દૈત્યો સમુદ્રકને પ્રસન્ન કરવા સમુદ્ર કિનારે પહોંચ્યા. જપ, તપ, શ્રુતિ આદી વગેરેથી એનું મન પ્રસન્ન કર્યું. પૃથ્વી પર આવીને તપ કરવું એ દૈત્યો માટે શક્ય ન હતું. કેમ કે, એને દેવતાનો ભય હતો. તેથી દૈત્યોએ સમુદ્ર તટ પાસે એક ગૃપ્ત જગ્યા શોધી. અને તે જગ્યાએ ચારે બાજુ દિવાલો ઊભી કરી. એનાં તપમાં કોઈ વિધ્ન કરી શકે નહીં એ માટે આ દિવાલના ફરતે રાક્ષસી માયાને બેસાડી. પછી, નિઃસંકોચ એ છવ્વીસે છવ્વીસ દૈત્યો પોતાના આશન ઉપર સમુદ્ર દેવતાની આરાધનામાં લીન થયા.
નારદજી આ જોઈને તરત જ મહાદેવ પાસે આવ્યા. અને બધું એને કહીં સંભળાવ્યું.
મહાદેવ : "જે થવાનું હશે એ તો થઈને જ રહેવાનું છે."
નારદજી : "મહાદેવ મને પૃથ્વીની વધુ ચિંતા થાય છે. સૃષ્ટિની રચના કરતા બધાં દેવોને કેટલો સમય લાગ્યો છે. એ તમે જાણો જ છો ને...! અને હવે જ્યારે બધી જ ઉથલ પાથલ શાંત થવા આવી છે, ત્યાં આપણી પૃથ્વી પ્રેમમાં પડી છે. એ પણ એનાં વિરુદ્ધના દેવતા સાથે...! હવે શું થશે? આ પ્રેમની રમતમાં જે જાળ બિછાવી રહ્યા છે એ તો દૈત્યો છે. એ દેવતાઓએ બનાવેલ પૃથ્વીનો વિનાશ કરવા ઈચ્છે છે. પરંતુ જો આ પ્રેમ આગળ વધશે તો દેવતાઓની આજ સુધીની બધી જ મહેનત વિફળ થશે. આપણી નજર સામે જ આપણી પૃથ્વીનો વિનાશ થશે, અને આપણે હાથ પર હાથ ઘરી જોતાં રહીશું? મહાદેવ, શું આપણાં હાથમાં કંઈ નહીં રહે?"
મહાદેવે આ વાત જાણી ત્યારે એને એમ થયું કે, સમુદ્રક જેવો મહાસાગર, જ્ઞાની દેવતા શું આવું અવળું પગલું ભરી શકે? આવાં જ્ઞાની પોતાને કલંક લાગે એવું કશું ના કરે! સમુદ્રક માટે પૃથ્વીનું હ્દય પહેલેથી જ ઘબકી રહ્યું હતું તેથી જે અનહોની થવાની છે એ અણસાર મહાદેવને આવી ગયા. એ નારદજીને પોતાની વાત કહેતા કહેવા લાગ્યા,
મહાદેવ: "નારદજી, આ વિશેની તમારી ચિંતા યોગ્ય છે. પરંતુ દેવતાઓને પણ પોતાની ઈચ્છાઓ છે, અને અનેક આશાઓ પણ છે. પોતાના કર્તવ્યથી વિરુદ્ધ જવાની બધાને મનાઈ તો છે. પરંતુ દેવી દેવતાનાં વિચારો ભમી જાય તો હું કંઈ કરી શકતો નથી. દૈત્યો એનાં વિચારોમાં બેસવામાં કામયાબ થય જશે તો પૃથ્વીની સાથે આ નુકશાન આપણે બધાએ ભોગવવાનું જ રહેશે."
આમ, નારદજી સાથે વાત કરતાં મહાદેવ સમુદ્રનાં તટે નજર કરી જોયું કે, 'સમુદ્ર પૃથ્વીનાં પ્રેમમાં ખોવાઈ ગયો છે.'
