Quotes by Asma Lakhani in Bitesapp read free

Asma Lakhani

Asma Lakhani

@asmalakhani3685
(11)

તું જ કેહતો, મને તારા જીવ નો પાસવર્ડ
આજે મજા થી જીવે છે મને ડીલીટ કર્યા પછી પણ?
#પાસવર્ડ

મે તારી યાદો ને એક પાસવર્ડ માં કેદ કરી હતી,
લેપટોપ હોય કે મોબાઈલ તે બધે જડી જતી,


#પાસવર્ડ

અરે..... તમે.. બન્ને.... આ ઉંમરે હવે પરણ્યા?

એકમેક ના થઈ સમાજ સામે ઉભા રહેવા અમે અજાણ્યા બની ભૂતકાળ મા વિરહ ખુબ વેઠ્યો, ત્યારે કુદરત પણ અમારી વફાદારી પર વારી અને હું એની થઈ અત્યારે સાઈઠે પણ, કદાચ એની છાતી પર માથું રાખી વિદાઈ લેવાની મારી ઇરછા પુરી થવાની છે.. એવો અણસાર દેખાય છે
#ભૂતકાળ

Read More

તું નથી મારું ભવિષ્ય, ન હતો મારો ભૂતકાળ
વર્તમાન મા વિરહ શીખવવા આવવું જરૂરી જતું?
#ભૂતકાળ

તું પૂછે છે કે તારો કઈ ભૂતકાળ છે ખરો?
હું કેમ કરી સમજાવું તારી સાથે ના વર્તમાન માટે મે મારાં ભૂતકાળ ને પાક રાખ્યો હતો,
#ભૂતકાળ

Read More

જા.... બેલા એ વાત કરવી હોય તો હું સુઈ જાવ છું મારે એ વિષય પર તારી સાથે ચર્ચા નથી કરવી,

કેમ.. કેમ નથી કરવી? મારો સવાલ ફક્ત એટલો જ છે કે હું પ્રિયા માટે તારા ભૂતકાળ ની ભૂલ હતી કે પ્રિયા આપણા ભવિષ્ય માટે તારી ભૂતકાળ ની ભૂલ?

ઈશાન જવાબ હોય તો આપ?

તું પ્રિયા ને એવુ કેહતો કે બેલા સાથે પ્રેમ લગ્ન નથી કર્યા, એ ત્યારે શું હતું સમજાયું નહીં, બધા સ્કૂલ મા રાખતા એટલે મે પણ રાખી અને લગ્ન કરી લીધા પણ ગમતી તો તું જ હતી મને પેહલે થી, તે શાળા બદલી અને આપણે અલગ થયા નહિતર હું તારી સાથે જ લગ્ન કરત...

તને એવુ કોણે કહ્યું બેલા?

પ્રિયા એ ! અને મે પણ પ્રિયા ને તારી ચાલબાજી કહી દીધી કે ઈશાન મને એમ સમજાવે છે કે બેલા તું મારી પત્ની છો તારું સ્થાન એ પ્રિયા ન લઈ શકે, એ આપણા ભવિષ્ય માટે ભૂતકાળ સમજી ભૂલી જા તું..

તમે બન્ને ક્યારે મળ્યા?

બસ ત્યારે જ જયારે તે મારાં જેવું જ મઁગળસૂત્ર એને ભેટ મા આપી એ પહેરેલું જોવા તેને તારા મિત્ર ના ફ્લેટ પર બોલાવેલી અને તેને બીમારી નું બહાનું કરી તને બીજા દિવસ નો વાયદો કરેલો, એ એટલે જ કે ત્યારે પ્રિયા એ તારા ભૂતકાળ અને વર્તમાન ના કરતૂતો નો પરદો ફાશ કરવા મને તેના ઘરે બોલાવી મઁગળસૂત્ર બતાવ્યું,

બન્ને એકસરખા જ મઁગળસૂત્ર તે ક્યારે બનવડાવ્યા ઈશાન?
ઈશાન પાસે હવે કોઈ બહાનું ન હતું, સિવાય કે મૌન..

બન્ને સ્ત્રી એકબીજા ની દુશમન બનવા ને બદલે ઈશાન ની ચાલબાજી ને હરાવી ખુબ ખુશ થાય છે
#ભૂતકાળ

Read More

તમારી સંવેદના તમારી વ્યક્તિ ને સ્પર્શે તો સાનિધ્ય સાર્થક થયું કહેવાય

તમારી સંવેદના નો સ્વીકાર થઈ વેદના રૂપી પડઘો જીવન માં વર્તાય ત્યારે .....શું કહેવાય ?

Read More

તમારી સંવેદના તમારી વ્યક્તિ ને સ્પર્શે તો સાનિધ્ય સાર્થક થયું કહેવાય

તમારી સંવેદના નો સ્વીકાર થઈ વેદના રૂપી પડઘો જીવન માં વર્તાય ત્યારે .....શું કહેવાય ?

Read More

શીર્ષક :પ્રેમ એટલે શું?

પ્રેમ એટલે પામવા ની લાલસા નહિ
આપવા ની તડપ,

પ્રેમ એટલે વાત કેહવાની અધીરાઈ નહીં
સાંભળવાની ઝન્ખના

પ્રેમ એટલે વિરહ ની વેદના નહીં
મેળવ્યા નો સન્તોષ

પ્રેમ એટલે આંખો ના ઉજાગરા નહીં
મીઠી ઊંઘ માં એનો સથવારો

પ્રેમ એટલે દૂર હોવા નું દુઃખ નહીં
આત્મા નો એકાકાર

પ્રેમ એટલે આંસુ નો ઉકળાટ નહીં
એને ખડખડાટ હસાવવા ની મજા

પ્રેમ એટલે રીસામણા
એ મનાવે એની રાહ માં

પ્રેમ એટલે ફક્ત એ
એનો કોઈ વિકલ્પ ક્યારેય નહીં

અસ્મા લાખાણી
ભાવનગર

Read More