Sannatanu Rahashy - Part 11 in Gujarati Horror Stories by Bhavisha R. Gokani books and stories PDF | સન્નાટાનુ રહસ્ય - પાર્ટ-૧૧

Featured Books
  • అరె ఏమైందీ? - 24

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 10

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

Categories
Share

સન્નાટાનુ રહસ્ય - પાર્ટ-૧૧

નામ – ગોકાણી ભાવિષાબેન રૂપેશકુમાર

email –

સન્નાટાનુ રહસ્ય- એક ભયાનક વાર્તા

વિષય : સસ્પેન્સ – થ્રીલર

પ્રકરણ : 11

થાકમાં ને થાકમાં રાત્રે તો આદિત્ય સુઇ ગયો હતો. પરંતુ, સવારે ઉઠતા જ તે પહેલા દોડીને બગીચાની તપાસ કરવા ગયો ત્યાં જઇને જોયુ તો કાંઇ જ નહોતુ બધુ જ નોર્મલ હતુ. માળી એ હમણા જ કયારામાં પાણી પીવડાવ્યુ હશે તેથી માટીની ભીની ભીની સુંગધ આવી રહી હતી. સવારના નવ વાગી ચુક્યા હતા. તડકો અને ગરમી ખુબ જ આકરા બની ગયા હતા. વૈશાખ મહિનાની જોરદાર ગરમી હતી. તેને યાદ આવ્યુ કે આવી ગરમી વચ્ચે એ.સી. બંધ હોવા છતાંય તેને રાત્રે કેવી ઠંડી પડતી હતી!!! તે દુર ખોસેલા પેલા પથ્થર પાસે ગયો જયાં રાત્રે તેણે કોઇ સફેદ રંગની વસ્તુ ગાયબ થતા જોઇ હતી. પથ્થર પાસે જતા જ વિચિત્ર આભાસ થવા લાગ્યો અને તેનુ મન વારંવાર તેનાથી દુર જવા કહેવા લાગ્યુ. આદિત્ય ઇશ્વરની દૈવી શક્તિ સિવાય બીજી કોઇ શક્તિ પર આ દુનિયામાં વિશ્વાસ કરતો ન હતો. છતાંય પથ્થર પાસે જતા અજીબોગરીબ મનમાં વિચારો આવવા લાગ્યા પરંતુ તેને તપાસ કરવી જ હતી કે આખરે ત્યાં એવુ તે શુ હતુ કે જેને પોતે રાત્રે ગાયબ થતા જોયુ હતુ. પથ્થરને તે ધારી ધારીને જોવા લાગ્યો પણ તેને કંઇ દેખાયુ નહી પછી પથ્થરની બીજી બાજુ જોતા જ તે મનમાં ને મનમાં હસવા લાગ્યો. એક સફેદ રંગની પ્લાસ્ટિકની કોથળી ત્યાં પડેલી હતી જે રાત્રિના અંધકારમાં ઉંચે ઉંડીને પથ્થર પાછળ પડી ગઇ હશે અને આદિત્યને થયુ કે પોતે શુ અને શુ વિચારી લીધુ??? તે હસતા હસતા ઘરમાં જવા લાગ્યો ત્યાં ફરી તેને યાદ આવ્યુ કે પહેલા તેને સંભળાયો હતો તે અવાજનુ શુ???????????? શું એ તેનો ભ્રમ હતો કે ખરેખર કોઇ મુસીબતનુ માર્યુ તેને પોકારતુ હતુ??????

આદિત્યએ અત્યારે કોઇને કાંઇ પણ ન જણાવવાનુ વિચાર્યુ પછી પુરતી તપાસ કરીને જ બધાને કાંઇ કહેશે. વિચારમાં ને વિચારમાં કાજલને મળવા જવાનુ હતુ તે પણ ભુલાઇ ગયુ. દસ વાગે કાજલનો ફોન આવ્યો કે તે આઇસક્રીમ પાર્લરમાં તેની વેઇટ કરે છે એટલે ફટાફટ તૈયાર થઇ તે નીકળી ગયો.

