Vasnani Niyati - 1 in Gujarati Short Stories by Nimish Thakar books and stories PDF | વાસનાની નિયતી - 1

Featured Books
  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

Categories
Share

વાસનાની નિયતી - 1

સાગર ઠાકર

મો. ૯૮૯૮૯૪ર૦૦૪ (લેખક પોરબંદરમાં એબીપી ન્યુઝ ચેનલનાં કોરસપોન્ડન્ટ તરીકે કાર્યરત છે)

વાર્તા વિશે : આ વાર્તા સોરઠ પ્રદેશનાં એક ગામની સત્ય ઘટના પર આધારિત છે. આ ઘટનાનાં પાત્રો હાલ ભાવનગરમાં રહે છે. તમામ પાત્ર અને ગામનાં નામો પણ બદલી નાંખવામાં આવ્યા છે. આ સત્યઘટનાને વાર્તાનું સ્વરુપ આપવા પાછળનો મુખ્ય ઉદ્દેશ આજની ભોગવાદી યુવા પેઢીને તેનાં દુષ્પરિણામો વિશે માહિતગાર કરવાની છે.

પ્રકરણ-

તા. ૧૦ ફેબ્રુઆરી, ર૦૦૩

જયદેવ આજે ખુબજ આનંદમાં હતો. આજે તેનાં બાપુએ ૧૦ રુપિયા વાપરવા આપ્યા હતા. ઘરની આર્થિક સ્થિતી નબળી હતી. જયદેવનાં પિતા પ્રતાપભાઈને પોતાની માલિકીની જમીન નહોતી. અને નાના એવા મંગલપુર ગામમાં બીજો કોઈ કામ ધંધો ન મળતો. આથી પ્રતાપભાઈ અને તેમના પત્ની દેવુબેન વ્હેલી પરોઢે ગામનાં મહિપતભાનાં ખેતરમાં મજૂરી કામે જતા. જયદેવને એક મોટો ભાઈ નરેન્દ્ર અને પોતાનાથી નાની બહેન ગીતા હતી. ખેતરમાં ઘણું કામ હોય અને મોલની આવક સારી થઈ હોય ત્યારે મહિપતભા દરેક મજૂરને વધારાનાં ૧૦૦ રુપિયા આપતા. એ દિવસે પ્રતાપભાઈ ઘર ખર્ચમાંથી બચેલા થોડા રુપિયામાંથી ત્રણેય ભાઈ બહેનને હાથ ખર્ચી માટે ૧૦-૧૦ રુપિયા આપતા. ત્રણેય તરુણાવસ્થામાં પહોંચી ગયેલાં. જયદેવને સોળમું બેઠું હતું. ઘટમાં ઘોડા થનગનવા લાગ્યા હતા. વળી તેની શરીર તંદુરસ્તી પણ સારી હતી. તે વાને ઉજળો હતો. સ્વભાવે ભારાડીયે ખરો. તેનાં બાવડાં ફૂલ્યા હતા. છાતી પાટલા ઘોની માફક વિકસી હતી. યુવતીઓની નજરે ‘માચો મેન’ જેવું તેનું શરીર સૌષ્ઠવ હતું.

હાઈસ્કુલમાં આવ્યા બાદ મારામારી કરવી તેના માટે બહુ સામાન્ય વાત હતી. તેનું ચિત્ત ભણવામાં બહુ ચોંટતું નહીં. પણ પરીક્ષામાં ચોરી કરીને પણ તે પાસ થઈ જતો. આ રીતે તે ૧૦ મા સુધી પહોંચ્યો હતો. તેની સંગત બહુ સારા છોકરા સાથે નહોતી. જયદેવ આળસુ નહોતો. પણ તેની દિશા અવળા પાટે ચઢી ગઈ હતી. પૈસાની જરુર પડે તો માતા-પિતા સાથે મહિપતભાનાં ખેતરમાં એકાદ બે દિવસ મજૂરી કરી લેતો. પણ હાથમાં આવેલા રુપિયાને વધારવાનો નુસ્ખો તે અજમાવવા લાગ્યો હતો. ખરાબ સોબત તેને જુગાર રમતાં અને દારુનાં રસ્તે લઈ ગઈ હતી. તેમાંય ટીનેજમાં પ્રવેશતાં હવે મનમાં વિજાતીય આકર્ષણ ઉત્પન્ન થવા લાગ્યું હતું. ગામની પોતાની વયની છોકરીઓ તરફ તે ટીકી ટીકીને જોઈ રહેતો. પણ હજુ તે આગળ વધી નહોતો શક્યો.

