Quotes by Bhakti Khatri in Bitesapp read free

Bhakti Khatri

Bhakti Khatri

@bhaktikhatri4535
(22)

ઈશ્વર પાસે જીવનભર તારો સાથ માંગ્યો છે,
ઈશ્વર પાસે કદી ન તૂટે એવો સાથ માંગ્યો છે
તાર હૃદયમાં સ્થાન મળે એનાથી વિશેષ ન કંઈ
ઈશ્વર પાસે આ દુનિયામાં ફકત તને જ માંગ્યો છે...

Read More

જીવનભરનો સાથ છે એમ ઈશારા રૂપી હથિયારથી નહિ તૂટે વ્હાલા,
જીવનભરનો સાથ છે એમ કટાક્ષના વેણથી નહિ તૂટે વ્હાલા,
જિંદગી હશે ત્યાં સુધી સાથ અને વિશ્વાસ અકબંધ રહેશે,
જીવનભરનો સાથ છે એમ નબળી આર્થિક પરિસ્થિતિથી નહિ તૂટે વ્હાલા.

Read More

તું ફકત મારી છે એ શબ્દોથી વધુ વર્તનથી સમજાવે છે,
તું ફકત મારી છે એ ભૂલને સુધારવા પ્રેમથી સમજાવે છે,
તું એ છે જેના માટે લખવા શબ્દોની અછત વર્તાય
તું ફકત મારી છે એ લાગણી આંખોથી સમજાવે છે...

Read More

તું ફકત મારી છે કહીને હક જતાવી જાય છે,
તું ફકત મારી છે કહીને લાભ ઉઠાવી જાય છે,
આપણી ભૂલ બતાવી નીચા ગણે અને એ ઉપર
તું ફકત મારી છે કહીને એના ઇશારે નચાવે જાય છે....

Read More

જિંદગીની આ સફરમાં પરીક્ષા થાય ઘણી,
ઈચ્છા અનિચ્છા એ આપવાની ફરજ ગણી,
ઈશ્વર કહે બધા તમારા કરેલા કર્મોના ખેલ છે,
સાચું કહ્યું આજ પૈસાના જ સૌ કોઈ ધણી છે.

Read More

સાથે હોવા છતાં એકબીજાનો સાથ ન મળે એ પ્રેમના વિરહની વેદના વર્ણવવા શબ્દો ન મળે.

શું કહું અને શું લખું મારા દેશ વિશે જ્યાં ઘણા બધા લડવૈયા અને ઘણા બધા સૈનિકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા ત્યારે દેશ આઝાદ થયો.

પણ શું આપણને સાચે આઝાદી મળી છે કે નહિ એ ખબર નહિ.

કહેવાનો લોકશાહી દેશ જ્યાં જનતાના મતના આધારે સરકાર નેતૃત્વ સંભાળે અને જનતાના હિત માટે કાર્યરત રહે.

દેશના નેતા અને રાષ્ટ્રના નેતા મળીને નવી નવી જાહેરાતો કરે એના માટે રકમ ફાળવે પણ શું એ કામ બરાબર થાય છે એ કોઈ જોવા નહિ જતું પાછું જ્યારે જ્યારે ચુંટણી આવશે મોટા મોટા વાયદાઓથી સભામાં માનવ મહેરામણ એકઠું કરશે.

કોઈપણ ગામની ગલી કે બે શહેરને જોડતા રોડ વિશે વાત કરું તો જેવો રોડ બને કે કાયમ થોડા સમયમાં યાદ આવે અહી હજુ આ કામ બાકી છે બીજું કામ બાકી છે એમ કરી પાછા રોડ ખોદવાનું ચાલુ કરી દે અથવા જ્યારે મોટા શહેરો વચ્ચે પુલ બનાવશે ત્યારે તો રસ્તાની વાત જ શું કરવી જ્યાં સુધી પુલ તૈયાર ન થાય ત્યાં સુધી તો જનતા ત્રાહિમામ પોકારી જાય.

હવે બીજી વાત કરું તો સરકાર અવનવી યોજના મુજબ વ્હાલી દીકરી યોજના કે કુંવરબાઈનું મામેરું અથવા વિધવા પેન્શન આવી કેટકેટલી યોજના મુજબ સહાય જાહેર કરે પણ શું એ જેમને ખાસ જરૂર છે એમને મળે છે એ તો કોઈ જોશે નહિ અને જાણશે પણ નહિ.

