Quotes by B_______ Gehlot in Bitesapp read free

B_______ Gehlot

B_______ Gehlot

@bharatgelot0235gmail.com101636


લેખે લખાણા લાખના સબંધ , નિભાવે થયા હજારના...!!
તોલે કિલોના નીકળ્યા , ને એ ખર્ચાયા ભાવે બજારના..!!

અપેક્ષાઓ મારી બધી
અનઅપેક્ષિત નિકળી..
ભર્યું હતું હાથમાં જળ ને કોરી હથેળી નીકળી...!!

-B_______ Gehlot

આજે તમે ખૂબ મહેકો છો, ફૂલને અડીને આવ્યા છો કે શું..?
ખીલી રહ્યો છે ચેહરો તમારો, એને મળી ને આવ્યા છો કે શું?

ભીજાયેલું છે પેહરણ તમારું, નીતરે છે નખ - શીશ પાણી ,
છે બિંદુઓ પરસેવાના કપાળે, રણ ને મળી ને આવ્યા છો કે છું?

જોયો છે અમે દરિયો અફળાય છે કિનારે વારંવાર,
તમે ફીણ ફીણ થયા છો મોઢે છે, દરિયાને મળીને આવ્યા છો કે શું..?

થયા છે હાથ તમારાયે લોહીથી લથબથ,
તમારી લાગણીઓના જીવનુ ખૂન કરીને આવ્યા છો કે શું..?

હવે જાગીને શું જોશો અમાસની અંધારી રાત્રીમાં,
ચાંદ સમા માણસ ને અજવાળે છળી ને આવ્યા છો કે શું..?

Read More

.....✍️
એના લીધે તકલીફ માં હોવ....
અને....
છતાં પણ પ્રાર્થના એના માટે થાય....
એનાથી વિશેષ પ્રેમ શું હોય..??

હશે બધું...!
છતા તારા વગર કશું નહીં હોય..!!
કદાચ
પ્રેમની વ્યાખ્યા એથી વિશેષ નહિ હોય!!!

-B_______ Gehlot

પ્રશ્ન ને બરાબર સમજવો એ
પણ
અડધા ઉત્તર બરાબર જ છે .

-B_______ Gehlot