“હાલ લગાડ.” જયદેવે ૧૦ રુપિયાની નોટ જુગાર પટ્ટમાં મૂકી.

સામે બેઠેલાએ ક્લબનાં સંચાલક સામે જોયું. જયદેવ જેવા નવા છોકરાઓ આવે અને નાની રકમ લગાડે તો તેને જીતાડી દેવાની સુચના ક્લબ સંચાલકે તેને કાયમ આપી રાખી હતી. જો સતત હારવાનું આવે તો નાની વયનાં ઘરાક જુગાર રમવાનુંજ બંધ કરી દે એવી શક્યતા પણ ખરી. પેલાએ પાટલા પરથી ચીઠ્ઠી ખોલી. અને જયદેવને ૪૦ રુપિયા આપી દીધા. જયદેશ ખુશ થતો રુપિયા ગણી ત્યાંથી રવાના થયો. ત્યારે ક્લબ સંચાલક મુછમાં હસતો હતો. નાની રકમમાં એકનાં ડબલ નહીં ચાર ગણા જીતાડીને કાયમી લત લગાડવાની આ સચોટ રીત હતી. પછી જ્યારે મોટો દલ્લો લઈ આવે ત્યારે આખી ગેમ રમાડી શરુઆતમાં જીતાડીને પછી હરાવી ગ્રાહકને ખાલી કરી નાંખવો એ લગભગ તમામ જુગાર ક્લબનો શિરસ્તો હોય.

“એક કોથળી લાવ.” જુગાર ક્લબની પાસે જ ચાલતી લાલજીની દારુની ભઠ્ઠીએ જઈ જયદેવે કોથળી માંગી. અને ત્યાંજ ઉભા ઉભા થોડો દારુ પેટમાં ઠાલવ્યો. અને બાકી વધેલો પોતાની સાથેનાં બે મિત્રોને આપી દીધો. કીક લાગી એટલે તે ત્યાંથી નિકળ્યો. રસ્તામાં તેની નજર પાણી ભરીને આવતી પોતાનીજ વયની વાલી પર પડી. દેખાવડો તો તે હતોજ. આથીજ કોઈપણ છોકરી તેના તરફ આસાનીથી આકર્ષાઈ જાય એમ હતી. વાલી દેખાવમાં સામાન્ય હતી. પણ તેનું શરીર સુડોળ હતું. જયદેવનાં મન પર સવાર દારુએ તેની આંખોમાં વાસનાની લકીરો લાવી દીધી. વાલીએ તેની સામે જોયું. તેની સ્ત્રી સહજ દૃષ્ટિએ જયદેવની નજરો પારખી લીધી. આગ બંને તરફ ભભૂકી ઉઠી. પણ ગામમાં ધોળા દિવસે બંનેનું મળવું શક્ય નહોતું. છત્તાંય આંખોમાં ઝરેલા તણખાથી ઈશારો થઈ જ ગયો. જયદેવ તેનાથી સલામત અંતર રાખીને પાછળ ચાલ્યો. ઘર સુધીનું અંતર કાપતાં વાલીએ વળાંક પાસેથી પાછળ ફરીને ત્રણ વખત જોયું. જયદેવને પાછળજ આવતો જોઈ તે મનોમન મળવાનો પેંતરો બનાવવા લાગી. ઘેર પહોંચતાં માથેથી હેલ ઉતારી. અને ફળિયામાંજ ઉભા રહી પોતાની માતાને બૂમ પાડી કહ્યું, “માડી, કપડાંનું પોટલું લાવ. નદીએ જઈને ધોકાવી આવુંં.” જયદેવ એજ વખતે તેના ઘર પાસેથી પસાર થયો. તે વાલીનો ઈશારો સમજી ગયો. તે નશો કરતો. પણ સંભૂર્ણ ભાનમાં રહેતો. તેની બાજુમાં જનારને મોઢામાંથી આવતી દારુની વાસને લીધે ખબર પડી જાય. પણ દૂરથી કોઈને ઝટ ખ્યાલ ન આવે. વળી તે પ્રમાણભાન જાળવીને પીતો. એક કોથળી દારુની હોય તો પોતાની સાથે બે મિત્રોને લઈ જાય. ત્રીજા ભાગનો દારુ જ તે પીએ. જયદેવે વાલીનો ઈશારો સમજ્યો. અને નદી તરફ વળ્યો.

