Quotes by Bhumi Gohil in Bitesapp read free

Bhumi Gohil

Bhumi Gohil Matrubharti Verified

@bhumigohil9221
(236)

જતી વખતે એમણે કીધું ચાલો આવજો,
એને પૂછવાની ઈચ્છા થઇ આવી,
લઈ ક્યારે જશો?!!!


"ભૂમિબા"

તું સ્વીસ બેંકનો રાજા
હું જન ધનનું ખાલી ખાતું,

તું મોદી સાહેબનું ભાષણ,
હું ટાઢા પોરની વાતું...

તું આદુ ઈલાયચીની સુંગધ,
હું તો જાણે ઉકળતી "ચા"

તું હૃદયમાં અમર  કેદ કહાની,
હું ઝાકળના બુંદ સમી

તું સ્થિર વહેતું પાણી,
હું જાણે લહેરો તોફાની...

તું રવિવારની રજાની મજા,
હું આખા અઠવાડિયાનો થાક...


-ભૂમિબા પી. ગોહિલ ...

Read More

બેશક જીવનમાં પ્રેમ કરવા વાળા ઘણા મળે,
પણ મુશ્કેલીઓના સમય માં જે આંગળી પકડે એ ફક્ત "પપ્પા" હોય!!!!