વિરુદ્ધનાં દેવતાઓ સાથે પ્રેમ કરવાની મનાઈ હોવા છતાં, આ પ્રેમ તો દિવસે ને દિવસે વધુ એકબીજા પર મોહિત થતો જતો હતો.
આ જોયા પછી આ વિષય મહાદેવનાં હાથમાં રહ્યો ન હતો. એને ભવિષ્યમાં વધુ ઉપાધી આવશે, એની આગાહી આ દ્શ્ય જોતાં એને મળી ચૂકી હતી. આ પરથી જ ખબર પડતી હતી કે, આ મિલન પારંગત થશે. કેમકે, આટલો ખોવાઈ ગયેલો સમુદ્રક દૈત્યો પર પ્રસન્ન થશે જ...! એ તરત જ આ દૈત્યોની વાતનું સામથ્ર્ય આપી એવું કોઈ વચન આપી દેશે કે જેનાથી આખી પૃથ્વી વિનાશનાં મુખમાં પહોંચી જશે. મહાદેવ તો દેવોનાં દેવ હતાં. પરંતુ અમુક બાબતો પર કાયમી માટે એ લકીર ખેંચી શકતાં ન હતાં.
નારદજી : "હજું સમુદ્રક સાવધાન નહીં થાય તો આ પૃથ્વીનું ખેંચાણ એને વિવાહ સુધી પહોંચાડશે. આ મિલનથી પૃથ્વીના મનુષ્યોનો નાશ થઈ જશે તો પૃથ્વી નામનો કોઈ ગ્રહ હતો એ પણ કોઈને ખબર સુધ્ધા નહીં રે..! મનુષ્યોની જન્મભૂમિનો આ શૈતાનો દ્વારા નાશ થઈ જશે. શું ભુતકાળમાં પૃથ્વી ફરી કોઈનાં હાથમાં આવશે નહીં. શું પૃથ્વીનું નામોનિશાન મટી જશે? પૃથ્વીનો ચોપડો હંમેશા માટે બંધ થવા જઈ રહ્યો છે. એ પહેલાં પ્રભુ કાંઈ ઉપાય શોધો...!"
મહાદેવ: "આપણી ચિંતા નાહક છે. આખું બ્રહ્માંડ ચલાવવા માટે મેં દેવતાઓને પોત પોતાના સ્થાન અને એ સ્થાનની સમજ આપી દીધી હતી. મર્યાદા વિરુદ્ધનું કાર્ય કરવું એ દેવતાને શોભતું નથી. એ બધાં જ દેવી, દેવતાઓ જાણે જ છે. છતાં પણ આ પ્રેમને લીધે એનાં સ્થાનથી નીકળી એ ખુદને સાબીત કરવા જાય છે, તો એ બાજી મારા હાથમાં નથી."
દૈત્યોરાજ કેતુકની સાથે બધા દૈત્યો એકસાથે સમુદ્ર તટે સમુદ્ર દેવતાની પૂજા અર્ચના કરવા લાગી ગયાં હતાં. સમુદ્રને પ્રસન્ન કરવા માટે હજારો અસૂરોની આહુતિ પણ આપી દીધી. સમુદ્ર દેવતાના મનમાં પૃથ્વી વિશે પહેલેથી જ પ્રેમ સ્થાપિત થઇ ગયેલો હતો. પરંતુ આ મિલન કરાવવું બહું અધુરું કાર્ય હતું. દૈત્યો દ્વારા વારંવાર સમુદ્ર દેવતાની સ્તુતિ, તપ થતાં એ એક દિવસ દૈત્યોને શું પીડા છે, એ સાંભળવા એનાં પર પ્રસન્ન થયા.
સમુદ્રક : "હે દૈત્યરાજ કેતુક! તમે વારંવાર મારી આરાધના કરી મને પ્રસન્ન કર્યો છે. આ તપસ્યા કરવા પાછળ રહેલા તમારા દુઃખનું કારણ હું જાણી શકું? સમુદ્રમંથનનાં હજારો વર્ષો પછી આજ અચાનક ફરી મારી જરૂર કેમ પડી? "
દૈત્યરાજ કેતુક : "સમુદ્રદેવ, અમારા પ્રશ્નોનું નિવારણ માત્ર ને માત્ર તમારા પાસે જ છે!."
