Sannatanu Rahashy - Part 8 in Gujarati Horror Stories by Bhavisha R. Gokani books and stories PDF | સન્નાટાનું રહ્સ્ય , ભાગ-૮

Featured Books
  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

  • ભાગવત રહસ્ય - 118

    ભાગવત રહસ્ય-૧૧૮   શિવજી સમાધિમાંથી જાગ્યા-પૂછે છે-દેવી,આજે બ...

Categories
Share

સન્નાટાનું રહ્સ્ય , ભાગ-૮

નામ – ગોકાણી ભાવિષાબેન રૂપેશકુમાર

email –

સન્નાટાનુ રહસ્ય- એક ભયાનક વાર્તા

વિષય : સસ્પેન્સ – થ્રીલર

પ્રકરણ : 8

વેકેશન પછી અદિતિ પણ હવે આદિત્ય સાથે કોલેજમાં આવવાની હતી. આથી આદિત્યએ વિચાર્યુ કે તે પોતાના બધા સિક્રેટ બહેનો સાથે શેર કરી દે. એક દિવસ અજય અને અંજલિ ઓફિસે ગયા હતા ત્યારે આદિત્યએ તેની બધી બહેનોને હોલમાં બેસાડીને કહ્યુ, “મારે તમારી સાથે એક વાત શેર કરવી છે. તેની પહેલા તમે ત્રણેય મને એક વચન આપો કે મમ્મી કે પપ્પાને આ બાબત વિષે કાંઇ પણ નહી કહો.”

“ઇટ્સ નોટ ફેર ભાઇ. વાત કરતા પહેલા જ વચન લઇ લો છો તમે તો. તમારુ કાંઇક ખોટુ હોય તો અમારે મમ્મી પપ્પાને કહેવુ તો પડે ને. પહેલા અમે વિચારીશું પછી વચન આપવા જેવુ હશે તો આપીશું, કેમ અપુર્વા રાઇટ?” અદિતીએ કહ્યુ.

“યા દીદી, એબ્સલુટ્લી રાઇટ.” અપુર્વાએ પણ મસ્તી કરતા કહ્યુ. “અદિતી એવુ કાંઇ નથી મારા પર વિશ્વાસ રાખો અને એકવાર વચન આપો એટલે મારા મનની વાત હું તમારી સાથે શેર કરી શકું.” “ઓ.કે. ડન આપ્યુ વચન અમે કોઇ પણ મમ્મી કે પપ્પાને કાંઇ પણ નહિ કહીએ.” આર્યાએ કહ્યુ. “એ વાત સાચી કરી આર્યા. હવે બધા ધ્યાનથી મારી વાત સાંભળો. આઇ. એમ. ઇન લવ.......... વચ્ચેથી જ અટકાવીને અપુર્વાએ કહ્યુ,

“શુ ભાઇ આર યુ ઇન લવ??? તમે અને પ્રેમ? કોણ છે એ મુર્ખ જે તમારી સાથે પ્રેમમાં પડી ગઇ?” અપુર્વાએ ટીખળ કરતા કહ્યુ. “બંધ થા તુ. પહેલા મારી વાત સાંભળોને ચકલીઓ. વચ્ચમાં જ ચી ચી કરવા લાગી જાવ છો” “હા બોલો ભાઇ બોલો થોડો ટાઇમ બોલી લો પછી મોટી ચકલી આવશે પછી હમેંશ માટે બોલતી બંધ.” અદિતીએ મજાક કરતા કહ્યુ.

“આઇ એમ ઇન લવ વીથ કાજલ, ઇટ્સ કાજલ પટેલ. તે મારી સાથે જ કોલેજમાં સ્ટડી કરે છે.” “એક જ વર્ષમાં પ્રેમ!!! ભાઇ તમે તો બહુ ફાસ્ટ નીકળ્યા.” અપુર્વાએ કહ્યુ. “અરે અપુર્વા શું કહું તને? એક વર્ષ નહી માત્ર એક દિવસમાં જ. કોલેજ ગયો તેના બીજા જ દિવસે મે કાજલને જોઇ. તેની સ્ટાઇલ અને તેના એટિટ્યુડ પર તો હું આફરીન થઇ ગયો. મારા દિલમાં તેના નામની ઘંટડીઓ બજવા લાગી. લેક્ચરમાં ગયો ત્યાં તે પણ આવી અને ખબર પડી કે આ તો મારી ફેક્લ્ટીમા જ છે. લેક્ચરમાં પણ મારુ મન તેની તરફ આકર્ષિત થવા લાગ્યુ.

