Saraswati Chandra - 1 Chapter - 18 in Gujarati Fiction Stories by Govardhanram Madhavram Tripathi books and stories PDF | સરસ્વતીચંદ્ર - 1 - પ્રકરણ - 18

Featured Books
  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

Categories
Share

સરસ્વતીચંદ્ર - 1 - પ્રકરણ - 18

સરસ્વતીચંદ્ર

ભાગ : ૧ : બુદ્ધિધનનો કારભાર

ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


પ્રકરણ ૧૮

કારભારી અને કારભાર : દિગ્દર્શન

યઃ કામન્યૂ પ્રજહાતિ રાજા પાત્રે પ્રતિષ્ઠાપયતે ધનં ચ ।। વિશેષવિચ્છ્રુતવાઙક્ષિપ્રકારી તં સર્વલોકઃ કુરુતે પ્રમાણમ્‌ ।।૧।। જાનાતિ વિશ્વાસયિતું મનુષ્યાન્‌ વિજાતદોષેષુ દધાતિ દણ્ડમ્‌ ।। જાનાતિ માત્રાં ચ તથા ક્ષમાં ચ નં તાદૃશં શ્રીર્જુપતે સમગ્રા ।।૨।।

પ્રાપ્યોપદં ન વ્યથતે કદાચિત્‌ ઉદ્યોગમન્વિચ્છતિ ચાપ્રમત્તઃ ।। દુઃખં ચ કાલે સહતે મહાત્મા ધુરંધરસ્તસ્ય જિતા; સપલાઃ ।।૩।। ન વૈરમુદ્દીપયતિ પ્રશાન્તં ન દર્પમારોહતિ નાસ્તમેતિ ।। ન દુર્ગતોડસ્મીતિ કરોત્યકાર્યં તમાર્યશીલં પરમાહુરાર્યાઃ ।।૪।। સંધ્યાકાળે જ્યારે શઠરાયના સમાચાર જુના થઇ ગયા. પ્રમાદધન તર્કપ્રસાદ સાથે લીલાપુર ગયો, અને કાર્યભારવિવર્તની વાતોમાં વહી ગયેલો દિવસ જતો રહેતાં થાક્યાપાક્યા આખા સુવર્ણપુરમાં શાંત ઊતરતી રજનિ ગોરજ સમયે ઊડતી ધૂળની સાથે મળી જવા માંડતી હતી, ત્યારે ઉપરના

શ્લોક મનમાં ગાતો ગાતો બુદ્ધિધન ભુપસિંહના અત્યારે એકાંત બનેલા વિશાળ વિશાળ સભાખંડમાં એકલોએકલો પગલાં ભરતો હતો અને દિવસનો ઉગ્ર પ્રકાશ ન્યૂન થતાં અધિક થવા પામતા - અનેક હાંડીઓ, ‘વાલસેટો,’

વગેરેમાંના દીવાઓના - પ્રકાશથી, થાકેલી આંખોનો શ્રમ ઉતારતો હતો.

ભૂપસિંહ ગાદી પર બેઠો અને પોતે તેના વિશ્વાસનું પાત્ર હતો તોપણ શઠરાયની શંકા ન જાગે એ હેતુથી આજ સુધી બુદ્ધિધન રાજમહેલમાં એકલો બેસતો નહીં અને રાણા અકાંત સાથે વાર્તા કરતો નહીં. રાજમહેલ

મૂકી રાજેશ્વર જેવાં સ્થાન ખાનગી વાર્તા સારું શોધવાનું કારણ આ હતું.

આજના જેવી નિરાંતે રાજમહેલમાં બુદ્ધિધન કદી રહ્યો ન હતો. રાણાનો વિશ્વાસ આજ જગપ્રસિદ્ધ થયો; સંતાકૂકડી કરવાની અણગમતી કળાને આજ છેલ્લા નમસ્કાર કર્યા. હવે અવિશ્વાસનાં સ્થાન શમી ગયાં લાગ્યાં. રાણો અને કારભારી પરસ્પર વિશ્વાસનું સુખ આજ પ્રથમ જ પામ્યા. ઘણો લાંબો

પ્રવાસ પૂરો થયો લાગ્યો.

‘કારભારી કુટુંબ’ના અભિમાનવાળો આજ કારભારી થયો. શુદ્ધ

રાજપુત્ર આજ શુદ્ધ રાજા થયો.

શઠરાય અને તેના મંડળનું શું કરવું તે ચિંતા હજી બાકી હતી.

પ્રધાનવિવર્ત થતાં રજવાડામાં પક્ષવિવર્ત થાય છે. નવો પ્રધાન આવે એટલે જૂના પ્રધાનનાં સર્વ માણસ વર્જ્ય ગણાય છે. એકથી વધારે પક્ષના હાથમાં સત્તા રહેતાં નિષ્પક્ષ ન્યાયનો આભાસ રહે છે અને તે આભાસથી નવી વિદ્યાવાળાઓ એ મુંબઇવાળાઓ સંતુષ્ટ રહે છે એ બુદ્ધિધનને લાગ્યું. આ આભાસ રાખવો સરખો પણ દુર્ઘટ માલૂમ પડ્યો. બે હાથમાં સત્તા રહી એટલે કોઇથી સંપૂર્ણ સત્તા વપરાય નહીં. આથી નિરંકુશતા ઉપર અંકુશ રહે એ વાત ખરી - પણ સારા કાર્યમાં એ અંકુશ રહે એ અનિષ્ટ સામા પક્ષનો વિશ્વાસ શી રીતે કરવો ? તેનો વિશ્વાસ કરતાં, દયાને ડાકણે ખાધા જેવું થાય, લોકમાં નિર્બળતા ગણાય, સામા પક્ષવાળા પણ આપણી નિર્બળતા ગણે - ઉપકાર માનવો તો રહ્યો પણ નિર્બળ ગણી હશે, ખટપટ જારી રાખે અને ભીતિનું કારણ સદૈવ ઊભું રહે.ત એકુલીન સ્ત્રી ગરીબ દેખાવના પતિને માન આપતી નથી તેમ આપણા પક્ષનાં - હાથ નીચેનાં - માણસો પણ પરપક્ષથી બીતા દેખાતા ઉપરીનું મનમાં માન રાખતા નથી - પ્રસંગે પરપક્ષમાં પણ જાય છે. આ બધાનું પરિણામ શું થાય ? રાજ્ય કેવી રીતે

ચાલે ? ઉભયપક્ષ પરસ્પરની રુખ રાખે ત્યારે ઉભયના અભિપ્રાય નકામા અને કાંઇ તૃતીય કાર્ય થાય - રાજ્યનીતિ અનિશ્ચિત રહે ! ત્યારે રાજ્યનું જોખમ કોને માથે રહે ? ગુણ દોષનો આરોપ કોને માથે મુકાય ? ગુણમાં ઉભયપક્ષ ભાગિયા થાય, દોષ સર્વ પોતાને માથેથી કાઢી નાંખે અને અપૂર્ણ જોઇ શકનાર લોક દેખીતા ઉપરીને માથે જ નાંખે. કોનો અભિપ્રાય નિશ્ચિત ગણવો, કઇ રાજનીતિ ચાલતી ગણવી, કોની પાસે અંત્ય ઉપાય માગવો એ સર્વ વિષયમાં પ્રજા બિચારી અંધકારમાં રહે ! - એકથી વધારે પક્ષનું રાજ્ય

તે તો નક્કી પ્રજાપીડક જ થાય.

ત્યારે અંગ્રેજી વિદ્યા ભણેલાો કહે કહે કરે છે કે પક્ષ રહેવો જ ન જોઇએ - સર્વ પક્ષનો સરખો જ અધિકાર જોઇએ એ શું ? એવું શા ઉપરથી કહે છે ? આ પ્રશ્ન બુદ્ધિધને પોતાના મનમાં પૂછ્યો અને ઉત્તર ન મળતાં ઘણો જ ગૂંચવાડામાં પડ્યો. શું અંગ્રેજી રીતમાં એ લોક કાંઇ એવું દેખે છે

? - પણ અંગ્રેજી રાજસભામાં જ શું છે ?- એક જ પક્ષનું રાજ્ય. આ પક્ષ ખરો તો બીજો નહીં અને બીજો ખરો તો આ નહીં. ‘હું ધારું છું કે એ

લોકમાત્ર અનુભવ વિનાની - વિચાર વગરની - વાતો કરે છે; માત્ર બોલ્યું જ જાણે છે. ખરી વાત છે - મુંબઇમાં હાલના સુધરેલા જમાનામાં એ જ વા વાયાં કરે છે કે જે પકડ્યું તે પકડ્યું - જે ભૂત ભરાયું તે ભરાયું - એ નીકળે નહીં. ભૂત ભરવનાર જોઇએ. સાહેબ લોક આપણે જોયા તે તો કાંઇ આવા નથી હોતા - આ લોક કોણ જાણે ક્યાંથી આવું શીખ્યા ? ન

હિંદુમાં - ન અંગ્રેજમાં. પણ આ નવીનચંદ્ર કાંઇક વિચાર કરનાર છે ખરો.

ના કહેવા પ્રમાણે વિલાયતમાં પક્ષ અને વિશ્વાસ બંધાય છે તે અભિપ્રાય

અને વિશ્વાસ પ્રમાણે અને આપણામાં સંબંધ પ્રમાણે, પણ એમાંયે એક વાત છે. વિલાયતમાં પોતાનો એક અભિપ્રાય હોવા છતાં પોતાના પક્ષનો બીજો અભિપ્રાય હોય તો તેને ટેકો અપાય છે એવું બસ્કિન્‌ સાહેબ કહેતા હતા.

એ કહેતા હતા તે ખરું અને નવીનચંદ્ર કહે છે તે ખોટું - એ બિચારું ભોળું

માણસ છે - કોઇ પુસ્તક-બુસ્તકમાં વાંચ્યું હશે. બસ્કિન્‌ સાહેબે તે જાતે જોયેલું - અનુભવેલું, અને ખરી વાત છે. એ વિના બીજો માર્ગ શો ?

અધિકાર તો એક જ હાથમાં હોય. બે બાયડીનો ધણી સાંભળ્યો છે - બે ધણીની એક જ બાયડી કંઇ દીઠી છે ? વળી વિલાયતના કરતાં તો આપણે સારું છે. અભિપ્રાય એક હોવા છતાં ‘વોટ’ કે ? વોટસ્તો - વોટ જુદો આપ્યો એ તો જૂઠું બોલ્યાનો ભાઇ જ કેની ? આપણે અહીંયાં વિનાનું રાજ્ય સાંભળ્યું છે કંઇ ? ઇશ્વરને ઘેર પણ જુઓ - દેવ ને દાનવનો પક્ષ.

અને અંગ્રેજોના ધર્મમાંયે શું છે ? એમના ઇશ્વરને ઘેર પણ જુઓ - દેવ ને દાનવનો પક્ષપાતી નથી : દાનવો આ અવતારે નહીં તો બીજે અવતારે સુધરે’ - આમ મનમાં કહેતો કહેતો બુદ્ધિધન પુષ્કળ હસ્યો અને એક તકિયા આગળ નિરાંતે પડ્યો.

સર્વ વિચારી બુદ્ધિધને વિચાર કર્યો કે જૂની રીત જ સારી છે -

એટલું તો ખરું કે એમાં કંઇ ભીતિ તો નથી જ. ત્યારે હવે પોતાનો પક્ષ કોને ગણવો અને પારકો કોને ગણવો.

બુદ્ધિધન ફરી પુષ્કળ હસ્યો અને પોતાને મૂર્ખ ગણવા લાગ્યો :

‘હળી એ તે વિચાર ? પોતાના તે પોતાના ને પારકા ! આયે મૂર્ખાઇ જ કેની કે આવા આવાયે વિચાર કરવા ?’ - વિચારમાળા પડતી મૂકતાં મૂકતાં કાંઇક ભૂતકાળ સાંભર્યા અને મોં લેવાઇ ગયું. પોતાના મંદવાડમાં દુષ્ટરાયે

મોકલેલી વિધવાએ પોતાના કુટુંબનું અપમાન કર્યું હતું. - તે સાંભર્યું.

પોતાના પક્ષના માણસોના દોષ થતાં પ્રજા પોતાની પાસે ફરિયાદ કરવા નહીં આવી શકે - બિચારી કચડાશે - પોતે પામ્યો હતો તેવી જ અવસ્થા કોને પામવા વખત આવશે તો એ પાપ કોને માથે ? અધિકારનો નસો પોતાના માણસોને ચડશે અને કદી જાણ્યોઅજાણ્યો જુલમ કરશે તો પ્રમાદધનનો

- અથવા એવા બીજાનો જ - દોષ ‘બુદ્ધિધન ! તારી પાસે કોણ કાઢશે ?’

