part 39 in Gujarati Spiritual Stories by કૃષ્ણપ્રિયા books and stories PDF | નિલક્રિષ્ના - ભાગ 39

Featured Books
Categories
Share

નિલક્રિષ્ના - ભાગ 39

(હજારો વર્ષો પહેલાંની પૃથ્વી અને સમુદ્રકની બાબા આર્દે કહેલી પ્રેમકહાની!)

બાબા આર્દ : "યુગો યુગો પહેલાંની આ વાત છે. પૃથ્વીની ધરા સાવ સુકાઈ ગઈ હતી. પૃથ્વીમાં કોઈ રસ રહ્યો ન હતો. નદી, ઝરણાં, તળાવ સાવ સુકા પડ્યા હતાં. વૃક્ષ વેલી, લતાઓ બધુ સુકાઇ ને નષ્ટ થઈ રહ્યું હતું. ત્યારે આ વસુંધરા ક્યાંક ગમે એમ કરીને ઠંડક મેળવવા તડપી રહી હતી. ત્યારે એક દિવસ એને ફરી વિચાર આવ્યો કે, પોતાને ઠંડક આપવા માટે સમુદ્રક એક માત્ર રસ્તો છે. એટલે પૃથ્વી સમુદ્ર તરફ આગળ વધવા લાગી ગઈ.

પરંતુ પૃથ્વીનો આ નિર્ણય મહાદેવને યોગ્ય લાગ્યો નહીં. એણે પૃથ્વીને એક વખત તો આમ કરતાં સમજાવી હતી. વાત એ ત્યારે સમજી પણ ગઈ હતી. "સમુદ્રક તરફ આ એનું આકર્ષણ છે." એમ વિચારી મહાદેવની વાતને વધુ પ્રાધાન્ય આપીને પોતાનાં યૌવનનાં પગથીયા પર એણે એક વાડ પણ બાંધી દીધી હતી.

 એ વાડ ઓળંગવા એ અસમર્થ હતી. કહેવાય છે ને કે, 'સંગતની અસર!' એનાં મનની આસપાસ દૈત્ય રાક્ષસો ગોઠવાઈ ગયા હતાં. પૃથ્વીને એ ખોટી લાગણીમાં બહેલાવી ફોસલાવીને ચાલી ચુભલી કરીને પોતાની જીંદગી વિશે વિચારવા એ વારંવાર એનાં કાન ભંભેરતા રહ્યા.

 દૈત્યરાજ કેતુક : "આ માણસોની જાળમાંથી બહાર નીકળી તું તારા વિશે વિચાર..! તું આ બાંધેલી વાડમાંથી બહાર નીકળીને વિચારીશ તો તારું પોતાનું પણ કોઈ હશે. આ મનુષ્યો તારી ઉપર રહીને મેવા આરોગી રહ્યા છે. અને તું ભૂખી, તરસી સુકાય રહી છો."

પૃથ્વી : "મનુષ્યોએ ખાલી દેખાવ પૂરતું એ અક્ષયપાત્ર મુક્યું છે. તેથી એ જોઈને બધાં દેવતાઓને એમ લાગે કે, 'પૃથ્વી ખુબ ખુશ છે...!' દેવતાઓ જાણતા જ નથી કે, આ મનુષ્યો કેટલી હદ સુધી શૈતાન બનીને મને હેરાન કરે છે. આ મનુષ્યોનો ઉપર છલ્લો દેખાવ દેવતાઓ જોવે છે. પરંતુ, મનુષ્યો અંદરથી કેટલાં શૈતાન છે, એ કોઈ દેવતા જાણતા નથી."


બાબા આર્દ:  "પૃથ્વીની આ વાત પરથી શૈતાનો જાણી ગયાં હતાં કે, 'પૃથ્વી ખુબ દુઃખી છે.' અને દૈત્યો એ પણ જાણતાં હતાં કે, "દુઃખમાં આવેશ વધી જાય છે. આ દુઃખ જ એકમાત્ર એવી સ્થિતિ છે કે એમાં દેવતા, મનુષ્ય કે અન્ય જીવ ના કરવાનું કરી બેસે છે.

આજ વાતનો મોકો ઉઠાવીને દૈત્યોએ સમુદ્રકનાં એ જ પ્રેમની હવા, ફરી પૃથ્વીનાં મનમાં પહોંચે એટલે એને વાયુ માર્ગે સમુદ્રનાં મોજાં વધુ ઉછાળ્યા. આમ, કરીને એ સમુદ્રનાં પાણીની વાંછટથી પૃથ્વીને પલાળવા લાગ્યાં. આ રીતે પૃથ્વીને સમુદ્રમાં સમાવવાની ક્રિયા એને શરૂ કરી દીધી. આ દૂષ્ટોની નીતિ તો સાવ કપટ જ હતી. 

