દુનિયા કા સબસે બડા રોગ કયાં કહેગે લોગ
જોર જોર થી દાત કાડસો તો લોકો ગાંડા કહેશે. સાચો પ્રેમ કરસો તો અવારા કહેશે, ધીમે ધીમે કામ કરસો ને તો લોકો તો લોકો ઢાઢા કહેશે, ફટાફટ કરસો તો ઉતાવરા કહેશે
કોઈ ભૂલ થય જાય તો સલાહકાર વધી જશે મજબુત થય થઈ ને રહેસો તો લાગણી વિના ના કહશે, ધરવાળી ને જો વધારે પ્રેમ થાય જાય તો "વહુ" નો કહશે..
જો મા નું વધારે માનવા લાગ્યા તો દુનિયા ''માવડિયો'' કહેશે.. આ દુનિયા ને હું કે તમે પોકી સકવા ના નથી....!
કારણ કે દુનીયા માં 90% લોકો એ સમાજ શું કરે છે, તેનું ધ્યાન રાખવા માં જ જન્મ લીધો છે. જીવન ગણું જ ટુકું છે. વહાલા ઈશ્વર નું બેસ્ટ સર્જન એટેલે માણસ છે.આપણે કેવા છીએ, તેનું સર્ટીફીકેટ આપણે સમાજ પાસે થી લેવાની જરૂર નથી....! તમારા હૃદય ને પૂછો હૃદય ને વિશાળ બનાવો. નીતિ ને ગતિ ને વિશાળ બનાવો...
તમે ખુલ્લા આકાશ ની અંદર ઉડી શકવા ની તાકાત ધરાવો છો. સાહેબ...! બસ, સરત ખાલી એટલી જ છે. કે પાંખો તમારી હોવી જોઈએ સમાજ ની નહિ, નબળા સમય ની અંદર નબળા વય્ક્તિ ની મદદ ન લેવી કારણ કે, ઋણ ચૂકવા માં પોતાનો જીવ આપી દેહો, ને તોય તેને સંતોષ નહિ. થાય ને કદાચ લેવાય ગઈ હોય ને સાહેબ, તો તેની નિંદા ને તાફેણ ના, કરવી કારણ કે કયા સમયે કયા જાય ને બેસવું ને સાહેબ એ લોકો ધણું સીખવી ગયા છે, એટલા માટે બને તો આભાર માનીને ચાલી જવું. ને મગજ નામની વસ્તુ ની અંદર સાહેબ...! ઈર્ષા ,નિંદા,નફરત.નામની એપ્લિકેસન કોઈ દી ડાઉનલોડ ન કરવી...! જિંદગી હેંગ થાય જાય મારા વહાલા....!
માણસ નો અંદર નો હું જયારે મોટો થાય છે, ને ત્યારે જ હું નું પતન થાય છે, ગમે એટલા મોટા થઈ જજો . પણ અંદર ના વિદ્યાર્થી ને કયારે મરવા નો દેતા. અને આપણી મહેફિલ માં બધા નીચું રાખીને આપણી વાહ....! વાહ.....! કરે ને તો એમ ના સમજતા કે આપણા ગુલામ છે...
કારણ કે બધા પોત પોતાની ગલી ના બાદશાહ જ હોય છે. બીજા ને ડરાવા વાળા ને અંદરથી ડરતા બોવ જોયા છે.. સંકાશીલ માણસો ને મોટા જહાજો માં પણ મારતા જોયા છે, અને ઈશ્વર ભરોસે રહેનારા બાંધી તૂટેલી નાવ માં પણ તરતા જોયા છે, પ્રેમના સબંધ માં બુદ્ધિ નું કોઈ કામ નથી. પુર્થ્વી કોઈના બાપ ના ઓર્ડર થી થોડી ફરે છે....! આ પ્રકુર્તી ભોળપણ ને ચાહે છે.એટલે તો નિખાલસ માણસો ની આસપાસ બુદ્ધિશાળી ઓ ફરે છે, યાદ રાખજો, આહિયા મારા અને તમારા નિયમો ને સિદ્રાંતો ની પોથીકા સત્ય ની કોઈ વેલ્યુ નથી, કારણ કે આપડે જેના ઘર માં ભાડે રહેતા હોઈએ , ને સાહેબ....! એની ઘર ની દિશા ને દશા ના વાતાવરણ વિષે તેના માલિક ને જ ખબર હોય, અને આપડા માલિક, પરમાત્મા છે, એના નિયમો ને સીદ્રાતો થી આપડે ચાલવું જોઈએ...
બાકી સિકંદર ને, નેપોલિયન અહી થી નીકળી ગયા, અને હું ને તમે બે રોટલી ના પેસેન્જર છીએ ભરોસો નાં થાય ને તો નાં, કરતા મારા દ્વારા સંકા કરીને અપમાન કરવાનો મારો કે તમારો કોઈ જ અધિકાર નથી, સાહેબ જીણી,જીણી ભૂલોનો પહાડ બને છે. એનું એટેલે એનું નામ છે, નિષ્ફળતા કે ભૂલો ને સુધારવા માટે જીનગી, ખર્ચી નાખવી પડે છે,! રોજ જીણી, જીણી ભૂલોને સુધારી લઈશું ને તો નવાની અંદર જીદગી હશે અને જે પોતાની ભૂલો શોધવાની તાલાવેલી છે, તે વય્ક્તિ પોતાના જીવન ની નવી ઉચાય તરફ લઇ જાય છે,....
જીવન માં માણસ ને થાક શેનો લાગે છે, ખબર છે. આખી જિંદગી મેં આની માટે આ કર્યું છતાં પણ એ વય્ક્તિ એ મારા માટે કાઈ કર્યું નહિ, આ અપેક્ષા માણસ નાં જીવન ને થકવી દે છે, ને મોટી વાત તો એ છે, કે આપણે ધણું બધું જીવન જતું કરી દઈએ છેએ, પણ છેલ્લે એક વાત લઇને ઉભા રહીએ કે મેં આના માટે કેટલું જતું કર્યું પણ આપણે એ વાત ને જાતી નથી કરતા ,આપણે કોઈ ને ઉચકી ને ચાલી રહયા છીએ ને એ બોવ જ મોટું વહેમ છે,સાહેબ....!
એક વાર નીચે નઝર નાખી ને જો,જો મને અને તમને પણ કોઈ ઉચકી ને ચાલી રહયું છે, સફળ લોકો પોતા નિર્ણય થી દુનિયા ને બદલી નાખે છે, જયારે અસફળ લોકો દુનિયા ના ડરથી પોતાના નિર્ણય બદલી નાખે છે,
"વહાણ દરિયા કિનારે હમેશા સલામત હોય છે,
પણ એ દરિયા કિનારે રહેવા માટે નથી સર્જાયું"
આ વાકય જીવન માં જોખમો ખેડવાની સલાહ આપે છે, જોખમો ઉઠાવીયા સિવાય સફળતા મળતી નથી........!
જિંદગી મસ્ત છે, વાલા મોજ થી જીવજે........!
WRITTEN BY: YAX J JOSHI