કાજલ ખુબ શ્રીમંત ઘરથી બીલોન્ગડ છે. તેના પપ્પા શેર બ્રોકર છે અને તેની પાસે અઢળક સંપતિ છે પણ આટલી પૈસાદાર હોવા છતા તે ઘમંડી નથી, હા તેનામાં તેની શ્રીમંતાઇ ભારોભાર છલકાઇ આવે છે, તેનો પહેરવેશ, તેની સ્ટાઇલ બીજી બધી ગર્લ્સ કરતા કાંઇક અલગ જ છે. સ્ટડીમા પણ તે ખુબ જ હોંશિયાર છે. લેક્ચર અટેન્ડ કરતી વખતે તેનું કોન્શંટ્રેશન સ્ટડીમા જ હોય છે. તેની ખુબસુરતીની તો શું વાત કરુ સિસ્ટર? શી ઇઝ એન્જલ. નાજુક નમણી પરી જેવી છે તે. નામ મુજબ જ તેનું શરિર થોડુ શ્યામ છે પણ ખુબ જ નમણી છે. નાજુક નમણી આઁખો, કાળા ભમ્મર વાળ, લંબગોળ સુંદર ચહેરો, સપ્રમાણ ફિંગરમાં જયારે તે રોજ નિત નવીન પંજાબી પહેરીને પોતાની સ્વીફટ કારમાંથી ઉતરે ત્યારે શું કહું? તેને હગ કરી લેવાની ઇચ્છા જાગૃત થઇ ઉઠે છે. આટલી સુંદર, શ્રીમંત, હોશિયાર અને ચાલાક હોવા છતાંય તે ખુબ જ સીધી સાદી અને નમ્ર છે. તેને પહેલી વાર જોઇ ત્યારથી જ તેણે મારી રાતની ઉંઘ છીનવી લીધી છે. દિવસ રાત મને તેના જ વિચારો આવે છે. કોલેજમા તો તે રોજ આવતી અને હું બસ તેને જોઇ રહેતો. ઘણી વખત તેની સાથે વાત કરવાની અને ઇમ્પ્રેશન જમાવવાની ટ્રાય કરતો પણ સાલુ તે ભાવ જ ન આપતી મને. અરે મને તો શું અમારા જ ક્લાસના સૌથી હેન્ડસમ અને ચાર્મીંગ બોય સાર્થકને પણ તે ભાવ ન આપતી. હું અને સાર્થક બન્ને ઘણી કોશિષ કરતા પણ પરિણામ અમને બન્નેને શુન્ય જ મળતુ. એન્ડ યુ નો?

