Neelakrishna - Part 38 in Gujarati Spiritual Stories by કૃષ્ણપ્રિયા books and stories PDF | નિલક્રિષ્ના - ભાગ 38

Featured Books
Categories
Share

નિલક્રિષ્ના - ભાગ 38

આગળ આપણે જોયું હતું કે, ધરા પવનમહેલની એક અંધારી કોટડીમાં હોય એવું ધ્યાન કરવાથી મને દેખાયું.
તેથી, તેનાં સુધી પહોંચવા માટે મેં એ પવનમહેલની આસપાસ જ મારો ડેરો નાખ્યો.

હું પક્ષીરાજ વાવ્યની પવનમહેલથી બહાર નીકળવાની રાહ જોતી ત્યાં સમય કાઢવાં લાગી હતી. ધણાં દિવસો સુધી એની રાહ જોયાં પછી એક દિવસ મેં જોયું કે, મગરમચ્છનાં શિકાર માટે વાવ્ય પવનમહેલની બહાર નીકળીને વાયુ માર્ગે સમુદ્ર તરફ જઈ રહ્યો હતો. મેં એનો પીછો કરવાનુ શરૂ કર્યું.

ત્યાં અચાનક મારો ત્યાં હોવાનો અહેસાસ થતાં પક્ષીરાજ વાવ્ય એ બહાર નીકળતા મારી સાથે સારી રીતે વાત કરતા કહ્યું, 

"યહાં સે આજ તક કોઈ બચકર નિકલ નહીં શકા, એ જગહ પર અચ્છે ઈન્સાન નહીં ગુલામ બનાયે જાતે હૈ.


હું ધ્યાનથી જ તમારો સ્વભાવ ઓળખી ગઈ હતી. કે , "તમે સ્વભાવે ખુબ સારાં છો. અને આમ કહી તમે આજ સાબિત કરી દીધું, "રાવણની લંકા અવશ્ય બળશે જ!"


" હું કેટલી વખત અહીંથી બહાર નિકળ્યો છું. પરંતુ હજુ સુધી મને એ ખબર નથી પડી કે આ પવનમહેલની દિવાલના કેટલાં સ્તર છે."

વાવ્ય વૃજાની આજ્ઞાથી દરિયાની ઊંડાઈમાં કેદ કરેલા  સમુદ્રકને લેવા જઈ રહ્યો હતો.

એ પહેલાં મેં જે વેશ ધારણ કર્યો હતો એ પવનમહેલમાં અંદર જવા માટે યોગ્ય હતો. વાવ્ય એ ધરાની મદદ કરવાની મારી ભાવનાને સમજી મને પવનમહેલમાં અંદર એન્ટ્રી કરાવી દીધી.

અંદર આવ્યા પછી હું હવે રૂબરૂ પવનમહેનાં આ બિહામણાં રૂપને જોઈ રહી હતી. પવનના વંટોળથી ઉછડીને આવેલ કૂચો, કસ્તર અને બીજી ઘણી વસ્તુઓ એવી રીતે વિંટાળી ગોઠવી હતી કે, જાણે ભૂતમહેલ ના હોય એવું ડરામણું લાગી રહ્યું હતું. આમ તેમ ગુંચવાડા
ખોલતી ઠેબા ખાતી આગળ વધતી હતી ત્યાં અચાનક વૃજાએ મારાં પર નજર કરી પરંતુ મારો વેશ તોતિંગ પક્ષી જેવો જોઈ એ મને ઓળખી શકી નહીં. મને થયું, "હાલો હાયલુ!" એમ તો કાંઈ વેશભૂષામાં હું પાછી પડું એમ તો નથી!

