિરમાં ના જઈ શકીએ....ને....એટલે".
   
      આયન પણ વિચાર માં પડી ગયો.. અને બોલ્યો ; "ઓકે ઠીક છે." વાતો કરતાં કરતાં બંને ઘરે પહોંચ્યા.
  
     આમીનની મમ્મી બંનેની રાહ જ જોતી હતી. બંને જણ ફ્રેશ થયાં અને ડાઈનિંગ ટેબલ પર ગોઠવાયા.

હવે...પછી નું આવતા અંકે.....
ક્રમશઃ
****

11/11/2019
-Bindu✍️....
*******




  
 

Read More

જીંદગીમાં માંડયાછે સાતફેરા પ્રેમનાએ
બંધનોજે લાગણીના બાંધયાછે પ્રેમનાએ

-Bindu✍️...
*******

     ભાગ:1 "દોસ્તી"      ******         બાર સાયન્સની પરીક્ષા આપ્યા બાદ "આયને" મેંગલોર માં સાયન્સ યુનિવર્સિટી માં એડમિશન લીધું હતું.           ત્રેવીસ વર્ષનો આયન ભણવામાં ખુબ હોંશિયાર. દેખાવ માં પણ હેન્ડસમ .... થોડો સ્ટાઈલિશ પણ ખરો...પડછંદ બોડી... ઉંચાઈ પણ પોણા છ ફૂટની.. આયન ખુબ વિશાળ દિલનો..ઉદાર...અરે !..મળતાવડો પણ એટલો જ.....એટલે જ બધા ના દિલમાં રાજ કરે.          એડમિશન લીધા પછી આયન મેંગલોર આવ્યો.મમ્મી જશોદા બેન અને પપ્પા રમણીકભાઈ સાથે....પહેલીવાર ઘર છોડયું હતું. એટલે ર્નવશ પણ ખુબ હતો...પણ મમ્મી પપ્પા ને જોઈને  એ ચહેરા પર બતાવતો નહીં....મમ્મી ખુબ વહાલી હતી... મને જોઈને મમ્મી પણ દુઃખી થશે..  અને ખુબ રડશે , પાછું મને મુકીને એને તો પાછુ અમદાવાદ જવાનું છે...એ મારા વગર નહીં રહી શકે એમ વિચારી ને...જ.....!             એ.....નફિકરાની જેમ.... ટટ્ટાર ડોકી...ને.. પાછળ હાથ રાખી ને વિશ્રામ અવસ્થામાં પગ રાખી ને  કોલેજ ના કેમ્પસ માં મમ્મી પપ્પા સાથે ઉભો હતો.             હાઈટ બોડીને લીધે કોલેજ નો દાદો હોય એવું લાગતું હતું. એમાં પાછી સ્ટીલની ફ્રેમના ચશ્મા...અને પોતાનો અંદાજ... પછી કહેવાનું જ શું... !             કેમ્પસ ની બહાર ઉભેલા લુખ્ખા અને દાદાગીરી કરતાં સિનિયર વિદ્યાર્થીઓમાંથી એક વિદ્યાર્થી  "આમીન' ની નજર આયન પર પડી...અને વિચારવા લાગ્યો... બહુ ફાંકો લાગે છે... તેને ફાંકો ઉતારવો પડશે.           પછી બાજુ માં ઉભેલા એના સાથીદાર દોસ્ત ને કહ્યું : "ઓય.....રાજલા..જરા જા તો...પેલાની જોડે... અને ખખડાવીને સીધો ઉભો રહે એમ કહે.... મારા હારા ને બહુ ચરબી છે , ઉતારવી પડશે" એમ કહીને બબડવા લાગ્યો.          અને એનો સાથીદાર રાજલો...આયન પાસે આવ્યો, ને   આયનને એક ખૂણામાં લઈ જઈ કહેવા લાગ્યો.....         "ઓયેએએએએ...બેએએએ..આ કોલેજ નો દાદો થઈ ગયો છે તું તે આમ ઉભો છે....ડોકી નીચી કર..સીધો ઉભો રહે...હાથ પાછળ થી આગળ લઈ ...ને.....ચલ...આ...કોલર તારા નીચા કર....અહીંયા આ બધું નહીં ચાલે..સમજ્યો.... ચલ....સીધો ઉભો રહે".           પછી ધીમે રહીને કહ્યું... "જો સામે પેલો લાલશર્ટ વાળો અને ગળામાં પીળો રૂમાલ બાંધ્યો છે ને તે.... અને તેની આજુબાજુ  જે બધા ઉભા છેને....એ બધા સિનિયર સ્ટુડન્ટો છે".        "જો એમની નજર માં આવી જઈશને તો ચાર વર્ષ અહીંયા કાઢવા મુશ્કેલ થઈ જશે...સમજ્યો..મારું કહ્યું માનજે"..... "એ જે કહે ને તે કરવાનું...! એ...કંઈ પણ બોલે....તો પણ દલીલ નહીં કરવાની....ચુપચાપ આગળ હાથ જોડીને ઉભા રહેવાનું"........      આટલું બોલી આમીન નો સાથીદાર જતો રહ્યો.પણ આયન ના મનમાં એક બીકની છાપ ઉભી કરી ને ગયો.       આયન કંઈ બોલ્યો નહીં.. પણ બહુ ગભરાઈ ગયો હતો. જે એના ચહેરા પર સાફ દેખાતું હતું...આયન ના મમ્મી જશોદાબેન થી પણ આ વાત ના છૂપી રહી શકી... એ પણ ચિંતા કરવા લાગ્યા.મિટિંગ પુરી થયા બાદ આયન અને તેના મમ્મી પપ્પા પોતાના રૂમ પર આવ્યા...!            આયન ની મમ્મી ખુબ ચિંતિત હતા.આયન પણ હોટલ ની ગેલરીમાં  ચિંતાગ્રસ્ત ઉભો હતો, જશોદાબેન  ગેલેરી માં આવી ઉભા રહ્યાં અને આયન ને કહેવા લાગ્યા....      "જો આયન હજી પણ તક છે તારે અહીંયા ના ભણવું હોય તો ગુજરાત માં કોઈ સારી કોલેજ માં એડમિશન લઈ લઇશું... તું ચિંતા ના કર..કોઈપણ કોલેજ માં તને એડમિશન મળી જશે. પણ આપણે અહીં નથી ભણવું".            એટલે આયન થોડો ગુસ્સામાં અને ચિંતા મિશ્રિત સ્વરમાં બોલ્યો... "મમ્મી હવે તું મારા મનને  ડગાવ નહીં, ગમે તેવી મુશ્કેલી પડશે...પણ હવે ગ્રેજ્યુએશન પુરૂં કરીને જ ગુજરાત પાછો ફરીશ"...... આયન મકકમતાથી બોલ્યો.      જશોદા બેન કંઈ જ ના બોલ્યાં ને ચૂપચાપ રૂમમાં આવતા રહ્યાં. (આયન શું કરશે..એનું શું થશે એ આગળના ભાગ માં) ક્રમશ: ****              

