Quotes by Atul Patel in Bitesapp read free

Atul Patel

Atul Patel

@atulpatel061810


અતૃપ્ત ધરા ને તો બસ બે ફોરાં ની પ્યાસ હતી,
સાગમટે વરસ્યુ નીર એતો ભાગ્ય ની વાત હતી!

તુજ મા ડૂબી જવું એ સમય અણમોલ છે,

હોઈ ભલે ખારાશ દરિયા માં,
નદી ને મનએ સમર્પણ ની વાત હતી

Read More

પતિ બિચારો રાત્રે થાકી પાકીને ઘેર આવે,
હાથે મેગી બનાવીને બ્રેડ સાથે ખાઈ લે..
અને પછી ગલગોટા જેવો તૈયાર થઈને ભાઈબંધો સાથે ફરવા જાય અને સ્ટેટસ મૂકે :
"મિસિંગ યુ જાન .. Home Is Not Home Without You"

અને પત્ની પિયરમાં મમ્મી - પપ્પા - ભાઈ - ભાભી - ભત્રીજા - બેન - ભાણેજડાં સાથે ટેસડા કરતી કરતી કોમેન્ટ કરે :
Missing You Too My Hubby..

બસ, આ બઘી મિશ્ર લાગણીનો સરવાળો એટલે *મેં મહિનો*

Read More

"राह ए इश्क़ मैं चलना आसान नही
"मेरे पैरो में पड़े देखो छाले है।

"मैं कोई बात मोहब्बत की अब नही करती
"मेरी जुबां पर लगे देखो ताले है।

"छोड दिया हाथ मिलना मैनें दोस्तों से
"दुश्मन ही अब मेरे सगे वाले है।

"दिखावे की है मोहब्बत यहाँ
"दिल के तो सब यहाँ काले है।

"क्यूँ ना लगे भीड मुसाफिर की
"महफिल में आये सब हुस्न वाले है।

"तुमको जाना है तो जाओ राह ए इश्क़
"मगर वहाँ पहुचते सिर्फ नसीब वाले है।
#_Atul _कि_कलम_से_?

Read More

ત્રણેક દાયકા પહેલાં ઉનાળો એટલે;
સવારે સાડા આઠે ય માથે વ્હાલથી હાથ ફરતો.

"ચાલો ચાલો જલ્દી.
આ કેરી ઓ ઘોળીને મૂકી છે.
ફટાફટ બ્રશ કરીને ચૂસી લો ને
પછી ન્હાઈને રમવા જાવ."

અને નાના ટેણીયાઓ માત્ર
ચડ્ડી પહેરીને ગોઠવાઈ જતા.

થાળી અને મન ભરીને
કેરીઓ ચુસાતી.

માત્ર જીભ જ નહીં,
આખું શરીર કેરીમય બની જતું.

અને એ મેંગો ? સ્પાથી રિલેક્સ થઈ
પછી મસ્ત ઠંડા પાણીની પાઇપમાંથી
શરૂ થતી આનંદની છોળો. ? ?

મામા-ફોઈના છોકરાઓની ધમાલ
છેક ચાર ઘેર સંભળાતી.

જો કે કોઈ ને
એમાં નવાઈ ના લાગતી..

કેમ કે બધા ઘરે
આવું જ વાતાવરણ હોતું.

કંઈક કેટલીય રમતો રમી,
લડી-ઝગડીને અને પાછા
બુચ્ચા કરીને જમવાના ટાઈમે
બધા ભેગા થઈ જતાં.

મમ્મી / મામીને રોટલી બનાવતા
જોઈ નવાઈ લાગતી..
"આ થાકતા નહીં હોય!"

પણ એ ક્ષણિક જ,
કેમ કે રસ-રોટલી ખાવામાં
હરીફાઈ જામતી અને
પેલી રોટલીનો ઢગલો
બનતો જ જતો.

બપોરે મોટાઓની આંખ
મીંચાઈ નથી કે ઘરની બહાર..
અને આખું ફળીયું માથે લેવાતું.

મોટા ઓટલે સાડીઓ બાંધી
ઘર બનાવતા ને એમાં રમાતું ઘર-ગત્તા.

માત્ર ચા-દૂધ પીવા જ ઘરે જવાનું..
સાંજે પાછા પેલું પાઇપ સ્નાન કરી
રમવા, માત્ર જમવા જ ઘરે જવાનું
અને રાત્રે પાછા રમવા..!!

વળી ક્યારેક રાત્રે ભાડાની
સાઇકલ લાવ્યા હોય તો
એ વસુલ કરવા છેક
અગિયાર વાગ્યા સુધી
ચલાવવાની અને સવારે ય
વહેલા ઉઠીને ચલાવી લેવાની.

એ બે રૂપિયામાં જાણે
ઢગલો આનંદ લૂંટી લેતા..

ધાબે નંખાયેલી ઠંડી પથારીમાં
મોંઘીદાટ ડનલોપ મેટ્રસ કરતા ય
વધારે મઝા આવતી ને
એક જ ઊંઘમાં સીધી સવાર પડતી.

કોઈ જ કલાસીસ નહીં,
કોઈ સમરકેમ્પ નહીં..

ના કોઈ વિડિઓ ગેમ કે
નહીં કોઈ જ પાબંદી.

ડાન્સ અમેય કરતાં જ..
પણ મિત્રો સાથે, જ્યારે
આપણી ટીમ જીતી જાય
ત્યારે કોઈ કલાસ વાળા
ના શીખવાડી શકે એવો ડાન્સ થતો.

આર્ટ/ક્રાફ્ટ અમેય શીખતાં
પણ જૂની નોટોના કાગળિયા
ફાડીને કૈંક કેટલુંય બનાવતા.

ક્રિકેટ ના કોચિંગ નહોતા..
પણ મમ્મીના કપડાં ધોવાય
ત્યાં સુધી રાહ જોઈ પછી
એ ધોકો અમારું બેટ બની જતું.

મેનર્સના કોઈ કલાસ નહોતાં
પણ વહેંચીને ખાવું, હળી મળી ને રમવું,
ઘરડાની સેવા કરવી, સામે નહીં બોલવું..

આ બધું વગર શિખવ્યે ય
ઘરના સંસ્કાર થકી વર્તનમાં વણાઈ જતું.

વખત વખતની વાત છે..
પણ દુઃખ થાય છે
એ બાળપણ ગુમાવ્યાનું
અને અત્યારનું બાળપણ જોયાનું.

બાળક હવે બાળક રહ્યું છે જ ક્યાં..!!

મેચ્યોરિટી શબ્દએ તો દાટ વાળ્યો છે.

મૂકો યાર,
આ મેચ્યોરિટીને માળિયે..

લૂંટવા દો બચ્ચાઓને
એમની જિંદગીની ખરી મઝા..

ને સાચું કહું;
બને તો બની જાઓ
તમેય નાના બાળક,

રમી જુઓ એમની જોડે એકાદ રમત..

પછી જુઓ,
એ જમાનો પાછો આવે છે કે નહીં.!!

અરે.
બાપની બાય ઝાલીને આવશે,
જશે ક્યાં..??

Read More

'જિંદગી ! તારાથી હું થાક્યો નથી, તું જો થાકી જાય તો કહેજે મને !

ગામમા જાદુગર આવ્યો, કોથળા મા રૂમાલ નાખ્યો પછી હલાવીને છોકરાને પુછ્યું બોલ શું કાઢુ?
છોકરાએ કહ્યું: ભારતમાથી ભાજપ કાઢો.????

Read More