એ પ્રશ્ને એનું મસ્તક ભમાવ્યું. ‘હું હતો એવી જ દશામાં આજ કેટલા હશે અને મારાં માણસોથી છૂંદાતાં ચંપાતાં તે અનાથ વર્ગનો શો આશરો રહેશે

? અરેરે - શું કારભાર એટલે આવા ગૂંચવાડા ?- ઇશ્વર ! મારે તો કારભાર નથી જોઇતો ! આ ગૂંચાડો કોણ વહોરે ? મારે તો દેવી માતુશ્રી

! તમારે સારુ લીધેલી પ્રતિજ્ઞા હું આજ તરી ઊતર્યો ! શઠરાય - દુષ્ટરાય

- તમને ફળ ચખાડ્યું. પિતાજી ! તમારો અભિલાષ પૂરો પાડ્યો - મોટી પદવીએ હું પહોંચી ચૂક્યો. ત્યાં કાયમ રહેવું જ એવું વાક્ય તમે કાઢ્યું નથી. કારભાર સ્વીકારવો એ પ્રતિજ્ઞા મેં કદી લીધી નથી. ઘરમાં રહી વાનપ્રસ્થ સ્વીકારવું - તો, દેવી, તારો અભિલાષ હજી પૂરો થવો બાકી છે. ઇશ્વરે ખાવા જેટલું આપ્યું છે. કારભાર રાણો મરજી પડે તેને આપે : એની અચ્છા હશે તો વિદ્યાચતુરને આ જગાએ લાવીશું એટલે પ્રમાદની પણ

ચિંતા નહીં રહે. હું અને મારી દેવી - પુત્રને ગૃહસંસાર સોંપી - વનમાં જઇશું ! બસ - આ કડાકૂટો ક્યાં સુધી કરવો - વળી ચિંતા કરવી - શું કરવાને ?’

આનંદમાં મગ્ન થતો થતો, પ્રસન્ન થયેલા ભાગ્ય પાસેથી વિશેષ

પ્રસાદ માગી નિરાશ થવાનો સંભવ ન રહે એવી ઇચ્છા કરતો કરતો, સ્મશાન-વૈરાગ્યના ભાઇ ઉત્સવ-વૈરાગ્યમાં મગ્ન થતો થતો બુદ્ધિધન ઊઠ્યો.

તપાસ કરતાં માલૂમ પડ્યું કે રાણાજી વાળુ કરી રાણા નથી. ચૈત્રી રાત્રે પરસેવો થતો હતો. ‘રાણાજી કહે એટલે બોલાવજો’ કહી બાગમાં એક ફુવારા પાસે બેસવા સારુ ચાલ્યો અને ચાલતાં ચાલતાં અંધકાર ભરેલા જગતને માથે વિશાળ આકાશમાં ચમકારા કરતા તારામંડળને જોતો જોતો

ચાલ્યો અને નાનપણમાં પોતાના પડોશી શાસ્ત્રો મહારાજ પાસેથી મોંએ કરેલા શ્લોક સ્મરવા લાગ્યોઃ

‘ભ્રાન્તં દેશમનેકદુર્ગાવિષમં પ્રાપ્તં ન કિજ્ચિજ્ચફમ્‌

ત્વક્ચા જાતિકુળાભિમાનમુચિતં સેવા કૃતા નિષ્કલા ।

મુત્કં માનવિવર્જિત પરગૃહે સાશંકયા કાકવત્‌

તુષ્ણે દુર્મતિપાપકર્મનિરતે નાદ્યાપિ સંતુષ્યસિ ।।’૧

શઠરાયને ઘેર બાળપણમાં જમતો એ અવસ્થા સાંભરી : આંખમાં આંસુ આવ્યા જેવું થયું. ફુવારો આવ્યો. ત્યાં આગળ મુંબઇથી મંગાવેલ

લોખંડના બાંક હતા તેમાંથી એક પર બેઠો.

‘ખલોલ્લાપાઃ સોઢાઃ કથમપિ તદરાધનપરૈ-

નિંગુહ્યાન્તર્બાષ્પં હસિતમપિ શૂન્યેન મનસા । કૃતશ્ચિતસ્તમ્ભઃ પ્રહસિતધિયામજ્જલિરપિ

ત્વમાશે મોઘાશે કિમપરમતો નર્તયસિ મામ્‌ ।।૨

હજી શઠરાય સાંભર્યા કર્યો. આજ સવાર સુધીના દિવસ સ્વપ્ન પેઠે દૃષ્ટિ આગળ ખડા થયા. બાંકડા ઉપર સૂતો - ફુવારાના પાણીવાળો શીતલ પવન પ્રિય લાગવા માંડ્યો. પોતે મૂળ એક રંક માણસ તે આજ સુવર્ણપુરના મહારાજના વૈભવનો અંશભાગી છે એ ભાન થયું. આ સર્વ ઘસાઇ ભવિષ્ય ભૂત જેવું થનાર લાગ્યું : પ્રાતઃકાળનો ભવ્ય દરબાર શૂન્ય

થયો !

‘ભ્રાતઃ કષ્ટમહો મહાન્સ નૃપતિઃ સામન્તચક્રં ચ તત્‌

પાર્શ્ચે તસ્ય ચ સાપિ રાજપરિષત્તાશ્ચન્દ્રબિમ્બાનનાઃ । ઉદ્રત્કઃ સ ચ રાજપુત્રનિવહસ્તે બન્દિનસ્તાઃ કથાઃ સર્વે યસ્ય વશાદગાત્‌ સ્મૃતિપદં કાભાય તસ્મૈ નમઃ ।।૧

‘પ્રાતઃકાળનો ભવ્ય દરબાર શૂન્ય થયો - સ્મરણશેષ થઇ ગયો જ કેની ? અત્યારે એમાંનું કાંઇ છે !’

‘રમ્યં હર્મ્યતલં ન કિં વસતયે શ્રાબ્યં ન ગેયાદિકમ્‌

કિં વા પ્રાણસમાસમાગમસુખં નૈવાધિકં પ્રીતયે ।

કિં તૂદભ્રાનતપ-તત્વતંગપવનભ્યાલોલદીપાઙ્‌કુ-

ચ્છાયાચઝ્‌ચમાલય્ય સકલં સન્તો વનાન્ત ગતાઃ ।૨

આ વિચારમાં ને વિચારમાં શીતલ પવનહરીથી - ચારે પાસેથી આવતા પુષ્પવાસથી - આંખ મીંચાઇ અને બુદ્ધિધન પળવાર ચિન્તામુક્ત થઇ આ સ્વપ્નમાંથી નિદ્રાસ્વપ્નની સૃષ્ટિ વચ્ચોવચ ઊભો. રાજેશ્વર મહાદેવના વાડા જોડે ઓટલા ઉપર શરદ પૂનમની રાત્રે સૌભાગ્યદેવી જોડેના તળાવમાં નાચતું ચંદ્રપ્રતિબિંબ જોઇ રહી છે, અને સાથે જ બેસી વાનપ્રસ્થ બુદ્ધિધન પતિવ્રતાને સમજાવે છે : ‘પ્રિય દેવ, આ રમણીય પ્રતિબિંબ જેવો જ તને આપણો સ્નેહસંસાર નથી લાગતો ? જો, પાણી પર કરચલીઓ વળે ચે તેમાં એ પ્રતિબિંબની લેખા દેખાય છે ! પણ આખું પ્રતિબિંબ દેખાય ચે અને હાલે છે. આપણો સંસાર પણ આવો જ છે. ખરું જોતાં પ્રતિબિંબ જૂઠું છે, તે પણ જતું રહેવાનું; ખરો ચંદ્ર તો આકાશમાં છે : તેમ જ આ આપણો સંસાર પણ આવો જ છે : તેમ જ આ આપણો સંસાર જૂઠો છે, તે પણ જતું રહેવાનું; ખરો ચંદ્ર તો આકાશમાં છે : તેમ જ આ આપણો સંસાર જૂઠો છે અને જતો રહેવાનો છે. ખરો સંસાર તો બ્રહ્મમાં છે - એ સંસારનું નામ મોક્ષ : મારે તારે અન્તે એ જ પામવો છે. દેવી ! તું અજ્ઞાન છે પણ તું જેવી સુંદર છે, અને તારી કાન્તિ જેવી નિર્મળ છે, તેવું જ તારું અંતઃકરણ સુંદર છે, અને તારી બુદ્ધિ નિર્મળ છે. પતિવ્રતા, તેં એક જ યોગ સાધ્યો છે, તું એક જ જ્ઞાન પામી છે; તારા જેવા સુંદર પવિત્ર આત્માને વાસ્તે જ મોક્ષ છે - તું મોક્ષ પામીશ - તું બ્રહ્મરૂપ થઇશ !

‘દેવી ! મેં પણ તારી જ સૂરતપરસ્તી૧ કરી છે - હું પણ તારી સાથે જ છું - તું બ્રહ્મમાં મળીશ અને ત્યાંયે હું તારી સાથે જ ! દેવી, સર્વત્ર સાથે જ !’

અન્તરમાં આ સ્વપ્ન ચાલતું હતું તે સમયે મુખ ઉપર અંધારામાં સ્મિત ફરકતું હતું. સર્વ જગત પોતાનામાં સંકેલી દઇ શેષશાયી આનંદમય

નિદ્રા પામે તેમ સર્વ સંસારની ઇયત્તા આવા સ્વપ્નમાં સંભારી (સંભૃત કરી

- સંભાર પેઠે ભરી) પોતાના બાલ્યથી આજ સુધીના પ્રયાસને અન્તે બુદ્ધિધન ઝાકળથી શીતલ થયેલા બાંક ઉપર સૂતો સૂતો આ આનંદમય નિદ્રા પળવાર પામ્યો.

ભૂપસિંહ વાળુ કરી રહ્યો કે એક જણ બુદ્ધિધનને બોલાવવા જતો હતો તેને ન જવા દેતા ભૂપસિંહ પોતે જ ફુવારા પાસે માણસો સાથે ગયો.

હજામે ફાનસ ઊંચું કર્યું અને રાણાએ જૂના મિત્રને નિદ્રામાં પડેલો દીઠો.

જુએ છે એટલામાં જ નરભેરામ, નવીનચંદ્ર, વિદુરપ્રસાદ અને જયમલ્લ

આવી પહોંચ્યા. નરભેરામ બુદ્ધિધનને ઉઠાડવા જતો હતો તેને રાણાએ અટકાવ્યો - ‘નરબેરામ, બુદ્ધિધન બહુ જાગ્યા છે - ઘણાં વર્ષને અંતે આજ સુખમાં સૂતા છે. એમને સુખમાં સૂવા દો.’ ઓથારે ચાંપેલા માણસના હાથ છાતી ઉપરથી અચિંત્યા આઘા પડે અને ભયંકર સ્વપ્ન જતું રહેતાં જાગી તે સ્વસ્થ થાય તેમ બુદ્ધિધનની શિખામણથી ઘણાં વર્ષથી સ્વભાવવિરુદ્ધ ધૈર્ય રાખી મનમાં ધૂંધવાઇ રહેલો રજપૂત શઠરાય દૂર થતાં આજ સ્વસ્થ બન્યો હતો. લીલાપુરમાં પોતાના નાના સરખા ઘરમાં આવી બુદ્ધિધન નિરાંતે બેસતો હતો અને સ્વતંત્રતા ભોગવતો હતો તેમ જ આજ પોતાના મહેલમાં ફરતો તેને જોઇ રાણાએ પોતાના વૈભવને સફળ થયો માન્યો. જૂના દિવસ સ્મરણમાં આવ્યા અનેે જેમ બહારનો ફૂવારો શરીરને શીતળ કરતો હતો તેમ બુદ્ધિધન ઉપરની પ્રીતિનો ભરેલો ફુવારો ઊભરાઇ ઊઘડી અંતઃકરણને શીતળ શીકરથી૨ નવરાવવા લાગ્યો.

‘જયમલ્લ, એમના માથા નીચે એ જાગે નહીં. એમ એક ઓશીકું ગોઠવ અને આપણે વાસ્તે આજ અહીંયા જ બેસવાની ગોઠવણ કર.’

આજ્ઞાનું પાલન તરત થયું. બુદ્ધિધનના માથા નીચે ધીમે રહી રેશમી ઓશીકું મૂકી દેવામાં આવ્યું. રેશમી ગાદીવાળો કોચ રાણાને વાસ્તે આવ્યો. બીજાઓને વાસ્તે ગાલીચો આવ્યો. રાણાની આસપાસ શુદ્ધ રૂપેરી સોનેરી તેમજ ‘ગિલ્ટ’વાળી એ કાચની વિલાયતી દીવીઓ ગોઠવી દેવામાં આવી અને જુદા જુદા દીવાનો પ્રકાશ ફુવારાનાં ઊડતાં બિંદુઓમાં ચળકવા

લાગ્યો. રાણાએ કોચ પર બેસી સોનેરી હુક્કાની લાંબી નળી મોંમાં લીધી.