Read More

થોડો ખાટો
થોડો મીઠો
થોડો તૂરો
થોડો તીખો
ટેરવે ટેરવે
મીઠો મધુરો
ચાખો પ્રેમે
સ્વાદ અધુરો....!!
-Bindu✍️...
*****

થોડા સ્વપ્ના નો છૂંદો બનાવ્યો
જઈ ધાબે તડકે છાંયે પકાવ્યો
પ્રેમની ચાસણી માં એવો ભળ્યો
સૌની જીભને ચટાકો લાગ્યો.....!!
-Bindu✍️....
******

Read More

જવાની દિવાની રહેશે જરાએ
વિચારો વિચારો ફરીને વિચારો
જવાની દિવાની મસ્તાની બનીને
સજીલો સજીલો જશેએ જવાની

બનીને મસ્તીમાં પુકારો પુકારો
કહેશો નહીં કે નથીએ જ માણી
સજાએ મુહોબ્બ તનીએ જવાની
રચીલો રચીલો કહાની સજાવી

સખાના સહેલી સદાએ તમારી
કદીના રહેએ જવાની દિવાની
વધેના જરાકે ઘટેના જરાકે
કહીદો કહીદો કહાની મઝાની

વળીને પુકારે સમયે કદાચે
મળેના લહાવો મુહોબ્બ તણોએ
જતોના કરેએ સમયે અભાવે
મલ્લિકા મુહોબ્બત મળેના પછીએ
વિચારો વિચારો ફરીને વિચારો
-Bindu✍️....
*******

Read More

એક નાની ચિનગારીએ જીંદગી તબાહ થઈ ગઈ...!

મોતી નો ચારો ચરવા થી

હંસ ના બનાય.......

મૃગજળ ના જળ થી,

પવિત્ર ના થવાય.......

ધુમ્મસ ના ગોટા માં

ગીતા ના લખાય......

થોથા ભણી ને,

વિદ્યવાન ના બનાય....

પહેલાં સંસ્કાર ની ગહનતા સમજ્યા હોત તો?

-Bindu✍️....
********

Read More