“હાય કાત્જુ, હાઉ આર યુ? સોરી ફોર લેટ.” આદિત્ય દોડતો દોડતો આવ્યો અને તેની પાસે બેસતા બોલ્યો. “ઇટ્સ ઓ.કે. એ.ડી. આજે આપણે છેલ્લી વખત મળીએ છીએ પછી તો છેક વેકેશન બાદ જ મળીશું. મને તારાથી દૂર જવુ નથી ગમતુ પણ શું કરું જવુ પડે તેમ જ છે. મામાને ઘરે લગ્નપ્રસંગમાં જવું છે અને ત્યાર બાદ પપ્પાએ હરીદ્વાર જવાનો પ્રોગ્રામ બનાવ્યો છે.” કાજલે કહ્યુ.

“અરે યાર એમા શું દુઃખી થાય છે? તું ક્યા હંમેશને માટે દૂર જાય છે મારાથી અને આ ફાસ્ટ ટેક્નોલોજીના જમાનામાં આપણે દૂર હોવા છતા પણ નજીક જ રહેવાના ને? ડોન્ટ બી સેડ બેબી.” આદિત્યએ તેના હાથને સહેલાવતા કહ્યુ. “યા પણ મિલનમાં જે આનંદ છે તે આ વૉટ્સ એપ અને એફ.બી. મા ક્યાં છે વળી?”

“અરે સમય જતા ક્યાં વાર લાગે છે? હમણાં વેકેશન ખુલી જશે અને આપણે ફરી રેગ્યુલર મળતા જ રહેશું.”

“રાઇટ. ડિયર બટ આઇ વીલ મિસ્ડ યુ સો મચ”

“આઇ ઓલ્સો પણ તારે જવાનુ છે તેમા હવે શુ કરી શકાય. બાય ધ વે આજે કેમ અત્યારે મળવાનો પ્લાન બની ગયો તારો? શું કહીને નીકળી છે તું ઘરેથી?”

“ફ્રેન્ડને મળવા જવાનુ બહાનુ કરીને આવી છું. આજે સાંજ સુધી તારી સાથે જ રહેવું છે. મે ઘરે પણ કહી દીધુ છે કે ફ્રેન્ડના ઘરેથી સાંજે જ આવીશ.” “વાહ, ગુડ.તો આ બધી ચિંતા છોડીને આજની મુલાકાત માણીએ. ચાલ એક મુવી જોઇ આવીએ પછી મોલમાં ફરીશુ.”

“ઓ.કે. ચાલ”

બન્નેએ આજે આખો દિવસ સાથે વિતાવ્યો. મુવી જોઇ, હોટેલમાં લન્ચ કર્યુ અને પછી મોલમાં સાથે હાથમાં હાથ પોરવીને ફર્યા અને સાંજે પાંચ વાગ્યા સુધી બન્નેએ ક્વોલીટી ટાઇમ સ્પેન્ડ કર્યો. સાંજે પાંચ વાગ્યે કાજલ તેના ઘરે જવા નીકળી ગઇ.

કાજલના જતા રહેવાથી આદિત્ય પણ ઉદાસ થઇ ગયો હતો. છેલ્લા એક વર્ષથી કાજલની તેને આદત પડી ગઇ હતી. વેકેશનમાં પણ લગભગ તેઓ રોજ મળતા હતા. હવે તેના વિના એક મહિના સુધી દુર રહેવાનુ હતુ. વળી ગઇ રાત્રિના અનુભવે તેના મનને વિહવળ બનાવી દીધુ હતુ તેને રાત્રિના ઉંઘ જ ન આવી. સવારના ચાર વાગ્યા સુધી તે જાગતો રહ્યો અને રવેશમાં વારંવાર ચેક કરવા જતો હતો. પરંતુ આજે કાંઇ પણ જાતનુ નવીન ન હતુ. બધુ નોર્મલ જ હતુ.

****************************************

મેહુલે બીજે દિવસે ટી.વી ચાલુ કર્યુ તો સિરિયલ કિલિંગના સમાચાર અને પોતાનુ ઇન્ટર્વ્યુ આવતુ હતુ. બધા છાપાઓમાં અને લોકલ ટી.વી.ના સમાચારમાં બધે એ જ ચર્ચા હતી કે ચાર મહિના વિતી ગયા હોવા છતાંય પોલીસ અને ડિટેકટીવ મેહુલની ટીમને કાંઇ સફળતા મળી ન હતી. જનતાએ કયાં સુધી ડરતા રહેવાનુ? અને હજી કેટલા લોકો ટારગેટમાં હશે અને ખુની પકડાશે કે નહિ? કાંઇક મસાલા ભભરાવીને સમાચારમાં સંવાદદાતાઓ મસાલો પીરસી રહ્યા હતા. મેહુલનુ ટેન્શન વધી ગયુ. તેને પણ થયુ કે ઘણો સમય વિતી ગયો છે અને હજુ કોઇ પુખ્તા પૃફ તેને હાથ લાગ્યા નથી કે જેના વડે તે ખુની સુધી પહોંચી શકે. તેને પોતાની કામ કરવાની સ્પીડમાં બ્રેક લાગી ગઇ હોય તેમ એહસાસ થવા લાગ્યો. તેણે વિચાર્યુ કે કરણ જાનીના પરિવારને મળી કાંઇક માહિતી મેળવવી જોઇશે. કરણ જાની વિશે તો હજુ તેને કોઇ ખાસ માહિતી એકઠી કરી જ ન હતી. તે સીધો કરણ જાનીના ઘરે ગયો. કરણ જાનીના પત્ની સ્નેહા જાની ફેશન ડિઝાઇનર હતા અને તેમને એક દીકરો હતો. મેહુલ તેમના ઘરે ગયો ત્યારે કરણ જાનીના પત્ની સ્નેહાબહેન અને તેમનો દીકરો સુધાંશુ ત્યાં હાજર જ હતા. આજે જ તેઓએ મેહુલનો ફોટો છાપામાં અને ટી.વી.માં તેમનુ ઇન્ટરવ્યુ જોયુ હતુ એટલે તેઓ તેમને તરત જ ઓળખી ગયા. મેહુલને આવકાર આપ્યો અને સોફા પર બેસવા કહ્યુ. હજુ કરણ જાનીના મૃત્યુને દસ દિવસ પણ થયા ન હતા એટલે તેના કુટુંબ પરિવારના બધા લોકો ત્યાં હાજર જ હતા અને ટેબલ પર સુખડ ના હાર ચડાવેલો કરણ જાનીનો ફોટો હતો જે મેહુલે પહેલી વાર જોયો હતો. પોલીસ અને ડિટેકટીવનો વ્યવસાય એવો છે જેમાં લોકોને જોયા જાણ્યા વિના જ મદદ કરવાની હોય છે મેહુલ છેલ્લા થોડા દિવસથી જે કરણ જાનીના ખુન વિષે તપાસ કરતો હતો તેને કયારેય જોયા પણ ન હતા અને તેના વિષે કોઇ માહિતી પણ ન હતી. મેહુલે એકાંતમાં સ્નેહા અને સુધાંશુ ને મળવાનુ કહ્યુ એટલે તેઓએ ઉપરના રૂમમાં વ્યવસ્થા કરી અને ત્યાં મેહુલને બોલાવ્યો. તે એક ગેસ્ટ રૂમ હતો પરંતુ ખુબ જ વિશાળ અને ફર્નિચર સહિતનો સુંદર રૂમ હતો તેને જોઇ મેહુલને એક ચમકારો તો થયો કે રવિ સિવાય બધા મરનાર વ્યક્તિઓ ખુબ જ ધનવાન હતા અને સુરતમાં જ રહેતા હતા. સ્નેહાએ ખુરશી પર બેસતા કહ્યુ, “હા પુછો તમારે શુ જાણવુ છે?” “પહેલા તો કહું કે મને બહુ દુઃખ છે એ બાબતે કે તમારા હસબન્ડનું ખુન થયુ. હવે હું ડાઇરેક્ટ મુદ્દાની વાતપર આવુ તો મારે એ જાણવું છે કે મિસ્ટરકરણ જાનીના કોઇ દુશ્મન હતા કે જે તેમનુ આવી રીતે ખુન કરી શકે? તમને કોઇ પર શંકા છે?” “મેહુલભાઇ એવુ તો કોઇ તેમનુ દુશ્મન ન હતુ કરણ સ્વભાવે રમુજી અને સરળ હતો તેમના મિત્રોના ઢગલા છે દુશ્મનો નામ પુરતા પણ નથી. ન જાણે કોણ છે જેણે અમારા ઘરને વિરાન બનાવી દીધુ” આટલુ બોલતા બોલતા સ્નેહાબહેનના આઁખમાં પાણી આવી ગયા. સુધાંશુએ તેમને પાણીનો ગ્લાસ આપ્યો અને શાંત થવા દિલાસો આપ્યો. “ઓહ એટલે ખુની કોઇક અલગ જ વ્યક્તિ છે જે ઘાતકી રીતે ખુન કરી રહ્યો છે.” “સર, મે આજે છાપામાં સિરિયલ કિલિંગ વિષે વાચ્યું પપ્પાની જેમ જ બીજા બે ખુન કરવામાં આવ્યા છે. તો ખુની કોઇક ખુબ જ કૃર માનસિકતા ધરાવતો વ્યક્તિ હશે.”

“હા સાચી વાત છે એ. જે રીતે તારા પપ્પાનું ખુન થયુ છે એ જ પેટર્નથી બીજા બે ખુન પણ થયા છે. એક અશ્વિન પુરોહિત અને બીજુ ખુન રવિ યાદવનુ વાપીમાં થયુ. શુ તમે જાણો છો આ લોકોને? આઇ મીન કરણ જાની તેમને ઓળખતા હતા?” “વેલ આ રવિ યાદવનો તો બહુ ખ્યાલ નથી પણ અશ્વિન પુરોહિતનુ નામ મે સાંભળેલુ છે હોટેલ સરાયના ના માલિક છે તે જ ને?” “હા હા તે જ હોટેલ સરાયનાના માલિક અશ્વિન પુરોહિતની હું વાત કરુ છું. તારા પપ્પા અને તેમની વચ્ચે શું કનેક્શન હતુ? મતલબ તેઓ બન્ને એકબીજાને કઇ રીતે ઓળખે છે એ બાબતે જરા પ્રકાશ પાડશો? “મને બહુ વધુ તો ખબર નથી હુ તો ઘણા વર્ષો સુધી અબ્રોડ હતો બટ એક વાર હોટેલ સરાયનાની ફાઇલ મારા હાથમાં પપ્પાની ઓફિસેથી આવી હતી. આઇ થીંક તે હોટેલના બાંધકામનો કોંટ્રાકટ પપ્પાના હાથમાં હતો. એ રીતે પપ્પા અને મિસ્ટર પુરોહિત કનેક્ટેડ હતા બાકી સાયદ કોઇ ખાસ ફેમિલી રીલેશન ન હતા, કેમ મમ્મી?” “અરે વાહ થેન્ક્યુ સુધાંશુ આ મુદ્દાની વાત તે મને જણાવી.” સુધાંશુની વાત સાંભળી મેહુલ ખુબ જ ખુશ થઇ ગયો.

“અરે, વેલકમ સર તમારે જે ઇન્ફોર્મેશન જોઇતી હોય તે કહેજો પપ્પાના ખુનીને આપણે ગમે તે રીતે શોધવાનો જ છે અને તે પણ જલ્દીથી. નહી તો બીજા ઘણાના જીવ જશે” “હા સુધાંશુ તુ મને તે તપાસ કરી આપ કે તારા પપ્પા અને અશ્વિન પુરોહીત મિત્રો હતા કે માત્ર બિઝનેશ રિલેટેડ જ ઓળખાણ હતી અને તે ફાઇલ પણ મને આપજે.” “ઓ.કે શ્યોર સર. હું ખાત્રી કરી લઉ પછી તમને જણાવુ કે બન્ને વચ્ચે બીઝનેશ રીલેશન જ હતા કે પછી પપ્પા અને મિસ્ટર પુરોહિત બન્ને વચ્ચે ફ્રેન્ડશીપ પણ હતી. પછી તમને બધી ડિટેઇલ્સ આપુ.” મેહુલ કરણ જાનીના ઘરેથી સીધો પોતાની હોટેલ પર જતો રહ્યો.

મેહુલ દિવસ રાત આ ત્રણ મરનાર વ્યક્તિઓ વિશે ઉંડી તપાસમાં લાગી ગયો હતો. ત્યાં રાત્રે પક્કાનો ફોન આવ્યો “હેલ્લો મેહુલ તુ જલ્દીથી વાપી આવી જા.” “કેમ શું થયુ તે આ રીતે અર્જન્ટ મને વાપી આવવા કહે છે?”

“અરે યાર કોઇ પણ વાત હોય તારી દલીલ તો આગળ ઉભી જ હોય છે. તું આવને વાપી એટલે બધુ કહુ તને હું.” “ઓ.કે. આઇ એમ કમીંગ.” મેહુલે ફોન કટ કર્યો અને તરત જ કાર લઇને વાપી જવા નીકળી ગયો. રાતના આઠ વાગ્યા હતા અને હજુ અંધારુ ઢળતુ હતુ.

વાપી આવતા જ તેણે પક્કાને ફોન કર્યો એટલે પક્કાએ તેને પોલીસ સ્ટેશન આવવા કહ્યુ એટલે સીધો તે પોલીસ ચોકીએ ગયો. પોલીસ ચોકીએ રાધે વર્મા પણ હાજર જ હતા.

મેહુલને જોઇને પક્કાએ સીધી વાત શરૂ કરી દીધી, “રવિના કેસમાં નવી માહિતી મળી છે. મુબંઇમાં ફૈઝલ નબીર નામના લોક્લ ગુડાં સાથે રવિની મોટી અનબન હતી. ફૈસલ રવિને મારી નાખવા માટે કેટલા સમયથી પ્રયાસ કરી રહ્યો હતો.આપણે ફૈસલ નબીરને પકડી પાડયે તો કોઇક સુરાગ મળી શકે.”