સૌ આસપાસ ગોઠવાઇ ગયા. ચોપદારો અને ચાકરો આસપાસ વીંટાઇ

સ્તબ્ધ - અંદર અંદર ગુપચુપ વાતો કરતા - ઊભા રહ્યા. રાણાની આજ્ઞા થઇ અને એક તરુણ ગવૈયો આવ્યો, રાણાની સામે બેઠો, અને મોંએ ગાયા વિના સતારના અતિ સૂક્ષ્મ સ્વરમાં ગાન ઉતારવા લાગ્યો - એક ચાકરે તાજાં ચિત્રવિચિત્ર ફૂલો રૂપેરી સંપૂટો, થાળો, અને છાબોમાં ગોઠવી સર્વ વચ્ચે મૂક્યાં અને તેની સુવાસ ચારેપાસ પ્રસરવા લાગી. આસપાસના બાગમાંથી અને પાસેની પાત્રોમાંથી પુષ્પોના પરાગ અને સુવાસથી પ્રફુલ્લ થયેલો, ફુવારાની નીચે કુંડમાં ટપકતાં બિંદુઓના અને સતારના મિશ્રિત સુસ્વરને પોતાનો કરી લેતો, શીતલતાને - કુંડમાંથી ઉપાડી લેતો - ફુવારાના વરસાદમાંથી અધ્ધર ચોરી લેતો - ઝાકળમાંથી પી જતો - અને આકાશમાંથી ઘસડી આણતો, અનેક સ્થાનથી સૂઢમાં એકઠું કરેલું પાણી હાથી પાછું એક સ્થાને વરસાવે તેમ સુવાસ - સુસ્વર - અને શીતલતાને મનુષ્યસૃષ્ટિ ઉપર સાતે

લાગાં વરસાવતો, અનેક ઝાડનાં પાંદડાંને હલાવી ખખડાવી અંધકારમાં પણ પોતાની સત્તા છે એવું માનવીના કાનને ગર્વ સાથે કહેતો, ઊંચા ગગનમાં પણ મારી આણા વર્તે છે એવું વાદળાંમાં લહેરિયાં પાડી ઊંચું જોનારી આંખને જણાવતો, અને ગાઉ બે ગાઉ ઉપરનાં વનોમાં પોતે નાંખેલા સુસવાટા રાણા જેવાના કાનના પડદા પર અફળાવતો - દાંભિક વાયુ માનવીના શરીર પાસે આવી દંભ તજી મંદ પડી જતો હતો, મધુર થઇ જતો હતો, તેને ફોસલાવતો હોય - તેને કરગરી પડતો હોય - કરચલીઓ પાડી -

તેના શરીરને પંપાળતો હતો, શરીરમાંનાં છિદ્રોમાં પેસી જઇ ઠેઠ ચિત્ત આગળ પહોંચી જતો હતો, ચિત્તના ગર્ભદ્ધારની અંદર ઊભો રહી માનવીના આત્મા ઉપર આનંદનો અભિષેક કરતો હતો, અને પોતાની સાથે આણેલી સર્વ રમણીય સામગ્રી તેના જ ઉપર ચડાવતો હતો. એમાં દોષ માત્ર એટલો હતો કે તે જડ હોવાથી મોટા નાનાનો ભેદ સમજતો ન હતો અને ભૂપસિંહની તેમ જ તેના હલકામાં હલકા દાસની સરખી રીતે સેવા કરતો હતો અને જાગતા ઊંઘતાનો પણ ભેદ રાખતો ન હતો. પવનની, પ્રકાશની, સુવાસની, સુસ્વરની, શીતલતાની અર્થાત્‌ જડ હોવા છતાં સંચાર કરનાર સર્વ પદાર્થોની

- અસર નિદ્રાયમાણ બુદ્ધિધનના મસ્તિકમાં પણ પહોંચી જતી અને તેનાં રમણીય સ્વપ્નોની કારણભૂત થઇ પડતી હતી - પોષક પણ થતી હતી.

એક સ્વપ્નમાંથી બીજા સ્વપ્નમાં ખસતું બુદ્ધિધનનું મસ્તિક અન્તે અર્ધજાગ્રત થયું અને સૂતી વેળા કરવા માંડેલા વિચાર પાછા મસ્તકમાં આવી ઊભા. છાતી ઉપર હાથ રાખી, આંખો મીંચેલી જ રાખી, ઇંદ્રિયો એકર્મ જ રાખી, સૂર્ય ઊગતાં પહેલાં - સૂર્યકિરણના સ્પર્શબળે જ - પક્ષીઓ

માળામાં ને માળામાં જ કિલકિલાટ મચાવી મૂકે તેમ, જાગતા વિચાર નિદ્રાયમાણ દેખાતા પુરુષના મગજમાં સાકાર થયા. પોતાના માણસોનો પક્ષ બાંધવામાં જે હરકતો ભાસી હતી તે એકદમ દૂર થઇ હોય એમ નિદ્રાએ સ્વસ્થ કરેલા

મગજે ગૂંચવાડા ભરેલી ગાંઠ ચોડી દીધી : ‘કંઇ નહીં, કંઇ નહીં; કારભાર કરવો હું જાણું છું; હું પ્રમાણિક રહીશ, મારાં માણસોને જ મારો - રાણાનો

- તાપ દેખાડવામાં શિથિલ નહીં રહું, હું મારાં માણસોને અધિકાર સોંપું છું તે છતાં તેમની ગેરવર્તણુકની ફરિયાદ સાંભળવા અને શિક્ષા કરવા અંતરથી તત્પર છું એવ સર્વનો અભિપ્રાય બંધાશે તો મારાં માણસો બીતાં રહેશે, અયોગ્ય કાર્યમાં મારા તરફથી ઉત્તેજનની અથવા ક્ષમાની આશા નહીં રાખે, પ્રજા વિશ્વાસથી ફરિયાદ કરશે અને તેમને યોગ્ય ન્યાય આપીશ જ. અધિકાર સોંપવો અને ન્યાય કરવો એ બે જુદા પદાર્થ છે - એકમાં વિશ્વાસ અને પોતાપણું જ કામમાં લાગે છે, બીજામાં નિષ્પક્ષપાત તીવ્ર જોઇએ છે. ન્યાય કરવાનું આટલું બળ રાખનાર અંગ્રેજ વર્ગ અધિકાર સોંપવામાં કયે દહાદે ન્યાયનું ધોરણ રાખે છે જે ? મારી પ્રજામાં વિશ્વાસનાં પાત્ર

મળતાં તેમને અધિકાર સોંપતાં હું આંચકો ખાઉં તો હું ઇશ્વરનો અપરાધી.

‘શઠરાયના પક્ષમાં દેખાતાં બધાં માણસ એના પક્ષનાં નથી. એનો વિવેક એમ થાય કે છેકે ટોચ વિના બાકી રહેતાં સર્વ માણસોને છે એમનાં એમ જ રાખવાં અને સખત સાવચેતી આપવી કે ભૂતકાળ ભૂલી યોગ્યતા

પ્રમાણે તેઓ પર વિશ્વાસ રાખવામાં આવશે. એની સંપત્તિમાં એના પક્ષમાં દેખાતાં હતાં તે સર્વ હજી એના પક્ષમાં રહેશે જ એ કલ્પના બળવાન નથી. પેટને અર્થે એનાં થયેલાં માણસ પેટને અર્થે મારાં થશે. મારે જાતે તેમનું કામ નથી - જાતે તેમનો ડર નથી. તેનાંયે નહીં - મારાંયે નહીં -

ભૂપસિંહનાં માણસ બને તો બસ.

‘અધિકારના શિખરનાં માણસો સારાં થાય એ સાવચેતી જાતે રાખશું તો નીચેનાં માણસ અનુકરણ કરશે જ. સારાશનો પ્રતાપ તેમને લાગશે જ.

‘અધિકાર સોંપતી વેળા વિશ્વાસનો સંબંધ - પછીથી તેમના ગુણદોષનો જ સંબંધ રાખવો. આટલી પ્રીતિ રાખનાર રાણાને આ સમયે છોડી દેવા -

એ અપકાર કહેવાય. એનાં રાજ્યચક્ર બરોબર ગોઠવાઇ ચાલે પછી હું ક્યાં સ્વતંત્ર નથી ?’

આ વિચારની સાથે આંખ ઊઘડી અને જુએ છે તો નવીન જ દેખાવ ! સૂતો ત્યારે તો આમાંનું કાંઇ ન હતું ! આ સર્વ માણસ, રાણો, આ સર્વ ઠાઠ, દીવા - આ શું ? હજી સ્વપ્ન તો ચાલતું નથી ? ભ્રાંતિથી આંખો ચોળતો બેઠો થયો અને ચારેપાસ જોવા લાગ્યો. રાણાના સ્નેહનો આવિર્ભાવ કળાતાં અમાત્ય ઉરમાં પ્રતિધ્વનિ થયો. હુક્કાની નળી મોંમાંથી કાઢી રાણાએ પૂછ્યું : ‘કેમ, બુદ્ધિધન, જાગ્યા ? નિદ્રા ઠીક લીધી.’

આભો બનેલો બુદ્ધિધન ઊભો થયો : ‘જી, આપ ક્યાંથી અહીંયાં

?’

‘તમે સૂતા હતા એટલે જગાડ્યા નહીં. અમે પણ સૌ અહીં જ બેઠા કે અહુણાં જાગશે, આવો બેસો’ - પૂર્વાવસ્થાનો અભ્યાસ સંભારી પોતાની સાથે કોચ ઉપર જગા જતાવી. બુદ્ધિધન કોચ પર હાથ દઇ નીચે જ બેઠો અને સાન કરી. ચાકર-વર્ગ દૂર ખસી ગયો.

ચારેપાસ જોતાં એકાંત લાગ્યું એટલે વિશ્રંભકથાનો આરંભ થયો.

રાણાએ પૂછ્યું : ‘બુદ્ધિધન, આજ મને નિરાંત વળી. પણ કહો કહે કાંઇ

ચિંતા બાકી છે ?’

બુદ્ધિધન હસ્યો : ‘રાણાજી, ચિંતાનો અંંત આવ્યો કંઇ દીઠો છે ?

સંસાર એટલે ચિંતાની પરંપરા - એક ચિંતા જાય કે બીજી આવી જ છે.

અભણ અમાત્યને આમ પર્યેષક૧ રીતે બોલતો જોઇ નવીનચંદ્ર વિશેષ રસતી સાંભળવા લાગ્યો.

રાણો બોલ્યો : ‘કહોને ભાઇ, હવે શું છે ? હું તો જાણું છું કે

મારી ચિંતા તો ગઇ જ. જે બાકી હોય તે તમારે વાસ્તે છે.’

‘રાણાજી, શઠરાયનું શું કરવું ?’

‘શું કરવું ! અપરાધીને ઘટે શિક્ષા.’

‘બુદ્ધિધનભાઇ, દુષ્ટરાય મરી ગયો તે સંબંધમાં ખરી વાત ડૂબી ગઇ છે અને કાંઇ કાંઇ વાતો ચાલે છે. એનો મામો લીલાપુર ગયો છે.

ગરબડ સંતાતો ફરે છે અને ઘણું કરી ધીરપુરના બહારવટિયાઓને ઉશ્કેરવાનો

પ્રયત્ન કરે છે.’ નરભેરામે સમાચાર કહ્યા.

‘રાણાજી, સાંભળ્યું ?’

‘હા, પણ એ ચિંતા હવે મારે કરવાની નથી. જોઇતા હોય તો હું તો સર્વ વાતના ટૂંકા ઉપાય બતાવું. લાંબા ઉપાય રજપૂતોને ન આવડે. એ સોંપ્યા તમને નિશ્ચિંતપણે રાણાએ હુક્કો ફૂંક્વા માંડ્યો.

નરભેરામે સૂચના કરી : ‘મને તો લાગે છે રામભાઇને એ લોક હાથમાં લેશે. બહારવટિયાને આશ્રય આપી નવા કારભારની નિંદા કરાવશે અને લીલાપુરમાં નવા સાહેબ આવશે તેનો અભિપ્રાય પ્રારંભમાંથી ફેરવવા યુક્તિ કરશે. બીજો ઘાટ શઠરાય - કરવતરાયનું શું થાય છે તે જોયા પછી ઘડશે.’

‘તે, બુદ્ધિધન, ધારો કે રામભાઉની ખટપટથી નવો સાહેબે ખોટી રીતે ભરવાયો તો આપણે તેની ચિંતા રાખવી ? ખરી રીતે કહે તે ખરું, પણ આપણું સાંભળ્યા વિના શું અન્યાય કરશે ? અથવા શું આપણે, સાહેબ ને રામભાઉ ને એની સિપાઇ અને એવી એવી ચિંતા રાત દિવસ કર્યા કરવી ? આપણી પ્રજાની ચિંતાી હવે શઠરાયને માથે નથી - એ ચિંતા કરવાની શું ઓછી છે કે આવી આવી ચિંતા આપણે જન્મારો કર્યા જ કરવી

?’ રાણાએ પૂછ્યું.