આપણે એમ લાગે કે, આ દૂષ્ટ દૈત્યો સાથે પવન દેવ પણ મળેલાં હશે...! ના, આ કામમાં પવન દેવ દૈત્યોનો સાથ ક્યારેય ના આપે. આપણે આ બ્રહ્માંડ વિશે અધુરું જ્ઞાન ધરાવીએ છીએ. આપણે બ્રહ્માની ઉત્પત્તિ અને એનાં મુખેથી નીકળેલાં વેદોને જાણીએ છીએ. અને એ જ બધું આપણે માનીએ છીએ. પરંતુ એ રીતે આ શૈતાનોનું પણ એક અલગ બ્રહ્માંડ છે, એ આપણે કોઈ નથી જાણતા...! આ દૂષ્ટોની પણ એક દેવો જેવી જ એમ તો ના કહી શકીએ, પણ કાંઈક અટપટી એવી એનાં બ્રહ્માંડની વ્યવસ્થા છે. સૂરજ, ચાંદ, વાયુ, અગ્નિ, જળ આ બધુ એને અટપટી રીતે ગોઠવ્યું છે. એનો સુરજ સવાર, બપોર, સાંજ માથા ઉપર જ રહે છે. એને કોઈ દીશાનું પણ જ્ઞાન નથી. કદાચ દેવતા જેટલી એનામાં બુધ્ધી નથી. એટલે એનાં બ્રહ્માંડમાં હજુ સુધી મનુષ્યો જેવા આકાર ઘરાવતા જીવો પણ બન્યા નથી. 

બ્રહ્માંડમાં પણ અલગ અલગ હજારો બ્રહ્માંડ છે. પરંતુ મુખ્ય બ્રહ્માંડના બે ભાગ છે. એમાં એક ભાગમાં શૈતાનો વસે છે. અને બીજા ભાગમાં દેવતાઓ વસે છે. આ વાત કોઈ જાણતું નથી પરંતુ, જે રીતે દેવતાઓ આ આખી સૃષ્ટિ સંભળાવવા  અલગ અલગ વિભાગનાં એક એક દેવતા રાખ્યાં છે. એ રીતે શૈતાનોના બ્રહ્માંડમાં અલગ અલગ શૈતાનના વિભાગ છે.

જેમ આપણે વાયુ દેવ પવનની ગતિ નક્કી કરે છે, એમ શૈતાનોના બ્રહ્માંડમાં ત્રિનવર્ત પવન દ્વારા એનાં દૈત્ય લોકમાં હવા ઉત્પન્ન કરે છે. આજથી હજારો વર્ષો પહેલાં સમુદ્રક અને પૃથ્વીનું મિલન થયું હતું. ત્યારે એ હવા ત્રિનવર્ત રાક્ષસે જ ફેલાવી હતી. પરંતુ ત્રિનવર્ત કૃષ્ણાવતારમાં કૃષ્ણનાં હાથે જ મૃત્યુ પામ્યો હતો. તેથી હવે દૈત્યલોકમાં ત્રિનવર્તની પત્ની વૃજા પવનની ગતિ નક્કી કરે છે.

આમ દૈત્યરાજ કેતુકના આદેશથી ત્રિનવર્ત અને વૃજાએ હજારો વર્ષો પહેલાં આ સમયે પોતાના વંટોળિયાની ગતિ વધારી પવનની ફૂંકો મારી સમુદ્રમાં ચક્રવાત શરૂ કર્યું હતું. પવન દ્વારા ઉછળતા સમુદ્રનાં મોજાંઓએ પૃથ્વીની વધારે નજીક આવવાનું શરૂ કરી દીધું. તેથી, દુઃખી, દર્દથી ભરેલી પૃથ્વી પણ મનુષ્યનાં જીવનને વિચાર્યા વગર સમુદ્રમાં સમાવવા લાગી હતી. પરંતુ, ફરી એને મહાદેવને આપેલું વચન યાદ આવી ગયું ને એ સમુદ્રકથી દૂર રહેવા લાગી. 

 સમુદ્રક પાણીના ઉછાળા વધતા પૃથ્વી તરફ ખસેડાઈ રહ્યો હતો. આ ઉછાળા સાથે એની નજર પૃથ્વી પર પડવા લાગી. ને એ પહેલી નજરે પૃથ્વી પર મોહિત થઈ ગયો. પૃથ્વીનું સૌંદર્ય સમૃદ્રકના મનમાં સમાવા લાગ્યુ. એની આંખોનાં ખૂણે હવે પૃથ્વી જ સમાઈ રહી હતી. સુતા, ઉઠતા, જાગતા, બેસતાં બધે હવે તો એને પૃથ્વી જ દેખાતી હતી. પૃથ્વી એને પહેલેથી ચાહે છે એ વાતથી એ સાવ અજાણ હતો.

એ જાણતો ન હતો કે, 'દૈત્યોનું બનાવેલું આ એક ષડયંત્ર છે.' એતો નિખાલસતાથી પૃથ્વી સાથે દોસ્તી કરી રહ્યો હતો. સમૃદ્રકનો ભાવ પણ પૃથ્વી જેવો ચોખ્ખો હતો.

