aanand nagar in Gujarati Comedy stories by Rupen Patel books and stories PDF | આનંદનગર : પ્રકરણ ૯

Featured Books
Categories
Share

આનંદનગર : પ્રકરણ ૯

પ્રકરણ ૯ : વરસાદી સાંજ... આનંદનગરની ભજીયા પાર્ટી
સાંજના છ વાગ્યા... બહાર વરસાદ ધોધમાર વરસી રહ્યો હતો. ક્લબ હાઉસની બારી પર વરસાદના ટીપાં ગૂંજતું સંગીત વગાડી રહ્યા હતા.
એટલામાં જાગૃતિ પટેલે મહિલા મંડળના વોટ્સએપ ગ્રૂપમાં મેસેજ કર્યો: "Attention આનંદનગર પરિવાર! આજે વરસાદી સ્પેશિયલ... સાંજે ૭ વાગ્યે ક્લબ હાઉસમાં ગોટા-ભજીયા પાર્ટી. બધા પરિવાર ને સહપરિવાર આમંત્રણ છે, જરૂર આવશો."
બે મિનિટમાં જ ગ્રૂપમાં મેસેજનો વરસાદ શરૂ થઈ ગયો.
અંજુ મહેતાએ લખ્યું, "હું ગરમ ચા બનાવીશ."
રેણુ શર્મા બોલી, "મારી તરફથી લીલી ચટણી."
ડૉ. આરતી દેસાઈએ પૂછ્યું, "હું ગરમ જલેબી મોકલું?"
જાગૃતિ હસી પડી અને લખ્યું, "ભજીયા પાર્ટી છે કે લગ્ન?"
મીનાક્ષી અય્યરે ઉમેર્યું, "હું ફિલ્ટર કોફી પણ બનાવીશ."
મારિયા ફર્નાન્ડિસે કહ્યું, "હું ગાર્લિક બ્રેડ લાવું?"
અંજુએ તરત જવાબ આપ્યો, "આજે ભજીયા, ગોટા માં જ રહો... બ્રેડ કાલે." આ સાંભળી આખું ગ્રૂપ હસતા ઇમોજીથી ભરાઈ ગયું.
રાતના સાત વાગ્યે સોસાયટી ની બધી મહિલાઓ એ ભેગા થઈ ગોટા, ભજીયા ની શરૂઆત કરી દીધી. ક્લબ હાઉસમાંથી ગરમાગરમ ગોટા અને ભજીયાની સુગંધ આખી સોસાયટીમાં ફેલાઈ ગઈ.
સૌથી પહેલાં હિતેશ પટેલ, જાગૃતિ, વિવાન અને કાવ્યા પહોંચ્યા. વિવાન બોલ્યો, "મમ્મી... સુગંધથી તો બે પ્લેટ વધારાની ખાઈ જાઉં."
પાછળથી હર્ષિલ મહેતા, અંજુ, માણેકલાલ, વસંતીબા, રુદ્ર અને મિશ્રી આવ્યા. માણેકલાલ બોલ્યા, "વરસાદમાં ભજીયા ખાવા એ પણ દેશભક્તિ જ છે."
હર્ષિલે હસીને પૂછ્યું, "એ કેવી રીતે?"
"દેશી બટાકાને સપોર્ટ કરીએ છીએ," માણેકલાલે જવાબ આપ્યો અને હાસ્યનો ફુવારો છૂટી ગયો.
ત્યાં જ ડૉ. નિલેશ દેસાઈ, ડૉ. આરતી અને આન્યા આવ્યા. ડૉ. આરતી બોલ્યાં, "આજે ડાયેટની વાત કોઈ નહીં કરે."
માણેકલાલ બોલ્યા, "ડૉક્ટર સામે જ બે પ્લેટ ખાઈશ."
ત્યારબાદ દેવાંશ જોશી, કાવ્યા જોશી, મનોહર જોષી, ભાવના જોષી અને આરવ અંદર આવ્યા. આરવે પૂછ્યું, "ભજીયા પહેલાં કે સેલ્ફી પહેલાં?"
જાગૃતિ બોલી, "પહેલા સેલ્ફી... પછી ભજીયા ખૂટી જશે."
પછી મનપ્રીત ગિલ, સિમરન અને ગુરનૂર આવ્યા. મનપ્રીત બોલ્યા, "ઓય... ભજીયા સાથે પંજાબી ચા પણ જોઈએ."
અંજુ બોલી, "અહીં ગુજરાત છે."
મનપ્રીત હસ્યા, "તો બે કપ ગુજરાતી ચા આપી દો."
