Andharyu in Gujarati Adventure Stories by Manisha joban desai books and stories PDF | અણધાયુઁ

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

Categories
Share

અણધાયુઁ

અણધાયુઁ-રહસ્યકથા

એ.સી.પી.સૂજમસીંગ શ્રેણીનો દસમો મણકો.....


' આધુનિક વેપન અને કમ્પ્યુટર વિથ ક્રિમિનલ્સ 'પર યોજાયેલા પરિસંવાદમાં એ.સી.પી.સૂજ્મસીંગે પોતાનાં વિચારો વ્યક્ત કરતી એક સ્પીચ પુરી કરી અને તાળીઓનાં ગડગડાટ પછી મીડિયાનાં આકરા પ્રશ્નોનાં જવાબ આપવા શરુ કર્યા. પ્રોગ્રામ પૂરો થયો અને ઇન્સ. ગિરિરાજ ,ઇન્સ.સારિકા ,સ્ટાફ અને કિનલે અભિનંદન આપ્યા. હાઈ- ટી પર બધાએ પોતાનાં વિચાર વ્યક્ત કર્યા અને સોશ્યિલ મીડિયાનો ક્રિમિનલ્સ પણ ભરપૂર લાભ ઉઠાવી રહયા છે એની ચિંતા વ્યક્ત કરતાં કમિશ્નરશ્રીએ વધુ આધુનિક વેપન અને સાયબર ક્રાઇમને ખાસ રોકવા માટે પબ્લિકને પણ એલર્ટ કરવાની સૂચના આપી .
સવારે ઓફિસમાં લગભગ બધીજ સોશ્યિલ કમ્યુનિકેશનની એપ્સ ડાઉનલોડ કરી રાખી હતી એ બતાવતાં ઇન્સ.સારિકાએ કહ્યું સર અમુક પોપ્યુલર જ નહિ પણ ઇન્ટરનેશનલ ચેટિન્ગમાં વધુ વપરાતી એપ્સ પર પણ ખાસ નિગરાનીમાં રાખી છે .
વેરી નાઇસ'
અને એટલામાં' બહાર એક કપલ મળવા માંગે છે,'ગિરિરાજનો મેસૅજ હતો .' તેને અંદર મોકલો 'લગભગ મધ્યમ એઈજનું એક કપલ અંદર આવી ખુરશી પર બેઠા અને ઓળખાણ આપતા બોલવાનું શરુ કર્યું .'ગુડ આફ્ટરનૂન સર ,મારું નામ નિત્યમ જાલન છે અને આ મારી પત્ની છે કૃષા .મારા દીકરા કલશનાં બે વર્ષ પહેલા લગ્ન થયા હતા અને એની પત્ની થોડો ઝગડો થવાને લીધે ઘણાં વખતથી એનાં ઘરે જતી રહી છે એ ફોન પર વાત કરવાનો પ્રયત્ન કરે છે,કોઇવાર વાત કરે અને પછી પણ કોઈ રીપ્લાઇ નહિ મળવાને લીધે એ જાતે ગયો અને બે દિવસ સુધી કોઈ જવાબ નહિ આવતાં અમે એના સાસરે ફોન કર્યો પણ એ લોકોએ કહ્યું કે અહીં એ આવ્યોજ નથી .સર એનો ફાઇનાન્સનો બિઝનેસ છે, અમે ખુબ ટેન્શનમાં છીએ .એની પત્નીનો વ્યવહાર જરા પણ અમારા બધા સાથે સારો નહતો પણ અમને એમ કે સમય જતા બધું બરાબર થઇ જશે .અમારા એક રિલેટિવનાંં શહેરની અને ઓળખાણમાં હતી એટલે અમને બધાને ગમી ગયું હતું .'
ઓકે' તમે મને બધા એડ્રેસ અને વિગતો લખાવો એટલે ઝડપથી તપાસ શરુ કરી દઈએ.'ગિરિરાજે ચંદીગઢનાં એજન્ટને ફોન કરી કલશનાં સાસરાવાળાની ઇન્ફોર્મેશન મોકલવા કહ્યું.કલશની ઓફિસમાં તપાસ કરતાં બધા પાસે લેવાનાં પૈસાનો હિસાબ સેક્રેટરીએ કોમ્પ્યુટરમાંથી આપ્યો ,આમતો બધું રેગ્યુલર હતું પણ કોઈ વાર ફોન પર સખત શબ્દોમાં ઉઘરાણી કરતાં હોય અને ઘણીવાર કલાયન્ટ સાથે ઝગડો પણ થતો હોય .ઇન્ફોર્મેશન આવતા ચંદીગઢ જવા નીકળી ગયા .એ પહેલા કલશની વાઈફ રુનીતાનાં ફોન ચેક કરતાં એટલું કન્ફર્મ થયું હતું કે એ કલશ સાથે વારંવાર વાત કરતી હતી .અને ચંદીગઢ પોલીસમાં વધુ તપાસ કરતાં હાઇવે પાસેથી એક અજાણી લાશ મળી હતી.અને સૂજ્મસિંગનો શક સાચો નીકળ્યો . એ લાશ કલશની જ હતી અને આક્રંદ કરતા એનાં મમ્મી -પપ્પાને આશ્વાસન આપતા કહ્યું ,'અમે ઝડપથી શોધી નાખશું.' સીધા રુનીતાનાં ઘરે પહોંચી પૂછતાં ,રુનીતાને પૂછ્યું ત્યારે ,'મને વારંવાર કલશના ફોન આવતા અને ઘરે આવી જવા સમજાવતો હતો ,પણ એ અહીં તો આવ્યો જ નહોતો .અને હું તો મારા ગ્રુપમાંથી પીકનીક પર બે દિવસ ગઈ હતી .ગઈકાલે રાત્રેજ આવી છું .'
ઓકે '
કલશનાં પોસ્ટમોટર્મ રિપોર્ટમાં એનું ગળું દબાવી હત્યા કરી હતી અને સાઈડનાં રસ્તા પાસે કારનાં ટાયરના નિશાન પણ હતા , એટલું તો ચોક્કસ હતું કે ટ્રેનમાંથી ઉતરી એ પોતે જ કોઈ સાથે બેસી કારમાં આવ્યો હોય અથવા રાતનો સમય હોય તો ટેક્ષી પણ કરી હોય અને લૂંટના ઇરાદે પણ હત્યા કરી હોય.ઇન્સ.સારિકા ,
સર,રુનીતા એના ગ્રુપમાં કોઈ નજીકનાં જ રિસોર્ટમાં ગઈ હતી અને ત્યાં ઘણી મોટી જગ્યા છે એટલે એકબીજાની પળેપળની ખબર બધાને હોય એ અશક્ય છે .અને રુનીતાને લગ્ન પહેલા એનાં પાડોશી યુવક ગૌતેશ સીંગ સાથે ખુબ મિત્રતા હતી અ....કદાચ પ્રેમસંબંધ જ હતો .પણ જુદી જાતિનો હોવાથી લગ્ન માટે રુનીતાનાં ભાઈ અને ઘરમાંથી બધાનો સખત વિરોધ હતો ,અને એ લોકોનાં ઘર વચ્ચે આ બાબતે સંબંધ કપાઈ ગયો હતો .એ લગ્ન પછી ઝગડો કરી અહીં પાછી આવી ગઈ પણ એનાં ઘરેથી એનાં પર સખત દબાણ રહેતું અને એને ખાસ બહાર પણ જવા નહોતાં દેતા .પણ એવું જાણવા મળ્યું છે કે એની કોઈ ફ્રેન્ડને ત્યાં એ કોઈ પાર્ટીમાં ફરી ગૌતેશને મળી હતી. અને જૂનું ફ્રેન્ડ્સગ્રુપ હતું એટલે આ વખતે કોઈ જાણીતા ફેમિલી વગેરે પણ જવાનાંં હતા એટલે એને મોકલી હતી .એનાં મોબાઈલ પરથી ગૌતેશનાં કોઈ ફોન મળ્યા નથી પણ સર.....'
હા ,ચોક્કસપણે ગૌતેશની તપાશ કરવી જરૂરી છે',ગિરિરાજ સાથે સીધા ગૌતેશનાં ઘરે ગયા અને ઈન્કવાયરી કરતાંં એની બેન તથા ફેમિલીને પૂછ્યું તો ગૌતેશ પણ એનાં કમ્પ્યુટર બિઝનેસનાંં કામ માટે બહાર ગયો હતો અને રૂમમાંથી બહાર આવતા ગૌતેશ પોલીસને જોઈ એકદમ ગભરાયો .
તમે બહાર ક્યાં અને કેટલા દિવસ ગયા હતા એની વિગત આપી શકશો ?'
અ..આ ..હું મારા ફ્રેન્ડ સાથે જલંધર ગયો હતો .મારી કાર લઈને .'
અને એ કારમાં જ કલશને મારીને ફેંકી દીધો ?એકદમ કડક અવાજે સૂજમસીંગે ધમકાવ્યો.
ના ...સર ..મેં એવું કઈ નથી કર્યું .તમે ચિરાગને પૂછી શકો '
તો તમારા ફ્રેન્ડ ચિરાગનો નંબર કલશનાંં ફોનમાં કેવી રીતે ?
અને ..સખત તપાસમાં ગૌતેશે કાબુલ કર્યું કે રુનીતા સાથે વિદેશ ભાગી જવાનો પ્લાંન ઘડ્યો હતો .અને રુનીતાએ કોઈને કહયાંં વગર કલશને બહાર મળવાનું ગોઠવ્યું અને મારો એક ફ્રેન્ડ તને લેવા આવશે એમ જણાવી બોલાવ્યો હતો અને કલશને ચિરાગનો નંબર આપ્યો હતો .ચિરાગને મેં એમ જ કહ્યું હતું કે આપણે રુનીતાનાંં હસબન્ડને ડિવોર્સ માટે સમજાવવાનું છે .રુનીતાએ દર્મિયાન કલશ સાથે ફોનથી વાત પણ કરતી હતી એટલે એ લેવા ગયો અને વચ્ચેથી હું એની સાથે બેસી ગયો અમે એને હાઇવે તરફ લઇ ગયાંં અને રુનીતાને રિસોર્ટમાં મળવાનું છે એમ જણાવ્યું .એની સાથે વાત કરતાં એ કોઇપણ હીસાબે રુનીતાને ડિવોર્સ આપવા તૈયાર નહોતો અને એવું કહેવા માંડયો કે

'અમારી વાતમાં કોઇએ ઇન્ટરફીયર થવું નહીં.'

રુનીતા કોઇપણ રીતે એનાંથી છૂટવા માંગતી હતી .મારી પાસે બીજો કોઇ રસ્તો નહોતો.હાઇવે પર પહોંચી આગલી સીટ પર બેઠેલા કલશને મેં મારી નાંખ્યો. હું રિસોર્ટ પર રુનીતા પાસે ઉતરી ગયો અને ચિરાગ જલંધર જઇ ગભરાઇ ગયેલો એટલે માંદગીનું બહાનું કાઢી હોસ્પીટલાઇઝ થઇ ગયો છે.બધાની ધરપકડ કરી અને ઉપરીને કેસની સફળતાની ડીટેલ જણાવ્યા બાદ બોલ્યો,'ગીરીરાજ, આ પણ એક પ્રકારનો ઇનડાયરેક્ટ ઓનર કીલીંગનો જ કેસ કહેવાય જેમાં નીદોઁષ કલશનો જાન ગયો, આપણો સમાજ કયારે બદલાશે?'
ત્યાં તો કીનલનો ફોન આવ્યો અને ખુરશી પરથી ઉભા થઇ બારી પાસે જઇ વાત કરતા કરતા 'હાય,શું કરે છે?આવી ગઇ ઘરે?'

-મનીષા જોબન દેસાઇ