આફ્ટર એવરી એફર્ટ્સ મારો ચાન્સ લાગી ગયો. એક દિવસ તેણે મને સામેથી બોલાવ્યો. બન્યુ એવુ કે અમારી કોલેજમાં યુથ ફેસ્ટીવલનું આયોજન થયુ હતુ અને મને ડાન્સ કોમ્પિટીશનની તમામ જવાબદારી સોંપવામાં આવી હતી. મને તો તે દિવસે ખબર પડી કે તે ડાન્સમાં પણ માહેર છે. તમામ કોમ્પિટીશન માટે એન્ટ્રીઓ આવી ચુકી હતી અને લાસ્ટ ડેઇટ પણ જતી રહી હતી. એ અરસામાં કાજલ એબસન્ટ હતી તો તેણે એન્ટ્રી નોંધાવી શકી નહી માટે મારી હેલ્પ તેણે માંગી અને મારા માટે આ સુનેહરો ચાન્સ હતો તેના પર ઇમ્પ્રેશન જમાવવાનો અને તે મે કરી પણ દેખાડ્યુ. સરને રીક્વેસ્ટ કરીને મે તેનું નામ ડાન્સ કોમ્પિટીશનમાં એડ કરાવી દીધુ. યુથ ફેસ્ટીવલમાં ડાન્સ કોમ્પિટીશનમાં તે અવ્વલ આવી. તેના ડાન્સની કળા પર તો હું વારી ગયો. શું તેની અદા હતી ડાન્સમાં. તેના અંગની લચક અને તેના શરિરના એક્ષ્પ્રેશનની તો કાંઇક વાત જ અલગ હતી. યુથ ફેસ્ટીવલ બાદ બીજા દિવસે તે મને થેન્ક્સ કહેવા માટે આવી ત્યારે હું કેમેસ્ટ્રી લેબમાં વર્ક કરી રહ્યો હતો. તેણે મને બાદમાં કેન્ટિનમાં મળવા આવવા પ્રપોઝલ મુક્યુ. મારા તો મનની મુરાદ પુરી થઇ ગઇ જાણે. ફટાફ્ટ પ્રેક્ટિકલ પુરૂ કરી હું કેન્ટિન તરફ નીકળી ગયો પણ આપણે પણ કાંઇ ઓછા ઉતરી જાણીએ તેમ ન હતા. જાણીજોઇને ભાવ ખાતર હું થોડી વાર સુધી કેન્ટિન તરફ ન ગયો અને મારા ફ્રેન્ડસ સાથે ગપ્પા લડાવવા ઉભો રહી ગયો. તેનુ ધ્યાન હતુ જ કે હું મારા ફ્રેન્ડસ સાથે બીઝી છું. થોડી વાર બાદ હું અને અમારુ આખુ ગૃપ કેન્ટિન તરફ આવ્યા. “ઓહ્હ્હ્હ હાઇ કાજલ. સોરી ફોર બીઇંગ લેટ. આઇ એમ કમ્પ્લીટલી ફરગેટ ધેટ યુ વૉન્ના મીટ મી.” મે જરા એટિટ્યુડ બતાવતા કહ્યુ. “નો પ્રોબ્લેમ એ.ડી. ઇટ્સ ઓ.કે.” “લેટ યુ જોઇન અસ ઇન માય ગૃપ ફોર બ્રેકફાસ્ટ ઇફ યુ હેવ નો પ્રોબ્લેમ.”

“નો ..... નો ...... યુ કેરી ઓન. આઇ વીલ વેઇટ ફોર યુ એન્ડ ઇફ યુ વીશ વી કેન મીટ ટુમોરો.”

“હમ્મ્મ્મ્મ ઓ.કે. ડન. વી વીલ મીટ ટુમોરો ધીસ સેમ પ્લેસ. ઓ.કે. ?”

“ઓ.કે. બાય.” તે થોડી ઉદાસ તો થઇ ગઇ પણ મારે એક અલગ જ પ્રભાવ તેના પર પાડવો હતો અને મને લાગ્યુ કે આપણું કામ બની ગયુ. “ભાઇ પછી? પછી શું થયુ? બીજા દિવસે તમે મળ્યા કાજલને કે નહી?” “હાસ્તો વળી. મળવાનું તો હતુ જ ને? તેના કરતા તો વધુ ઉતાવળ મને હતી મળવાની અને તેની સાથે વાત કરવાની તો મળવાનું તો ફિક્સ જ હતુ.”

“થેન્ક્સ અ લોટ ફોર માય હેલ્પ. મારી જીતનો શ્રેય માત્ર તારા ફાળે જ છે.”

“ઓહહ્હ્હ્હ. ફરગેટ ઇટ કાજલ. નો નીડ ટુ સે મી થેન્ક્સ. ઇટ્સ ઓ.કે.” “નો....નો...નો..... આઇ એમ સો ગ્રેટફુલ ટુ યુ ફોર હેલ્પ મી.” “ઓ.કે. ઓ.કે. ઓ.કે. ફાઇન. નાઉ આઇ વોન્ટ લીટલ ફેવર.” “યા ટેલ મી. હાઉ કેન આઇ હેલ્પ યુ?” કાજલે કહ્યુ. “વીલ યુ બી માય ફ્રેન્ડ?” મે મારા જીન્સમા પોકેટમાંથી એક વ્હાઇટ રોઝ આપતા તેને પુછ્યુ. “વીલ યુ એક્સેપ્ટ માય ફ્રેન્ડશીપ કાજલ?”

તે મારા આપેલા વ્હાઇટ રોઝનો સ્વિકાર કરતા મલકાઇ ઉઠી. “પરમિશન ગ્રાન્ટેડ”.

“થેન્ક્સ અ લોટ કાજલ. નાઉ વૉટ વીલ યુ પ્રીફર? સોફ્ટ ડ્રીન્ક્સ ઓર કોફી?”