‘રાણાજી, આપ કહો છો તે સાચું છે, પણ આપણા જ જૂના દિવસ સંભારો આપણી આગગાડીનું એન્જિન સાહેબ વિના ચાલ્યું નથી આજ એ લોક કર્તાહર્તા છે - કર્તા ને હર્તા બે.’

‘ત્યારે તો એમ કે ગાદી મળ્યા પછી આજ સુધી શઠરાયે કર્યં અને હવે સાહેબ કરશે. આપણે તો કેવળ પૂતળાં જ. સરકારનું કામ એ કે આપણે પ્રજાપીડક થઇએ ત્યારે માથે અંકુશ પેઠે વર્તવું. પણ આવા વિષયમાંયે સરકાર ? - ને તે પણ સરકારના ગુલામ સિપાઇ સુધી ?’

નરભેરામ કહે, ‘મહારાણા, નવા સાહેબ આવે છે તે લશ્કરી ખાતાના છે. ડોબક સાહેબના ભત્રીજા થાય છે. જલદ મિજાજના છે. વેર રાખે એવા છે. કાનના કાચા છે. કામ કરવાના ઉત્સાહી નથી. આજ્ઞાભંગ થયેલો જોઇ શકતા નથી. ખુશામત કરતાં કરતાં પ્રસન્ન થાય તો મોટી વાત. રામભાઉને હવે ઘીકેળાં સમજવાં.’

ભ્રૂકુટી ચડાવી રાણો બોલ્યો : ‘બુદ્ધિધન, આનો અર્થ એ કે એ

લોક રાજા અને આપણે ગુલામ. આવી વાતો સાંભળવાને હું ઇચ્છતો નથી.

ભલમનસાઇની રીતે થાય એટલું કરવું એની ના નથી પણ એથી વધારે નરમાશ રાખવી હોય તો તે વાત મારી પાસે ન કરવી. તમની સાથે ભરી પીજો. આપણે આપણી વાત ચલાવો. બોલો, શું કરવું ધાર્યું ?’

બુદ્ધિધન બોલ્યો : ‘ન્યાયની રીતે શઠરાયની તપાસ ચલાવવી અથવા એને એવી શિક્ષા કરવી એ તો મને વાજબી નથી લાગતું.’

‘હેં !...’ રાણો જોઇ રહ્યો : ‘કાલે પોશાક આપીએ પાછો એને

?’

‘ના જી, એને શિક્ષા ઓછી નથી થઇ. દુષ્ટરાય મરી ગયો. રૂપાળીએ કુટુંબનું નાક કાપ્યું. કારભાર ગયો. હવે જે વધારે શિક્ષા કરવાની તેનો હેતું એટલો કે એ વધારે ખટપટ ન કરે અને આપણું રાજતંત્ર નિશ્ચિંત ચાલે.’

‘નિશ્ચિંત ચાલવાનો રસ્તો - મને લાગે છે કે એના સાળાએ શોધી કાઢ્યો તે હશે.’

‘રાણાજી, એટલા ઊકળવાથી કાંઇ લાભ નથી. આ ઉપરથી તો એટલું જોવું કે જ્યારે દરબારનાં સર્વ માણસ એનાં હતાં તે પ્રસંગે એને કાઢ્યો હોત તો કેટલી ખટપટ ઊભી કરત ! મારા મનમાં જુદો રસ્તો યોગ્ય

લાગે છે. દિલ્હીના બાદશાહોમાં એવી રીતે હતી કે કોઇ ઉમરાવ સત્તાલોભી થાય તો એને કોઇ ગામડામાં સૂબો કરી મોકલવો એટલે તે પોતાને જ પૂર્ણ સત્તાવાન દેખી - પોતાનાથી કોઇને કોઇ ન મોટું ન દેખી - વધારે મોટા થવાનો લોભ ન કરે અને આત્મસંતુષ્ટ થાય. આત્મસંતુષ્ટ થયો તેનો લોભ

મરે - તેના તરફથી ભીતિ પછી રેહ નહીં. બીજું શત્રુને સંન્યાસી જેવો કરી દીધો એટલે તે નિઃસ્પૃહી અને નિર્બન્ધન થાય - તેના જેવો ભયંકર શત્રુ કોઇ નહીં. પોતાનું સારું તો કરે ન કરે પણ પારકાને નુકસાન તો તે કરી શકે જ. આથી મારા મનમાં એમ છે કે શઠરાયની પાસે તેનું ગામ રહેવા દેવું પણ જૂની સનદલઇ લેવી અને નવી આપવી. તે એની જાતને જ કરી આપવાની અને અંદર લખવું કે તે પોતે આપને સંતોષ આપશે તો તેને વંશપરંપરાની નવી સનદ કરી આપવામાં આવશે. વળી એવી શરત કરવી કે તેણે અને કરવતે એ જ ગામમાં વસવું અને તેને આબાદ કરવું, રજા સિવાય ગામ છોડવું નહીં, અને રાજ્યપ્રપંચમાં પડવું નહીં. ગમે તેવો હશે તોપણ ઉદરસ્વાર્થથી બંધાશે, એ બંધનમાંથી છૂટવાનું જોખમ નહીં વહોરે, સદૈવ બીતો રહેશે અને આપણે વશ રહેશે. ઇશ્વર એને વહાલા તો નથી જ પણ વહાલા હશે તો ઉપકાર માનશે. લોકમાં આપની ક્ષમાની પ્રશંસા થશે. રામભાઉ કે સાહેબ કે કોઇને પણ બોલવાનું નહીં રહે. પ્રતિપક્ષી વર્ગ સર્વ શાંત પડશે અને આપણી કૃપાને અશક્ય નહીં ગણે. અને મોટામાં

મોટી વાત એ કે ઇશ્વર આપના ઉપર પ્રસન્ન રહેશે. કાર્યસિધ્ધિ થાય, ઉદ્દીપન પામેલું વૈર શાન્ત થાય; આત્મા, લોક અને ઇશ્વર સંતુષ્ટ થાય -

એથી બીજું ફળ કયું ?’

રાણ ઓઠ કરડી બેસી રહ્યો હતો. તે સર્વ સાંભળી રહ્યો, વિચારમાં પડી ગયો અને અંતે શાંત થયો : ‘વારુ ભાઇ, કહો તે ખરું; ઠીક છે; એમ

કરો.’

‘ક્ષમા અને ડહાપણને મિશ્ર કરી કાર્યસિદ્ધિ શોધે તે પ્રધાનને ધન્ય

છે ! ડાહ્યા અને વિશ્વાસપાત્ર પ્રધાનને વશ પોતાની વૃત્તિ રાખે એ રાજાને ધન્ય છે !’ - નવીનચંદ્રના ચિત્તમાં વિચારઊર્મિ ઊઠી. ‘આવી સ્વતંત્ર -

તોફાની - વૃત્તિવાળો રાજા પળવારમાં બાળક પેઠે ડહાપણને વશ થયો !

- સર્વ રાજાઓ આવા હોતા હશે ? એમ તો જોઇએ જ શું ? રાજાઓ ગમે તો પોતાનાથી વધારે ડહાપણ કોઇનામાં જોતાં જ નથી, અથવા તો પોતાના અથવા પારકાના ડહાપણનો વિચાર જ ન કરતાં ઊંઘે છે એવું વાંચ્યું છે -

એનાં દૃષ્ટાંત પણ જગતમાં હશે જ. ઇશ્વરે - માણસ અને માંકડાં - ઉભય

સર્જેલાં છે.

નરભેરામ કહ્યું : ‘ભાઇસાહેબ, એ તો આપે સારાઇનો માર્ગ શોધી કાઢ્યો - પણ હું ખાતરીથી કહું છું કે લોક એનો અર્થ એમ જ

લેવાના કે એમને શિક્ષા કરતાં આપણે ડરીએ છીએ અને એ શિક્ષાપાત્ર છે એવું સ્પષ્ટ બતાવી આપવા આપણે અશક્ત છીએ.’

બુદ્ધિધન હસ્યો : ‘નરભેરામ, એટલો પણ વિચાર નહીં કર્યો હોય

? પ્રમાદ અને તર્કપ્રસાદ ગયા છે તે રસલસાહેબ પાસે વાત રજેરજ ઉઘાડી કરી દેશે એટલે સાહેબ આવશે તેમને સર્વ વાત કરી મૂકશે. પછી થવા દો જેનાથી જેટલી થાય તેટલી ખટપટ. રામભાઇને હળવે હળવે સીધો કરી દેવો પડશે - એને તો ગમે તેમ ભરી પીશું હવે સઠરાયનું એ કરવાનું કે

લીલાપુર અને બીજે બધે ઠેકાણે એની કલા થાકશે ત્યાં સુધી એને છે એમ

ને એમ જ રાખવામાં આવશે અને જ્યારે એ જાણશે કે હવે મારા હાથ નીચા પડ્યા અને કાંઇ દાવ હાથમાં નથી જ ત્યારે - એની ઇચ્છા હશે તો જ - એ ચરણે પડી માગશે તો જ - રાણાજી કૃપા કરશે. સુવર્ણપુરના

મહારાજની કૃપા કાંઇ રસ્તામાં નથી પડી. શિક્ષા અને ક્ષમા ઉભય કાર્ય એમને આવડે છે તે જગત જોશે જ. એવા એવાથી ડરતાં રહેવું એ સમજતા નથી.’

ભૂપસિંહ ટટ્ટાર બેઠો. પ્રસન્ન થયો, એનો ક્ષાત્ર ઉદ્રેક સંતુષ્ટ થયો, અને અમાત્ય પર સ્નેહભરી ઉત્સાહભરી ચળકતી આંખે મૂછે હાથ દેતો જોવા લાગ્યો. સર્વન આત્મોત્કર્ષક વચનની અસરમાં જ કાંઇક ઐન્દ્રજાલિક૧

માયા છે.

નવીનચંદ્ર આ નવીન નાટક જોઇ રહ્યો. રાણો અમાત્ય-બુદ્ધિને

પ્રતિકૂળ થતો પ્રથમ અટક્ય હતો પરંતુ કાંઇક અનિચ્છાથી અટક્યો હતો.

નરભેરામ તે અનિચ્છાને વધારે એવા શબ્દ બોલ્યો. બુદ્ધિધનના શબ્દથી તે અનિચ્છા વધતી અટકી એટલું જ નહીં, પણ વાયુના અચિંત્યા ઝપાટાથી

માર્ગ પરની ધૂળ સાફ થઇ જાય તેમ અમાત્યના અચિંત્યા ઉત્તેજિત પ્રતિભાનથી રાણાની મૂળ અનિચ્છા પણ અદૃશ્ય થઇ ગઇ. એથી પણ વધારે એ થયું કે અમાત્ય મારે જ અનુકૂળ માર્ગે કામ કરશે એવી રાણાની ખાતરી થઇ.

સેવ્યજનની ચિત્તવૃત્તિને અનુકૂળ કેમ કરી દેવી અને અનુકૂળ કેમ દેખાવું એ બરોબર દેખાડી આપે એવું સેવકબુદ્ધિનું આ પરાક્રમ કરવાનો પ્રસંગ અદ્‌ભૂત આશ્ચર્યમાં પડ્યો. આશ્ચર્યતુલા ઠેકાણે આવતાં આ પરાક્રમ કરવાનો પ્રસંગ પાડનાર સેવકવૃત્તિની તેને દયા આવી. સેવ્યજનને પ્રસન્ન કરવાના જ અથવા તો અપ્રસન્ન ન થવા દેવાના હેતુથી પોતાના અંતઃકરણને ઢાંકી નવીન -

અભિત્તિચિત્ર જેવું - શબ્દજાળ રચવું પડે, જરી પણ વૈતથ્યવાળી૧ વૃત્તિ બતાવવી પડેઃ આ સેવક - ભાવ નવીનચંદ્રને પવિત્ર ચિત્તનો અપભ્રંશકર

લાગ્યો. જે સેવ્યભાવ જાણ્યેઅજાણ્યે પણ આ દશાનો ઉત્પાદક થઇ પડે છે તે સ્વ-પર-ઘાતક લાગ્યો. આ અપભ્રંશ અને પાતકતાના બીજ ઉભય ભાવમાં સ્વભાવભૂત - પ્રકૃતિસ્થ - લાગ્યાં અને પળવાર પ્રત્યક્ષ સ્વપ્નમાંથી દૃષ્ટિને અંતઃસંક્રાંત કરી પાસે કોઇ ન હોય તેમ મનમાં બોલી ઊઠ્યો : ‘ખરી વાત છે !’

‘્‌રી દ્બટ્ઠહ

ર્

ક દૃૈિર્ેંેજ ર્જેઙ્મ ર્ષ્ઠદ્બદ્બટ્ઠહઙ્ઘજ ર્હં, ર્હિર્ હ્વીઅજ.

ર્ઁુીિ ઙ્મૈઙ્ઘી ટ્ઠ ઙ્ઘીર્જઙ્મટ્ઠૈંહખ્ત ુજૈંઙ્મીહષ્ઠી,

ર્ઁઙ્મઙ્મેીંજ ુરટ્ઠિી’ીિ ૈં ર્ેંષ્ઠરીજ : ટ્ઠહઙ્ઘર્ હ્વીઙ્ઘૈીહષ્ઠી,

મ્ટ્ઠહીર્ ક ટ્ઠઙ્મઙ્મ ખ્તીહૈેજ દૃૈિેંી, કિીીર્ઙ્ઘદ્બ, િંેંર.

સ્ટ્ઠાીજ જઙ્મટ્ઠદૃીજર્ ક દ્બીહ, ટ્ઠહઙ્ઘર્ ક ંરી રેદ્બટ્ઠહ કટ્ઠિદ્બી

છ દ્બીષ્ઠરટ્ઠહૈડીઙ્ઘ ટ્ઠેર્ંદ્બટ્ઠર્ૈંહ.

કોણ જાણે ક્યાંથી આ કવિના તેના સ્મરણમાં સ્ફુરી આવી અને વિચારમાં પડી પાછળના ઝાડને ટેકો દઇ તે પોતાના ઘરમાં હોય તેમ

કવિતાનાં છેલ્લા ચરણ બોલતાં બોલતાં તેના હાથ છાતી ચાંપી પાછા અચિંત્યા પહોળા - છૂટા - થઇ બે પાસ પડ્યા. અંગ્રેજી કવિન તીવ્ર વેગ પળવાર આર્યમસ્તિકને તીવ્ર સુરા પેઠે ચમકાવવા લાગ્યો. ‘રાણાને અનુકૂળ

કરી દેવા અમાત્યે નાટક ભજવ્યું ! વિશુદ્ધિનો એ જ અપધ્વંસ ! પોતાની સત્તાએ આ નાટક ઉત્પન્ન કરવા સમય આણ્યો - રાણા ! એ તારી સત્તાનું દુષ્ફળ ! માનવી માનવી પર આજ્ઞા કરે - માનવી માનવી પાસે ક્ષુદ્ર બની જાય : એ ઉભય પરિણામ અનિષ્ટ છે !’ વિચારની ચમક મસ્તિકના આખા ક્ષિતિજમાં વિજળીની ત્વરાથી દોડાદોડ કરવા લાગી. અન્તે ચમક થાકતાં

મંદ ચંદ્રિકા પેઠે આર્ય કોમળતા સ્ફુરવા લાગી. ‘ઇશ્વર, તને ગમ્યું તે ખરું.

તને લાગી તે ઘટના યોગ્ય.’ ‘મને લાગે છે કે મારી દૃષ્ટિ જ એવી છે.

આવો સારો રાજા અને આવો સારો પ્રધાન - તેની વચ્ચેયે આવું થાય ત્યારે ઇશ્વરેચ્છા જ. મારા જેવા વિચારના સર્વ હોય તો જગત કેમ ચાલે ?’

વિચારનિદ્રામાંથી જાગ્યો અને પ્રત્યક્ષ ભણી અક્ષગણ (ઇંદ્રિય-સમૂહ) વળ્યો. ‘સેવ્યસેવક પોતાને અને પરસ્પરને અન્યોન્યસમાન અને સ્વતંત્ર

માનવી ગણી ઇચ્છાને દર્શાવે અને ઇનુસરે તેમ ક્યાં નથી થતું ? મિત્રો અને શુદ્ધ દંપતી શુંં કરે છે ? શું સૌભાગ્યદેવી બુદ્ધિધન પાસે સ્વરૂપ ઢાંકે છે ? સ્વતંત્ર નથી રહેતી ? અને તેમ છતાં પતિની ઇચ્છાને નથી અનુસરતી

? શું બુદ્ધિધનની સત્તા તેને સવાસલાં કરવાની જરૂર પાડે છે ? એમ છતાં શું એની ઇચ્છાને અનુસરતાં દેવી પાછળ રહે છે ? ના, કારણ ઉભયની ઇચ્છાઓ સંગત થાય છે - પતિનાથી જુદી ઇચ્છા પત્નીની થતી જ નથી અને થાય છે તો બેધડક મીઠાશથી ઉઘાડી કરે છે અને અંતે એક ઇચ્છા થાય

છે. શું સેવ્ય-સેવકોમાં પણ એમ ન થઇ શકે ? આ નાટક અમાત્યે ન કર્યું

હોત તો ન ચાલત ? એ નાટક વિના કાર્યસિદ્ધીનો બીજો માર્ગ શું ન હતો

? - પણ - પણ ભય અસત્યને જન્મ આપે છે - માબાપનો ત્રાસ બાળકોને અસત્ય બોલતાં શીખવે છે - સેવ્યજન અપ્રસન્ન થશે એ ભય સેવકને અસત્ય કરી દે છે. સત્યથી અપ્રસન્ન થાય એવા સેવ્ય - અને ભય પામે એવા સેવક - ઊભય અનિષ્ટ છે !’ અનુમાનનો એ ઉપસંહાર થતાં અંતઃસ્વપ્ન અદૃશ્ય થયું. આ સર્વ મનંમાં વિચારતાં વિચારતાં શૂન્ય અક્ષથી પ્રત્યક્ષને

લક્ષ્ય કરતો હતો તેને ઠેકાણે અક્ષ-પ્રત્યક્ષનો શુદ્ધ સંયોગ થયો અને અક્ષથી અક્ષદ્ધારના છજામાં મન પણ આવીને બેઠું. કારભારીની વાર્તા નવીનચંદ્ર

જોવા સાંભળવા લાગ્યો.

વિચારોને શાન્તિશય્યામાં સુવાડતાં સુવાડતાં તપ્ત મસ્તિક કપાળે કરચલીઓ રચી વળી અંતર્ગર્જના કરી ઊઠ્યું : ‘સેવ્યજનો ! બોલતાં,

ચાલતાં, કંઇ પણ કરતાં, પ્રતિપળ લક્ષમાં રાખજો - ભૂલશો નહીં - કે તમારા ક્ષુદ્રમાં ક્ષુદ્ર સેવકો પણ તમારા જેવા જ માનવી છે - તમારા જેટલી જ સ્વતંત્રતાના વારસ છે - તમને ઇશ્વરે ઉપલે માળે બેસાડ્યા તે નીચલા

માળવાળાને કચડી નાંખવાને નહીં !’ સેવકોને શ્વાનની પેઠે નહીં પણ હસ્તીની પેઠે રાખજો’ - સેવકો, ઉદરને નિર્ભય રાખવા કરતાં પણ બીજા ગુરુતર ધર્મ તમારે છે - સેવકધર્મમાં જ સર્વ ધર્મની સમાપ્તિ થતી નથી. સેવકધર્મ સાચવવા અઇે પરવાર ઉદરનિમિત્તે તમારો ધર્મ થયો માટે અન્ય સનાતન ધર્મ નષ્ટ નથી થતા !’

વિચારોનો હવે ખરેખરો અંત આવ્યો. ઊછળતી ઊર્મિ કિનારા પર પછડાઇ શાંત થઇ ગઇ.

આ વિચાર થાય એટલામાં તો રાણા અને અમાત્યાદિ વચ્ચે કંઇ

કંઇ વાતો થઇ ગઇ. શઠરાયનું શું કરવું તે નક્કી થઇ ગયું. ખલકનંદા અને રૂપાળીની વાત પડદો રાખી નરભેરામે કરી - અમાત્યે તે વાતમાં ભાગ ન

લીધો. જમાલના ઉપર ધર્માસન આગળ કામ ચલાવવામાં લાભ ન હતો -

કામ ચલવી શિક્ષા થાય તેમાં પણ કાંઇ લાભ ન હતો. ધર્માસન આગળ,

લોક વચ્ચે, અથવા વર્ષ બે વર્ષની કેદમાંથી છૂટી કોઇની પાસે પણ મુસલમાનને અમાત્યપુત્રીનું નામ પોતાના મલિન મુખ ઉપર આણવાની સ્વતંત્રતા અંતે કદી પણ આવે તે અભિજાત આર્યને સર્વ અનિષ્ટ જ હોય એમાં કંઇ નવાઇ

ન હતી. ગમે તેવું પણ મહારાણાનું અંતઃપુર, તેની વાર્તાયે બહાર જાય એ પણ અનિષ્ટ જ. રઘી, મ્હાવો આદિ મંડળને પણ દેખીતી શિક્ષા ન કરવાનું આવું આવું કારણ હતું. રણજિત અમાત્યનું માણસ હતું. તેને શિક્ષા કરવી અયોગ્ય હતી. જૂના કાળની સુરંગની માહિતી શઠરાયને હતી તેમ જ શુક્રાચાર્ય રણજિતને પણ હતી. રણજિતની પાસેથી એ વાત જાણતાં રાણાનું ચિત્ત ભરવનારનો પત્તો અમાત્યને લાગ્યો લાગ્યો હતો. - કારણ સુરંગનું

મોં અંતઃપુરમાં હતું. આ ભેદ જાણી ઉઘાડો કરવાનો કરવાનો તેણે માર્ગ શોધ્યો. જમાલ વગેરે શઠરાયના મંડળને એ સુરંગમાં મોકલ્યા; તેમને કથા તેમની જીભોને વશ રાખવા તેમ જ પાપશંકા પોતાની મેળે જ ઉત્પન્ન થાય

એ બેવડા હેતુથી - અંતરથી પોતાના પણ બહારથી શઠરાયના - રણજિતને ઉઘાડી તરવાર સાથે આ મંડળમાં અંગ્રેસર કર્યો. સુરંગમાં તેણે પોતાનું રૂપ

પ્રકાશ્યું અને કંઇ પણ શબ્દ બોલશો તો આ તરવાર સાથે કામ છે એવું તેણે સર્વને કહ્યું. ગોઠવણ પ્રમાણે સુરંગની છત તૂટી અને અંદરનું સર્વ

મંડળ - કોઇને એક શબ્દ બોલવાનો અવકાશ આવે તે પહેલાં - વિજયસેનના હાથમાં ગયું. નિઃશબ્દ નાટક જોનારાઓએ દેખાવ ઉપરથી થયાં તે અનુમાન કર્યાં. જૂની સુરંગ, તેનું રાણાના અંતઃપુરમાં મોં, દરબારની રાજમહેલની -

સર્વ જૂની વાર્તા જાણનાર અને તેનો ઉપયોગ કરવાની શક્તિ - ધરાવનાર રાજ્યપ્રપંચનો અનુભવી આચાર્ય શઠરાય, ઉઘાડી તરવારવાળો રણજિત અને બીજાં શઠરાયનાં જ જૂનાં વિશ્વાસુ માણસો એ સુરંગમાંથી આમ નીકળે, પોતાની સત્તા રાણાની ઇચ્છાથી ઓછી થાય છે એવું શઠરાય જાણે છે એવી

લોકખ્યાતિ, તેના પ્રતિસ્પર્ધી અમાત્ય ઉપર રાણો દિવસ દિવસે વધારે પ્રીતિ દેખાડે છે એવી જનચર્ચા, અને પર્વતસિંહના દૃષ્ટાંત ઉપરથી શઠરાય ખૂન કરતાં ડરે એવો નથી એ અપવાદ : આ સર્વનાં મનમાં એક જ અનિવાર્ય અનુમાન થાય એવું હતું. અને કોઇ જડ મસ્તિક અનુમાન ન કરી શકે તો

મેરુલાની સૂચનાઓ જોઇએ એવી સ્પષ્ટ વાત હતી. આ સર્વ પ્રકરણનો કવિ રચનાને અંતે અંતઃકરણમાં ઉપસંહાર કરી દેખાતા દોષનું નિવારણ કરવા

લાગ્યો. ‘દેખે તેવું અનુમાન લોક કરે તો હું શું કરું ? આ સર્વ ગોઠવણ કરવામાં હું કાંઇ દોષ નથી. કોઇની પાસે કાંઇ નિન્દ્ય કર્મ કરાવતો નથી

- અસત્ય ભાષણ કઢાવતો નથી. માત્ર ખાડો ખોદનારને તેમાં પડવાની સુગમતા કરી આપું છું. - અને તે પણ મારા પ્રાણના રક્ષણને અર્થે - મારા કુટુંબના રક્ષણને અર્થે - મારા યોગ્ય વૈરના તર્પણને અર્થે - મારા રાણાની ઇચ્છા પૂરી કરવાને - તેની જ આજ્ઞા પાળવા હું આટલું કરું છું. શઠરાયનાં જ પાપની દ્ધારભૂત સુરંગમાં શઠરાયનાં માણસને મૂકી જગતની દૃષ્ટિએ પાડું એમાં દોષ શો ? સારવાનો અર્થે સર્પો એટલે કોઇને હવે નકામી શિક્ષા કરાવવી એ દો, હું વહોરતો નથી. ઇશ્વર, તું જુએ છે કે હું તારો અપરાધી નથી થતો,’ આ પ્રમાણએ અમાત્ય બળાત્કારે અંતઃકરણને શાંત કરી દેતો હતો અને ઇશ્વરને ફોસલાવવા પ્રયત્ન કરતો હતો. ‘એમ કરતાં પણ મેં

કાંઇ દોષ કર્યો હોય તો હવે કોઇને શીક્ષા નહીં ખમવા દઉં - એ જ મારું

પ્રાયશ્ચિત્ત. આજ શઠરાયની વલે તે કોઇ દિવસ આપણી, ક્ષમા આજ રાખીશું તો કોઇ પ્રસંગે માગી શકીશું ! - રાજાઓનો વિશ્વાસ ક્યાં સુધી ?’ આવી રીતે કારભાર - સમુદ્રમાં વિશુદ્ધિનૌકા ખેડતો બુદ્ધિધન ચારેપાસ હલેસાં

મારતો હતો, અશુદ્ધ ખારું પાણી પાછળ ધક્કેલાતું હતું તે છતાં કદી નૌકામાં ભરાતાં તેને ઉલેચતા પ્રયત્ન કરતો હતો. અને એવા પાણીમાં ધક્કા ખાઇ

પોતાનો માર્ગ કરતો હતો. એની નીતિને દિગ્દર્શન આપવામાં અદૃષ્ટ અને દૃષ્ટ અનેક વસ્તુઓ આમ કારણભૂત થઇ પડતી હતી. કોઇને તેની કલ્પના પણ ન હતી - માણસનાં મસ્તિક અને અંતઃકરણભૂત થઇ પડતી હતી.

કોઇને તેની કલ્પના પણ ન હતી - માણસનાં મસ્તિક અને અંતઃકરણ ઇશ્વરે પારદર્શક નથી કર્યાં એમાં એણે કાંઇ શુભ પરિણામ જ વિચાર્યું હશે. શુદ્ધ

આત્મા અને મલિન દેહ - ઉભયની અર્ધ-દૃષ્ટ અર્ધઅદૃષ્ટ એકત્ર ઘટના ચર્મચક્ષુથી અગમ્ય છે તે સદર્થે જ. સુજ્ઞ ! શુદ્ધિ અને મલિનતા એ ભેદ માનવીની સૃષ્ટિનો છે - ઇસ્વરના અંત્ય ઘરનો નથી. પૃથ્વી છોડી કે પૂર્વ પશ્ચિમ

નથી. જે સૃષ્ટિમાં તું ઊભો હોય તેના દેશકાલ સ્વીકાર. વ્યવહારમાં ઊભો રહી ભેદમયી શુદ્ધિશોધક વ્યવહારદૃષ્ટિ રાખ અને પરમાર્થમાં ઊભો રહી અનવચ્છિન્ન પરમાર્થદૃષ્ટિ રાખ. જાગ્રતદશાના ભાનવાળા સ્વપ્નસ્થ પેઠે પળવાર ઉદાસીનવૃત્તિ રાખી શુદ્ધિ-અશુદ્ધિના મિશ્રમૂત માનવીને સૂક્ષ્મ દૃષ્ટિથી જોઇ

લે અને પરસ્પર વિપરીત ઉત્તરદક્ષિણ ધ્રુવ વચ્ચેની ધરી આસપાસ ફરનાર ગ્રહોજેવા માનવીને પણ ઘડીભર તટસ્થતાથી જોઇ કાંઇ સદ્‌બોધ પામ. તું પણ માનવીસ્વપૃપ જ છે.

સુવર્ણપુરથી આશરે એક ગાઉને છેટે જંગલમાં ‘મુસાફર-બંગલો’

હતો તેમાં સાહેબલોકને જ ઉતારો આપવામાં આવતો. કમતી પગારે જમાલને ત્યાં મોકલવાનું કર્યું અને વર્તણૂકમાં સુધારો થયે પગાર વધારવાની આશા આપવામાં આવી. રઘીને પણ એવી જ રીતે દૂર કરવામાં આવી. મ્હાવાને દૂરનાં ગામડાં વચ્ચે દરબારી ટપાલનું કાસદનું કામ સોંપવાનું ઠર્યું. શઠરાયનું ગામ જે ટપ્પા નીચે આવતું હતું તેના પોલીસ સૂબેદારની જગા રણજિતને આપવામાં આવી તે એવા હેતુથી કે બહારના દેખાવથી શઠરાય ખુશ થાય

કે ‘ના, આપણો માણસ આવ્યો તે ઠીક થયું.’ અને અંતર્ખણ્ડેથી (અંદરખાનેથી) પોતાનાં પણ બહારથી શઠરાયનાં દેખાતાં માણસ દ્ધારા શઠરાયની ખટપટની

ચોકી થાય. એ હેતું રણજિતને કહી દેવામાં આવ્યો હતો અને હળવે હળવે એનો પગાર સારી પેઠે વધારી દેવામાં આવશે એ સૂચના પણ કરવામાં આવી હતી. રાણી શઠરાયની ખટપટમાં ભળી તેથી મહારાણાને કોપ ચડ્યો હતો અને તેનું મોં પણ ન જોવું એવી પ્રતિજ્ઞા કરવા તત્પર થયો હતો.

બુદ્ધિધનની શિખામણથી રાણાએ ઠરાવ કર્યો કે છેક આમ ન કરતાં નવી રાણી પરણી જૂનીને માથે શોક્ય આણવી અને જૂનીને જણાવવું કે સારી વર્તણૂકના પ્રમાણમાં તારા માનમાં વધારો કરવામાં આવશે.

આર્યમાતાઓની એવી પ્રકૃતિ છે કે દોષ કરનાર બાળકને શિક્ષા કરી પછી પોતે જ રોવું. આર્યપ્રજા પણ એવી જ છે. દુષ્ટ મલ્હારરાવના સામી આટલી યોગ્ય ફરિયાદો કરી તેને અત્યંત શિક્ષા થતી જોઇ અનુકંપાભરી ફરિયાદ કરનાર પ્રજા જ આટલી ઊલટી અને પડતા રાજા ઉપર દયા રખાવવા આટલો પ્રયાસ કર્યો તે વાતથી દેશી પ્રજાની પ્રકૃતિ ન સમજનાર પરદેશી રાજ્યકર્તાઓ મનમાં ગૂંચવાયા હતા. પણ બુદ્ધિધન એ પ્રકૃતિથી ભોમિયો હતો અને તેના મનમાં એક નક્કી હતું કે અત્યાર સુધી શઠરાયના સામો પોકાર ચોપાસથી ઊઠી રહ્યો છે પણ જો અને કેદની કે એવી શિક્ષા થઇ

તો એનો એ પોકાર બેસી જશે અને તેને ઠેકાણે મારો સામો પોકાર થશે.

વાઘનું પણ મરણ બ્રાહ્મણ વાણિયા જોવા ઇચ્છતા નથી; આથી આ સર્વ પરિણામ જોવા વારો ન આવે અને શઠરાય સામે ઊલટેલી ભરતી ઓટરૂપ થઇ એને જ૯ અનુકૂળ પાછી ન થઇ જાય તે પણ બુદ્ધિધનનું લક્ષ્ય હતું.

આવાં આવાં કારણોથી વર્ણવ્યા પ્રમાણે શિક્ષા અને ક્ષમાનો યોગ્ય

લાગતો સંકર બનાવી તેની માત્રા શિક્ષાપાત્ર વર્ગને પાવાનો નિર્ણય ભૂપસિંહની પાસે થયો એ નિર્ણય પ્રસિદ્ધ થતાં, પ્રજાનો કોપ અને અનુકંપ - ઉભય

સંતુષ્ટ થશે અને મહારાણા ઉપર પ્રજાના ચિત્તમાંથી પ્રીતિનો અને મુખમાંથી

‘વાહ ! વાહ !’નો વરસાદ વરસશે એવી કેટલાક પ્રમાણમાં ત્રિકાલજ્ઞાની બનેલા અમાત્યે ખાતરી કરી આપી. સિદ્ધવચન પેઠે અમાત્યના વચને ખરી પડવા નિર્મેલી શ્રદ્ધાને જન્મ આપ્યો.

બુદ્ધિધન રાજનીતિમાં પ્રવીણ છે, રાજ્યકાર્યનો ધુરંધર થવાની યોગ્યતા ધરાવે છે, અને અંગ્રેજી વિદ્યા વિના આ સર્વ પરિણામ આવી શકે છે એટલી નવીનચંદ્રની ખાતરી થઇ પરંતુ હજી તેને સર્વતઃ સંતોષ ન થયો.

એટલામાં પ્રસ્તુત વિષય બદલાઇ નવીન વિષય નીકળ્યો. વિપરીત પક્ષનો નિર્ણય પૂરો થયો. આત્મપક્ષમાં પારિતોષિકનું લહાણું લહાવાનું બાકી હતું.

આ આનંદકર વિષયમાં સર્વને વધારે રસ પડ્યો અને બુદ્ધિધને નવા ‘કેબિનેટ’

(શિષ્ટાધિકારી - મંડલની) સંઘટના કરવાનો આરંભ કર્યો. સર્વ સાવધાન થઇ ગયા.

કરવતરાયવાળી જગા તર્કપ્રસાદને આપવા એમાંની તો કાંઇ વાંધો ન હતો. મહાલકારીઓના ઉપરીનું કામ શઠરાય પોતાના હાથમાં રાખતો.

બુદ્ધિધને તે કામ જુદું પાડ્યું અને નરભેરામને ‘મહાલખાતાનો ઉપરી’ બનાવ્યો.

આવી જગાથી નરભેરામને સર્વ રીતે સંતોષ વળ્યો. બહુ દિવસ રાણાની પાસે રહેવાથી વિશ્વાસુ છતાં વિશ્વાસઘાત કરવા લલચાવાનો પ્રસંગ નરભેરામને ન આવે એવી બુદ્ધિધનની અંતરમાં ઇચ્છા હતી તે તૃપ્ત થઇ. કાઢેલી જગાને વાસ્તે નરભેરામ યોગ્ય હતો એ બાબતમાં મતભેદ પડવાનો સંભવ ન હતો. નરભેરામની મૂળ જગા પ્રમાદધનને આપવાની ઠરી. દુષ્ટરાયવાળી જગા જયમલને આપી અને વિજયસેનને એનો ઉપકારક (એસિસ્ટંટ) બનાવ્યો.

વિદુરપ્રસાદને તરત લીલાપુરવાળી જગા પર મોકલવાનું ઠર્યું. પરગામની નિમણૂક એને પસંદ ન પડી પણ તરત બોલ્યો નહીં. કાંઇ જ જયમલની ઇર્ષ્યા તેના મનમાં થઇ. બુદ્ધિધને પોતાનું જૂનું કામ કર્યા જવું, અમાત્ય અ જગા અને નામ કાઢી નાંખવાં, અને અમાત્યના કામ સિવાય કારભારનું બાકીનું બધું કામ કારભારીનું નામ ધારી બુદ્ધિધને જ કરવું. આ વ્યવસ્થા સર્વને ગમી.

આટલી પ્રસિદ્ધ નિમણૂકો થઇ. નવીનચંદ્રના ઉપર બુદ્ધિધનની પ્રીતિ હતી - ઇશ્વરે ઉત્પન્ન કરી હતી. પણ તરત તો નવો જ અને અનુભવહીન પરદેશી તેને સ્વતંત્ર જગા આપવી બુદ્ધિધનને યોગ્ય લાગી નહીં. આથી તરત તેને વિદુરપ્રસાદ સાથે લીલાપુર મોકલવાનો અને બેચાર માસ પછી કામમાં ભોમિયો અને લોકમાં પ્રખ્યાત થાય ત્યારપછી વિદુરપ્રસાદને સુવર્ણપુર બોલાવી લેવો અને એ જગા નવીનચંદ્રને આપવી એવું બુદ્ધિધનના ચિત્તમાં હતું. રાણા પાસે દાખલ કરવાને રામભાઉવાળાં વર્તમાનપત્રો વાંચવાને નિમિત્તે આજ એને આણ્યો હતો. પોતાનો માણસ છે એવી રાણાની ખાતરી કરી હતી.

ગરબડને તરત એની એ જગા પર રાખવો એવો વિચાર હતો.

એણે રામભાઉને સળી કરી હતી કે : ‘આ સર્વના બદલામાં તું આ રાજ્યમાં કાંઇ માગી લે ! માગ્યું ન આપે તો લીલાપુરમાં તારી સત્તા ચલાવવાની ધમકી આપ, માગ્યું આપે તો તે જગા પર આવ, અને પછી જાતે કારભારી થવાનું મારું પોતાનું તો ગજું નથી પણ તારા જેવા સત્તા અને મોભાવાળાને કારભાર અપાવવા સફળ શ્રમ કરી શકું એમ છું. બુદ્ધિધન એ જ માર્ગે અને

મારા આશ્રયથી ચડ્યો એટલે હવે ગરજ સરી કે વૈદ્ય વેરી જેવું કરે છે; પમ

તારા જેવાની સાથે મળી હું વેર વાળી શકીશ. તું એજંસી સાચવજે.

