Quotes by Anil Vaghela in Bitesapp read free

Anil Vaghela

Anil Vaghela

@anilkumarvaghela233320


અર્થ સભર વાતો તો દુનિયા માટે કરવી પડે છે. તારી સાથે તો અર્થ વિનાની વાતો કરવામાં જ મારા જીવન નો સાચો અર્થ છે. આવી બેમતલબ વાતોમાં સમય નું ભાન રેહતું નથી, આપણી વાતો ખુટતી નથી,પણ એ સમય જ સૌથી કિંમતી છે.
#વાતોડિયું

Read More

सब दुख दूर होने के बाद मन प्रसन्न होगा,
यह सोचना आपका भ्रम है.
मन प्रसन्न रखिए, सब दुख दूर हो जाएंगे.
यह वास्तविकता है

Read More

એક સવારે મેં પાંપણ પર ઝાકળબિંદુ ઝીલ્યાં,
સવાર બોલી, ‘કેવું લાગ્યું બોલ હવે અનિલ્યા!’

લઈ ખભા પર રાત આખી આ તારલિયાનો ખેસ,
રાત વાટતી રહી અંધારું અને બનાવી મેશ;
જરાક અમથી મેશ લઈ મેં આંખોમાં આંજી લ્યા!
સવાર બોલી, ‘કેવું લાગ્યું બોલ હવે અનિલ્યા!’

સૂરજ! તેં તો ન્હાવા માટે અજબ કર્યો છે નુસખો,
જળને સ્હેજ હલાવા વિણ તડકાથી માર્યો ભૂસકો;
મારી અંદર હલ્યાં સરોવર, કમળ અચાનક ખીલ્યાં,
સવાર બોલી, ‘કેવું લાગ્યું બોલ હવે અનિલ્યા!’

Read More

whenever you become rebellious,
you will downgrade yourself from a good relationship.
#Rebellious

પ્રિય બાળપણ,
તું હજી પણ આંખના ખૂણે ક્યારેક ભેજ થઈને ડોકાય છે. મારા હાથ ખિસ્સામાં લખોટીઓ શોધે છે. મારું ચિત્ત ફરવા માંડે છે ભમરડાની જેમ. બાકસના ખોખાની છાપ હારી જતી વખતે જે દુઃખ થતું હતું તે આજે હજાર બાકસનાં ખોખાં જેટલા પૈસા પળમાં વપરાઈ જાય તોય નથી થતું. એ દુઃખ પણ મીઠું હતું. તું હજી પણ મારી અંદર કાગળની હોડીની જેમ તર્યા કરે છે. હું તને છોડી આવ્યો છું મારા ગામની સ્કૂલમાં, ગામના પાદરે, તળાવના પાણીમાં ઊંચેથી મારેલા એ ભૂસકાઓમાં, શેરીમાં રમેલી રમતોમાં, કબડ્ડીમાં, ક્રિકેટમાં, લખોટીમાં,ગેડી-દડામાં, પકડદાવમાં… પણ હવે તું મારી સાથે પકડદાવ રમી રહ્યું છે. હું તને પકડવા મથું છું, પણ તું હાથમાં નથી આવતું. હું તારાથી ઘણો આગળ નીકળી ગયો છું. ના, એમ કહેવું વધારે યોગ્ય રહેશે કે તેં મને આગળ ધકેલી દીધો છે.

Read More

આંખો તો મનદુઃખનાં મેલાંમસ વસ્ત્રોને કીકીઓના વાસણમાં ભીંજવે, ધોઈને ચોખ્ખાચણાક કરી છેવટ એ પાંપણની આંગળીથી નીચવે, એમાં શું ખોટું જો હું આંખોને કહી દઉં કે તું ધોબણ છે....
@cp

Read More

केवल जिह्वा पुकारेगी तो नहीं आएगी,
किन्तु आत्मा पुकारेगी तो जरूर आएगी मा दुर्गा।
from today's mahabhart episode

કેટલીયે પુસ્તકો વાચ્યા પછી પણ બે લાઈન નથી લખી શકાતી..
ને એક કડવો અનુભવ તમને પૂરું પુસ્તક લખાવી દે છે...

हवा ने रुख क्या बदला मौसम में जान आ गई, आज बेईमान बारिश को देखकर इसी हवाओं में हुई वो पहेली मुलाकात याद आ गई।

Read More