“જો યાં કણે ઓસરીમાંજ સે. ઈ ઉપાડી લે હું રોટલા ઘડું સઉ.” વાલીની માતાએ ઘરમાંથીજ જવાબ આપ્યો.

નદી કાંઠો એ મંગલપુર ગામમાં પ્રેમી પંખીડાંઓ માટેનું માનીતું મિલનસ્થાન હતું. ગામના નદી કાંઠાની રચના ખડકાળ અને કોતરોવાળી હતી. સીધો સપાટ અને માટીની ભેખડોવાળો નદી કાંઠો અહીં નહોતો. છેક પાંચ કિલોમીટર સુધી નદી કાંઠો આજ રીતે રચાયેલો હતો. પરિણામે યુવા હૈયાંઓ અહીં ગમે તે કોતરમાં છુપાઈને મળી શકતાં.

વાલીએ નદીકાંઠે કપડાં ધોવાનું કહ્યું એટલે ગામનાં શિવમંદિર પાસેની કોતરે તે જવાની હતી. ગામ આખાનાં બૈરાં એજ સ્થળે કપડાં ધોવા જતા. શિવમંદિર પાસેનાં કાંઠે જમીન થોડી સપાટ હતી. જમીનમાંથી થોડા પથ્થરો બહાર નિકળી આવેલા. એટલા ભાગમાં પાણી છીછરું હતું. આથી ગામનાં બૈરાં પાણીમાંજ ઉભા રહી પથ્થર પર કપડાં ધોકાવતા. કપડાં ધોયા પછી ત્યાંજ ન્હાઈને કોતરોની આડશ લઈ કપડાં બદલી આવે. પછી ધોયેલાં કપડાંની ગાંસડી બનાવી ઘેર જઈને સુકવી દે. આ સ્થળથી થોડે દૂર એક ઘૂનો હતો. જ્યાં ગામનાં યુવાનો ધુબાકા મારતા. જયદેવ એ તરફ ચાલ્યો. અને ત્યાં એક પથ્થર પર બેઠો બેઠો કપડાં ધોતી વાલીને નિરખી રહ્યો. ગોઠણડૂબ પાણીમાં ઉભેલી વાલીનો ચણીયો ભીંજાયો હતો. ચૂંદડીનો કછોટો વાળ્યો હતો. આથી તેની છાતીનો ઉભાર દેખા દેતો હતો. તે કપડાં ધોતી હતી. અને થોડી થોડી વારે જયદેવ તરફ નિરખી લેતી. વળી એક હાથે પોતાનાં વાળની લટને સરખી કરતી. દેખાવમાં સાવ સામાન્ય હોવા છત્તાં તેની સુડોળ કાયા ખુબજ આકર્ષક હતી. કલાકેક સુધી વાલીએ કપડાં ધોયાં. તેની સાથે ગામની બીજી મહિલાઓ પણ હતી.

“જો તારો રાજકુંવર સામે બેઠો.” એકેતો જયદેવ સામે જોઈ વાલીની મશ્કરીયે કરી. વાલી પણ સામો જવાબ આપતી હતી. કપડાં ધોઈને ન્હાઈ લીધા પછી વાલી એક કોતરની પાછળ ગઈ. જયદેવ પણ બીજા લોકોની નજર ચૂકાવી ત્યાં પહોંચી ગયો. ઈશારા તો થઈજ ગયા હતા. તેણે વાલીને પાછળથી સીધીજ બથ ભરી લીધી. વાલી પાછળ ફરી. બંનેનાં હોઠ એકબીજા સાથે ચંપાઈ ગયા. બંનેનાં શરીરમાં પ્રથમ નજરે પ્રેમને બદલે વિજાતીય આકર્ષણજ ઉભું થયું હતું. પ્રેમાચારનો પ્રથમ તબક્કો પૂર્ણ થયા બાદ જયદેવે તેને સાહીને જમીન પર બેસાડી. બંને એક મોટા પથ્થરને અઢેલીને બેઠાં. જયદેવ વાલીનાં અંગ-ઉપાંગો પર હાથ ફેરવતો રહ્યો. વાલી મીઠા ઉંહકારા કરતી રહી. અંતે તેનાથી ન રહેવાયું. તેણે તરસી નજરે જયદેવ તરફ જોયું. તેની નજરો જયદેવને ખુલ્લું ઈજન આપી રહી હતી.

“હવે બવ થ્યું. ક્યાં હુધી આમ આગ લગાડ્યે રાખીશ. મને ધરવી દે.” વાલી બોલી.

તેનાં મદભર્યા અવાજે જયદેવનો કામાગ્નિ એકદમ ભડકાવી દીધો. જયદેવે વાલીની ચોલીની ગાંઠ પાછળથી ખોલી નાંખી. બંને જમીન પરજ સુઈ ગયાં. જયદેવે જીંદગીમાં પ્રથમજ વખત એક સ્ત્રી શરીરનો સ્પર્શ કર્યો હતો. તો સામે વાલીની પણ એજ સ્થિતી હતી. બંનેનાં યુવાન શરીરો નદી કાંઠાની રેતીમાં રગદોળાતાં રહ્યાં. ધરાઈને શરીરસુખ માણ્યા પછી તેઓ ઉઠ્યાં, કપડાં સરખાં કર્યા અને પોતપોતાનાં ઘર તરફ ચાલી નિકળ્યા.

હવે વાલી અને જયદેવ વચ્ચેનાં છાનગપતિયાં વધવા લાગ્યા. મુલાકાતો હંમેશાં નદીની કોતરોમાંજ થતી. વાલીનાં નખરાં પણ વધવા લાગ્યા. સ્વપ્નોમાં જેવા વરની કલ્પના કરતી એવા પિયુ સાથે તેનું સંવનન ચાલતું હતું. તેની અનેક સખીઓને ઈર્ષ્યા થતી. જોકે, વાલીને ખબર હતી પોતે જયદેવ સાથે ક્યારેય પરણી નહીં શકે. આથી સંબંધ જેટલો લાંબો ચાલે એમાં તેને કશો વાંધો નહોતો. ચારિત્રય જેવી જે ચીજ ગુમાવવા જેવી હતી એ તો તેણે પ્રથમજ મુલાકાતમાં ગુમાવી દીધી હતી. ૧૬ મા વર્ષે સ્વપ્નોમાં રાચવાની ઉમરે ગગનમાં વિહાર કરતું મન તેનાં અંકુશમાં નહોતું. આખરે થવાનું હતું એ તો થયુંજ. વાલીને પાણી ભરવા જતી વખતે ચક્કર આવ્યા. તેની સખીએ સંભાળી લીધી. વાલી ગામડામાં રહેતી. પણ છાપાં, ટીવી બધું જોતી. વળી પોતે મહિનો પણ ચૂકી ગઈ હતી. આથી શું હશે તેનો એને અંદાજ આવી જ ગયો. ઘેર પાણીનું બેડું મૂકી નદીએ કપડાં ધોવાનું કહીને તે નિકળી. આજે જયદેવને મળવાનો સમય આપ્યો હતો. તે જયદેવને મળી અને બધી વાત કરી. આમેય તેઓ વચ્ચે પ્રેમ તો હતોજ નહી. બંનેએ હવે છૂટા પડી જવાનું નક્કી કર્યું. જોેકે, કોઈ મુશ્કેલી પડે તો ગમે ત્યારે મદદ કરવાનું વચન જયદેવે આપ્યું ખરું. હવે તે પણ વાલીથી ધરાઈ ગયો હતો. વાલી સીધીજ દવાખાને ગઈ. અને લેડી ડોક્ટરને વાત કરી. લેડી ડોક્ટરે તેને છૂટકારો અપાવી દીધો. વાત ત્યાંજ ધરબાઈ ગઈ. વાલી અને જયદેવે એકબીજાથી મોઢું ફેરવી લીધું. જોકે, વાલીને મનનાં ઓરતા પૂરા થયા તેનો સંતોષ હતો.