સંબંધો કેળવવા એ કલાકારી છે. જીભ ને જાળવવાની હોશિયારી છે રસ્તા ધીરજનાં અપનાવવાની જવાબદારી તમારી છે.

આંધળો જુએ બહેરો સાંભળે બોબડો એમાં સુર પુરાવે કોઈક ની નિંદા એટલી મઝા કરાવે, પીઠ આપણી જોવાય નહીં એટલે આવાં કર્મ કરાવે.

Read More

દોરાં જેટલો વિશ્વાસ આપી કોઈક ની જીંદગી ની સવાર ને સાંધી તો જુઓ ?

કીડી એ સમંદર પાર કરવાની ઇચ્છા શું કરી પાંદડે ચઢાવી ને હરી એ સામે પાર કરી.

ચીનગારી ને ઓકાત પૂછવાની ભુલ શું કરી આખું ઘર સળગી ને રાખ થઇ ગયું .

દૂરી ફક્ત નસીબ ની જ નથી હોતી વિચારો કે વ્યવહાર ની પણ હોય છે.

ભૂતકાળ માં આજે આંટો માર્યો ચાર લખોટી ને ગીલલીડંડા માં મેં આખો ઇતિહાસ માણ્યો .

અર્થી અમારી નીકળી ફરી એ જ ગલીઓ માં થી મોત માં પણ અમે રસ્તા ઓ બદલ્યાં જ નહીં.

યાદો એ ભરેલાં ડાયરા માં સપનો ની કવિતા ગાવી છે કસુંબા ના ઘૂંટડા ભરી અંતર ની આગ ઓલવવી છે.

અહમ્ રાખે ભલે સાગર એની વિશાળતા નો જે કામ ન આવે નાનકડું ઝરણું તરસ છીપાવે ને જીવન સંવારે.