શું માણસ ને સાચેમાં પોતાના માટે કરવું જોયે કે સમાજ માટે?
આજે એકાંત માં બેઠા બેઠા ઘણા બધા સવાલ થયાં કે માણસ ને સાચેમાં પોતાના માટે જીવું જોયે કે સમાજ માટે
શું સમાજ સાચે માં સાથ આપે છે ?
શું સમાજ તમને દરેક પરિસ્થિતિ માં સ્વીકારે છે?
શું સમાજ તમને જે ઈજ્જત જોયે છે તે જ ઈજ્જત આપે છે?
આવા તો ગણા સવાલો છે પણ આપડે આપડા માટે નહિ પણ સમાજ માટે જીવન જીવીયે છીએ જે વાત 100% નક્કી જ છે
જો આપડે આપડા માટે જીવતા હોયે તો આપડે કયારે પણ દુઃખી ના થઈ શકીયે પણ આપણે દરેક સમય બીજા ને જોઈ ને પોતાની જાત ને ઠેસ પોહચાડી દેતા હોયે છીએ વાસ્તવ માં આપડે આપડા માટે જીવન જીવવું જોયે આપડે આપડી જાત ને જાતે જ ઓળખવા જોયે આપડે શું છીએ અને આપડે શું કરી શકીયે છીએ
તો ચાલો આજ થી આપડે આપડી જાત ને ઓળખીએ અને આપડે આજ થી આપડા માટે જીવન જીવીયે
કૃષ્ણકાંતભાઈ બોવ જ દયાળુ અને ખુબ જ મહેનતુ માણસ એમને પોતાનું અડધું જીવન સમાજ ને જ આપિયું અને સમાજે કૃષ્ણકાંતભાઈ ને ખુબ જ માન સમ્માન પણ આપિયું સમાજમાં કોઈ પણ વાર તહેવાર હોય કે કોઈ પણ સમૂહ લગ્ન હોય સૌથી પહેલા કૃષ્ણકાંન્તભાઈ ને જ બોલવામાં આવે અને કૃષ્ણકાંન્તભાઈ કહે એમ જ બધા લોકોને આયોજન કરવાનું હોય અને કૃષ્ણકાંન્તભાઈ સમાજ માટે તેમનું ખુબજ યોગદાન આપતાં આમ કૃષ્ણકાંન્તભાઈ એ પોતાનું અડધા ઉપર નું જીવન સમાજ ને યોગદાન આપવા માટેજ કાદિયું એમ પણ કહી શકાય
પણ જયારે કૃષ્ણકાંન્તભાઈ ને ખરેખર જરૂર પડી ત્યારે સમાજ નું કોઈ દેખાયું જ નહિ.
કૃષ્ણકાંન્તભાઈ ને એક બીમારી થઇ જેમાં એમના બચત ના પૈસા મિલકત બધું જ વેચી દેવું પડીયુ આ બધું વેંચતા પણ કૃષ્ણકાંન્તભાઈ પોતાની સારવાર બરાબર કરાવી સકિયા નહિ તો પણ એમણે હિંમત હારી નહિ અને પોતાના ભગવાન પર ભરોસો રાખિયો કે આજે સારુ થશે આજે સારુ થશે એમ કરીને કૃષ્ણકાંન્તભાઈ એ પોતાના દિવસો કાદિયા જે કૃષ્ણકાંન્તભાઈ સમાજ માટે એક સમયે એક મિનિટ માં હાજર રહેતા હતા એજ કૃષ્ણકાંન્તભાઈ પાસે આજે સમાજ નું કોઈ પણ વ્યકતિ હાજર ન હતું જેથી કૃષ્ણકાંન્તભાઈ ને મનો મન ખુબ જ દુઃખ થતું હતું કે સાલું આખુ જીવન સમાજ ને આપિયું ને આજે મારે જરૂર છે પણ સમાજ મારી પાસે નથી આવા મનો મન વિચાર કરતા હતા. કૃષ્ણકાંન્તભાઈ ની તબિયત તો હવે સારી થઇ ગઈ હતી પણ એમની પાસે ખાવા ના પણ પૈસા હતા નઈ અને એમને કોઈ પૂછવા માટે માણસ પણ નહિ કે તમારે કઈ જરૂર છે કે કઈ પણ પૂછવા માટે કોઈ જ નહિ ખાલી ને ખાલી કૃષ્ણકાંન્તભાઈ અને તેમની ધર્મપત્ની અને બાળકો જ એમની સાથે બાકી સમાજ તો ક્યાંય દેખાતો જ નતો કેમ કે સમાજ ને તો ખબર પડી ગઈ હતી કે હવે કઈ મળે એમ નથી એટલે સમાજે પણ કૃષ્ણકાંન્તભાઈ ને એકલા પાડી દીધા હતા.
આતો કહેવાય છે ને કે ભગવાન પણ માણસ ની જીવન માં એક વાર આકરી પરીક્ષા લે છે બસ એવું જ હતું કૃષ્ણકાંન્તભાઈ ની પરીક્ષા જ લેવાતી હતી પણ આ પરીક્ષા એટલી કઠિન હતી કે જેમાં પાસ થવું મુશ્કેલ હતું કેમ કે હવે બાળકો ને પણ લગ્ન ની ઉંમર થઇ ગઈ હતી અને તેમના માટે સારુ ઘર શોધવું મુશ્કેલ હતું કેમ કે સમાજ માં જે માણસ ની વૅલ્યુ ના હોય તેને ત્યાં કોણ છોકરી આપે બસ આવા જ વિચાર કૃષ્ણકાંન્તભાઈ અને તેમના ધર્મપત્ની બીના બહેન કરિયા કરતા હતા.
