Quotes by Atit Shah in Bitesapp read free

Atit Shah

Atit Shah

@atitshah4442
(10)

કેમ હંમેશા થાતું ન ધાર્યું
કદાચ એટલે જ સુખ આવતું અણધાર્યું

ને કરી શરૂઆત હજુ માણવાની
ગમતી જિંદગી ને જાણવાની

અશાંતિ - અવરોધ નો આભાસ ભાસે
પાછો માનવ શરણ લે પ્રભુ ની પાસે!

હતાશા ના સમુદ્રમાં પાછું, આશાનું નીકળે ઝરણું,
વળી થતું આનંદિત આ હ્રદય રૂપી હરણું!

કેમ હંમેશા થાતું ન ધાર્યું
કદાચ એટલે જ સુખ આવતું અણધાર્યું!

~અતીત શાહ

Read More

.

-Atit Shah

.

-Atit Shah

વિજયન્ત


પ્રથમ તું તારો ક્રમ કર, ને અથાગ પરિશ્રમ કર
સફળ થઈશ આમ સેજ પર સૂતા? , દૂર તારો ભ્રમ કર!!

બુઝાતા પહેલા પ્રજ્વલિત થતી ઝિંદાદિલ જ્વલંત મશાલ બન!
ને દાખલા આપે પેઢી આવનારી, એ દંતકથા રૂપી મિસાલ બન!!

એક જ ઠોકરે થતો હતાશ ,
પછી કેમ ના લડત લડતો,
જ્યારે શીખ્યો ડગ ભરતાં બચપણ માં,
અસંખ્ય વખત તો ત્યારે તું પડતો!

કર આલિંગન એ ડર ને,
જો કેવો ઝટપટ જશે પીગળી,
ને પોઢી ના શક્યો તું રાતો ની રાતો,
એ અંધકાર ને સૂરજ જશે નિગળી!

નવો દિવસ, નવી રાહ, નવી જિન્દગી એકરાર કર,
બન પ્રાણ-દાર, ધારદાર, ને વિજયન્ત બની વાર કર!!

- Atit shah

Read More

કોવિs કાળ અને રેસ્ટોરન્ટ

epost thumb

"સ્વપ્ન માં એક ક્રાંતિકારી સાથે મુલાકાત થઇ હતી" by Atit Shah read free on Matrubharti
https://www.matrubharti.com/book/19895960/a-poem-on-patriotism

દ્રશ્ય હજુયે ભમ્યા કરે છે મનમાં,
તિરંગા માં લપેટાયેલા શહીદો,
લખાયેલા પત્રો કરતા વહેલા ઘરે પહોંચે છે!!


#દ્રશ્ય

Read More

"લોકડાઉન - કોવિડ સમયનો કાવ્યસંગ્રહ" by Atit Shah read free on Matrubharti
https://www.matrubharti.com/book/19895416/lockdown-gujarati-poems-of-covid-19-era

વિજય રૂપી શબ્દ આજે આપણાં પ્રિય માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે તેમનાં વિરલ વ્યક્તિત્વ સાથે જાણે એકરૂપ થયો છે!!

આનાથી રૂડું શું હોઈ શકે!!



#વિજય

Read More