GUJRAT'S FIRST SUPERHEROS - 2 in Gujarati Adventure Stories by Hemangi books and stories PDF | GUJRAT'S FIRST SUPERHEROS - 2

The Author
Featured Books
Categories
Share

GUJRAT'S FIRST SUPERHEROS - 2

CHAPTER 2

હારી અને શનિ આસ્થા ની ઘરની બહાર ગાડી માં રાહ જોતા હતા.

દીદી આસ્થા એ મેસેજ કર્યો છે કે એ એની ફ્રેન્ડ સાથે નીકળી ગઈ છે.

વાહ, જલ્દી કીધું ભાઈ. ચાલ

હારી ને ગાડી થોડી આગળ દુકાન પર ઊભી કરી.

ભાઈ, ચાર મેંગો ચોકલેટ આપો, શનું તારે કઈ લેવું છે.

હા દીદી, પેલી ચોકલેટ નવી આવી છે. ફરેરો વ્હાઇટ ચોકલેટ, એ લઈ ને આપને.

ભાઈ પેલી ચોકલેટ પણ આપી દો.

હા આપું બેન. 504 થયા.(દુકાનદાર)

ગૂગલ પે કરું છું. 

ભાઈ તારી ચોકલેટ. મને એક વાત કે, આ તે તારા માટે જ લીધી છે ને?

ના આસ્થા માટે.

કેટલો ઘેલો છે એની પાછળ. રોજ તો મળો છો કોલેજ માં.

દીદુ, તને આમાં ખબર ના પડે. ચાલ હવે.

હારી અને શનિ એની.બી ક્રિકેટ ગ્રાઉંડ ની પાર્કીંગ મા ગાડી  પાર્ક કરી ને પાસ લઈ ને ગેટ પર આવ્યા. જો હજુ આ ભાઈ બાર ઊભો છે. ઘરે થી શું કહી નિકળ્યો હતો, દીદી મારે મોડું થાય છે હું મારા ફ્રેન્ડ જોડે જવું છું. (હારી એની બાજુમાં લાઇન મા ઉભા રહેલા છોકરાને જોઈ ને બોલી)

(આ છોકરાનું નામ લવ છે. શનિ નો મોટો ભાઈ. કાળા રંગનો શર્ટ અને ડાર્ક બ્રાઉન પેન્ટ, એની પર ગાળામાં રંગબેરંગી આભમાં વાળો દુપટ્ટો, ગળા સુધી લાંબા એના વાંકડિયા વાળ, શ્વેત શરીર, ઊંચું કદ. એ આંખો મોટી કરી. હારી ને વાંદરા ની જેમ દાંત બતાવી એ લાઇન મા આગળ વધ્યો.

વાંદરો. (હારી એની માથા પર ટાપલી મારી ને ગ્રાઉંડ માં ચાલી ગઈ, શનિ પણ એની પાછળ ગાયો

કેસરી ઘાઘરો, એની ઉપર કાંડાનું ભરત. સફેદ મોતીવાળી મોજડી, મોટી આંખો, ઘેરી પાંપણ, જેની જોઇ ને કાજલ કરવાની જરૂર ના પડે. એ આખો જેમાં હમેશાં ગંભીરતા દેખાય, હોઠો પર હસી અને ભાઇઓ જોડે રહી ને થોડી મર્દાની એની ચાલ.

ગ્રાઉંડ માં ઉભેલા બધા એક નજર જોઇ લે, પણ જ્યારે બીજી નજરે બોડીગાર્ડ જેમ દેખાતા શનિ ને જોતા બધા એક વાર તો ગભરાઈ જાય. આ જોઈને કોઈ નવાઈ નથી કે હારી ને શનિ નું રોજ ચોકલેટ લાવવાનું કેમ ના સમજાયું. 

હારી ત્યાંથી એની ફ્રેન્ડ જોડે ગઈ, શનિ આસ્થા ને શોધવા નીકળી પડ્યો. શનિ ને આસ્થા ને એક પર એક એમ દસ ફોન કર્યા, આસ્થા ને આમાં થી એક પણ ફોન ઉપાડ્યો નહીં.

આસ્થા એક છોકરા જોડે ઉભી ઉભી હસી હસીને વાતો કરતી હતી, દૂરથી શનિ એ દ્રશ્ય જોયું. શનિ ના હાથમાં તેનો ફોન હતો, એ ફોન ની રીંગ નો ધીમો અવાજ અને આસ્થા ના ફોન થી સંભળાતો હતો. શનિ ચાલી આસ્થા જોડે ગયો.

પાછળ થી શનિ એ પ્રેમથી આસ્થા નું નામ લીધું)

આસ્થા.

(આસ્થા એ પાછળ જોયું, લાંબા ખૂલાં કાળાં વાળ, લાંબી પાતળી એની આંખો. ઘેરા રંગની એની લાલી. માથે મોટી બિંદી, નાની અમથી ઉમર મા મોટી સ્ત્રી જેવા શોખ, ખરેખર એક સ્ત્રી ના શણગાર ની કોઈ ઉમર હોય છે?)

(સ્કૂલ થી સારુંથયેલી આ સ્કૂલ ની મિત્રતા ક્યારે પ્રેમ માં પરિવર્તિ એની જાણ તો શનિ અને આસ્થા ને પણ ના રહી. )

શું થયું? (આસ્થા બોલી.)

હું ફોન કરું છું, તું કેમ જવાબ આપતી નથી? (શનિ ચિંતા ભર્યા અવાજે બોલ્યો)

મારો ફોન, એ મારી નાની બેન રમે છે. મને લાગ્યું કે મારા ફોન ની રીંગ વાગે છે, પણ હું વાતો મા ખોવાઈ ગઇ. મારી નાની બેન ઈશાની ફોન લઈ ને ચાલી ગઈ. હવે આ ભીડમાં એ મને દેખાતી પણ નથી

ઠીક છે, વાંધો નહીં. મેં આટલા બધા ફોન કર્યા અને તે જવાબ ના આપ્યો તો હું ગભરાઈ ગયો. લે હું તારા માટે ચોકલેટ લાવ્યો છું. આ નવી આવી છે.

(આસ્થા એ ચોકલેટ લીધી, બાજુ માં ઊભેલો છોકરો એની નજીક આવી ને પૂછવા લાગ્યો.)

આસ્થા આ કોણ છે. 

અરે હા, હું વાતો મા ભૂલી ગયા, આ શનિ છે,  મારો બોયફ્રેન્ડ અને બેસ્ટ ફ્રેન્ડ. શનિ આ અક્રમ છે. મેં તને કહ્યું હતું કે મેં કાલ ના ઇંગ્લિશ ના સ્પેશિયલ ક્લાસ ચાલુ કર્યા છે. મારી ઘરની સામે વાડા બિલ્ડિંગ મા, અક્રમ મારી સાથે જ ક્લાસ કરે છે.

અક્રમ જેવું સાંભળ્યુ કે શનિ અને આસ્થા બંને બોયફ્રેન્ડ ગર્લફ્રેંડ છે. તરત ચહેરા પર ઉદાસી છવાઈ ગઈ.