રાણાનું અને મારું અંતઃકરણ એક છે.’ રામભાઉને આ શિખામણ ગમી અને તર્કપ્રસાદ સાથે બુદ્ધિધન પર સંદેશો મોકલ્યો. અને દ્રવ્યનો ખપ હોત તો બુદ્ધિધનને અડચણ ન આવત. પણ આ માંગણી ભયંકર હતી. રામભાઉ

ગરબડને બળે અને ગરબડ રામભાઉને બળે કૂદે છે તે સ્પષ્ટ જણાતાં તેનો

પ્રતિકાર શોધી કાઢ્યો. ભીતિનો માર્યો ગરબડ મથે છે જાણી તેની ભીતિનું કારણ દૂર કર્યું. તેના ઉપર વિશ્વાસ જણાવવા તેને કહાવ્યું : ‘પ્રાતઃકાળમાં શઠરાયના સમયનાં હિસાબી દફતર વિશે તમારી પાસે રિપોર્ટ માગવામાં આવશે અને તેમ કરવા પછી આગળ પણ તમારી હાયતસા જોઇશે; આપણા

લાંબા પ્રયાસનું ફળ ભોગવવાનો શુભ અવસર આવે છે; એટલું કે આજ સુધી તો અમારી ઇચ્છાથી સામા પક્ષમાં તમે દેખાયા પણ હવે અમારા પક્ષમાં ઉઘાડાં થવું પડશે અને વિશ્વાસનાં સર્વ કારણ દૂર કરવાં પડશે.

પોતાના અને પારકાઓનો વિવેક કરી યોગ્ય ફળ સર્વને અવિલંબે આપી દેવા રાણાજીની પ્રતિજ્ઞા છે. તમારે હવે સમય ચૂકવા જેવું નથી.’ રામભાઇને શો ઉત્તર મોકલાવવો તે શોધવાનું અને આખર ઉત્તર પહોંચાડવાનું ગરબડને

માથે જ રાખવું એવો બુદ્ધિધને ઠરાવ કર્યો. પરંતુ ગરબડે ચકલી ઉરાડી ખરી

- પણ પાછી બોલાવી શકશે કે નહીં એ ચિંતા રહી રામભાઉ અને બહારવડિયા બેને એણે ઉશ્કેર્યા હતા - હવે તેમને ઠેકાણે લાવવા એ ગરબડની શક્તિ ઉપરાંતનું કામ છે એવું બુદ્ધિધને ભય સાથે ધાર્યું. બુદ્ધિધન આ વિચારોમાં હતો તેટલી વારમાં સાહેબ પાસેથી આવેલા એકબે પત્રોનું ભાષાંતર નવીનચંદ્રે રાણા પાસે કરી બતાવ્યું. બીજું સર્વ વાંચવાનું રાણાની આજ્ઞાથી મુલતવી રાખ્યું - રાણાને તેમાં કાંઇ સ્વાર્થ ન હતો. તે પાછો વિચારમાં પડી, અધીરો બની પૂછવા લાગ્યો :

‘બુદ્ધિધન, આ બધી ગોઠવણ તો થઇ. હવે બીજી પરચુરણ ગોઠવણ તમે તમારી મેળે કરજો. મારે માત્ર ત્રણ વાત જાણવાની છે. એક તો શઠરાયની વ્યવસ્થા કરવી ધારી તે કેવી રીતે પાર ઉતારવી - તેતો તમે કહો છો કે તર્કપ્રસાદ આવ્યા પછી થશે. ઠીક બીજું એ કે તમને પોશાક આપવાનો - એ તો પ્રાતઃકાળે પ્રથમ રાખો.ત ત્રીજું તમે કહેતા હતાં કે જગતમાં ઝળકી નીકળે એવાં કાંઇ કામનો આરંભ કરવો - એ પણ સારું કામ છે - એવો કાંઇ માર્ગ શોધી કાઢો કે જેથી આપણી નામના ચારે પાસ ફેલાય અને અમર થાય. એ ધીમે ધીમે જોજો. સાહેબલોક નામનાથી જ વશ થાય છે.’

આમ અનેક વાતો કરતાં કરતાં રાત્રિ યુવાન બનવા લાગી અને તેના સબળ આશ્લેષથી દિગ્મૂઢ બનતો સંસાર આંખો મીંચવા લાગ્યો. નિદ્રાએ રાણાને હાથ પકડી મદનવશ કરી અંતઃપુરમાં ખેંચી લીધો અને અંધ બનાવી અણગમતી રાણીને ભુજ વશ કરવા મોકલ્યો. અમાત્ય, નરભેરામ જયમલ

અને નવીનચંદ્ર એકબે ઘોડાની ગાડીમાં બેસી અંધકારસાગર તરી જવા ઇચ્છતા હોય પણ તેમ કરવાનો ઉપાય ન દેખતા હોય તેમ અંધકારમાં જ ગાડીવાનને વશ થઇ ગાડી સાથે અંધકારમાં લીન થયા. માત્ર આગળ સવારોના ઘોડાની ખરીઓના પડઘાના અને પોતાની તથા પાછળની ઘોડાગાડીઓના અવિચ્છિન્ન નીર્ઘોષ કાન પર પડતા હતા એ સિવાય સર્વ ઇન્દિયોને અંધકારે જ નિષ્ફળ

કર્યા જેવું થયું.

નવીનચંદ્રના મનમાં ગર્જના થઇ ઊઠી : ‘અંધકાર ! અંધકાર !

સુવર્ણપુરની દીન પ્રજા ! ચાર ચાર કલાકની વાર્તામાં તારે સારુ પા કલાકનો પણ અવસર ન મળ્યો. અથવા - તો - મારી જ ભૂલ હશે. આ કામ

પ્રજાનું કેમ ન કહેવાય ? નઠારા કારભારીને કાઢવાનો પ્રયાસ તે પણ પ્રજાનું હિત જ.’ આ ઠરાવ તેના મને બરોબર ન સ્વીકાર્યો.

ગાડીના ફાનસના દીવાનો ઝીણો પ્રકાશ ગાડીમાં આવતો હતો અને અંધકારના વિશાળ આભોગમાં છાનોમાનો લપ્પાઇ ગાડીમાં પ્રવાસ કરતો હતો. એ પ્રકાશનું એક કિરણ પાછળ બુદ્ધિધનની આંખ પર પડતું હતું. ગાડી મહેલમાંથી નીકળી રસ્તા પર ગડગડાટ કરતી ચાલી અને ઘોડાગાડી સાથે અધ્ધર ઊડતો હોય એવો આભાસ અંધકારે કલ્પનાને આપવા માંડ્યો એટલે બુદ્ધિધને વાત કાઢી. તેનો સ્વર અંધકારને ભેદી સર્વના કર્ણપટ સાથે અથડાવા લાગ્યો. - અંધકારમાંથી જ નીકળતો હોય એમ લાગ્યું.

‘નરભેરામ, જો, કાલે શું શું કરવાનું તે સરત રાખ. જાણે કે તર્કપ્રસાદ પ્રાતઃકાળે આવશે અને ઇચ્છેલા વિષયોમાં સાહેબની અનુમતિ ઇશ્વર કરશે તો આવશે. રામભાઇને ના કહાવી નથી પણ તર્ક પ્રસાદ કહેશે કે તમારી બાબત રાણાજીને કહાવ્યું છે અને મોટી બાબતોની વ્યવસ્તા સાહેબની અનુમતિથી થઇ જશે એટલે કારભારીના હાથ નીચેની સર્વ નિમણૂકોનો વિચાર થશે તે પ્રસંગે તમારો વિચાર ઘણું કરીને થશે. વિચાર કરવાનો નથી - પણ અત્યારથી ખરી વાત જણાવવાની જરૂર નથી. આશામાં ને આશામાંં એકાદ માસ કઢાવીશું, પણ અંતે લીલાપુરમાંથી નીકળી રામભાઉ

સદાશિવને પંથે પળે એ ઉપાય યોજવો પડશે. એ સાપ ઉછેરવા જેવો નથી

- તરત છંછેડવા જેવો પણ નથી. એક મોટી જવા થોડા દિવસ ખાલી રાખીશું એટલે એ જાણશે કે મારે વાસ્તે જ રાખી છે. ગરબડ બાબત મેં

તને કહેલું જ છે. તારે ઘેર ગયા પછી એને મળવું. બહારવટિયાનો બંદોબસ્ત કરવા વિજયસેનને સૂચના આપી હશે.’

‘હાજી,’ નરભેરામ બોલ્યો : ‘શઠરાયના કેટલાક મિત્રો પણ એ ખટપટમાં છે. જુલમ કર્યો છે - છ કલાકમાં આટલું રમસ્તાન મચાવી મૂક્યું છે. લીલાપુર પણ સર્વ સમાચાર પહોંચ્યા હશે.’

‘શઠરાયનાો સાળો તો ડોબક સાહેબને મળવા દોડ્યો સંભળાય છે’

એવું રાણાજી બોલ્યો. ‘એમ કે ?’ બુદ્ધિધને કહ્યું થોડી વાર સૌ બોલતાં બંધ

પડ્યા.

‘શઠરાયનુ નક્કી થશે એટલે ઊજળિયું ગામ આપને આપવાનું છે એવું રાણાજી કહેતા હતા.’ જયમલે સમાચાર કહ્યા. બુદ્ધિધને જયમલ પાસે સૂચના કરાવી હતી અને રાણાએ તે સૂચનાનો પ્રતિધ્વનિ કર્યો હતો.

અજાણ્યો હોય તેમ બુદ્ધિધન બોલ્યો : ‘રાણાજીની કૃપા છે - પણ એ વિચાર તરત એમના મનમાંથી દૂર કરવો પડશે. કાંઇ સારું કામ આપણા હાથે થાય પછી એ વખત આવે તો ઠીક.’

નરભેરામ બોલ્યો : ‘બુદ્ધિધનભાઇ, લક્ષ્મી ચાંલ્લો કરવા આવે તેને તો ના કહેવી જ નહીં. રાણાજીનું મન કાલે ફરી જાય. ધર્મસ્ય ત્વરિતા ગતિઃ - ધર્મ કરવા બેસે તેને અટકાવવો નહીં. મારા મનમાં આવ્યું હતું કે

માગ્યા વિના મા પણ પીરસે નહીં - રાણાજીને જાતે જ સૂઝ્‌યું તો પછી વિવાહથી રળિયામણું શું ?’

‘નરભેરામ, પણ મને લાગે છે કે એ છેક નહીં દેખાય.’

‘હવે ઠીક ને બીક. હું કહું તે માનો. હા ના કરતાં કુંવારા રહેશો.

વખત વીત્યો ફરી આવતો નથી - ને હું તો ભાઇસાહેબ, કાંઇ તમારા જેવો સાધું નથી - માટે કહી મૂકું છું કે ત્યાર સોરો પ્રસંગ આવ્યે મારો પણ કંઇ જોગ કરાવજો - હું અંતઃકરણથી કહું છું તેનો હવે વિશ્વાસ આવ્યો કની

?’

નવીનચંદ્ર આ શાંત લૂંટાલૂંટનો વિચાર દેખી આભો બન્યો. પણ વિચાર કર્યો કે ‘આ અભણ લોકનો શો દોષ કાઢવો ? ભણેલા અંગ્રેજી બીજું શું કરે છે ? સિવિલ સર્વિસ એનો અર્થ લૂંટાલૂંટ કે બીજું ? વિના કારણ બહાનાં કાઢી પરરાજ્ય હોઇયાં કરવું એટલે બીજું શું ? હશે, કરોડો રૂપિયાનાં પોટલે પોટલાં દર વર્ષે રંક આર્ય પ્રજાને તજી હનુમાનની પેઠે સમુદ્ર ઓળંગ્યાં કરે - અને સમુદ્રમાં ડૂબી ગયાં હોય એમ આપણે મને તો ગયાં જેવાં જ થાય - અને એવી બીજી અનેકધા હાનિ થાય તેના કરતાં આ લૂંટની વહેંચણી તો સુવર્ણપુરની પ્રજામાં જ થવાની ? - ખીચડીનું ઘી ખીચડીમાં જ

!’

સ્વદેશવત્સલ હ્ય્દયમાં લૂંટાતો આર્યદેશ સાંભરી આવ્યો અને અંધકારને સમયે અંતઃકરણ ભરાઇ આવતાં આંખમાંથી આંસુની ધારા પડવા માંડી.

