Quotes by bharat maru in Bitesapp read free

bharat maru

bharat maru Matrubharti Verified

@bhramitbharat
(2.6k)

Here and there,
Engineer
everywhere.

-bharat maru

કયાંરેક પહોંચી જવાય
જો
ખરા જીવનની આસપાસ,
તો
બાકી બધો ટાઇમપાસ..
--ભ્રમિત ભરત

ફરી રંગોની ભાત પડી
જો આભમાં પ્રભાત પડી,

સાત રંગો ને આઠ ઘડી
જો આભમાં પ્રભાત પડી,

--ભ્રમિત ભરત
(ફોટો-ભરત)

Read More

"આજે ભલે દેખાઉં તમને અધુરો,
પુનમે તમે જ કહેશો ચાંદ મધુરો"

ચંદ્ર રોજ બદલાતો રહે છે.એની સોળ કળાઓ રોજ સરખી ન હોય.એવી જ રીતે તમને ગમતું કોઇ પાત્ર રોજ સરખુ ન પણ હોય.એ પાત્ર એટલે the others.તમારા પ્રેમી/પતિ/પત્નિ/મા/બાપ/ભાઇ/બહેન/મિત્ર...કોઇ પણ, તમારા સિવાયનું તમને લાગુ પડતું પાત્ર.એમની બધી કળાને જોવી અને માણવી જોઇએ.આવી એક પારખુ નજર કેળવીને જોવાય તો મજા છે.

--ભ્રમિત ભરત
(ફોટો-ભરત)

Read More

જોયું આ દુનિયાનું બજાર
સૌ કોઇ અહિં જાત ખર્ચીને જાય છે

સુખ દુઃખનાં સોદા અપાર
કોઇ રડયાં કરે કોઇ હસીને જાય છે

એક માંગો ને મળે હજાર
તોપણ કોઇ શું સાથે લઇને જાય છે

--ભ્રમિત ભરત
(ફોટો- ભરત)

Read More

કયાંરેક સવાલોનાં જવાબો
તું આમ આપે છે

ઓતપ્રોત થયેલા રંગો બની
આભમાં વ્યાપે છે

--- ભ્રમિત ભરત
(mobile click-- ભરત)

Read More

વિશ્વ પર્યાવરણદિવસ

મંગળ સુધી લાંબુ થવાની શું જરૂર છે? આમને આમ વાતાવરણ બગાડતા રહીશું તો
આપણી પૃથ્વી જ મંગળ જેવી અમંગળ થઇ જશે.લાલ,ગરમ અને સુકીભઠ્ઠ....

તો પછી આવા ફોટાઓ સાચવીને રાખવા પડશે.?....પણ ના..
આશા રાખીએ કે આવું કંઇ ન થાય.આવા ફોટા સાચવી રાખવા ન પડે માત્ર.આપણી પૃથ્વી, આપણાં જીવવાનું આવરણ પહેલા જેવું સુંદર અને સ્વચ્છ થઇ જાય એવી પ્રકૃતિમાતાને પ્રાર્થના...???
(photo-bharat)

Read More

અમારા સુરત શહેરની દુઃખદ ઘટના માટે....

આગ તો બધે લાગી છે
કયાંક મહત્વકાંક્ષાની,
કયાંક રૂપીયા રળી લેવાની,
કયાંક ભ્રષ્ટ અને ગંદા થવાની,
તો વળી
કયાંક ઘટના બાદ થતી પીડાની,
આગ તો બધે લાગી છે
પણ ખબર તો પડી ગઇ કે
આ શીદની ભાગા ભાગી છે
આગ તો બધે લાગી છે...
એક બળ્યું બીલ્ડીંગ એકવાર
બળતા રહેશે કાળજા જીંદગીભર
એ માવતરનાં,
બાળકોએ જેના 'ભ્રમિત'
અહિં જીંદગી ત્યાગી છે
આગ તો બધે લાગી છે....

Read More

એક ફુલની વાચા...

"રંગ લઇને ઉડી જશે,
રસ લઇને ઉડી જશે,
આવ્યું હતું અમારી સુવાસનાં રસ્તે
પતંગિયું એ ઉડી જશે,
અમે તો રહીશું એવા ને એવા
હા! એ અમારા બધા
તરંગ લઇને ઉડી જશે...."

--ભ્રમિત ભરત
(ફોટો-ભરત)

Read More