Dikari mari laadakvayi in Gujarati Women Focused by Pandya Ravi books and stories PDF | દીકરી મારી લાડકવાયી

Featured Books
Categories
Share

દીકરી મારી લાડકવાયી

એક કુટુંબમાં પતિ પત્ની અને એક દીકરી હતી દીકરી તેના પપ્પા અને મમ્મીની વ્હાલી હતી. દીકરીને ભણાવવા માટે સારી સ્કુલમાં બેસાડી અને ભણાવી હતી સ્કુલ મુકવવા માટે તેના પપ્પા જતા તેને લેવા માટે તેના મમ્મી જતા હતા.તેને તેના મમ્મી અને પપ્પા તરફથી ખુબ પ્રેમ મળતો હતો તે દીકરીની બધી માંગો પુરી કરતા હતા. તે કહેતી કે આ ચીજ જોઇએ છે તો તેના પપ્પા સાંજે આવતા ત્યારે લઇ આવતા દીકરી ભણવામાં  પણ હોશિયાર હતી ઘો 10 માં આવી તેને ખુબ મહેનત કરી અને સારા માર્કસથી પાસ થઇ પછી આગળ તેના ભણાવા માટે તેના પપ્પા ટોપ સ્કુલમાં બેસાડી ઘો 11, 12 માં સારા માર્કસથી પાસ થઇ ગઇ હવે દીકરી મોટી પણ થઇ ગઇ દીકરી હજી કોલેજ કરવી હતી તે માટે તેને કોલેજમાં પણ બેસાડી કોલેજમાં પણ તેને સારી લગન લગાવી માત્રને માત્ર ભણાવામાં જ ધ્યાન આપ્યું. કોલેજના ત્રણ વર્ષ થઇ ગયા હવે કોલેજ પુરી થઇ ગઇ. દીકરીના મમ્મી એક દિવસ તેના કહયું કે હવે દીકરી મોટી થઇ ગઇ છે હવે તેના વિવાહ કરી દેવા જોઇએ.પછી હવે દીકરીને વાત કરી ત્યારે દીકરી કહયું તેમ જેમ કરો. દીકરીના પપ્પા તેમના રિલેટીવમાં જાણ કરી કે કોઇ સારા ઘરનો અને સંસ્કાર વાળો છોકરો હોય તો કહેજો. એક દિવસ તેમના રિલેટીવ આવ્યા અને સારા છોકરાનું માંગુ લઇને આવ્યા. દીકરીના પપ્પા કહયું કે અને છોકરાવાળાને જોવા બોલાવ્યા . છોકરાવાળા આવ્યા છોકરો ખુબ સુંદર હતો પછી દીકરીને છોકરા સાથે વાતચીત કરવા કહયું વાતચીત કરીને આવ્યા બાદ છોકરીને પપ્પા છોકરાવાળાને કીધું કે પછી જવાબ આપી. પછી છોકરીને તેના પિતા કહયું કે છોકરો પસંદ છે કે નહી છોકરી કીધું હા પસંદ છે પછી છોકરીએ કહયું કે મમ્મી અને પપ્પા તમને પસંદ છે કે નહી ? ત્યારે તેના પપ્પા કીધું કે હા. દીકરીના પપ્પા છોકરાવાળાને હા પાડી અને સારા મુર્હુત પર સગાઇ કરવાની વાત કરી છોકરાવાળા જયોતિષ પાસે સારી તારીખ કઢાવી અને પછી તે તારીખ દીકરીના પપ્પાને આપી. હવે *લાડક્વાયી દીકરીની* ના લગ્ર કર્યા.

દીકરીનાં પિતા ખૂબ ખુશ હતા. વેવાઈ પણ માણસાઈવાળા હતા એટલે દીકરીના પિતાને માથા પરથી મોટો બોજો ઉતરી ગયો હોય એવી હળવાશ અનુભવતા હતા.

એક દિવસ દીકરીના સાસરિયાં વાળાએ વેવાઈને જમવા માટે તેડાવ્યા. તબિયત સારી ના હોવા છતાં છોકરીના પિતા એમના નવા વેવાઈના મહેમાન બન્યા.દીકરીના સાસરિયામાં એમને આદર સાથે આવકાર આપવામાં આવ્યો.વેવાઈ માટે ચા આવી. ડાયાબિટીસ હોવાથી ડોક્ટરે ખુબ સાવચેતી રાખવાનું કહેલું અને ખાંડવાલી ચા પીવાથી મનાઈ કરેલી પણ નવા સંબંધીને ખોટું ના લાગે એટલે ચા લઈ લીધી. ચાની પહેલી ચૂસકી મારી તો બિલકુલ ઘર જેવી જ ચા હતી.ખાંડ વગરની

અને ઈલાયચી નાંખેલી. દીકરીના પિતાને થયું મારા ટેસ્ટની આ લોકોને કેમ ખબર હશે ? બપોરે જમવા બેઠા ત્યારે પણ

બધી જ રસોઈ ડોકટરે જેવી સલાહ આપી હતી તે મુજબની જ હતી. બપોરની આરામની વ્યવસ્થા, ઉઠીને તુરંત વરિયાળીનું પાણી બધી જ વ્યવસ્થા ઘર જેવી જ હતી.

દીકરીના પિતાને સમજાતું નહોતું કે નવા વેવાઈને આ બધી

ખબર કેમ પડી? જયારે એમણે દીકરીના સાસરિયામાંથી વિદાય લીધી ત્યારે પૂછ્યા વગર ના રહી શક્યા કે મારે શું ખાવાનું છે ? શું પીવાનું છે ? મને કેવો ટેસ્ટ પસંદ છે ? આ બધી ખબર તમને કેમ પડી ? દીકરીના સાસુએ કહ્યું ,

' કાલે સાંજે જ તમારી દીકરીનો મારા પર ફોન આવી

ગયો હતો. એણે મને કહ્યું કે મારા પપ્પા એમના સ્વભાવ પ્રમાણે કંઈ બોલશે નહી પણ એની તબિયતને ધ્યાને લેતા

કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું છે.

તમે મારા પપ્પાને સાચવજો. *'બાપની આંખ ભીની થઇ ગઈ'.* દીકરીના પિતા ઘરે આવ્યો એટલે ડ્રોઈંગરૂમમાં રાખેલા સ્વર્ગવાસી માતાના ફોટા પરથી હાર ઉતારીને નીચે મૂકી દીધો.

એના પત્નીએ પૂછ્યું, 'કેમ બાના ફોટા પરથી હાર ઉતારી લીધો.' આંખમાં આંસુ સાથે પતિએ એની પત્નીને

કહ્યું, 'મને આજે ખબર પડી કે મારુ ધ્યાન રાખનારી મારી માં ગઈ જ નથી.આ જ ઘરમાં હવે એ દીકરીના રુપે રહે છે.'

જેના ઘરમાં દીકરી હોય  એને બે માનો પ્રેમ મળે છે

એક જન્મદાત્રી મા અને બીજી દીકરીમાં રહીને

બાપને જીવની જેમ સાચવતી મા.'

દીકરી એ માત્ર દીકરી જ નહી બાપની માં પણ હોય છે..(દિકરી વ્હાલ નો દરીયો) છે

લોકોને સમજાવો કે દીકરી-દીકરા માં કોઈ ફર્ક નથી હોતો, દીકરી બે ઘરોની જવાબદારી નિભાવે છે.એટલે તો દીકરી પારકી થાપણ કહેવાઈ છે.