samishka in Gujarati Book Reviews by Pandya Ravi books and stories PDF | સમીક્ષા

Featured Books
Categories
Share

સમીક્ષા

પુસ્તક નું નામ: ટાઈમ મેનેજમેન્ટ

લેખક નું નામ: બી એન દસ્તૂર


આમ તો લાઈબ્રેરી જઈએ એટલે અઢળક પુસ્તકો આપણે જોવા મળે કયું પુસ્તક વાંચવું અને કયું ના વાંચવું એ મનમાં સંશય ચાલે, આજે નાનું એવું પુસ્તક હાથમાં આવ્યું એ પુસ્તક એટલે ટાઇમ મેનેજમેન્ટ.સમય નું ચક બધા માટે સરખું હોય છે, એ સમય નો ઉપયોગ કઈ રીતે કરીએ છીએ એ મહત્વનું છે. પુસ્તક ની અંદર મૂળ પાંચ પ્રકરણ છે એ પ્રકરણ ની વાંચી ને સમજવાની કોશિશ કરી જીવનમાં સમય બાબતે એક દિશા મળી રહે છે. શું કરવું જોઈએ, કેવી રીતે કરવું જોઈએ વિગેરે બાબતે સ્પષ્ટતા થઈ જાય.પહેલા પ્રકરણ નું નામ છે જિંદગી ને મેનેજ કરવા સમય ને મેનેજ કરો‌. આપણે વર્તમાન સમયમાં વધુ સાંભળવા મળતો શબ્દ હોય તો છે કે મારી પાસે સમય નથી, સમયગાળો ૨૪ કલાક નો હોય છે એ બધા માટે સરખો છે મિનિટમાં ગણીએ તો ૧૪૪૦ મિનિટ, સેકેન્ડ માં ગણીએ તો ૮૬૪૦૦. સવારે ઉઠીએ ત્યારે થી લઈને રાતના સુઈએ ત્યાં સુધી દિવસ ભર ધણી બધી પ્રવૃત્તિઓ કરતા હોઈએ છીએ, ધણા બધા કામો એવા હોય કે તે જલ્દી થી થઈ શકતા હોય, ધણા બધા કામોમાં વધુ સમય લાગતો હોય છે, ઉદા કોઈ સારા ડ્રાઈવરને અમદાવાદ થી રાજકોટ પહોંચતા ૪ ચાર કલાક લાગે અને કોઈ ચા ના શોખીન ડ્રાઈવર વચ્ચે વચ્ચે ચા પીતા અને સ્ટોપ કરતા આવે તો ૫ કલાક લાગે. આપણા જીવનમાં કોઈ લક્ષ્યાંક નિશ્ચિત હોય પરંતુ તેને લક્ષ્યાંક સુધી પહોંચવા માટે નું સમય નિયોજન ના હોય તો લક્ષ્યાંક પાર ના પડે, આપણે ને સફળતા ના મળે. સમય નિયોજન કરવા માટે આપણે ચાર ડી નો ઉપયોગ કરીએ તો મને લાગે છે આપણે આપણા લક્ષ્યાંક સુધી પહોંચતા વધુ સમય નહીં લાગે ( ૧) ડિસ્કવર (૨) ડ્રીમ (૩) ડિઝાઇન (૪) ડિલિવર. બીજા પ્રકરણ માં સમય ની બરબાદી કરતા પરિબળો ની વાત કરી છે. વર્તમાન સમયમાં ટેકનોલોજી અને AI નો પ્રવાહ જે ગતિ થી વધી રહ્યો છે એ ગતિ ની સાથે સાથે આપણે પણ દોડતા થયા છીએ.જીવનમા સોશિયલ મીડિયા નું સ્થાન આપણે કદાચ ટોપ પ્રાયોરિટીમા લઈ ગયા છીએ, સોશિયલ મીડિયા નો ઉપયોગ આપણે કઈ રીતે કરીએ છીએ એ મહત્વનું છે. આખા દિવસમાં થી ચાર કે પાંચ કલાક રિલ્સો જોઈને, ગેમ રમીને વિગેરેમાં, ન્યૂઝ પેપર વાંચતી વખતે કોઈ મહત્વપૂર્ણ ધટના, સમાચાર વાંચવામાં કે પછી કોઈ પુર્તિમા ફિલ્મ સંબંધિત ધટના વિશે બ્રેકઅપ ના સમાચાર વધુ સમય લઈએ છીએ. બીજા અનેક પરિબળો આપણે સામે આવતા હશે જે માત્ર ને માત્ર સમય ની બરબાદી કરે છે અને આપણું ભવિષ્ય ધૂંધળું કરે છે. ત્રીજા પ્રકરણમાં અંગત સમય નું મેનેજમેન્ટ. આપણે ઉંધ માટે ના ૬ કલાક ને બાદ કરતા બાકીના ૧૮ કલાક દરમિયાન નું ધણી બધી પ્રવૃત્તિઓ કરતા હોઈએ છીએ એ માટે શું આપણે સમય નું નિયોજન કરીએ છીએ?? અમુક કામો એવા હશે જે અચાનક આવવાની સંભાવના રહેવાની છે, અભ્યાસ માટે, નોકરી માટે, પરિવાર માટે, વ્યક્તિગત માટે, આપણી પાસે સમય ની યોજના ખરી?? દિવસ પુર્ણ થયા પછી સ્વ નું મૂલ્યાંકન કરવાનો પ્રયત્ન કરીએ છીએ. ચોથા પ્રકરણમાં વર્ક પ્લેસમા સમય મેનેજમેન્ટ. નોકરી કરતા હોય કે વ્યવસાય કરતા હોય છીએ એમાં વ્યક્તિગત કે વ્યાવસાયિક પ્રગતિ માટે કોઈ ચોક્કસ પ્લાન હોય છે એ પ્લાન પ્રમાણે ચાલવા માટે સમય નું નિયોજન કરવું પડે છે એ સમય નિયોજન કર્યું હોય તો વ્યવસાયિક કે વ્યકિતગત પ્રગતિ કેટલી?? એ બાબત નું મૂલ્યાંકન થવું જોઈએ. પાંચમું પ્રકરણ ઉચ્ચ મેનેજમેન્ટ મા સમય નો અભાવ. આપણે બધા જાણતા હોય છે કે ટોપ લેવલ પર પહોંચાડનાર ને સમય નું કેટલું મહત્વ હોય છે. પરંતુ જ્યારે ઉચ્ચ મેનેજમેન્ટ બધા સાથે મળીને વિચાર કરતા હોય છે ત્યારે જોઈએ તો શું કર્યું એના પર વધુ ચર્ચા થતી હોય છે શું થવું જોઈએ એના પર ઓછી થતી હોય છે એની અસર ધણી વખત જોવા મળતી હોય છે . સમય નિયોજન કરીને આગળ વધવું જોઈએ, રોજરોજ નું મૂલ્યાંકન કરવું જોઈએ.