Rahashy - 2 in Gujarati Women Focused by Aamena books and stories PDF | રહસ્ય : નશો દોલત નો! - 2

The Author
Featured Books
  • Ishq ka Ittefaq - 3

    कॉरिडोर का वो अंधेरा कोना अब भी कबीर मेहरा की भारी साँसों से...

  • मुक्त - भाग 13

    एक लकीर...... उपन्यास लिखने की कोशिश, इसमें है हम लोग कैसे क...

  • महाभारत की कहानी - भाग 233

    महाभारत की कहानी - भाग-२३७ धृतराष्ट्र के पास नारद, पर्वत, वे...

  • Money Vs Me - Part 3

    मैं दिन भर कैफ़े में काम करता और शाम को सज संवर कर निकल जाता...

  • भय से मुक्ति

    ऋगुवेद सूक्ति--(२५) की व्याख्या मंत्र (ऋग्वेद १/१४७/३)“दिप्स...

Categories
Share

રહસ્ય : નશો દોલત નો! - 2

પ્રતિક એક સત્યાવીસ વર્ષ નો યુવક. એકદમ સાદું જીવન અને દેખાવ પણ સાવ ભોળો.... અલ્લાહ નો માણસ. સોનાક્ષી ની ફોઈ ની ઓળખાણ થી પ્રતિક અને સોનાક્ષી ના લગ્ન બે વર્ષ પહેલા થયા હતા. જેમાં પ્રતિક ની ફેમિલી માં ફકત તેની મા હતી. એ પણ ફેફસાં ની બીમારી ના કારણે લગ્ન ના છ મહિના ના દરમિયાન જ એકાએક મૃત્યુ પામી હતી. મધ્યમ વર્ગીય સોનાક્ષી ને પહેલાં થી જ એક અમીર ઘર માં પરણવાની તીવ્ર ઈચ્છા હતી. કેમકે તે આખી જિંદગી આ વેતરા કરવા નહોતી માંગતી. એટલે જ્યારે તેના ન કહેલા પર પણ તેને પ્રતિક જોડે લગ્ન કરવામાં આવ્યા તો તે ખૂબ જ નારાજ થઈ હતી. એટલે જ હજુ સુધી તેણે પ્રતિક ને અપનાવ્યો નહોતો. અને બે વર્ષ થવા સુધી પણ હજુ તેને પોતાને અડવા સુદ્ધાં નહોતો દીધો. 

પ્રતિક ને આ વાત નું દુઃખ હતું. પણ એને એક આશા પણ હતી કે એકના એક દિવસ સોનાક્ષી પહેલા જેવી એટલે કે શાદી પહેલા જેવી ખુશ મિજાજ થઈ જશે. જેવું સોનાક્ષી ના ફઈ એ તેને કહ્યું હતું. એટલે તે તેને જેટલા પણ મોકા જોવે એટલા આપવા તૈયાર હતો. રૂપસુંદરી જેવી પત્ની પોતાના સાથે રહેવા છતાંય તેની બધી કામેચ્છા મારી ને પણ તે કશું જ બોલતો નહોતો. તેનો એક ખાસ મિત્ર હતો સુજલ. એનાથી તે કોઈ વાત નહોતો છુપાવતો પણ તે પણ જો સોનાક્ષી વિશે તેને પૂછતો તો તે તેને પણ કશું જ કહેતો નહોતો. 

 પ્રતિક એક ફિલ્મ સ્ટુડિયો માં સપોર્ટ મેન તરીકે ફરજ બજાવતો હતો. અને આજે એક બિગ બજેટ ની ફિલ્મ પડદા પર સક્સેસ થઈ હતી. જેના સેલિબ્રેશન માં આ પાર્ટી રાખવામાં આવી હતી. તે ફિલ્મ નો પ્રોડ્યુસર એટલો સારો હતો કે તેણે તેની ટીમ ના દરેક માણસ ને આ પાર્ટી માં બોલાવ્યા હતા. જેમાં પ્રતિક ને પણ આમંત્રણ હતું. 

પ્રતિક સાથે જ સુજલ પણ કામ કરતો હતો. અને બન્ને એ ડિસાઇડ કર્યું હતું કે પાર્ટી માં સાથે જઈશું. એટલે તે હજુ તેની પત્ની એકતા સાથે ત્યાં આવ્યો જ હતો કે સોનાક્ષી ને ગુસ્સામાં ઘરની બહાર નીકળતા જોઈ તે લોકો ત્યાં જ ઊભા થઈ ગયા. 

તેણે સોનાક્ષી ને અછડતી જોઈ અવાજ આપ્યો," વાહ ભાભી!! અમારા આવવાનો આગાસ થઈ ગયો કે શું?" 

પણ જેવી સોનાક્ષી તેમની પાસે આવી કે તેનો લુક જોઈ તે એકદમ થી આંખો નીચી કરી ગયો. જ્યારે એકતા ફાટેલી આંખે તેને જોવા લાગી. તે તરત જ તેના પાસે જઈને બોલી," ઓહ હો ભાભી! બાકી જોરદાર લાગી રહ્યા છો. ભાઈ નું દિલ આવ્યું કે નહીં તમારા ઉપર!!" 

" દિલ?" તેણે કટાક્ષ માં કહ્યું," તમારા ભાઈ ને દિલ નહીં પણ ગુસ્સો જરૂર આવ્યો છે મારા પર!!" 

" કેમ ગુસ્સો? આટલા તો મસ્ત લાગો છો. અને આ પાર્ટી માં આવું જ જવું જોઈએ.... મસ્ત ફેશન કરી છે. શું ખબર આપડો પણ વારો આવી જાય.... એમપણ વહેતી ગંગા માં હાથ ધોહી જ લેવા જોઈએ." એકતા એ ટિપ્પણી કરી. પણ સુજલ ને સમજ આવી ગયું કે પ્રતિક કેમ ગુસ્સે થયો હશે? એટલે તે પ્રતિક ની સાઈડ લેતા બોલ્યો," હા માન્યું કે આ એક ફિલ્મ પાર્ટી છે અને ત્યાં આવા જ ફેશન ના કપડા પહેરવા આમ વાત છે. પણ, ફેશન કરવા જતા સંસ્કૃતિ મૂકી દેવાય, સાદગી મૂકી દેવાય.... એવું કયા લખ્યું છે?" 

સુજલ ની વાત પર સોનાક્ષી સાથે એકતા ને પણ ગુસ્સો આવી ગયો. તે બોલી," બસ તમારા બંને દોસ્તો ને તો સાદગી ની મૂર્તિ બનાવી ને જ મૂકી દીધા છે. એમાં ને એમાં પત્નીઓ ના ફેશન ની પણ પથારી ફેરવી નાખો છો."

એકતા ના બોલવા પરથી પણ સાફ જાહેર હતું કે તેને પણ સુજલ વધારે પસંદ નહોતો. પણ એવું પણ નહોતું કે તે લોકો દરેક વાતે લડતા જ રહેતા હતા. બન્ને વચ્ચે જો અણગમો પચાસ ટકા હતો તો પ્રેમ પણ પચાસ ટકા હતું. 


આગળ શું થશે? તે આવતા અંકે.....

ક્રમશઃ