રહસ્ય : નશો દોલત નો! - 1 in Gujarati Women Focused by Aamena books and stories PDF | રહસ્ય : નશો દોલત નો! - 1

The Author
Featured Books
  • महाकाल दर्शन यात्रा

    डॉ वंदना शर्मा पांडव नगर new delhi ---*यात्रा-संस्मरण: दिल्ल...

  • Ishq ka Ittefaq - 14

    मेहरा मेंशन की उन आलीशान और ठंडी दीवारों के पीछे छिपे रहस्यो...

  • महिमा: शक्तिशाली तलवार (सीजन 1)

    यह कहानी है राघव की….जो अपने मम्मी पापा के साथ फॉरेन में रहत...

  • इश्क. - 18

    वेदांत रात में सोते समय गहरी सोच में पड़ जाता है ।सिम्मी के...

  • Honted Jobplace - 9

    कुछ दिन बाद — ऑफिस।श्राव्या वापस आ चुकी है, लेकिन पहले जैसी...

Categories
Share

રહસ્ય : નશો દોલત નો! - 1


" સોના! તને ખબર છે ને કે આપડે પાર્ટી માં સાત વાગ્યે પહોંચવાનું છે. અને હમણાં સાડા છ વાગી ગયા છે. કેટલી વાર?" એક સામાન્ય વન બિએચકે ફ્લેટ ના હોલ માં ઊભેલો પ્રતીક જોરથી બરાડ્યો. 

" આવું છું. શાંતિ રાખ. આટલી મોટી, નામી લોકો ની પાર્ટી માં જવાનું છે તો શું આમ ને આમ નીકળી પડું? મને ખબર છે તું તો સાવ ભીખારી જેવો જ તૈયાર થયો હશે." તે બંધ રૂમ માંથી એક તીક્ષ્ણ અવાજ આવ્યો. 

 હજુ પ્રતીક કશું બોલે કે કોઈ પ્રતિક્રિયા આપે તે પહેલાં તે રૂમ નો દરવાજો ખૂલ્યો અને એક રૂપસુંદરી જેવી છવ્વીસ વર્ષની યુવતી બહાર આવી.

મધ્યમ કદની, સુંદર સુડોળ શરીર, ગોરો વાન. ઉપરથી તેણે ડાર્ક બ્રાઉન રંગની સિલ્ક ની સાડી પહેરી હતી. જે તેના રૂપ પર ખુબ જ શોભતી હતી. તેણે ડીપ નેક નો બ્લાઉસ પહેર્યો હતો. જેમાં તેના ઊભારો ની રેખા સ્પષ્ટપણે વધારે બખૂબી દેખાતી હતી. અને તેની પાતળી કમર ના વળાંક પણ બખૂબી દેખાતા હતા. કદાચ તે ચાહતી પણ આ જ હતી. એટલે તેણે પલ્લું પણ એવું જ નાખ્યું હતું. તેણે તેના લુક ને શોભે એવો મેકઅપ કર્યો હતો અને સાથે સિલ્કી વાળ પણ ખુલ્લાં છોડ્યા હતા. તે આજે ખરેખર અર્થ માં કોઈ સ્વર્ગ માંથી ઉત્રેલી અપ્સરા જેવી દેખાતી હતી. 

તે બહાર નીકળી તેને એકટક તાકી રહેલા પ્રતીક પાસે ગઈ. અને હજુ તો કઈક પણ બોલે કે તે પહેલાં પ્રતીક ગુસ્સામાં બોલ્યો," સોનાક્ષી આ શુ છે? આ કેવી સાડી પહેરી છે? આટલું તૈયાર? અને એક મિનિટ..... આ સાડી તો મોંઘી લાગે છે!! આટલા પૈસા આવ્યા કયાંથી તારા પાસે? અને આ બ્લાઉસ? એની ફિટિંગ અને આ પલ્લું નાખવાની રીત? મારા સામે ઠીક છે પણ ત્યાં પાર્ટી માં અધળક લોકો આવશે..... શું એ બધા સામે તું આમ જઈશ?" 

" અરે યાર બસ! બસ કર પ્રતીક! બસ! હું જ ગાંડી હતી કે તારાથી એક નાની તારીફ ની ખોટી ઉમ્મીદ લગાવી ને બેઠી હતી. પણ તારાથી કોઈ ઉમ્મીદ કરવી એ જ બેકાર છે. એક ગાંડો માણસ શુ જાણે ફેશન? કોઈ વાર આ ભીખારી જેવા કપડાં પહેરવા માંથી ઊંચો આવ્યો હોઇ ત્યારે ને? તને શુ લાગે છે કે તું આ જેમ તેમ ઢંગ વગર ના કપડા પહેરી ને નીકળી જાય એમ હું પણ ભિખારણ જેમ નીકળી પડું એક નાયલોન કે કોટન ની સાડી પહેરી ને? અને મે બધું આ મારા જમાપૂંજી ના પૈસાથી લીધું છે. એમાં પણ તને નડ્યું..... તારી તો કોઈ ઈજ્જત નથી.... તને શુ મારી પણ ઈજ્જત ના ધજિયા બોલાવવા છે?" 

" સોના! ત્યાં તને બધા મારા નામ પરથી જ ઓળખે છે. અને ત્યાં મારી ઈજ્જત છે એટલે જ આજે આપડે આ મોટી પાર્ટી માં બોલાવવામાં આવ્યા છે." પ્રતીકે સોનાક્ષી ને હકીકત થી વાકેફ કરાવી પણ કદાચ આ સોનાક્ષી ને સહેજ પણ ના ગમ્યું એટલે તે તરત જ ત્યાંથી પોતાની પર્સ ઉઠાવી ચાલવા માંડી. 

તેને રોકતા પ્રતીકે કહ્યું," સોના! કેમ તું આટલી બદલાઈ ગઈ છે? પહેલા જેવો પ્રેમ કેમ તારી આંખો માં મને દેખાતો નથી. પ્લીઝ પહેલાં જેવી થઈ જા."

" હું પહેલા જેવી જ છું. તને ખબર છે કે આ લગ્ન મને પસંદ નહોતા. અને કયા પ્રેમ ની વાત કરે છે? મારી નજર માં પહેલેથી જ તું એક હારેલો માણસ રહીશ અને રહેવાનો. અને તે આજે જે કહ્યું ને એ હું યાદ રાખીશ..... એક દિવસ એવો પણ આવશે જ્યારે મારા નામથી તને ઓળખવામાં આવશે." 

" હું તો ખુશ થઈશ મારી સોના!" પ્રતીકે તેનો હાથ પકડ્યો અને ખુશ થઈને તેની આંખો માં જોતા કહ્યું. પણ સોનાક્ષી ની આંખોમાં તો ખુન્નસ અને હવે આર કાંતો પાર કરી જવાની આગ ઉમટતી દેખાતી હતી. તેણે પ્રતીક નો હાથ છોડ્યો અને ત્યાંથી ચાલવા માંડી. 

આગળ શુ થશે? તે આવતા અંકે....

ક્રમશઃ