“વ્હોટેવર યુ લાઇક.” અમે બન્નેએ તે દિવસે સાથે કેન્ટિનમાં મસ્ત બ્રેકફાસ્ટની મીજબાની માણી. મારા માટે તો તે ફાઇવ સ્ટાર હોટેલમાં કેન્ડલ લાઇટ ડિનર જ હતુ કાજલ સાથે. “વાહ ભાઇ વાહ. તમે તો પ્રેમની બાબતમાં મહા ઉસ્તાદ નીકળ્યા. માનવું પડે હો તમારું.” અપુર્વાએ તેને શાબાષી આપતા કહ્યુ.

ત્યાર બાદ અમારા બન્નેને ખુબ ભળવા લાગ્યુ. અમે બન્ને બેસ્ટ ફ્રેન્ડ બની ગયા. કોલેજમાં તરહ તરહની અફવાઓ ઉડવા લાગી અમારા બન્ને વિષે. જો કે હું કે કાજલ એ તરફ જરા પણ ધ્યાન આપતા જ નહી. બસ મસ્તીમા રહેવાનું અને મસ્ત લાઇફ ઇન્જોય કરવી એ અમારા માટે મહત્વનું હતુ.

એક દિવસ મોકો જોઇને મે મારા પ્રેમનો ઇઝહાર કરી દીધો. એન્ડ સરપ્રાઇઝીંગલી તેના મનમાં પણ મારા માટે કુણી લાગણીઓ હતી જ. તેણે સહર્ષ મારા પ્રેમને સ્વિકારી લીધો. તે પણ મને મનોમન પ્રેમ કરતી જ હતી. કાત્જુને હુ ખુબ જ પ્રેમ કરુ છુ.” “અરે વાઉ હાઉ રોમેન્ટિક ભાઇ જાણે કોઇ ફિલ્મની વાર્તા સાંભળતા હોઇએ એવુ લાગ્યુ તમે તો બહુ છુપા રૂસ્તમ નીકળ્યા અમને તો કાંઇ ખબર પણ ન પડવા દીધી. પણ ધ્યાન રાખજો ભાઇ કયાંક પ્રેમ ના ચક્કરમાં ભણવાનુ ના ભુલાઇ જાય.” આર્યાએ કહ્યુ.

“અરે એમ કાંઇ થોડુ ભુલાઇ જાય. મે પહેલા કહ્યુ તેમ અમે એકબીજાના અભ્યાસમાં ખુબ જ મદદરૂપ થઇએ છીએ અને કેરિયર સેટ થઇ જાય પછી જ લગ્નના ચક્કરમાં ફસાવુ છે. હાલ તો બસ અમે બન્ને એકબીજાને સમજી રહ્યા છીએ અને અમારા કેરિયર પર જ અમારા બન્નેનું ધ્યાન ફોક્સ કરેલ છે, સો ડોન્ટ વરી બહેના મારી.” “અરે વાહ ભાઇ ખુબ જ ઉમદા વિચારો છે તમારા, પણ એક એડવાઇસ આપુ છુ કે હાલ તો બન્ને એકબીજાથી અટ્રેક્ટ છો પણ ઇન ફ્યુચર જે કંઇ પણ તમે નિર્ણય લો તેમા કાજલને કોઇ પ્રોબ્લેમ ન થાય એ રીતે નિર્ણય લેજો. મતલબ કે ઇન ફ્યુચર કોઇ પણ કારણસર તમે બન્ને અલગ થઇ જાઓ તો એક છોકરી માટે આ સમાજમાં રહેવું બહુ અઘરું છે, તમે સમજી શકતા હશો મારી વાત.” અદિતીએ કહ્યુ “શ્યોર અદિતી કાત્જુ મારો જીવ છે. હુ તેને કોઇ મુશ્કેલી પડવા નહિ દઉ અને અમારા બન્નેનો નિર્ણય મક્કમ જ છે કે અમે બન્ને આજીવન સાથે રહેશું.” “બેસ્ટ લક ફોર યોર અપકમિંગ લાઇફ” અપુર્વાએ કહ્યુ. “થેન્કસ બહેનો તમે મને સહયોગ આપ્યો. હુ કાલે બપોરે જ કાત્જુને અહીં મળવા લઇ આવીશ તે ખુબ જ ફ્રેન્ડલી છે તમને મળીને મજા આવશે.” “ઓ.કે બ્રો લેતા જ આવજો અમે પણ અમારી આવનારી ભાભી સાથે મિત્રતા કેળવી લઇએ.” “કાલે જ તેને લઇને આવીશ આપણા ઘરે” આદિત્યએ પ્રોમીસ આપતા કહ્યુ.

*****************************

“નમસ્કાર હુ રોહિત રાવલ “સુરત આજ કલ” ચેનલ વતી આપનુ સ્વાગત કરુ છુ. આજના મુખ્ય સમાચાર આ મુજબ છે. અમદાવાદ સુરત હાઇવે પર ખુબ દર્દનાક રીતે સુરતના બિલ્ડર શ્રીમાન કરણ જાનીની હત્યા કરવામાં આવી પછી બીજા ઘણા ન્યુઝ આવ્યા પરંતુ મેહુલને કરણ જાની વિશે જાણવાની ઇચ્છા હતી. તેથી તે ટી.વી. સામે નીરખીને જોવા અને સાંભળવા લાગ્યો. “નમસ્કાર હવે સમાચાર વિસ્તારથી અમદાવાદ સુરત હાઇવે પર ગઇ કાલે રાત્રે સુરતના બિલ્ડર શ્રીમાન કરણ જાનીની બર્બરતાપુર્વક હત્યા કરવામાં આવી. તેની લાશ સવારે તેની કારમાંથી મળી આવી. જેમાં કોઇ જંગલી જાનવરે કરણ જાનીના શરીરને બચકા ભરીને માંસના લોચા કાઢી નાખ્યા હતા. પછી ત્યાંનુ ચિત્ર અને કારની સ્થિતિ દેખાડતા હતા. મેહુલના મગજમાં ચમકારો થયો અને તે ઉભો થઇ ગયો એટલે મંદાકિની દેવીએ ટી.વી. ઓફ કરી કહ્યુ, “સોરી જાસુસભાઇ મેં ટાઇમર ગોઠવ્યુ હતુ “યુ નો મને સમાચારનો બહુ શોખ છે. સમાચાર સંભાળવા જ જોઇએ ને, હને નહિતો આપણે દુનિયાની કેમ પરિચિત રહી શકીએ” મેહુલને લાગ્યુ કે જો તે વધુ સમય અહીં રહેશે તો તેના બે આંટા ઉતરી જશે. “મિસ દેવી ઓહ સોરી મંદાકિનીજી મને થોડુ અગત્યનુ કામ યાદ આવ્યુ છે તો હુ જાઉ છુ. ફરી તમારી પુછપરછ માટે આવીશ. “એ સાહેબ તમે જોયુ ટી.વી.માં કેવુ અશ્વિનની જેમ જ ખુન કર્યુ હતુ તેની તપાસ પણ કરજો બિચારાને ન્યાય તો મલે” “હા હા ચોક્ક્સ ચોક્ક્સ” કહેતો તે ફ્ટાફટ ઘરની બહાર નીકળી ગયો. એક કેસનો ગુંચવાડો સોલ્વ કરવા આવ્યો હતો ત્યાં તો બીજી નવી હત્યા થઇ ચુકી હતી. મંદાકિની દેવી પાસેથી કાંઇ જાણકારી મળવાની આશા ઠગારી નીવડી હતી હવે બીજે ક્યાંક મગજ દોડાવવુ પડશે. પણ ક્યાં??? તેનુ મગજ થાકી ગયુ હતુ અને સાંજના છ વાગ્યા જેવો સમય થવા આવ્યો હતો. તે સવારથી કેસના બારામાં ફરતો હતો આથી તેણે ફ્રેશ થવા ડુમસ બીચ તરફ પોતાની કાર હંકારી લીધી. રસ્તામાં તે આ ત્રણેય ખુનના તમામ પાસા પર વિચારવા લાગ્યો.

ડુમસ બીચ પર કાર પાર્ક કરી તે શાંતિથી દરિયા કિનારે આરામથી બેસી ગયો અને ત્યાં આવેલા સહેલાણીઓને અને ખાસ કરીને ગર્લ્સને નિહાળવા લાગ્યો. ખુબસુરત અને યુવાન છોકરીઓ મેહુલની કમજોરી હતી. છોકરીઓને જોઇને તે પોતાના હોંશ ગુમાવી બેસતો. ત્યાં દૂર બેઠેલી એક ખુબસુરત ગર્લ પર મેહુલની નજર પડી. “વાઉ......વ્હોટ અ બ્યુટી!!!!” તે થોડે દૂર જ ઉભેલી તે ગર્લને ધારી ધારીને નીહાળવા લાગ્યો. માથાના વાળથી શરૂ કરી પગની પાની સુધી તેણે તે છોકરીને સ્કેન કરી લીધી, “હેલ્લો મેડમ, મે આઇ જોઇન યુ, ઇફ યુ હેવ નો પ્રોબ્લેમ?” તેણે પોતાના એક અલગ જ એટિટ્યુડથી છોકરી પાસે જઇને વાત કરતા પુછ્યુ. “યસ, વ્હુ આર યુ મિસ્ટર? આઇ ડોન્ટ નો યુ?”

“આઇ એમ મેહુલ ફ્રોમ મુંબઇ. વૉટ્સ યોર નેઇમ ડિઅર?”

“આઇ એમ નિહારીકા, નિહારીકા રોય. આઇ એમ ફ્રોમ કોલકાતા.” “ઓહ આર યુ બેંગાલી? આઇ લાઇક બેંગાલી ગર્લ્સ.” “ઓહ્હ્હ્હ્હ થેન્ક્સ, નાઇસ ટુ મીટ યુ.” કહેતા નિહારીકાએ તેની સાથે હાથ મીલાવ્યો. બન્નેએ ખાસ્સો સમય દરિયાકિનારે વિતાવ્યો. નિહારીકાને પણ મેહુલમા રસ જાગવા લાગ્યો હતો. ઓચિંતુ મેહુલને કેસ બાબતે યાદ આવતા તે નિહારીકા સાથેની મુલાકાત ટુંકાવી નીકળવા જઇ રહ્યો હતો કે નિહારીકા બોલી, “આઇ એમ હીઅર ઇન સુરત ફોર નેક્ષ્ટ ટુ ડેયઝ. ઇફ યુ વૉન્ટ વી કેન મીટ ટુમોરો સેમ પ્લેસ.” “ઓ.કે. બેબી, વ્હાય નોટ. આઇ વીલ કમ ટુમોરો સેમ પ્લેસ એન્ડ સેમ ટાઇમ.” કહેતો મેહુલ નીકળી ગયો. કાર પાસે પહોંચી નિહારીકા સામે જોઇ તેને ફ્લાઇંગ કીસ આપવાનુ પણ તે ચુક્યો નહી. નિહારીકાએ તેની ફ્લાઇંગ કીસનો પ્રત્યુતર તેના હાસ્યથી આપ્યો. કાર સ્ટાર્ટ કરી તે ત્યાંથી નીકળી ગયો અને મનમા બબડ્યો, “હસી મતલબ ફસી. ગુડ જોબ મેહુલ ગુડ જોબ.” પોતાની મર્દાનગી અને એટિટ્યુડ પર ફીદા થતો તે કાર હંકારી ઘટનાસ્થળ તરફ દોડી નીકળ્યો.

નિહારીકાના અને બીજા બધા વિચારો છોડી તે કાંતિલાલ વિષે વિચારતા બબડવા લાગ્યો “મંદાકિની દેવીનો મગજ ફેલ લાગે છે એ પરથી સાબિત થાય કે કાંતિલાલે ખાલી પૈસા માટે લગ્ન કર્યા. પરંતુ વળી આ ત્રીજુ ખુન???? હજી કોઇ કડી કે ગડ બેસતી ન હતી ત્યાં ટપોટપ ત્રીજુ ખુન તે પણ અમદાવાદ હાઇવે પર કારમાં વળી તેની પણ પુરી વિગત લેવી પડશે. “મેહુલ મેહુલ ફાસ્ટ યાર આમ તો ઘણા લોકો મરી જશે કાતિલ બહુ ઝડપી અને ખુન્નસ પુર્વક કામ કરી રહ્યો છે. હજુ થોડે દૂર નિકળ્યો જ હતો ત્યાં તેના ફોનની રીંગ વાગી. મેહુલને અચાનક કોણે ફોન કર્યો હશે? શું ખુન રીલેટેડ કડી મળી હશે? જાણવા માટે વાંચો આવતો અંક....

વધુ આવતા અંકે......................

મિત્રો આપે મારી આ શ્રેણીને વાંચી અને બીરદાવી એ બદલ આપનો ખુબ ખુબ આભાર માનુ છું. આપ તરફથી સુચનો મને આવકાર્ય છે, પછી ભલે તે સારા સુચનો મળે કે નરસા. તો મારી આ સ્ટોરી વાંચતા રહો અને મને સુચનો મોકલતા રહો એવી આશા સાથે મળીશું આવતા શનિવારે.