CHAPTER - 1
156/B સ્વર ફ્લેટ, ના 5bhk ઘર ના માસ્ટર બેડરૂમ માં ત્રણ ભાઈ અને બહેન તૈયાર થતા વાતો કરતા હતા.
શું કરે છે? આટલી વાર તો છોકરીઓ ને પણ તૈયાર થવા માટે ના લાગે. ફઈ આ શનિ ને કો કે જલ્દી કરે. (હારી , મોટી આંખો કરી દર્પણ સામે તૈયાર થઈ રહેલા શનિ ને ઊંચા અવાજે કહે છે.)
એ મમ્મી આ દીદી ને કહીં દે છોકરીઓ સાથે સરખામણી ના કરે. મારી મરજી, હું એક કલાક હજુ લગાવીને તૈયાર થઈશ. ( શનિ આટલું બોલી ને બાથરૂમ માં ચાલ્યો ગયો. શનિ ના રંગ ની સરખામણી શ્રી કૃષ્ણ જેવી, તેનો અવાજ જાણે માતા સરસ્વતી નો આશીર્વાદ. એની આંખો વિશાળ જેની પર ભરાવદાર પાંપણ, એક વાર કોઈ એની આંખ ને ધ્યાનથી જોવે તો બસ જોતું જ રહે. જો કઈ તેના મા ખામી હોય તો વિશાળ કદ સાથે 70 કિલો વજન, જાણે કુશ્તી રમતો કોઇ પહેલવાન અને 6 ફીટ એની ઊંચાઇ.બીજી બાજુ લાગણીશીલ તેનો સ્વભાવ, નાની નાની વાત મા રડી પડવાની તેની આદત. જેને એની વિશેષતા કહું કે બીજા ની ખામી.)
શનિ જો તું 10 મિનિટ મા તૈયાર થઈ ને નીચે ગાડી સુધી નઈ આવ્યો તો સમજી લેજે હું તને લીધા વિના જતી રહીશ.( હારી આટલું બોલી ટેબલ ઉપર થી ગાડી ની ચાવી લઈ ને રૂમ માથી બહાર આવી ગઈ.)
મમ્મી...( બાથરૂમ માથી શનિ ને બૂમ પાડી)
હારૂ, તું શનિ ને લીધા વિના ગઈ તો તને ઘરે પાછું નઈ આવા મળે. તો જ્યારે શનિ તૈયાર થાય એટલે તેને જોડે લઈ જા.
આશા શનિ ના મમ્મી જેમનું ગોળ ભરાવદાર શરીર, જે જોઈને સમજી શકાય કે શનિ ને તેનો દેખાવ તેમના થી મળ્યો છે. નાની આંખો અને નાના હોઠ, મોટા નાક નીચે કાળો તલ. ઘરમાં બનતી દરેક ઘટના ની જાણકારી અમને મળી જવી જોઇએ નઈ તો ત્રણ બાળકો ઘરમાં આવી ના શકે.
હારૂ, આશા ના એક માત્ર ભાઈ ની સંતાન, તેમના ભાઈ સંજીવ અમેરિકામાં બિનકાયદેસર રીતે રહે છે. જેમની સાથે પત્ની અને દીકરો પણ છે.
થોડા વર્ષ જુની વાત છે. હારી અને સાર્થક એનો મોટો ભાઈ 2019 માં એક સાથે વિઝા માટે ગયા હતા, જેથી તે 10 વર્ષ થી અમેરિકા રાહ જોતા તેમના મમ્મી અને પપ્પા જોડે જઈ શકે. જ્યાં સાર્થક ને તો વિઝા મળ્યાં પણ હારી ને ના મળ્યાં. પાછળ ના છ મહિના થી એ એના ફઈ ના ઘરે છે.
મારા ફ્રેન્ડ પાછળના એક કલાક થી મારી રાહ જોઇ રહ્યાં છે. હું 20 મિનિટ થી ગાડી મા બેસી છું. તને શરમ નથી આવતી જાણી જોઈ ઢાપલો બને છે. વાંદરો.
દીદી...આસ્થા એની સોસાયટી ના બાર ઊભી છે, એને પણ લેવાની છે. તું મને વાંદરો ના કહીશ મારા ગ્રુપ માં કોઈ સાંભળી લે તો મારી શું વેલ્યુ રહેશે.
હા, સાહેબ તમારી ગર્લફ્રેંડ ને પણ મારે લેવા જવાનું.
દીદી એ મારી ગર્લફ્રેંડ નથી.
ભાઈ, મારા મોઢા પર મૂર્ખ લખ્યું છે? રોજ કોલેજ મા જોડે ફરતા જોવું છું. અને મને એ નથી સમજાતું કે એ છોકરી એ તારામાં જોયું શું છે? ભાલુ.
હારી, ને શનિ ના માથા પર હાથ ફેરવીને હસી, શનિ ફોન થી આસ્થા ને મેસેજ કરી રહ્યો હતો.
બેન બાજુ મા બેસી છે, ભાઈ ને ગર્લફ્રેંડ જોડે વાતો કરવામાંથી નવરાઈ નથી. આજકાલ ના બાળકો.
હારી ને આસ્થા ના ઘરની બહાર ગાડી ઊભી કરી.
ક્યાં છે આસ્થા? હમણાં કહેતો હતો કે ઘરની બહાર ઉભી છે.
જો પેલા ભાઇ એક કલાક પેલા રાહ જોતા જોર આવતી હતી અને અહીંયા ભાઈબંધ ની રાહ જોવાઇ છે.