જેમ જેમ દિવસો જતા તેમ તેમ ઘર માં મુશ્કેલી આવતી પૈસાની તંગી દેખાતી લોકો ખોટી ખોટી વાતો કરતા આ બધી પરીક્ષા નાથ કરતા અને જીવન ની આ પરીક્ષા માં પાસ થવું ખુબ જ અઘરું છે કેમ કે લોકો તો પછી પણ પહેલા તો ઘરના જ વાતો કરે અને જયા ઘરના વાતો કરે ત્યાં લોકોને તો બસ મોકો જ મળી જાય ને વાતો કરવાનો આવી રોજ લોકો વાતો ઉડાવે ને બીના બહેન ને કૃષ્ણકાંન્તભાઈ સહન કરિયા રાખે બીજો કોઈ આશરો પણ હતો નઈ.
પણ બીના બહેન ને ભગવાન પર ખુબ જ શ્રદ્ધા અને વિશ્વાસ જે શ્રદ્ધા અને વિશ્વાસ કોઈ છીનવી શકવા નું હતું નઈ બીના બહેન ને ખબર હતી કે આપડે કોઈ નું કયારેય ખોટું કરિયું નથી ને ભગવાન આપણું ખોટું કરવાનો નથી કેમ કે આપડા કરતા વધારે ચિન્તા ભગવાન ને છે જેને બનાવીયા એને તો આપડી ચિન્તા રેસે જ ને બસ આમ દિવસો જતા ઘરમાં બધું ધીમે ધીમે ચાલતું અને છોકરા માટે છોકરી જોતા પણ ક્યાંય મેર પડતો નતો પછી કૃષ્ણકાંન્તભાઈ એ પોતાના મિત્ર ને વાત કરી કે ક્યાંય છોકરી હોય તો જોજો આમ વર્ષ નીકડી ગયું પણ ક્યાંય મેર પડ્યો નહિ.
આમ ધીમે ધીમે કૃષ્ણકાંન્તભાઈ ને અકેલાપન મહેશુંસ થવા મડિયો એમને લાગવા માંડીયું કે એમની પાસે કોઈનો સાથ નથી કોઈનો સપોર્ટ નથી કહેવાય છે ને કે કયારેક કયારેક જિંદગી આપણ ને એવા મોડ પર લાવી ને ઉભા કરીદે છે કે સાથે ચાલવા વાળા લોકો પાછળ રહી જાય છે બસ આજ સમયે એવું લાગે છે કે અકેલાપન એક સજા છે પણ રીયલ માં અકેલાપન એક સજા નહિ એક શક્તિ છે જયારે માણસ એકલો હોય છે ત્યારે તે પોતાને મળે છે, પોતાને ઓડખે છે, પોતાને મહેસુસ કરે છે. બસ આજ બધું કૃષ્ણકાંન્તભાઈ એ મહેસુસ કરિયું અને પછી કૃષ્ણકાંન્તભાઈ પોતાને ઓળખવા મળ્યા અને એકલા ચાલવા નો સંગર્ષ ચાલુ કરી દીધો એમને સમાજ ની ચિન્તા સમાજ નો ડર બધુજ સાઈડ માં મૂકી દીધું અને એ મસ્ત પોતાનું અને પોતાના પરિવાર મસ્ત જીવન જીવતા થયાં પોતાના પરિવાર સાથે
અને એમને ફરી થી પોતાનો ધંધો ચાલુ કરી દીધો અને બધું મસ્ત પહેલા જેવું જીવન થઇ ગયું કહેવાય છે ને દરેક માણસ નો દસકો હોય છે બસ આ દસકો હવે પૂરો થવા આવીયો અને ભગવાન ની પરીક્ષા પણ પૂર્ણ થવા આવી ધીમે ધીમે છોકરા માટે વાતો આવવા ની ચાલુ થઇ અને છોકરા ને અને છોકરી ને પરણાવી દીધા પછી કૃષ્ણકાંન્તભાઈ ને અને બીના બહેન ના જીવ માં જીવ આવીયો એવું લાગ્યું
એટલે જ કહેવાય છે માણસ પોતાને ઓડખે પોતાની જાત ને ઓડખે અને પોતાના પરિવાર ની સાથે જીવન જીવે નઈ કે સમાજ માટે
આ સમાજ જયાં સુધી તમારી પાસે હશે ત્યાં સુધી તમારો રહેશે જયારે તમે ખાલી ત્યારે સમાજ બી તમને નઈ ઓડખે એટલે પોતાના માટે જીવો નઈ કે સમાજ માટે
અને જીવન ની પરીક્ષા તો ટૂંક જ સમય ની હોય છે એના થી ક્યારે પણ મુંજાસો નહિ આજે અંધકાર છે તો કાલે પ્રકાશ આવશે સમય સાચવી ને જીવતા શીખી લેજો આ દિવસો બોવ રહેશે નહિ.
ધન્યવાદ🙏🏻