આ દૂષ્ટ દૈત્ય રાક્ષસો પૃથ્વી પર પોતાનું સામ્રાજ્ય સ્થાપિત કરવા માંગતા હતાં. અને એ માટે એણે પૃથ્વીનો ઉપયોગ કર્યો હતો. એક દૈત્ય વંશને પૃથ્વીનાં કોખે અવતાર આપ્યા બાદ એ એક એવું વિશ્વ સ્થાપિત કરવા માંગતા હતાં જેમાં દેવતાનું નામ જ ના હોય. રામા અવતાર, કૃષ્ણ અવતાર એમ અવતારો લઈને વિષ્ણુ એ પૃથ્વીનાં લોકો પર પ્રેમ, લાગણી ને સ્નેહનાં જે મોતી પરોવી રાખ્યાં હતાં. એ મોતી ને દૈત્યો રાક્ષસી વૃતિ દ્વારા વિખેરવા માંગતા હતાં.

એનાં માટે એને દૈત્ય અવતાર લેવો જરૂરી હતો. આ અવતાર માટે એને વિરુદ્ધના દેવતાના મિલનની જરૂર હતી. કેમ કે, વિરુદ્ધના દેવતાનું મિલન દૈત્ય રાક્ષસ ને જન્મ આપશે, એ વાત એનાં પૂર્વજો કહેતાં ગયા હતાં. પરંતુ આ કાર્ય કરવામાં એનાં પૂર્વજો પણ સક્સેસ થયા ના હતાં. દૈત્યોને નજરમાં અફાટ સાગર દેખાયો. એને જોઈને દૈત્યોએ નક્કી કરી લીધું કે, 'આનાથી સારું પૃથ્વીથી વિરુદ્ધનું દેવતા પાત્ર આપણને બીજું કોઈ નહીં મળે...!'

પૃથ્વી પર પોતાનું સામ્રાજ્ય સ્થાપિત કરવા માટે દૈત્યો પુર્ણ કોશિશ કરી રહ્યાં હતાં. પહેલા તો એણે છુપા વેશમાં આવીને મનુષ્યોમાં રાક્ષસી વૃતિ ભરવાનું ઘણા સમયથી શરૂ કરી દીધું હતું. હવે એ સમુદ્રમાં પણ એ જ રાક્ષસી વૃતિ ભરવા લાગ્યા હતાં.

મનુષ્યમાં જ્યારે રાક્ષસી વૃતિ આવી એટલે એ પૃથ્વીનું નુકશાન કરવાં લાગ્યાં હતાં. આ વાતની પૃથ્વીને જાણ થતાં એ રોજ રોજ વધુ ને વધુ દુઃખી થઈ આંસુ વહાવવા લાગી ગઇ હતી. એનાં આ વહેતાં આંસુ લુછવા માટે એણે સમુદ્રકની જરૂર પડવાં લાગી હતી. આ જોઈને દૈત્યને પોતાનું મગશદ પુરું કરવા માટે જે જોતું હતું એ સ્પષ્ટ ચિત્ર એને દેખાવા લાગ્યું હતું.

હવે બધા દૈત્યો રોજ રોજ વધારે રાક્ષસી વૃતિ કરી ખુશીઓ મનાવી રહ્યાં હતાં. આ વાતથી એ બધાને પોતાની જીત થતી હોય એવો સંદેશ મળવાં લાગ્યો હતો. 

એકદિવસ પૃથ્વી મનુષ્યને પોતાની સપાટીનું વધુ નુકશાન કરતો જોઈને રીસાઈ ગઈ. એ વાતની જાણ દૈત્યો ને થઈ અને એ સમયે લાગ જોઈને પોતાની વાત મનાવવા માટે એ પૃથ્વી સાથે ફરી ચાલી ચુપલી કરવા લાગ્યા. એ પૃથ્વી એનાં કહેવામાં આવી ગઈ હતી.

જ્યારે મહાદેવે બધા દેવોને પૃથ્વીનું સંચાલન કરવાનું કામ સોંપ્યું હતું ત્યારે એ સાથે નક્કી કર્યું હતું કે, "દેવી, દેવતા આપસમાં પ્રેમ સંબંધ બાંધી શકશે. પરંતુ અમુક વિરુદ્ધ દિશામાં કાર્ય કરતા દેવી દેવતાઓ ક્યારેય મળી શકશે નહીં. વિરુદ્ધ દિશામાં કાર્ય કરતા દેવી દેવતાનું મિલન એટલે વિનાશ એ યાદ રાખજો!"

દૂષ્ટ દેત્યો પોતાનું રાક્ષસી સામ્રાજ્ય પૃથ્વી પર સ્થાપવા, માટે વિરુદ્ધના દેવી દેવતાનું મિલન કરવું જરૂરી હતું. તેથી, પોતાના કાર્યને અંનજામ આપવા પૃથ્વીને  પહેલેથી જ તૈયાર કરી દીધી હતી. અને હવે સમુદ્રકની પાસે પોતાનો પસ્તાવ રાખવા એ આવ્યા હતાં.

(ક્રમશઃ )

- હેતલ ઘેટીયા 'કૃષ્ણપ્રિયા' ✍️