Quotes by Taruna Makwana in Bitesapp read free

Taruna Makwana

Taruna Makwana

@6291aadi.
(6)

ઘુંઘવાતા દરિયાને હસતાં મુખે ખેડી લીધા. પણ, કમબખ્ત સ્નેહનાં ખાબોચિયાએ ડુબાડી દીધા.

- તરૂણા મકવાણા ✍️

મારી ભીંતર સળગતો એક પ્રશ્ન પૂછું તને?
મને ખબર છે જવાબની, છતાં સવાલ કરું તને?

પ્રેમથી તરબતર એક પત્ર લખી મોકલું તને!
બદલામાં એમને પ્રેમરૂપી પત્ર નહિ મળે, છતાં પત્ર લખી મોકલું તને?

નથી જાણતી કેટલી વાર મૂક્યો હશે મેં પ્રેમનો પ્રસ્તાવ!
ફરીવાર પ્રસ્તાવ મૂકી અજમાવું તને?

હજુ પણ આંખના આંસુ સુકાવાનું નામ નથી લેતા,
અને તમે ' ભૂલી જા ' કહી વિસરી ગયા મને?

વિશાળ હદય ઘૂઘવે છે, લઈ આશાનો સાગર.
સ્નેહથી બોલાવું મળવા, તો આવશો તમે?

-Taruna Makwana

Read More

પ્રેમનાં સંબંધોની વ્યાખ્યા નથી આવડતી મને,
પણ જ્યારથી તને જોયો છે, ત્યારથી તારા તાંતણે બંધાતી જાઉં છું.

તરૂણા મકવાણા ✍️

Read More

જીવન સારુ મળે કે ખરાબ, બસ ઈચ્છા એક જ છે; તારી સાથે જીવવા મળે.

-Taruna Makwana

લાગણીના યુદ્ધમાં 'હાર' મે જ પસંદ કરી.
તારી સાથે જીતી ને પણ હું હારેલી જ રહીશ.

-Taruna Makwana

ગુલાબની ચાહમાં કેટલાય કાંટા સાથે વેર સાધ્યું.
કંટક સાથે રહીને પણ ખીલતા ચહેરે એણે મારુ આગમન સ્વીકાર્યું.

-Taruna Makwana

Read More

મારો છેલ્લો શ્વાસ;
તારા પર રાખેલ અતૂટ વિશ્વાસ.

-Taruna Makwana