ધીરે ધીરે થતાં હું જ્યાં ધરાને કેદ કરી હતી એ કોટડીના દરવાજા પાસે પહોંચી ગઈ. તિરાડમાંથી નજર કરી જોયું તો ધરાએ એક જબર ચિત્ર દિવાલ પર કોતર્યું હતું. એ તો હું ભુલી જ ગઈ કે, ધરા સ્કૂલ ટાઈમમાં ચિત્ર બનાવવામાં નંબર વન હતી. અને મને તો દોરવાનું કહ્યું હોય મોર ને હાથી બનાવીને બતાવું! હસો નહીં, ચિત્ર જ ખરાબ હતું. બાકી ગણિતમાં તો નંબર વન હતી. ધરાને ડ્રોઈંગ, પેઇન્ટિંગ કરવું પહેલેથી જ બહું ગમતું હતું. કોટડીની દિવાલ પર ધરા એ સમુદ્રકનું સુદ્ઢ અને સ્વસ્થ ચિત્ર બનાવ્યું હતું. એ ચિત્ર જોતાં મને એમ થયું કે, આ વસ્તુ તો મારા મગજમાંથી નીકળી ગઈ. મેં સમુદ્રક અને ધરાને એકસાથે સમુદ્રમાં જોયાં હતાં. એ બંને એ રીતે મળ્યા હતા કે, "જાણે એ હજારો વર્ષોથી એકબીજાને ઓળખતા હોય." પરંતુ એ બન્ને વચ્ચેનું રાજ પણ કશું હશે, એ જાણવામાં હું અસમર્થ રહી. જો આ બન્ને વચ્ચે કોઈ રાજ હશે તો બાબા આર્દ અવશ્ય જાણતા હશે. મેં બાબા આર્દને નિલક્રિષ્ના વિશે જ પુછ્યું હતું. ધરાના ભુતકાળ વિશે તો મેં ક્યારેય ન પૂછેલું!

હવે અહીં પવનમહેલમાં ધરાને એકલું છોડીને મારું પૃથ્વી પર જવું અશક્ય હતું. અને ધરાએ બનાવેલું આ સમુદ્રકનું પેન્ટિંગ જોઈને મને એ રાજ જાણવું જરૂરી લાગ્યું. મેં અતિ ધ્યાન લગાવ્યું. અને બાબા આર્દને અહીં પવનમહેલની આસપાસ આવવા વિનંતી કરી. થોડીવારમાં એ મારી નજર સામે જ પ્રગટ થયા. એનાં પ્રગટ થતા જ અમે બંને સાવ સુક્ષ્મ સ્વરૂપ ધારણ કરી ધરા પાસે કોટડીમાં આવી પહોંચ્યા. ધરા અમને જોઈ પણ નહોતી શકતી કે સાંભળી પણ નહોતી શકતી અમે બંને ધરાને નજર સામે રાખીને બેઠા હતાં. ધીમેથી જાણવાની ઉત્સુકતાથી મેં ધરા વિશે બાબા આર્દને પૂછ્યું.

"ધરા અને સમુદ્રક વિશે તમે કંઈ જાણો છો ?"

"ના!"

બાબા આર્દનો જવાબ 'ના' મળતા મેં જોયેલી અને અનુભવેલી મારી વાત કહેતાં કહ્યું કે,

"મેં સમુદ્રમાં ધરા અને સમુદ્રકને એકસાથે જોયાં હતાં.
એ બન્નેને સાથે જોય મને એવું લાગતું હતું કે, આ બન્ને
સૃષ્ટિનાં પ્રારંભથી જ સાથે હોય."

"હા, તે શું જોયું છે એ હું નથી જાણતો. કેમ કે, હું બધી જગ્યાએ ધ્યાન કરવાં અસમર્થ રહું છું. પણ એક વસ્તુ હું જાણું છું તે છે પૃથ્વી અને સમુદ્રકની પ્રેમ કહાની...!"

" પૃથ્વી, એ કોણ? તમે આ કંઈ સ્ત્રીની વાત કરો છો?"

"પૃથ્વી એટલે ધરતી આપણી જન્મ ભૂમિ! આપણી મા...!"

" હા, હું ધરતી માતાને તો ઈતિહાસમાં રહેલી વાતોથી ઓળખું જ છું! એનાં કાલ્પનિક ચિત્ર પણ મેં જોયાં છે.
પરંતુ એ વાતથી હું અજાણ છું કે, આ પૃથ્વીની પણ પ્રેમ કહાની છે...! શું પૃથ્વી પણ ક્યારેક યુવાન હતી?
શું એને પણ બધી યુવતીઓની જેમ કોઈ યુવક સાથે પ્રેમ કર્યો હતો?"

બાબા આર્દ દ્વારા પૃથ્વી અને સમુદ્રકની પ્રેમ કહાની વિશે  સાંભળતાં આમ, મારાં સવાલ તો ચાલું થઇ ગયા હતાં. બાબા આર્દે મને શાંત કરતાં કહ્યું કે,

" પુત્રી ધીરજ ધર, પેલાં તો તું ઊંડા શ્વાસ લઇ લે!‌ એકદમ શાંત થઇ જા. હું જાણું છું એ બધું તને હમણાં જ કહીં સંભળાવીશ. જગતમાં જે કાંઈ દેખાય છે એ મિથ્યા છે. માટી એ જ સત્ય છે. બાકી એમાંથી બનાવેલ અનેક આકાર અસત્ય છે. એ જ રીતે આપણું આ અસ્તિત્વ સત્ય નથી. એનું મૂળ સત્ય છે. હજારો વર્ષો પહેલાં એક સમય એવો આવ્યો કે, આ પૃથ્વી પણ યુવાનીનાં ઊંબરે ઉભી હતી.

એનું બાળપણ આમ જ ખેલ કૂદમાં વીતી રહ્યું હતું. જ્યાં સુધી એ સાચું ખોટું સમજી શકતી ન હતી, ત્યાં સુધી એનામાં કોઈ સ્વાર્થ પણ ન હતો. કોઈ પોતાપણું પણ ન હતું. એતો આખાં જગતને પોતાનું માનતી હતી. આમ, ઉંમર વધતાં એની સમજ પણ વધી. આ પૃથ્વી
તો દેવી હતી. એટલે આરંભથી અંત સુધીમાં કોઈપણ સ્થિતિમાં એને ડગવાનું ન હતું. કેમ કે, દેવોના દેવ મહાદેવનાં નક્કર નિયમો પ્રમાણે બધાં દેવી, દેવતાઓને
અમુક નિયમોનું પાલન ફરજિયાત કરવાનું હતું. પરંતુ આપણે જાણીએ જ છીએ ને કે, યૌવન સારાં સારાને પણ ડગાવી દે તો આ તો પૃથ્વીનું યૌવન હતું. આટલું સુંદર સૌંદર્ય! એ તો કોઈ કાળે ડગવાનું જ હતું. એનું યૌવનથી પ્રકૃતિ સોળે કળાએ ખીલી અને એનો પગ એક દિવસ સમુદ્રમાં લપસી ગયો. આમ એનાં યૌવનથી એ લપસી જતાં, સમુદ્રકને નિહાળવા તડફડીયા મારવા લાગી. એનું શરીર, મન, વાણી, વિચાર બધુંય મનોમન સમુદ્રકનું સ્મરણ કરવા લાગ્યું હતું. આ વાતની જાણ મહાદેવને થતાં, એ તરત જ પૃથ્વી પાસે આવ્યા અને એને સમજાવવા લાગ્યા,

મહદેવ : "હે દેવી પૃથ્વી! તારું જીવન સર્વનાં કલ્યાણ માટે છે. એટલે તું પોતે દેવતા થઈને તારું એકનું ન વિચારી શકે. દેવી તારી સાથે આ આખું જગત જોડાયેલું છે."

મહાદેવના કહેવાથી એ સમજી ગઇ હતી. અને ફરીથી
એ સૌનાં કલ્યાણ માટે કાર્યરત પણ થઇ ગઈ હતી. પરંતુ એક-બે વર્ષ વીતતા પૃથ્વી પરના માણસો ક્રૃર બનવા લાગ્યા. પૃથ્વીને બધી બાજુ ખોદીને હેરાન કરવા લાગ્યા. એ જખમ સહન ન થતાં એ ચોધાર રડવા લાગી. ફરી એને એવું થયું કે મારાં આંસુ લુછવા વાળું મારું પોતાનું એવું કોઈ નથી. એ સમયે એને સમુદ્રકની ફરી યાદ આવી.

(ક્રમશઃ)

- હેતલ ઘેટીયા "કૃષ્ણપ્રિયા" ✍️