Quotes by Ronak prajapati in Bitesapp read free

Ronak prajapati

Ronak prajapati

@anant1
(75)

મારા વિરહની તો વાતજ ના કરતી પ્રિયે ,
આશિક છું હું ,
તારી બે ધડકન વચ્ચેના અવકાશમાં મળીશ હું .

આ દુનિયા સાથે કોઈ નિસ્બત નથી મને ,
શાયર છું હું ,
કલમ આંસુમાં બોળી , દર્દ ને ટપકાવતો મળીશ હું .

મારી મૌત પર કોઈ શોક ના કરતા ,
લેખક છું હું ,
મારી વાર્તાના બે પન્ના વચ્ચે જીવતો મળીશ હું .

હવે તો દફન થઇ જાઉં તો પણ કોઈ છોછ નથી ,
ગઝલકાર છું હું ,
આ દુનિયાને એક ગઝલ રૂપે મળીશ હું .



રોનક પ્રજાપતિ ( અનંત ).

Read More

" બસ એટલોજ ખ્વાબ છે કે ".............

મારી હોસ્ટેલ નું ટેરેસ હોય ,
રાત્રીના કંઈક ચાર વાગ્યા હોય ,
એક કોરો ડાઘા વિનાનો કાગળ હોય ,
એક અડધી શાહી ભરેલી પેન હોય ,
ચંદ્રમાં નો એ ડહોળો એવો પ્રકાશ હોય ,
અધકચરી યાદોથી ભરેલો એક કોથળો હોય ,

અને બસ હું એકલો .........
-રોનક પ્રજાપતિ (અનંત)

Read More

આ ગીતા અને કુરાનના મર્મ ને જાણી શકો ,
કે ભગવાન અનેે અલ્લાહના ભેદને મારી શકો .
તોય ઘણું ....

આ મંદિરના કોઈ ખૂણે મસ્જિદ કરી શકો ,
કે મસ્જિદ ના કોઈ ખૂણે મંદિર કરી શકો .
તોય ઘણું ....

આ મંદિર શુ ને મસ્જિદ શુ એ ફરક થી અંજાન ,
એવું એક પંખી બની બેય સામે શીશ ઝુકાવી શકો .
તોય ઘણું ....

મારી આ ગઝલનો બહુ સુંદર જવાબ આપ્યો કોઈએ ...

ઈશ્વર સુધી જવાનો કોઈ અર્થ નથી " અનંત ",
માણસ છો બીજા માણસને સમજી શકો .
તોય ઘણું ....


રોનક પ્રજાપતિ ( અનંત )

Read More