Quotes by Bhavu Ambaliya in Bitesapp read free

Bhavu Ambaliya

Bhavu Ambaliya

@bhavinambaliya210716


દુખ હર્તા સુખ કર્તા વિઘ્નહર્તા સ્વામી

પધારો આંગણે સર્વમંગલ સ્વામી



રિઘ્ઘી સિઘ્ઘી સ્વામી કરે ઉંદર સવારી

પધારો આંગણે સર્વમંગલ સ્વામી



મોટી ફાંદાળા ને લાંબી સુંઢાળા

પધારો આંગણે સર્વમંગલ સ્વામી



લાભમ્ કરંતા શુભમ્ કરંતા

પધારો આંગણે સર્વમંગલ સ્વામી



નિત્ય કર્મ આરંભે તુજને હુ પ્રાથુ

કરો સિધ્ધ કાર્ય ગણપતિ દેવા

By

Bhavin Ambaliya

Read More

I have first tried to write
Happy Janmashtami.......

હા કાનો મને ગમે છે

મથુરા ની જેલ મા જન્મનારો સોનાની દ્રારીકા સુધીની સફર કરે છે એટલે કાનો મને ગમે છે..

ગોકુળ ની ગલીમાં માખણ ચોરતો ચોરતો ગોપીઓના દીલ પણ ચોરી લે છે એટલે કાનો મને ગમે છે..

યમુના નદીના કિનારે ગોપી ના ચીર ની ચોરી કરતો અને ભરી સભામાં દ્રોપદી ના ચીર પુરવા આવતો કાનો મને ગમે છે..

એના એક હાથમાં વાંસળી અને બીજા હાથ મા સુદર્શન છે એને વગાડવાની અને ચલાવવા ની નીતી મા તે સંપુર્ણ છે એટલે કાનો મને ગમે છે..

રાધાને મન શ્યામ છે ગોપીને મન કાન છે મીરાનો ગિરધર છે રુક્ષમણીના એ પ્રાણ છે શુભદ્રા નો એ વીર મહાન છે એટલે કાનો મને ગમે છે..
By
Bhavin Ambaliya

Read More