પર્દાફાશ -રહસ્યકથા
એ.સી.પી.સૂજ્મસિંગ શ્રેણી નો નવમો મણકો ......
સૂજ્મસીંગ ટીવી પર ન્યુઝ જોઈ રહ્યો હતો અને એનો પ્યારો ડોગી ઝીગારો સામે બેસી કંપની આપી રહ્યો હતો એટલામાં કિનલનો ફોન .
આજે ઇન્સ્ટિટ્યૂટનાં એનયુઅલ ફંક્શનમાં બીઝી છું .એટલે આવતીકાલે તારા ફ્રેન્ડને ત્યાં જઈ આવીશું .શું કરે છે ?બ્રેકફાસ્ટ કમ્પ્લીટ ?'
ઓહ યા ,ન્યુઝ જોતો હતો .હવે નીકળવાની તૈયારી .બાય કાલે મળીયે.'
બહાર નીકળી ગાડી સ્ટાર્ટ કરતો હતો ને ગિરિરાજનો ફોન આવ્યો .
સર, 'તેઝ -તર્રાર ' પેપરનાં માલિક કુલનમ શાસ્ત્રીનું મર્ડર થયું છે .કોઈ કામસર વહેલી સવારે ઓફિસમાં આજે આવી ગયા હતાં.અને બહાર તો ખાલી વોચમેન હતો .પણ કોઈ અંદર આવ્યું નથી એમ કહે છે 'ઓકે .ડાઇરેક્ટ ત્યાં જ મળીયે .' કહી સૂજ્મસીંગે ગાડી 'તેઝ-તર્રાર કોર્પોરેટ હાઉસ' તરફ વાળી.
ઓફિસની ખુરશી પર જ કોઈએ ગળામાં દોરી બાંધીને મર્ડર કર્યું હતું અને રૂમાલ મોઢામાં દબાવેલો હતો .ટેબલ પર અસ્તવ્યસ્ત કાગળો પડયા હતાં અને હેન્ડબેગ ખુલ્લી પડી હતી જેમાં નોટોનાં બંડલ પડયા હતાં .સવારમાં સાડા પાંચ વાગ્યામાં આવવાનું કારણ શું હોઈ શકે ?અને જો કોઈ લૂંટના ઇરાદે પાછળ પડ્યું હોય તો આ નોટનાં બંડલો ?
ગિરિરાજ તું એક્ઝેટ પૂછ, સવારનો સમય હોય એટલે વોચમેન જરૂર ફ્રેશ થવા ગયો હશે અને એ દરમિયાન કોઈ આવ્યું હોય .પ્રેસ તો બાજુના પ્લોટમાં છે અને ત્યાં તો સટાફ હતો જ અને પેપેર માટેની વેન પણ આવી હશે .ત્યાંથી પણ એક સીધી એન્ટ્રી ઓફિસમાં છે .'
રાઈટ સર ,ઇન્સ. સારિકાએ મોબાઈલ નંબરની ડિટેઇલ ચેક કરી લીધી છે .વહેલી સવારમાં કોઈ ફોન આવ્યો નથી .છેલ્લો ફોન એમની દીકરીનો ન્યૂયોર્કથી હતો અને એ પહેલા રાજકારણી દુશ્યંત તનેજાનો હતો જેણે કોઈ ફંક્શનનાંં રિપોર્ટિંગ અને ફોટોસ માટે અભિનંદન આપવા ફોન કરેલો એવું કહ્યું છે .સર,કૂલમન જીની ઇમ્પ્રેશન ખુબ સ્પષ્ટવકતા અને તોફાની વ્યક્તિ તરીકેની હતી .એમનો નાનો ભાઈ પણ આજ લાઈનમાં છે અને 8 વર્ષ પહેલા અલગ થઇ પોતાનું મેગઝીને ચલાવે છે.રહેવાનું જોઇન્ટમાંજ છે .કૂલમનના ઘરે તપાસ કરતા રૂમમાં ખાસ કંઈ હતું નહિ .સાદું જીવન હતું અને સામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હતા.એમના નાનાભાઈ એ એક વ્યક્તિ પાસે કોઈ સમાચાર માટે પૈસા લીધા હતા ત્યાર થી એને બીઝ્નેસ્સ માંથી જુદો કર્યો હતો એવું એમની પત્ની એ જણાવ્યું .ઘણા એવોર્ડ અને રૂલિંગ પાર્ટીના નેતાઓ સાથેનાં ફોટા લગાવેલા હતાં.રાજકીય પ્રવૃત્તિ પણ વધતી જતી હતી એવું પણ જાણવા મળ્યું હતું .એમનો દીકરો પોતાનો અલગ બિઝનેસ કરતો હતો .એ અને એની વાઈફ નીચેના ફ્લોર પર રહેતા હતાં.
ઓફિસમાં એમના સેક્રેટરી પ્રીતમ ને પૂછતાં જણાવ્યું કે ,'સર અમારા બધા સાથે કામની બાબતમાં ખુબ સ્ટ્રિક્ટ પણ જનરલી સૌમ્યતાથી વર્તતા હતા.દુષ્યંત તનેજા એમનાંં ખાસ મિત્ર જેવા થઇ ગયેલા અને એમણેજ બધે ઈન્ટ્રોડ્યૂસ કરેલા .દુષ્યંત તનેજાનું એક ચિટ ફંડમાં નામ બગડ્યું હતું .અને એ વખતે તેઝ-તર્રાર પેપરમાં પણ બહુ ગાજ્યું હતું .પણ પછી થોડા વર્ષ પછી મિટિંગોમાં અને સામાજિક કાર્યોમાં મળતા રહેતા અને દોસ્તી થઇ ગઈ હતી.દુષ્યંત એકદામ ખેલાડી રાજકારણી છે .'
એમનાંં ફાર્મ પર વારંવાર પાર્ટીમાં કુલમન સર જતાં.પણ અંદરના વર્તુળો પાસે જાણવા મળ્યું હતું કે આવનારા ઈલેક્શનમાં સર કદાચ ઈલેક્શન લડશે.'
ઓકે ,'ફરી ઓફિસમાં બેસી ડિસ્કસ કરતાં સારિકા બોલી સર ,કોઈ ચોરી થઇ હોય કે ફાઈલ કે ફોટા કશું જ લીધું નથી એનો અર્થ કે કોઈ અંગત અદાવત જ હોય શકે '
હા સાચી વાત છે , એવુ જ લાગી રહ્યું છે .'
ગિરિરાજ બોલ્યો ,સર ,મેં સવારમાં આવતી પેપર માટેની વેન ના ડ્રાયવરોની તપાસ કરાવી એમાં એક જાણ રજા પર હતો એને બદલે ત્રણ -ચાર દિવસથી કોઈ ટ્રાવેલ એજંસીમાંથી માણસ આવતો હતો .'
સિક્યોરિટીની નજરમાંથી એ વેનમાજ કોઈ છુપી રીતે એન્ટર થયું હોય એવું લાગે છે,આજે સવારે એને પણ ડિટેઈલમાં પૂછ્યું પણ એને તો કંઈ ખબર નથી.'
ગિરિરાજ,દુષ્યંત તનેજા પર નજર રાખવા કહેલું એના કંઈ ન્યુઝ અને એટલામાં સૂજ્મસિંગનાંં મોબાઈલની રિંગ વાગી .'હા ,તો એ લોકોને તરત જ ત્યાંથી અરેસ્ટ કરી લઈએ.'
ગિરિરાજ ,હમણાંની દુષ્યંતના ઘરની ઓફિસ પર એ જુવાનિયા ઓ ત્રણ -ચાર વાર દેખાયા છે જેની પાછલા તોફાનો વખતે પણ જેલમાં હોવાની હિસ્ટ્રી છે અને પૈસા માટે કંઈ પણ કરે એ શક્ય છે .મારા ખબરીનો ફોન હતો .'
અને ..... એ બંન્ને પાર્ટીના કાર્યકરો નીક્લ્યા હતા પણ ક્રિમિનલ રેકોર્ડ પણ હતો .અને પૂછપરછ કરતાં બંનેને દુષ્યંત તનેજાએ જ કુલમનજી ના મર્ડરની સોપારી આપી હતી .નોટોના બંડલ મળેલા એ તો બેંકમાં ભરવા માટે ઓફીસ લાવ્યા હતાં .અને સવારના સમયે ઘણી વાર કુલમન વહેલા પ્રેસની ઓફિસ પર આવી પોતાના લેખો લખતા હતા .આ વખતના ઈલેક્શનમાં સો ટકા કુલમન વધતા જતાં રાજકીય પ્રભાવ અને ઉત્તમ કારકિર્દી તથા લોકપ્રિયતા ને કારણે જીતી જ જવાના હતા એટલે એનો તરત જ કાંટો કાઢી નાખવાનું અને જૂની પેપરમાં એના વિરુદ્દ્ધ છાપવાને કારણે ઇમેજ બગડી હતી એનો ડંખ રાખી આ કૃત્ય કરાવ્યું હતું .'
વેલ ડેન સૂજ્મ 'ઉપરી એ અભિનંદન આપ્યા અને સૂજ્મ ફોન પર વાતો કરતાં બોલ્યો ,ખરેખર માણસના મનને પારખવું અઘરું છે'
-મનીષા જોબન દેસાઈ