Quotes by Bhavik Bid in Bitesapp read free

Bhavik Bid

Bhavik Bid

@bhavikbid47gmailcom
(54)

બિસ્તર જે મળ્યા તે ભલે નહીં સુંવાળા હતા,
શમણા તો જે નિહાળ્યા બધાંજ રૂપાળા હતા.
ભોર થયે જોયું રાત્રીનો અંધકાર જોયા પછી,
ભષ્મ થયેલી અપેક્ષાના ઠેરઠેર ધુમાડા હતા.
ડૂબવાના બહાના ઘણા ભેગા થયા એકસાથે,
જ્યાં તણખલું હતું ત્યાં વમળના કુંડાળા હતા.
સાહસથી લડ્યો છું દરેક યુદ્ધ જિંદગીની સામે,
દરેક વળાંક પર ભાગ્યએ મુકેલ ફૂંફાડા હતા.
લડીશ હજુંય જીતવા માટે જિંદગીથી,
મારી ઈચ્છાઓને ક્યાં કદી કોઈ સીમાડા હતા.

-Bhavik Bid

Read More

મારા સપના તારી આંખે સાચા પડતા જાય,એને નવું વર્ષ કહેવાય
હું કંઇ પણ ના બોલું તો પણ તરત તને સમજાય, એને નવું વર્ષ કહેવાય
ખુલ્લી સવાર જેવું જીવશું કાયમ મસ્ત મઝાનું
પકડાઇ જવાની મઝા પડે ને એવું કાઢશું બ્હાનું
લાભ, શુભ ને ચોઘડિયાં પણ અંદરથી શરમાય....!!!! એને નવું વર્ષ કહેવાય...

Sal Mubarak From Bhavik Bid & Family

Read More

Bhavik Bid

સમય છે કયારેક મીઠું પણ કડવું અનુભવાય છે,
સમય છે કયારેક કડવું પણ દવામાં કામ આવી જાય છે,
સમય છે કયારેક દવા પણ ઝેર બની જાય છે,
સમય છે કયારેક ઝેરપણ કામ આવી જાય છે,
ફાટેલા કપડાં પેરતા ત્યારે શરમ આવતી,
ફાટેલા ની પણ ફેશન આવે સમય છે,
હોળીમાં બેસીને સફર કરવામાં દરીયાના ડર છતાં પણ પાર થઈ જવાય છે,
સુવિધાઓ ભરેલા પ્લેનમાં પણ અધવચ્ચે અકસ્માત થાય છે,
સંબંધો બધે સમજણ ના નથી હોતા,
દુનિયામાં દરેક ના સપના પુરા નથી હોતા,
આટી ઘુટી એતો દુનીયાની ખોટી રીત કહેવાય છે,
બાકી અહીં તો બધુ સમયને આધીન થાય છે,
મુસ્કીલ પડે એતો એક ટોનીક કહેવાય છે,
અંતે ભાવીક હકીકતમાં તો મુસ્કેલી વેઠીને જ માણસ પરીપક્વ થાય છે.

-Bhavik Bid

Read More

વેદનાનું પણ એવુ છે સાહેબ..
નાના મોઢે વાત મોટી લાગે છે, ને સામેવાળા ને સમજમાં નથી આવતી.
પરંતુ એજ વાતો ને ૫૦૦/- રૂપિયા ખર્ચ કરીને સાંભળવી સારી લાગે છે અને એનુ અનુકરણ પણ થાય છે.
આનું નામજ વાસ્તવિક દુનિયા....ભાવીક

-Bhavik Bid

Read More

જુઠ બોલીને દિલ ની વાતોને જાણનારા ઘણા હોય છે.
પણ....... ભાવિક
દિલથી દીલ ને સમજનાર તો કોકજ હોઈ છે..

-Bhavik Bid

થઈ ગયો છે જમાનો પાગલ આ મોબાઈલ ની દુનિયામાં,
એમાં વાતો ને ગુપ્ત કેમ રાખવી..
ફરવા જવાના સ્ટેટસ ને શોપીંગ ના ફોટાઅપલોડ કરાય છે,
એકબીજાને કોળીયો આપવાના ફોટાઓ સોશિયલ સાઈટ માં અપલોડ થાય છે,
એમાં વાતો ને ગુપ્ત કેમ રાખવી..
ઘરની વાતો ની બારે ને બહારની વાતોની ચર્ચાઓ ઘરમાં થાય છે,
પોતીકું આજ દીલમાં કે આસપાસ રહ્યું નથી,
એમાં વાતો ને ગુપ્ત કેમ રાખવી..

#ગુપ્ત

Read More

આપણે લોકોને વશ કરવા ઇચ્છિએ છીએ
પણ એની સાચી રીત અપનાવી નથી અને
એટલે લોકોનો પ્રેમ આપણે પ્રાપ્ત કરી શક્યા નથી
યાદ રાખજો પ્રેમ અને ધિરજ કઠણ કાળજાના માણસને પણ પીગળાવી
દે ... ભાવીક

-Bhavik Bid

Read More

માનવતા ની વાતો તો ખુબ કરી સાહેબ,
સાચી માનવતા જોવાનો સાચો સમય હવે આવ્યો છે

🌼🌼 સુપ્રભાત 🌼🌼

ભાવીક

Read More

હતી એ ચાહના આપણા માટે કંઈક કરી છુટવાની.
હતી તમન્ના આપણાને મળવાની, સમજવાની.
હતી દીલમાં ઈચ્છાઓ સમયને સમજવાની.
હતા એ અરમાનો દુનીયાને જાણવાની.
શરૂઆત કરી જ્યાં ભાવીક, ત્યાં તો દુનીયાએ આપી નામના બેદરકાર ની...

#બેદરકાર

Read More