Quotes by Ankit M in Bitesapp read free

Ankit M

Ankit M

@ankitmahida5753


આંખોના ખૂણામાં નજરકેદ સપના મહીં

એક ચહેરો અવિરત ઝળહળે !

એ પ્રકાશ પૂંજ સમું તેજ તું છે ! તું છે ! બસ તું છે !

ક્યાંક ઊડતી તિતલીના રંગબેરંગી પાંખોમાં,

ગુલાબની ફોરમમાં,

ને મહેકતી ભીની માટીની સુગંધ તું છે! તું છે બસ તું છે!

પંખીનો કલરવ, ભમરાનું ગુંજન,

મન્દિરની ઝાલરમાં તું છે!

એક તરસી મીન કહો કે, મસ્ત પવનની લહેર,

સર્વ જગત બસ તું છે તું છે તું છે!

Read More

વાતો હૃદયની આજ કહેવી બધી નથી,

મારા હૃદયમહીં છે તું એ બાતમી નથી.

તકદીર છો ખરાબ છે મારું હજી સુધી,

ઈશ્વરને મેં કદીય કો' અરજી કરી નથી.

થાશે સપન બધા જ પુરા એક દી અહીં,

એવી અતૂટ એક એ આશા મરી નથી.

સુંદર શરીર કોક દી તો રાખ થઇ જશે,

આ વાતને હજી કે એ સમજી શકી નથી?

ખાલી કરી હૃદયને ભલે તું જતી રહી,

દિલમાં હજી સુધી એ જગા મેં ભરી નથી.

કોઈક તો દિવાલ બનીને રહ્યું હશે,

તેથી મને ય કોઇ જ પીડા નડી નથી.

Read More

આજે ગુરુપૂર્ણિમાના દિવસે જો ગુરુ - શિષ્ય અને વિદ્યા ઉપર લખવાનો વિષય મળે તો તે ઉત્તમ વિષય હોઈ શકે.

જિંદગીમાં સૌપ્રથમ ગુરુ માબાપ હોય છે, કારણકે તેઓ અગત્યની મૂળભૂત બધી જ વસ્તુઓ શીખવાડે છે અને એક ટેવ પાડે છે. બોલવું, ચાલવું, બ્રશ કરવું, સ્નાન કરવું, કેવી રીતે જમવું આ બધી સામાન્ય લાગતી પણ રોજીંદા જીવન માટે ખૂબ જ જરૂરી અને અગત્યની બાબતો છે. કેવી રીતે પેન્સિલ પકડવીથી લઈને શાળાનું લેસન કરાવવું.

જિંદગીમાં બીજો ગુરુ સારો શિક્ષક હોઈ શકે. સારા ગુરુઓ સમય જતાં પણ ભુલાતા નથી ? સેકન્ડરીમાં અમારી શિક્ષિકા પંચોલી મેડમ જે અંગ્રેજી વ્યાકરણ એટલી સરસ રીતે શીખવાડતી. મારા અંગ્રેજી ભાષાના પ્રભુત્વ માટે મારી મહેનત ઉપરાંત એમને સારા શિક્ષિકા હોવાનો શ્રેય જાય.

પ્રાચીન સમયમાં ગુરુ વેદ વ્યાસજી, ગુરુ વશિષ્ઠજી, સાંદિપની મુનીજી ઉત્તમ ગુરુઓ મનાતા. પણ શિષ્ય પર પણ આધાર રહે. શિક્ષક અને શિક્ષિકા સારા ગુરુ હોઈ શકે પણ બધા જ શિષ્યો કેમ એક સરખા ગુણ નથી લાવી શકતા ? તેઓ બધાને એકસરખી “વિદ્યા” શીખવાડે છે. એકલવ્ય ગુરુ દ્રોણાચાર્યની મૂર્તિની સ્થાપના કરીને પણ ધનુર્વિદ્યામાં પારંગત બની શકે છે. અને કોઈ શિષ્ય ગુરુના સતત માર્ગદર્શન માં પણ નથી કરી શકતા. ત્યાં ધગશ, મહેનત અને કદાચ બુદ્ધિમત્તાનો ફરક.

જિંદગીનો સૌથી શ્રેષ્ઠ ગુરુ “જિંદગી” પોતે જ છે. જિંદગીના અનુભવોમાંથી માણસ છે શીખે છે તે કોઈપણ શાળા કે કોઈપણ ગુરુ પાસેથી શીખવા મળતું નથી. જીવનની વાસ્તવિકતાનું શિક્ષણ મેળવવા માટે જિંદગી ઉત્તમ ગુરુ છે.
#આસમાની

Read More

હવામાં ખુશ્બુની જેમ ભળી જાવ બસ અમથો,

કે જેમાં કદીયે વિરહ ન આવે એવો સંગ બનું,



સથવારો થઇ મારગ ભૂલેલી કશ્તીઓ માટે,

તોફનોમાં પણ કિનારો મળે એવો તરંગ બનું,



આગ ઈશ્કની હોય તો એ દર્દની પણ મજા છે,

ફૂલ જેવા ઝખમ માટે ભલે ને એક કલંક બનું,



"પરમ" અર્થે ભલે જીવન થઈ જાય કુરબાન,

મોતને "પાગલ" જેમ પ્રેમ કરીને જીવંત બનું.

#જીવંત

Read More

વ્યથા મારી કંઈક એવી પ્રગટ કરી છે,

નદીના એક બુંદમાં પણ એને દેખાતી કરી છે;



કલમ અને કાગળનો સાથ શું મળ્યો જિંદગીમાં,

શબ્દોરૂપી લાગણીઓને એમાં દેખાતી કરી છે;



કવિ છું સાહેબ, સીધી સાદી સમજ તો નથી,

નાસમજ્ રૂપી પીડાને કવિતામાં દેખાતી કરી છે;


વાસ્તવિકતાની કલમનો ભાર એવો લાગ્યો,

કે લાગણીઓને કાગળની ધાર પર દેખાતી કરી છે;


#વાસ્તવિક

Read More

લાખ કોશિશ છતાંય ન એને છુપાવી શકો તમે,
ક્યારેક તોએ આંખમાંથી અશ્રુ રૂપે ઠલવાય છે!
જીવનમાં અનેકવાર સંબંધ આડાઅવળા અટવાય,
પણ લાગણી રુપી નાવમાં દરેક હરખાય છે!

#આડુઅવળું

Read More

તમારી આંખમાં લાગણીનો દરિયો છલકાય છે,

આખુંયે ઉપવન જાણે મંદ-મંદ મલકાય છે!