*********************************

વેકેશન પુરૂ થઇ ગયુ હતુ. શાળાઓ અને કોલેજો રિઓપન થઇ ચુકી હતી. હવે અદિતી પણ આદિત્ય સાથે કોલેજ જવા લાગી. હાયર સેકન્ડરી અને કોલેજની લાઇફ બહુ અલગ હતી અદિતી માટે. તે કોલેજમાં આવીને ખુબ ખુશ હતી. તેની સાથે સ્ટડી કરતી ગર્લ્સનુ ગૃપ તો ઑલરેડ્ડી બની જ ગયુ હતુ ઉપરાંત તે કાજલની પણ મિત્ર બની ગઇ હતી. કોલેજમાં આદિત્ય, અદિતી અને કાજલ હવે સાથે રહેવા લાગ્યા. અદિતીને કાજલનો નિખાલસ અને સાલસ સ્વભાવ ખુબ જ ગમી ગયો. તે ખુબ જ સરળ અને ખુલ્લા હ્રદયની છોકરી હતી. આદિત્ય પણ તેને ખુબ જ પ્રેમ કરતો હતો. અદિતીને તેના ભાઇની પસંદગી પર ખુબ જ ગર્વ થતો હતો. તે કોલેજમાં કયારેક તે બંન્નેને સ્પેશ આપતી અને પોતે પોતાના મિત્ર વર્તુળ સાથે રહેતી. કાજલ તેના પિતા સાથે રહેતી હતી તેની માતાનુ દસ વર્ષ પહેલા જ અવસાન થઇ ગયુ હતુ. ત્યારબાદ કાજલ ખાતર તેના પિતાજીએ બીજા લગ્ન કર્યા ન હતા. કાજલના પિતાજી એક શેર દલાલ હતા અને શેરબજારમાં તેઓ ખુબ જ સારુ કમાયા હતા. એક મોટો બંગલો નોકર ચાકર બધુ જ હતુ. કાજલ તેમની એકની એક દીકરી હતી. સુરજ સિંઘને તેમની દીકરી કાજલ ખુબ જ વહાલી હતી. કાજલે આદિત્યને પોતાના ખાસ મિત્ર તરીકે તેના પિતા સમક્ષ વર્ણવ્યો હતો. તેના ફાધરને પણ આદિત્ય એક મિત્રના રૂપમાં કાજલ માટે યોગ્ય જણાયો હતો. ઘણી વખત બન્ને કાજલના ઘરે જ સ્ટડી માટે એકઠા થતા તે બાબતે કાજલના પિતાજીને કોઇ એતરાઝ ન હતો. એક દિવસ આદિત્ય કાજલ સાથે કોલેજ પુરી કરીને અસાઇમેન્ટ પુરા કરવા તેમના ઘરે ગયો હતો. અદિતીની તબિયત થોડી ખરાબ હતી આથી તે કોલેજ આવી ન હતી. કાજલ અને આદિત્ય ઘરે આવ્યા ત્યારે ઘરમાં નીરવ શાંતિ હતી. “કાકા ડેડી ક્યાં છે? જમ્યા કે નહી તેઓ?” કાજલે તેના ઘરના સર્વન્ટ હરૂકાકાને પુછ્યુ. “બેટા સાહેબને આજે થોડુ કામ છે એટલે ડિસ્ટર્બ કરવાની ના પાડી છે. હમણાં થોડીવાર પછી તેને જમવાનુ પુછુ છુ. ચલો તમે બન્ને જમી લો.” હરૂકાકાએ કહ્યુ. “કાકા, મારે થોડુ કોલેજનું વર્ક કમ્પ્લીટ કરવાનું છે અને આદિત્યને પાંચ વાગ્યે જોબ પર પણ પહોંચવાનું છે તો અમે બન્ને વર્ક પુરૂ કર્યા પછી જ લન્ચ કરશું. તમે પણ હવે થોડો આરામ કરી લો.” “જેવી તારી ઇચ્છા બેટા. હું થોડુ બજારનું કામ કરતો આવું. થોડી વારમાં આવું છું.” “ઓ.કે. કાકા.” કાજલે કહ્યુ અને બાદમાં બન્ને કાજલના રૂમમાં અસાઇન્મેન્ટ માટે જતા રહ્યા. કાજલનો રૂમ ઉપરના માળે હતો અને તેના પિતાજી સુરજ સિંઘનો રૂમ નીચે હતો. એસાઇમેન્ટ આવતીકાલે જ સબમીટ કરવાના હતા તેથી કાજલ અને આદિત્ય બંન્ને પોતાના કામમાં વળગી ગયા.

હરૂકાકા ચારેક વાગ્યે બજારમાંથી સામાન લઇ આવ્યા. બજારમાંથી આવતા આવતા તેમને થોડુ મોડુ થઇ ગયુ હતુ આથી તેણે ફટાફટ સાહેબ માટે કોફી બનાવી તેમના રૂમમા કોફી આપવા ગયા.

કાંઇક પડવાનો અવાજ છેક ઉપર કાજલ અને આદિત્યને સંભળાતા બન્ને દોડતા નીચે આવ્યા.

વધુ આવતા અંકે............

જરા ધ્યાન આપો પ્લીઝ....... કાજલના ઘરે શું થયુ??? ઓચિંતુ શેનો અવાજ આવ્યો? શું મેહુલ શકમંદ ફૈઝલ નબીરની શોધમાં મુંબઇ જશે કે પછી સીરીયલ કિલરને શોધશે? ક્યારે અંત આવશે આ સીરીયલ કીલીંગનો કે હજુ બીજા વ્યકિતઓ પણ ખુનીના ટારગેટમાં છે? જાણવા માટે વાંચતા રહો સન્ન્નાટાનુ રહ્સ્ય નોવેલના તમામ પાર્ટૅસ......