‘બુદ્ધિધન, હું તારો દોષ નથી કાઢતો. હું તને શુદ્ધ જોવા ઇચ્છું છું. જગત

ચોર છે વાસ્તે તું પણ ચોર હોય એ હું ઇચ્છતો નથી - પણ આ સાક્ષરા વિપરીતા રાક્ષસા ભવન્તિ ।

તેના આગળ તું ઓછો હાનિકારક છે !’ સર્વ વિચાર શોખમાં લીન થયા

- અદૃશ્ય થયા અને તકિયો દઇ બેઠેલો પરદેશી સુવર્ણપુરના રાજ્યતંત્રીઓથી સર્વ વાતે જુદો પડ્યો. ‘રંક આર્યબન્ધુઓ ! હું તમારે વાસ્તે શું કરું ? મને કાંઇ સૂઝ્‌યું નથી.’ એ શબ્દ મુખમાંથી નીકળી ગયા; પણ ચિંતાઓના સલવાટમાં, સ્વાર્થશોધના આવેગમાં, વાર્તાની લહમાં, અને ખટપટના આવેશમાં પડેલાં ક્ષુદ્રચિત્તોમાં તે શબ્દ પ્રવેશ કરવા ન પામ્યા - ચિત્તમાં તો શું પણ કર્ણમાંયે જવા ન પામ્યા. આ પરિણાનું જોખમ ઘોડાગાડીના નિર્ઘોષને માથે ન હતું, કારણ નિર્ઘોષ છતાં બુદ્ધિધન અને નરભેરામ પરસ્પરની વાતો સાંભળી શકતા હતા.

આ અરસામાં રાજ્યતંત્રીઓએ ઘણી ઘણી વાતો કરી. કંઇ કંઇ

યોજનાઓ થઇ, કંઇ કંઇ સંકલ્પ વિકલ્પ થયા, કંઇ કંઇ તર્ક થયા, કંઇ કંઇ

ઘાટ ઘડ્યા, કંઇ કંઇ ભાગ્ય ઊઘડ્યાં, કંઇ કંઇ ચિંતાઓ થઇ અને કંઇ કંઇ

ઉપભોગ થયા. સ્મરણશક્તિને થકવે, કલ્પનાને હંફાવે, અને સાધારણ બુદ્ધિને તો મૂર્ચ્છા પમાડે એવી યોજનાઓ કરવી હજી બાકી જણાઇ. આશા અને અનાશા, ભય અને અભય, ઉત્સાહ અને અવસાદ : એવાં એવાં અનેક દ્ધંદ્ધ સાત્ત્વિક શાન્તિને હજી અદૃશ્ય રાખતાં દેખાયાં અને સંકલ્પવિકલ્પ આનંદનિદ્રાના શબ ઉપર ગૃધ્રગણ પેઠે ભમતા નજરે પડ્યા. વામન તર્ક વૈરાટ સ્વરૂપ ધારી પૃથ્વીથી આકાશ સુધી બે પગલાં ભરી ઊભેલો પ્રત્યક્ષ થયો. કંઇ કંઇ મનુષ્યોનો ન્યાય તેમની પરોક્ષે થતો અને શિક્ષાનો નિર્ણય

થતો હજી અટક્યો નહીં. કંઇક મૂર્ખાઓ વહેમનાં પાત્ર ગણાયા, કંઇક

લુચ્ચાઓ ઉઘાડા પડી ગયા. કંઇક શુદ્ધજનો સંગતિને લીધે અશુદ્ધમાં ખપ્યા, જાણ્યે - અજાણ્યે પ્રસંગે - અપ્રસંગે કંઇક ઉદ્ધત શબ્દ કોઇથી બોલાયેલો -

કંઇક અવિનીતતા થઇ ગયેલી - તેના ફળમાં તેને આજ કંઇ સારી નોકરી

મળતી અટકી, અને એ જ રીતે ભિન્ન ભિન્ન નાનામોટા દોષવૃક્ષ ઉપર ધાર્યાં-અણધાર્યાં ફળફૂલ આવ્યાં. એ જ શ્રેણીએ ગુણના પરિપાક થયા. કંઇક દોષ - કંઇક ગુણ - ઢંકાયા પણ ખરા - ફળદાતા છેતરાયા પણ ખરા.

અધિકારે શુભ અશુભ કરવાની શક્તિનો માનવીઓમાં આમ આવિર્ભાવ કર્યો - અને તે અંધકારના ઉદરમાં ગર્ભરૂપે સ્ફુરવા લાગ્યો.

એટલામાં નરભેરામ પોતાના ઘર આગળ ઊતરી પડ્યો અને જયમલ

પોતાના ઘરના દ્ધારમાં વૃદ્ધ પિતાને ઊભેલા જોઇ ઊતર્યો. તેને ઊતરતો જોઇ, દયાશંકર સાથે બે બોલ બોલી, પોતાના આપતિત્‌સમયમાં ઉપયોગી થઇ પડનારના પુત્રને આજ પોતે સારું ફળ આપે છે એ વિચાર થતાં બુદ્ધિધન ઊંડો સંતોષ પામ્યો અને ગાડીવાનને ‘ચલાવ’ કહી આજ્ઞા કરી.

ઘોડાઓએ અંધકારમાં ફાળ ભરી કે બુદ્ધિધનના શબ્દે નવીનચંદ્રને વિચારનિદ્રામાંથી જગાડ્યો.

‘નવીનચંદ્ર, તમારે વાસ્તે મેં એક વ્યવસ્થા ધારી છે’ કહી તેને વાસ્તે પોતે કરેલો વિચારી કહી બતાવ્યો. નવીનચંદ્ર સર્વ વાત સાંભળી રહ્યો, વિચારમાં પડ્યો, પોતે એક અજાણ્યો પરદેશી તેના ઉપર આટલી

મમતા બતાવતા બુદ્ધિધનને જોઇ મનમાં ઉપકારવૃત્તિની સેર છૂટી, અને પોતાને નોકરી તો લેવી ન હતી એટલે આ ઉપકારનો બદલો શું બોલી વાળવો તે સૂઝ્‌યું નહીં. મોંએ ઉપકાર માની બતાવવો એ તેની પોતાની

પ્રકૃતિથી વિરુદ્ધ હતું - ન બતાવવો એ આ દેશમાં આચારવિરુદ્ધ હતું. અંતે વિચાર કરી કંઇક સ્મિત કરી, તે બોલ્યો : ‘ભાઇસાહેબ, આ આપની

મમતા કાંઇ નાનીસૂની નથી, પરંતુ હું પરદેશી પ્રવાસી છું એ આપ જાણો છો. થોડા સમયમાં મારો એક મિત્ર અત્રે આવવાનો છે તેને મળી - આપને પોશાક મળે એ આપનો સંપૂર્ણ ભાગ્યોદય જોઇ, હું આપની રજા માગી

મારા પ્રવાસનો પાછો આરંભ કરવા ઇચ્છું છું.’

પોતાનો પ્રસાદ ન સ્વીકારે એવું આજ સુધી બુદ્ધિધનને કોઇ મળ્યું ન હતું. તેને કાંઇક માઠું લાગ્યું અને પોતાનો કાંઇક તિરસ્કાર થયો ભાસ્યો.

પ્રીતિ અસ્થાને દર્શાવી હોય, કારભારીએ ન કરવા જેવી ચૂક કરી હોય -

એવી વૃત્તિ મનમાં થઇ અને કાંઇક વિષાદ પણ થયો. આખર ઠરાવ કર્યો કે ભૂલ થઇ તો થઇ પણ ફરી ન કરવી - ગમે એટલું પણ એ પરદેશી -

એના ઉપર યોગ્યતા કરતાં વધારે વિશ્વાસ થઇ ગયો - વધારે મમતા દેખાડાઇ

ગઇ, હવે એમ કરવાની જરૂર નથી, નવીનચંદ્રને નોકરી ભૂલ થતી અટકી

- ઇત્યાદિ વિચાર કારભારીએ કર્યા અને નોકરીની વાત પડતી મૂકી. શૂદ્ધ

ચળકતા લોખંડ ઉપર મોંએ ફૂંકે આમ પાણી ફેરવ્યું, અને ભૂતકાળની સર્વ સુંદરતા ધોવાઇ ગઇ હોય એમ આટલી મમતાના પાત્ર થયેલા ભણી ઉદાસીનતા થઇ. પોતાને એની સાથે કાંઇ સંબંધ નથી એ ભાન થયું. આ સર્વ દેખાઇ

આવે નહીં એમ વાત કરવા માંડી.

‘નવીનચંદ્ર, કોણ આવવાનું છે અને તમારે ક્યાં જવાનું છે ?’

આ પ્રમાણે આડીઅવળી વાર્તા થતાં ઘર આવ્યું, ગાડી અટકી અને બેસનાર ઊતર્યા. દ્ધારમાં બન્ને જણ પેઠા.

બુદ્ધિધન સાંજે દરબારમાં જવા નીકળતો હતો ત્યારે તેની મેડી આગળ અલકકિશોરી આવી, કાંઇક લાડ કરી, કહી ગઇ હતી કે : ‘પિતાજી, આજ તો મારે એક વાનું માગવાનું છે તે એ કે વનલીલાના વરનો કાંઇ

સારી જગા પર જોગ કરજો. એ બિચારી કાંઇ બોલતી નથી તેથી મારા

મનમાં આવ્યું છે. પેલી કાળકાના વરની તો તમે તે દિવસે ના કહી હતી

- પણ આજ તો નહીં ચાલે - હા ! મોઇ રાંડ કાળકા - એના પરથી મારો ભાવ ઊઠી ગયો છે.’ બુદ્ધિધને ઉત્તર આપ્યો : ‘એના પરથી ઊઠી ગયો ત્યારે આના ઉપર કેમ રહેશે ?’

‘પિતાજી, બેમાં ફેર છે. કાળકા તો રાંડ નઠારી છે. વનલીલા પર તો ભાભીનાયે ચાર હાથ છે. ના, આટલું તો મારું કર્યા વિના નહીં ચાલે

!’

‘ભાભીનું નામ દે છે ત્યારે તો જોઇશું - જા !’ કરી હસતો હસતો બુદ્ધિધન ચાલ્યો ગયો. અત્યારે દાદર પર ચડતાં આ સર્વ વાત સાંભરી અને નવીનચંદ્રે ના કહેલી જગા કોને આપવી એ સૂઝ્‌તું ન હતું તે સૂઝી આવ્યું.

દાદર પર ચડતાં ચડતાં સૌભાગ્યદેવી મનમાં આવતાં મન પાછું શુદ્ધ બનતું હોય તેમ બુદ્ધિધન બોલ્યો :

‘નવીનચંદ્ર, તમે જવાનો વિચાર રાખ્યો તે ઘરમાં તો કોઇને નહીં

ગમે પહેલી તો અલક જ મારી જોડે વઢશે કે કેમ જવા દો છો ?’

‘હા જી. હું પણ કોઇની પ્રીતિ વીસરનાર નથી. હું મારા ઘરમાં રહ્યો હોઉ તેમ સર્વેએ મારી આગતાસ્વાગતા કરી છે. પણ સું કરીએ ?

આવ્યું તે જવાને.’

દાદર આગળ સમરસેન બેઠો હતો તેને છેક ઉપર ચડ્યા પછી બોલાવી બુદ્ધિધને આજ્ઞા કરી :

‘સમરસેન, આજ વિદ્યાચતુરનો પત્ર આવ્યો છે. લખે છે કે મુંબઇથી એક ચંદ્રકાન્ત નામના ગૃહસ્થ અત્રે આવનાર છે. ઘણું કરી કાલે સવારે આવી પહોંચશે. હું દરબારમાં હોઇશ માટે ઘેર આવે તો સંભાળ રાખજો બરાબર.’

નવીનચંદ્ર સાંભળી રહ્યો, વિચારમાં પડ્યો અને બોલ્યો : ‘ભાઇસાહેબ

! હું એમને કાંઇક ઓળખું છું. રત્નનગરીથી આવતો માર્ગ તો રાજેશ્વર ભણીથી જ છે ને ?’

‘હા, પણ કાંઇ ક્યે વખતે આવશે તે નક્કી નથી - નીકર તો કોઇને રાખત ત્યાં.’

‘હું જ જઇશ. જમવા વખતે ઘેર આવી જઇશ.’

‘કાંઇ જરૂર નથી - ક્યાં સુધી ત્યાં બેસી રહેશો ?’

એમ કરતાં કરતાં બે જણ જુદા પડ્યા. નવીન વિચારમાં પડી નવીનચંદ્ર પોતાના ખંડમાં ધીમે ધીમે ગયો, દ્ધાર વાસ્યાં અને મધ્યરાત્રિના બાર વાગવા આવ્યા હતા તે છતાં નિદ્રા ન આવવાથી, એક બારી ઉઘાડી, પવન ખાતો, એકાંત આકાશ અને અંધકાર જોતો જોતો, પાઘડીલૂગડાં કાઢી, એક ખુરશી પર બેઠો.

બારશે રાત્રિનો પ્રવાહ નિરંકુશ રેલાઇ ગયો હતો. તેને તળિયે ડૂબી જઇ ડૂબેલા માણસના જેવા વિકાર પોતે અનુભવતો હોય એમ નવીનચંદ્ર

કલ્પવા લાગ્યો.