Quotes by Bhavik in Bitesapp read free

Bhavik

Bhavik

@bhavikbarasada2000gmail.com7515
(19)

અને હોય જો આત્મસન્માન તો માંગ દરિયા પાસે થવી જોઈએ ,

લહેર ને શું આપવી લાલચ કે તું કિનારો મૂકી દે....

બધા લાગણીઓ પજવી કદાચ એજ કારણ થી ભાગે છે ,

સૌ ને ખબર છે મને ખોટું ક્યાં લાગે છે???

ભાવિક "શરીફ"

દોડ માટે પ્રલોભન નહિ ફકત તરસ જવાબદાર છે શરીફ ,

બતાવો એક તૃપ્ત હરણ જે દોડ્યું હોય ઝાંઝવા સુધી..

ભાવિક "શરીફ"

motion towards the goal should be our thirst not any temptation.....

Read More

ભરપુર પવન ભરેલ પરિસરમાં એક દીવો બળતો હતો ,

ભલે બુજી ગયો , પણ એ છેક સુધી લડતો હતો...

ભાવિક " શરીફ "

શુભ સવાર...

તાજેતર માં વાચેલી એક નવલકથા " નોર્થપોલ " વિશે વાત કરવા માંગુ છું ..

શું સત્ય બતાવવાની આશાએ એક લેખક સત્વ ચૂકી જાય તો ચાલે???

શું ગુજરાતી ભાષા પાસે શબ્દો એટલા ઓછા છે કે કોઈ ઘટના ને વાસ્તવિક બતાવવા અભદ્ર શબ્દો નો ઉપયોગ કરવો પડે???

આવુજ સત્ય લખવાની એક આદત હતી મંટો ને , પણ એમના મે વાચેલ એકેય લેખ માં મે ગાળો નો ઉપયોગ થતો નથી જોયો ( સૌથી વિવાદિત ઠંડા ગોસ્ત માં પણ)...

ભાષા અને ચલચિત્ર માં આવી રહેલ આ બદલાવ ને તમે શી રીતે જોવો છો??
શું વર્તમાન લખવા અભદ્ર શબ્દો નો ઉપયોગ ફરજિયાત બની ગયો છે ??

Read More

तुम चाहे कितने ही यारियो वाले status डाल दो ,

पर जो bonding दो लिखने वालो के बीच होती है वो और कहीं नहीं।