The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
પ્રેમ એક અલગ જ અનુભૂતિ છે.. જો e સાચા દિલ થી કરવામાં આવે તો... જીવન માં એક વાર સાચો પ્રેમ જરૂર કરવો infact થવો જોય યે પ્રેમ માં એવી શક્તિ છે જે તમને ખુબ જ સારા વ્યક્તિ બનાવે છે. પ્રેમ બિનશરતી અને બેહિસાબ હોય અને કોઈ અપેક્ષા વગર નો હોય... અને ખબર જ હોય કે મિલન શક્ય જ નથી ત્યારે જે દર્દ સાથે જીવન જીવાય એમાં એવી મજબૂતી ઉભી થાઈ કે કોઈ દુઃખ દુઃખી ના કરી શકે અને કોઈ સુખ ગુરુર ના કરાવી શકે. વ્યક્તિ શાક્ષી ભાવ સાથે જીવી જાય..
પ્રેમ માં રિબાવ વા કરતા પ્રેમ ને શક્તિ બનાવી અધૂરા કામો પુરા કરવા એજ પ્રેમ ની જીત..
જ્યાં સુધી એ પોતાને પ્રેમ નહીં કરો જ્યાં સુધી તમે પોતાની કેર નહીં કરો ત્યાં સુધી તો લોકો તમારો ઉપયોગ કરતા જ રહેશે પોતાની જાત માટે સ્વાર્થી બનવું સ્વ્સ્થ રેવા માટે જરૂરી છે agree?
હમણાં થી મને હુ ગમવા લાગી છુ
*ગમતી સ્ત્રી....* *સ્ત્રી એટલે...* જે ફકત અને ફકત તમારા માટે તૈયાર થાય અને 'આજે ખૂબ જ સુંદર લાગે છે' એવા એક વાકયની આશમાં તૈયાર થઈને તમારી આસપાસ કોઈપણ અર્થહીન વાતો કરે...! *સ્ત્રી એટલે...* જેની સવાર પોતાના માટે નહીં, પણ તમારા માટે થાય... જેના રાતોના ઉજાગરા અને આંખો નીચેના કુંડાળા તમારા માટે થાય...! *સ્ત્રી એટલે...* પોતે સાચી છે, એ જાણતી હોવા છતાં થોડાક વિરોધ પછી બધું જ ચૂપચાપ સહન કરતી જાય...! *સ્ત્રી એટલે...* નાનપણમાં અને યુવાનીમાં જોયેલા અઢળક સપનાઓના ફુગ્ગાને 'મેરેજ' નામની એક જ ટાંકણીથી ફોડી નાખે....! *સ્ત્રી એટલે...* જે તમને તમારી જાત કરતાં પણ વધુ સમજે, છતાં પણ 'તું મને સમજતી જ નથી,' કે પછી, 'તું મને કયારેય નહીં સમજે' એવા વાકયો રોજ ભાવશૂન્ય ચહેરે સાંભળી લે...! *સ્ત્રી એટલે...* જેને તમારા સિવાય કોઈ જ પુરુષ મિત્ર ના હોવો જોઈએ, ભલે તમારે મહિલા મિત્રો હોય...! *સ્ત્રી એટલે...* સવારનું એલાર્મ અને રાતનો નાઈટ લેમ્પ... વહેલી સવારનું ટિફીન ને અંતે દરવાજાનું તાળું....! *સ્ત્રી એટલે...* બાળકની ટીચરથી લઈને તમારી શુભચિંતક, આખા ઘરનું બધું જ સંભાળીને આખરે, 'તારે તો આખો દિવસ મોબાઈલ જ હોય' એમ સાંભળનારી...! *સ્ત્રી એટલે...* જેને બીમાર પડવાની, થાકવાની કે દુઃખી દેખાવાની સખ્ત મનાઈ છે તે...! *સ્ત્રી એટલે...* તમે ખોટા હોવા છતાં તમારો પક્ષ લેનારી...! *સ્ત્રી એટલે...* વગર વાંકે પિયરના લોકો વિષે ખરાબ સાંભળનારી...! *સ્ત્રી એટલે...* તમને ખુશ જોવા, રડવાનું છૂપાવીને ખોટું હસનારી...!
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser