Neelakrishna - Part 37 in Gujarati Spiritual Stories by કૃષ્ણપ્રિયા books and stories PDF | નિલક્રિષ્ના - ભાગ 37

Featured Books
Categories
Share

નિલક્રિષ્ના - ભાગ 37

ધૃણ : "અમર વૃક્ષ એ છે જેનાં પર કોઈ પણ પ્રકારના ફળ ફૂલ કે પાન નથી. એ વૃક્ષ તને પોતાની છાલમાંથી અમર પટ્ટો આપશે. એ અમર પટ્ટો નજીકનાં ભવિષ્યમાં જ તને ઉપયોગી થશે. આજ સુધી કોઈ આ કાર્યમાં સફળ થયું નથી. હું જાણું છું કે, ભગવાન દુષ્ટ લોકો માટે ભયકારક અને ભયરૂપ છે. પરંતુ ભક્તોનાં ભયનું તો એ હરણ કરનાર છે. તને જોતાં મને એવું લાગે છે કે, તું ભગવાનનો જ અંશ હોય! ઈતિહાસ સાક્ષી છે જે કર્મ કરવા જન્મ થયો હોય એ કર્મ આપણે વિના છટકે કરવું જ પડે છે. કર્મ ભગવાનને પણ કરવું પડ્યું હતું. તો આપણે તો માનવ છીએ. હું તારા વિશે કોઈ ચોક્કસ વાત જાણતો નથી. પરંતુ, તારાં મળ્યા બાદ મને એવું લાગે છે કે, હું કદાચ તારી મદદ કરી શકું એ માટે અહીં બચેલા શ્વાસ ભરી રહ્યો હતો. 

૫૦૦૦ વર્ષ પછી પૃથ્વીને ખતરો છે. એ ઋષિઓ જાણતાં હતાં. પરંતુ એ પણ આ જગ્યા સુધી પહોંચવા અસમર્થ રહ્યા હતા. ખગોળશાસ્ત્ર પણ અહીં પહોંચવા અસમર્થ છે. તું એ વૃક્ષે આપેલા અમર પટ્ટાથી દરિયામાં રસ્તો આસાનીથી કરી શકીશ. અને એ રસ્તા દ્વારા નવી પૃથ્વી સુધી પહોંચી શકાશે. નવી પૃથ્વી પર પહોંચતા પહેલાં એક કુવામાંથી તારે અમીનો પ્યાલો ભરી આવવાનો છે. એ અમીનો કુવો સમુદ્રનાં તળમાં જ્યાં વિરમન્યુ સુતેલો છે તેની નીચે દબાયેલો છે.

 તે શોધેલી એ પૃથ્વી પર મનુષ્યને જીવન મળે અને એની જીવન અવધિ વધે. અને લોકો રાક્ષસી વૃતિથી લડીને એકબીજાના ખૂન ન પીવે, એ માટે અમીના. પ્યાલાથી એ નવી પૃથ્વી પર છટકાવ કરવો જરૂરી છે. એનાથી મનુષ્યનું જીવન પણ શક્ય બનશે. અને લોકો લોભ, લાલચ, કામ, ક્રોધ બધું ભૂલી પ્રભુમાં લીન થઈ જશે. આમ, લાગણીઓથી ભરપૂર માણસોની નવી દુનિયા જન્મ લેશે. એ કુવાનાં પાણીમાં મનુષ્યની બોડીમા રહેલાં સેલ પણ છે. સમુદ્રમંથન વખતે હજુ મનુષ્યો સૃષ્ટિ પર અવતર્યા ન હતાં. ત્યારે મંથન થતાં દરિયાનાં ઊંડાણમાંથી એ સેલ બહારનાં વાતાવરણમાં બહાર હવા દ્વારા નિકળ્યા. અને એક પછી એક માનવની ઉત્પત્તિ થવા લાગી. જ્યાં સુધી એ કુવો છે ત્યાં સુધી કોઈ રાક્ષસો મનુષ્યોનો સંપૂર્ણ ખાત્મો નહીં કરી શકે. અમીના છાંટણા છાટવા તારાં જેવા દેવીય માણસો અવતરતા રહેશે.

હેત્શિવાએ આપેલા દરિયાઈ જ્ઞાનથી તું અનેક ગુપ્ત રસ્તાઓ પણ જાણે છે. આ દરિયાઇ રસ્તાઓ દ્વારા તારે એ અમીનો કુવો શોધવાનો છે. અને આ અદ્શ્ય પ્યાલો હું તને આપું છું એ તું સાથે જ રાખજે! અને અમીના કુવામાંથી આ પ્યાલો ભર્યા પછી દૈત્યો તારાં પર કદાચ પ્રહાર કરશે, છતાં આ આ પ્યાલો અદ્રશ્ય હોવાથી એ દૈત્યો એના સુધી નહીં પહોંચી શકે. અને તું સહીસલામત અમીને સાચવીને પૃથ્વી પર આવી પહોંચીશ.

એક વસ્તુ ખાસ કે, અમીના કુવા સુધી તો તું પહોંચી જઈશ પરંતુ, અમીને પાત્રમાં ભરવા માટે તારે તેજસ્વી આંખ જોશે. એ તારી પાસે નથી. અને મારી પાસે તેજસ્વી આંખો છે. પરંતુ, હું ત્યાં પહોંચવા સમર્થ નથી.
પુત્રી! તેથી હું તને આ મારી તેજસ્વી આંખો આપું છું.
મને પુર્ણ વિશ્વાસ છે કે, તું ક્યાંય નહીં અટકે! બસ, આગળ વધ જે રસ્તો ખુલતો જશે, એજ તારાં જીવનનો સત્ય માર્ગ છે.

સાથે એ પણ યાદ રહે કે, અમીના કુવા સુધી તું પહોંચી તો જઈશ, જ્યારે વિરમન્યુ પડખું ફેરવશે ત્યારે તું એ જગ્યાએથી અંદર અમીના કુવો શોધવા પ્રવેશ કરી શકીશ. પરંતુ એ પડખું ફરશે એ પહેલાં અહીં પૃથ્વીની સુરક્ષા માટે તારે સુવિધાઓ પહેલેથી જ ગોઠવવી પડશે. કેમ કે, એનું પડખું ફરતા જ તરત જ સમુદ્રનાં પાણીનો પ્રવાહ પૃથ્વી પર આવવા લાગશે. અને બધી દૈત્ય રાક્ષસી શક્તિઓ પણ જાગવા લાગશે. જ્યાં સુધી તું અમીનો પ્યાલો લઈને ન આવે ત્યાં સુધી પૃથ્વી વાસીઓને તોતિંગ પક્ષીઓ ઉપર રાખીને સુરક્ષિત રાખી શકાશે. અને પ્રચંડ પાણીનાં પ્રવાહને રોકવા માટે પહાડી ઝાડ પણ તારો સાથ આપશે.

 નિલક્રિષ્ના : " મને સવાલ થાય છે કે, તમે મારી જિંદગીની વાતો સાવ અજાણ થઈને સાંભળી! અને મને જે રીતે આગળ વધવા માટે તમે સુચનો આપ્યાં એ એકદમ ભલામણ સાથે જ આપી રહ્યા છો. જાણે આ તમારો નક્કી કરેલો પ્લાન હોય એ રીતે સજ્જ થઈ જવા તમે મને કહીં રહ્યા છો. હું સમજી શકતી નથી કે તમે આ ધૃણનાં રૂપમાં કોણ છો? 

ધૃણ :  "હું એ અભાંગ્યો પિતા છું. જે એની પુત્રીનાં
હાથે જ આ સમુદ્રની નીચે દબાઈ ગયો હતો."

"તમે આવી અટપટી વાતો ના કરો. મને સત્ય હકીકત જણાવો?"

" હું પૃથ્વીનો પિતા ધૃણ છું. "

" પૃથ્વી!"

" પૃથ્વી મારી પુત્રી છે."

" તમે કંઈ પૃથ્વીની વાત કરો છો?"

" જે પૃથ્વી હરેક યુગે જન્મી છે એ જ...! હર યુગે જુદા નામથી એ ઓળખાઇ છે. ધરતી, પૃથ્વી, ધરા, વસુંધરા!"

" તમે આપણી ભોમકા, આ માટીની વાત કરી રહ્યા છો?"

" હા, પુત્રી આ ભોમકા જે જીવસૃષ્ટિથી બનેલી છે એ જ પૃથ્વી મારી પુત્રી છે."

"એ પૃથ્વી સાથે તમારો સંબંધ હું સમજી ગઈ. પરંતુ, એ પૃથ્વી સાથે મારો સંબંધ શું છે એ તમે જાણો છો?"

"ના, પુત્રી! હું તો એટલું જ જાણું છું કે,જે રીતે તે મને આ દરિયાની ગહેરાયોમાંથી કાઢ્યો એ પરથી મને સમજાઈ ગયું છે કે, આખી પૃથ્વીની રક્ષા હેતુ જ તારો જન્મ થયો છે. કેમ કે, મને અહીંથી કાઢવો એ સ્વયં મહાદેવ માટે પણ અશક્ય હતું. એ કામ આજ તે કર્યું છે. તું કોણ છે? એ મને નથી ખબર પરંતુ, તારાં જીવનનો માર્ગ હું તને અવશ્ય બતાવી શકું એમ છું.

પુત્રી કુદરતનો ખેલ તો નિરાળો છે. ક્યારે કંઇ બાજી ઉલટી કરી નાંખે ને ક્યારે કંઇ બાજી સુલટી...! એ ઉપરવાળો જ જાણે. જો ક્યાંય પહોંચવાની લગન હોય, ઈરાદા મક્કમ હોય. મનનું આશન ઉંચુ હોય ત્યાંરે વારંવાર તૈયાર કરેલાં દ્ઢમન સામે આસમાનને પણ ઝૂકી જતાં વાર નથી લાગતી."

  મારાં મતે મૃત્યુ એ જીવનનો અંત નથી. ગમે તે પરિસ્થિતિમાં મૃત્યુ સામે ઝઝુમી રહેવું જોઈએ. જો આ મારાં દેહને! આ દેહ તો હજારો વર્ષો પહેલાં આ દરિયામાં ડૂબી ગયેલો. પરંતુ, મારાં અંદર રહેલી શક્તિઓ જેનો  મેં હજું સુધી ઉપયોગ કર્યો ન હતો. તેથી, હું એ શક્તિઓ કોઈ સુધી પહોંચાડી શકું એ માટે શ્વાસ ભરી રહ્યો છું. આજ હારીને મૃત્યુને ગળે લગાવ્યું હોત તો બીજા જન્મમાં ત્યાંથી જ ફરી એકળો ઘૂંટત! એટલા માટે કોશિશ કરી ગમે તે સ્થિતીમાં મેં મારા શ્વાસ ચાલુ રાખ્યો.

જીવનનાં રસ્તા ક્યાંય અટકતા નથી ને ક્યારેય કોઈને અટકવવા દેતાં પણ નથી. જો માણસનું મન પોતે બાંધેલી દિવાલ તોડી આગળ વધવાની કોશિશ કરે તો કંઇ જ અશક્ય નથી. બસ, રસ્તાઓ બદલવા માટે હિંમત આપણી ખુદની હોવી જોઈએ. કોશિશ કર્યા પછી પણ હાર મળે તો એ કિસ્મત! કિસ્મતથી લડીને જીવવું એજ જીવનની સાર્થકતા છે. હું તારામાં એ જોઈ શકું છું. તું સાક્ષાત ઈશ્વરનું વરદાન હોય એવું લાગે છે.

હું અહીં દબાયેલો હોવા છતાં વારંવાર ચિંતા એક જ વાતની રહેતી કે, આ પીડાતાં નિલવંતા વિશ્વજનોને છૂટકારો મળશે ક્યારે? હું અનેકવાર મુત્યુનાં મુખમાં ધકેલાઈ જતો ને વારંવાર આ મૃત્યું રૂપી પીડાથી મારો દેહ સળગતો રહેતો. ઈશ્વર આ વેદનાં મારાં ઉપર પ્રજ્વલિત કેમ રાખતો હતો. એ મને સમજાતું ન હતું. શું એને મારી કસોટી કરવામાં મારી આ પીડા દેખાતી ન હતી? એવાં સવાલો ઊભા થતાં મારી અંતર આત્મા બોલી ઉઠતી,

"જે થાય છે. એ સારા માટે થાય છે."

અને હું એક શ્વાસ નવો ભરી જીવંત થતો."

(ક્રમશઃ)

હેતલ ઘેટીયા "કૃષ્ણપ્રિયા" ✍️