Quotes by Ankita Nanavati in Bitesapp read free

Ankita Nanavati

Ankita Nanavati

@ankitananavati2719


સ્નેહ નો સ્પર્શ

સ્નેહ નો સ્પર્શ
ખોળો અને પાલવ
માતૃત્વ વહે..
©️અંકિતા નાણાવટી

તીર’ ....
ક્યારેક ઈર્ષ્યાનાં તો ક્યારેક દ્વેષનાં,
ક્યારેક કલહનાં તો ક્યારેક જૂઠનાં,
ક્યારેક નકારાત્મક્તાનાં તો વળી
ક્યારેક લાગણીઓ સાથે ખેલનાં,
પણ સૌથી વધારે જો ધારદાર હોય તો
એ છે તીર શબ્દોનાં.....

©️અંકિતા નાણાવટી

Read More

મૌન મારા શબ્દો બન્યાં અને
શબ્દોએ મૌન ધારણ કર્યું...
~ અંકિતા નાણાવટી

Kindness disappeared
World full of gloomy faces
Humanities died.
~ aj

અસ્તિત્વની એ લડાઈ હતી,
આખી દુનિયા પરાઈ હતી.

✍©️અંકિતા નાણાવટી

ભીની લાગણી
અને મીઠો સંબંધ
ફૂટે કૂંપળ

✍©️અંકિતા નાણાવટી

માઈક્રોફિક્શન

શું સ્ત્રીત્વ પવિત્ર નથી?


ચૈત્ર મહિનાની નવરાત્રીની એ આઠમ. બાર વર્ષની આસ્થા દર વર્ષની જેમ ચણિયાચોળી પહેરીને તૈયાર થઈ ગઈ. પાડોશીઓ આસ્થાને કન્યાપૂજન માટે બોલાવતાં અને એ ભેંટ લઈને પાછી ફરતી, આ  હતો દર વર્ષ નો નિયમ. પણ, મમ્મીએ આવીને કહ્યું, “બેટા, હવેથી તારી પૂજા ન થાય.” આ સાંભળતાં જ આસ્થાનાં મનનાં તાર ઝણઝણી ઉઠ્યાં અને એ પ્રશ્ન ભરી નજરે મમ્મીને જોતી રહી.

✍©️અંકિતા નાણાવટી

Read More