Quotes by ARPITKUMAR in Bitesapp read free

ARPITKUMAR

ARPITKUMAR

@arpitkumar7337


અલાર્મ.....

સવાર સવારમા જેમ અલાર્મ ઘંટડી વગાડે,

દિલમા નવી યોજનાઓની જયોત જગાડે,

સમય સાથે કામ કરવા કટીબધ્ધતા બતાડે,

આતો સમય મુજબની જીવનશૈલી શીખવાડે,
સવાર સવારમા......

પોતાની જવાબદારીઓના બોજા સાથે,

જવનમા ફરજ નિભાવવાની નિતી જગાડે,

મુશ્કેલ સમયમા સથવારાની આસ સાથે,

સાચા સથવારો વિષમ પરીસ્થીતી ભગાડે,
સવાર સવારમા......

Read More

સફર.....
તમારી સાથે સફર કરતા, સફર કયાંય પસાર થઈ જાય છે,
પ્રેમ ભર્યા આ સફર મા, અનેરો આનંદ અનુભવાય છે,
મલ્યા જયારથી તમે મને, જીવનમા પ્રેમ ની સફર શરુ થાય છે,
જીવનમા તમારા સાથથી, જીવવાની નજર બદલાઈ જાય છે,

જેમ જેમ સફર વધતી જાય, તમારા પ્રેમની અનુભુતી થાય છે,
સાથ મને આપનો મળતા, જીવનમા પ્રેમ ની મહેક પ્રસરાય છે,
તમારા સાથે સફર કરતા મને, એક લાગણી નો સંબંધ બંધાય છે,
આજીવન મારા હમસફર બનો, દિલમા એવી સ્પૃહા ઉત્પન્ન થાય છે.

Read More