હવે હજુ એક બીજી વાત કરું તો જે સરકાર બને એમાં અગણિત નેતા પાસે અભ્યાસની કોઈ ડિગ્રી નથી છતાં એ મોટા મોટા પદ પર બિરાજમાન છે અને ઘણા ઘણા મોટા મોટા કામોનું આયોજન અને નોકરીની જાહેરાતો કરે છે પણ શું સાચે એમને ખબર છે કે નોકરી માટે અને ભણવા પાછળ કેટલો સમય અને પૈસા ખર્ચાય છે અને એ ડિગ્રી મેળવવામાં કેટલી મહેનત જોવે છે એમને તો બસ જાહેરાત કરી અને પરીક્ષા લેવી.જો આ પરીક્ષા એમને આપવાની હોય તો શું થાય? જણાવજો બધાં.

આજ મે તો અમુક મનમાં આવે એ મુદ્દા વિશે વાત કરી આજના ખાસ દિવસ નિમિત્તે તમને મારું લખાણ ન પસંદ આવે એ વ્યાજબી છે પણ મને મારા મનના વિચારો લખવામાં કે કોઈ સાથે આ વિશે ચર્ચા કરવામાં જરા પણ વિચાર નહિ થાય.

તમને એમ થતું હશે કે બધું કહેવું સહેલું છે કરવું અઘરું છે પણ હું પણ માનું છું કે જેટલી ઝડપથી બોલીએ એ ઝડપથી કામ ન થાય અને ઝડપી કામમાં હેમશા કઈક કચાશ રહી જાય એ પણ જાણું છું છતાં હું એટલુજ કહીશ કે જાહેરાત મુજબ કામ થાય છે કે નહિ એ ફકત કાગળ દ્વારા નહિ પણ ક્યારેક રૂબરૂ મુલાકાત અને જાહેર જનતાનો અભિપ્રાય લઈને જાણીએ તો સત્ય ખબર પડે .....

કોઈને ખરાબ લાગ્યું હોય તો 🙏

Read More

તું આવે એ આશે ફૂલો પાથરી આંગણું સજાવું,
તું આવે એ આશે તારી પસંદના ભોજન બનાવું,
તું આવે તો તારી માટે નવા નવા રમકડાં ખરીદી લાવું,
તું આવે એ આશે હું મારું મનપસંદ સઘળું ભૂલાવું....

Read More

પ્રિય થવાને અહી કોઈ કોઈ તરસે છે,
પ્રિય થયા પછી કોણ હમેશ યાદ રાખે છે...

પ્રિય થવાને કોઈ આપણને ગમતું વર્તે છે,
પ્રિય થયા પછી કોણ અહી તમને પૂછે છે...

પ્રિય થવાને કોઈ મીઠું મીઠું બોલે છે,
પ્રિય થયા પછી મૌનમાં જવાબ મળે છે...

પ્રિય થવાને કોઈ હીરો હિરોઈન જેવા દેખાવ કરે છે,
પ્રિય થયા પછી તો દેખાવના મહેણાં મારે છે...

પ્રિય થવાને કોઈ જીવનના ઘણા સત્ય છુપાવે છે,
પ્રિય થયા પછી આબરૂ સાચવવા સત્ય જાણી સંબંધ નિભાવે છે...

પ્રિય થવાને કોઈ ખોટા સ્વપ્ન બતાવે અને વાયદા કરે છે,
પ્રિય થયા પછી કહેલું બધું હંમેશ માટે ભુલાવે છે...

Read More

જિંદગીના સંગીતમાં ક્યારેક ગમતા ગીત તો ક્યારેક અણગમતા ગીત સંભળાય,

જિંદગીમાં ક્યારેક ઈચ્છાએ ક્યારેક અનિચ્છાએ જવાબદારીઓ નીભાવાય,

જિંદગી છે સાહેબ મુશ્કેલી સમાન કાંટા આવશે તો ગુલાબ જેવા ફૂલ પણ આવશે,

જિંદગીમાં ક્યારેક બધા સામે ઈચ્છાએ કે અનિચ્છાએ પણ સંબંધો નીભાવાય.

Read More