The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
👆🏼👆🏼 ફીનાં ફીફાં ખાંડતા હંધાય વાલીઓ ને અર્પણ
ઉંચી પરથારની ઓહરી હોય, હિરની દોરીથી ભરેલ ખાટલો ઢાઇળો હોય ને મઠિયા કપાહનાં રૂની રજાઇ પાથરી હોય ને ,, વા'લા તો વૈકુઠમાંથી વિઠ્ઠલને ય વિહામો લેવાનું મન થાય પણ અટાણે તો ઓહરી કાઢીને ખોઇલકા કેઇરા છ ને ખાટલા કાઢીને સેટી જ્યાં મે'માન ને ય મુંજારો થાય ન્યાં વિઠ્ઠલ થોડો ડોકાય આપનું કાવ કે'વાનું છે ,, વા'લા
જાગો વાલીઓ જાગો પ્રાઇવેટ શૈક્ષણિક સંકુલોમાં આપનાં સંતાનોને મુકતા પહેલા સો વાર વિચારો હમણાં જ ૧૨ સાયન્સ નું પરિણામ આવ્યું. એમાં સર્વે કરી નજર દોડાવજો તો માલુમ પડશે કે બે અઢીથી માંડીને પાંચ લાખ સુધીની તગડી ફી ઉઘરાવતા મોટા ભાગના સંકુલમાં અભ્યાસ કરતા કુલ વિદ્યાર્થીઓમાંથી ૧૦ થી ૧૫ ટકા વિદ્યાર્થીઓ જ અપ લેવલમાં સિતેર ટકા ઉપર માર્કસ સાથે પાસ થયા છે. બાકી નાં ૬૦ થી ૭૦ ટકા પાસિંગ માર્કસ સાથે પાસ થયા છે અને ૧૫ થી ૨૦ ટકા એકાદ બે વિષયમાં નાપાસ થયા છે. આ તો ખાલી જનરલ અનુમાન છે,, વા'લા પણ મુદ્દાની વાત હવે છે કે પોતાનાં સંકુલનાં મસમોટા બેનરમાં મોટા મોટા ફોટા ચિપકાવી વાલીઓ ને ગુમરાહ કરતા સંકુલોમાં સર્વે કરજો,, વા'લા. મોટાભાગે લોલમલોલ જ હોય છે. દર વર્ષની બેન્ચ માં સો સવાસો વિદ્યાર્થીઓને એડમિશન આપતા સંકુલમાં મિડલ લેવલનાં વિદ્યાર્થીઓ તરફ લેશમાત્ર લક્ષ આપવામાં આવતું નથી, નામ કમાવા માટે કુલ એડમિશન માંથી માત્ર અપ લેવલનાં દશ થી પંદર વિદ્યાર્થીઓ પર જ ફોકસ રાખીને બાકીનાં ને રામભરોસે છોડી દેતા હોય છે. સવાલ પાસ નાપાસ કે ટકાવારીનો નથી,, વા'લા પણ તોતિંગ ફી ઉઘરાવી ને ઉંચી ટકાવારી નાં પ્રલોભન આપ્યા પછી જો ૫૦ થી ૬૦ ટકા પાસિંગ માર્કસ સાથે પાસ થતા હોય તો દરેક વાલીઓને મનોમંથન કરવાની જરૂર છે કે શિક્ષણનાં નામે કેટલું શોષણ થાય છે. એડમિશન વખતે આભનાં તારા બતાવતા સંચાલકો સારૂં પરિણામ ન આપી શકે તો પછી એની ઝાકમઝોળ થી અંજાઈ જવાની શી જરૂર છે?? એક વાત એ પણ યાદ દેવરાવી દંવ કે જે સંકુલનાં ટોપર્સ વિદ્યાર્થીઓ આવ્યા છે એ કદાચ સરકારી શાળાઓમાં હોય તોય પરિણામ લાવી બતાવત. અને સરકારી હાઇસ્કૂલમાં સારું પરિણામ આવ્યું પણ છે,, આપણાં જ તાલુકાની ભ.ભા.