ત્યાં રોહન દેશમુખ, તેજસ્વી, મનોજ, રેણુ અને નાનો ઓમ આવ્યા. ઓમ સીધો ભજીયાના ટેબલ પાસે પહોંચી ગયો, "મને સૌથી મોટો બટાકાનો ભજીયો."
વિક્રમ શર્મા, રેણુ શર્મા, અવધેશ શર્મા અને શૌર્ય આવ્યા. શૌર્ય બોલ્યો, "હું દસ મરચાંના ભજીયા ખાઈ શકું."
રુદ્ર બોલ્યો, "પહેલા એક ખાઈ બતાવ."
સૌરવ મુખર્જી, સુચરિતા અને ઈશાન આવ્યા. ઈશાન ગિટાર લઈને આવ્યો હતો, "ભજીયા સાથે મ્યુઝિક ફ્રી."
કાર્તિક અય્યર, મીનાક્ષી અને તનિષ્કા આવ્યા. મીનાક્ષી બોલ્યાં, "કોફી તૈયાર છે."
મનોહર જોષી બોલ્યા, "ચા અને કોફી વચ્ચે ચૂંટણી કરવી પડશે."
એન્થની ફર્નાન્ડિસ, મારિયા અને એલિના આવ્યા. એન્થનીએ ગિટાર પકડ્યો, "વરસાદ હોય અને ગીત ન હોય... એવું કેવી રીતે?"
રૂસ્તમ દારૂવાલા, પરિઝાદ અને પોરસ અંદર આવ્યા. રૂસ્તમ બોલ્યા, "મારે તો ડુંગળીના ભજીયા રિઝર્વ રાખજો."
પરિઝાદ બોલ્યાં, "પહેલા બીજા લોકોને લેવા દો."
"હું પણ તો બીજામાં જ આવું છું," રૂસ્તમે રમુજ કરી.
રાજેશ શર્મા, પૂજા, મદનલાલ, રાધિકા, ક્રિશ અને કિયારા પણ આવી ગયા. પૂજા બોલ્યાં, "ભજીયા ખાઈને આજે સિરિયલ પછી જોઈ લઈશ."
સંદીપ ચેટર્જી, મૌસમી અને રિયાન આવ્યા. મૌસમીએ કહ્યું, "હું સ્પેશ્યલ બંગાળી મીઠી ચટણી લાવી છું."
અરુણ નાયર, દીપા અને મીરા આવ્યા. મીરાએ રુદ્રને કહ્યું, "આજે ભજીયા ખાઈને કાગળની હોડીની રેસ નહીં... આજે પેટની રેસ."
ઇમરાન ખાન, નસરીન, અયાન અને ઝારા પણ જોડાયા. અયાન બોલ્યો, "ભજીયા ખાઈને પછી ક્રિકેટ."
વિવાન બોલ્યો, "પહેલા વરસાદ બંધ થવા દે."
એટલામાં શાંતાબેન, કાન્તાબેન, ધીરુભાઈ શાકવાળા, મગન કાકા, રામજીભાઈ દૂધવાળા, કાંતિભાઈ પેપરવાળા, બાબુલાલ, અરજણભાઈ, કાનજી ધોબી, અશોક ટેલર, જિગ્નેશ હેર આર્ટ, મહેશ પ્લમ્બર અને ઇસ્માઈલ ઇલેક્ટ્રિશિયન પણ ત્યાં પહોંચ્યા.
જાગૃતિ બોલી, "આનંદનગરમાં કોઈ મહેમાન નથી... બધા પરિવાર છે." આ સાંભળી બધાએ તાળીઓ પાડી.
એટલામાં મનપ્રીતે ગરમ મરચાંનો ભજીયો મોંમાં મૂક્યો અને ઉદ્ગાર કાઢ્યો, "અરે... બહુ તીખો છે!"
રુદ્ર બોલ્યો, "ગિલ અંકલ... હવે બોલો 'ભજીયા સિંહ જિંદાબાદ!'" અને બધા ખડખડાટ હસી પડ્યા.
માણેકલાલે ચાનો કપ ઊંચો કર્યો અને કહ્યું, "મિત્રો... વરસાદ દર વર્ષે આવે છે... પણ આખી સોસાયટી એક પરિવાર બનીને આમ ભેગી થાય એ જ આનંદનગરની સાચી ઓળખ છે."
બધાએ એકસાથે નારો લગાવ્યો, "આનંદનગર... જિંદાબાદ!"
બહાર વરસાદ હજુ પણ વરસી રહ્યો હતો, પણ ક્લબ હાઉસની અંદર હાસ્ય, ચાની સુગંધ અને ગરમાગરમ ભજીયાએ એવી હૂંફ પેદા કરી હતી કે કોઈને વરસાદની ઠંડીનો અહેસાસ જ નહોતો.