સમુદ્રક: "તમે આ શું કહો છો? તમારી આવી વાતો મારી સમજની બાર છે. આમ પહેલી દ્વારા મને ઉલજાવો નહીં, જે કહેવું છે એ મને સ્પષ્ટ ભાષામાં કહો.
દૈત્યરાજ: "અમારા માટે તમારે એક નાનું અમસ્તું કામ કરવું પડશે. અમારા કષ્ટોનું નિવારણ કરવું પડશે."
સમુદ્રક: "જગતમાં વધારેને વધારે પાપો ફેલાવનારા તમે દૂષ્ટો છો. વળી, દૃષ્ટોને થોડું કોઈ કષ્ટ હોય. અને કષ્ટ હોય તો પણ તમે એમ કેમ વિચારી શકો કે, હું દેવતા તમારાં જેવા શૈતાનોની મદદ કરીશ? તમારા આ તપની પાછળનો હેતુ અને ભાવના શુધ્ધ હશે, સૌનું કલ્યાણ થતું હશે, તો હું ચોક્કસ તમારી મદદ કરીશ..!"
દૈત્યરાજ: "આજ તમારી શરણે અમે ઘણી કામનાઓ લઈને આવ્યા છીએ. જો તમે અમારું કષ્ટ નિવારશો તો
ચોક્કસ તમારી વાહ વાહ થશે. આ પાછળ અમારી ભાવના શુધ્ધ જ છે. અમે એવું કોઈ જ કાર્ય નહી કરીએ જેનાથી અન્ય ને નુકશાન થાય..! હે સમુદ્ર દેવતા! તમે આ સૃષ્ટિને બચાવવા બધું જ પાણી તમારી અંદર નિયંત્રિત કરો છો. છતાં, તમને એનું કોઈ અભિમાન નથી. તમે અભિમાન કરી બધું જળ પૃથ્વી પર ફેરવી પણ શકો. અથવા તો આ પૃથ્વીલોક પર તમારો કબજો પણ કરી શકો..! તમે તો દેવ છો. શું આવશે આ પામર મનુષ્યનું..! એ તો આશાનીથી પાણી પાણી કરતાં મૃત્યુલોક પહોંચી જશે. આ પૃથ્વીનો વિનાશ થતાં શું વાર લાગશે. તમને તો એક ક્ષણ લાગશે બધું સપાટ કરતાં..! સાચું ને? પરંતુ તમે એવું નહીં કરો. તમે તમારું કર્મ પહેલેથી જાણો છો. તમારી વાહ વાહ થાય એ માટે તમે ખોટો રસ્તો નહીં અપનાવો. પરંતુ તમને આ આખો સંસાર કુંવારો કહે છે. તમે ક્યાં સુધી આમ કુંવારાનું બિરુદ લઈને ફરશો. તમે બધાનું મો બંધ કરી દો ને! તમે પણ લગ્ન કરી પુત્ર પ્રાપ્ત કરો. અને સંસારને બતાવી દો કે તમે મર્દ છો. અમે તો માત્ર તમારા પુત્ર ને જોવા માંગીએ છીએ. બસ, આમ તમને ખુશ જોઈને તમારું ભલું કરવાનું ઈચ્છએ છીએ.
આમ શૈતાની દિમાગ મંથરાની જેમ ચાલતા હોય ને..! એણે સમુદ્રકને સિધ્ધી રીતે નહીં તો આડી રીતે પકડ્યો તો ખરા જ...!
સમુદ્રક તો સાવ ભોળો હતો બીચારો! એ થોડી વાહ વાહ કરતા દૈત્યોની વાતોમાં ધીમે ધીમે ફસાવા લાગ્યો. એને શું ખબર કે, "આ શૈતાનો પૃથ્વીનાં વિનાશ માટે કોઈ મોટું ષડયંત્ર રચી રહ્યાં છે, ને પોતે એમાં ફસાઈ રહ્યો છે."
(ક્રમશઃ)
- હેતલ ઘેટીયા "કૃષ્ણપ્રિયા"✍️