વિદ્યાલયમાં તેનાં શિક્ષક મિત્રો ની ખરી મહેનત થકી સારૂં પરિણામ દર વર્ષે લાવે જ છે. એટલે તમામ વાલીઓ ને એ જ કે'વાનું કે આપનાં બાળકની કક્ષા પ્રમાણે યોગ્ય નિર્ણય લેવામાં આવે તો બાળક અને વાલ બંનેનું શોષણ અટકશે. બીજી વાત એ કે આવા સંકુલોમાં કેમેસ્ટીનાં ફલાણાં સર ફિઝિક્સનાં ઢીમકા સર આ બનીને બેઠેલા સરની પાંચ વરસ પે'લાની હિસ્ટ્રી ખોળજો, મોટાભાગના કોસિંગ ક્લાસિસ હલાવીને ગુજારો કરનારા આજે સર બનીને સંકુલોમાં સંચાલક હોય છે, તેની ભક્તિ ધોમ ચાલે છે કારણ વાલીઓનું આંધળું અનુકરણ એને ઓટ આવવા દે એમ નથી. અમુક સંકુલોમાં તો ઋતુ બદલે એમ સર બદલતા હોય છે. અને આવા બની બેઠેલા સર અલગ અલગ સંકુલોમાં તો ભડનાં દિકરા લેક્ચર આપવા જતા હોય છે, હવે એક જ અંદાજ કરો કે ૬૦ થી ૭૦ કી.મી.ની મુસાફરી કરીને કલાકનું લેક્ચર આપવા જતા હોય એ સર વિદ્યાર્થીઓને કેવું સમજાવી શકે એ તો આપણે જ વિચારવું રહ્યું. અને મોટા ભાગના સંકુલમાં આવું જ છે, સર લેક્ચર આપી જતા રહે ને બાકીનું કામ પાંચ હજારનાં પગારધારી રેક્ટર જ કરતા હોય છે, એની સામે સરકારી હાઇસ્કૂલમાં જે પણ લાયકાત ધરાવતા શિક્ષકો છે તે પુરો સમય વિદ્યાર્થીઓ પર જ વિતાવે છે, પણ ખાટલે મોટી ખોડ કે સામે જો સારું ફિલ્ડ હોય ને તો તેની મહેનત પણ રંગ લાવી શકે, હવે આપણે જ નક્કી કરવું રહ્યું કે નબળી માનસિકતા માંથી બહાર આવી બાળકોને સારી સરકારી શાળાઓમાં એડમિશન લઇ ને સારા લાયકાત ધરાવતા શિક્ષકો નો લાભ ઉઠાવીએ, નૈ કે ગાડરિયા પ્રવાહમાં તણાઈ ને બાળકોનું ભવિષ્ય બગાડીએ. માનો ન માનો મરજી તમારી
માઠું લાગે તો માફ કરજો,, વા'લા પણ કડવું છતાં વરવું સત્ય છે લાગુ પડે ઇ જ ટોપી પહેરજો
ખરેખર ગુજરાતી એ ગુજરાતી છે
કડવું છતાં હાચું છે,, વા'લા
વેકેશનમાં છોકરાને ઇની રીતે બાળપણ માણવા દેજો ,, વા'લા,, આમ કરાય ને આમ ન કરાય એવી સલાહ આપી ને ઠોંહા ઠોંહી કરતાની. કારણ કે તમારી મહત્વાકાંક્ષા ની સજામાંથી આ એક મહિનો ઇ પેરલ ઉપર છુટીને આવે છે
હોય છે નિખાલસ માણસ જાતની આકૃતિ, નથી જાણી શક્યું કોઇ અંદરની મનની વિકૃતિ, પંચતત્વ નો દેહ છે,, વા'લા મનુષ માતરનો, પણ તોય નથી છોડી શકતો સ્વભાવગત પ્રકૃતિ
બાળકનું બાળપણ માણવા માટે જ છે તો એને માણવા દેજો ,, વા'લા મુરજાવતા નૈં
આજનાં કલિકાળમાં પણ ,, વા'લા પોતે તપે ને પરિવારને છાંયડો આપે ઇ બાપ
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser